રવિવારનું રાશિફળ:એકસાથે બબ્બે શુભયોગથી મેષ, તુલા સહિત 6 રાશિના જાતકો માટે રવિવાર ફાયદા લઇને આવશે, અન્ય છ રાશિઓએ સંભાળીને રહેવું

2 મહિનો પહેલા
  • સિંહ, કન્યા અને મકર સહિત 6 રાશિના જાતકોની જોબ અને બિઝનેસ પર ગ્રહોની મિશ્ર અસર રહેશે

17 ઓક્ટોબર, રવિવારના રોજ વૃદ્ધિ અને ચર નામના બે શુભ યોગ સર્જાઈ રહ્યા છે. તેને કારણે છ રાશિઓ માટે ફાયદાકારક દિવસ રહેશે. જ્યારે અન્ય છ રાશિઓ માટે સામાન્ય દિવસ રહેશે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના ફળકથન પ્રમાણે મેષ રાશિના નોકરિયાત લોકોને પ્રમોશનના યોગ છે. તુલા રાશિના જાતકોને બિઝનેસમાં ફાયદો થઈ શકે છે. વૃશ્ચિક રાશિના જાતકોને સારા સમાચાર મળી શકે છે. ધન રાશિના ધારકો માટે પણ ફાયદાનો દિવસ રહેશે. કુંભ રાશિને ભાગ્ય સાથ આપશે અને અવરોધો આવવા છતાં કામ પૂરાં થશે. મીન રાશિ માટે પણ સારો દિવસ રહેશે. કામ સમયસર પૂરાં થશે અને સ્ટ્રેસ પણ દૂર થઈ જશે. જ્યારે અન્ય રાશિઓ જેવી કે વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા અને મકર રાશિના જાતકોએ નોકરી અને બિઝનેસમાં સંભાળીને રહેવું.

17 ઓક્ટોબર, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે તમારા માટે સારી સમય છે. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી તકલીફોનું સમાધાન મળશે. કોઈ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આ સમય બેસ્ટ છે.

નેગેટિવઃ- બપોર પછીના સમયમાં ધ્યાન રાખવું. વધારાના ખર્ચ ના થાય તે માટે બજેટમાં બેલેન્સ રાખવું. કોર્ટના કામમાં અડચણ આવશે. આથી આજે તેના કોઈ કામ ના કરવા.

વ્યવસાયઃ- તમારી પ્રોડક્ટની ગુણવત્તામાં કોઈ પણ બેદરકારી ના કરો.

લવઃ- રિલેશનશિપમાં એક-બીજાની વાત સમજીને આગળ વધવું.

સ્વાસ્થ્યઃ- મોસમી બીમારીઓથી સાવચેત રહેવું.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- મહેમાનના આગમનથી વાતાવરણ સારું રહેશે. ગિફ્ટની આપ-લે થશે. પરિવારની ખુશી સામે તમારું બજેટ ખોરવાઈ શકે છે. યુવાનોએ ભવિષ્યની યોજના માટે ગંભીર રહેવું.

નેગેટિવઃ- તમારું મહત્ત્વનું કામ છૂટી શકે છે. તેને લીધે મોટું નુકસાન થશે. બધા કામનું ધ્યાન રાખવું.

વ્યવસાયઃ- બિઝનેસમાં હાલ વધારે મહેનત કરવી પડશે. સરકારી કામ કરતી વ્યક્તિએ બીજા સાથે વાત કરતી વખતે ધ્યાન રાખવું.

લવઃ- પતિ-પત્ની વચ્ચે નાના-મોટા ઝઘડા થશે.

સ્વાસ્થ્યઃ- હેલ્થમાં કોઈ પણ બેદરકારી ના રાખવી.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- મહેનતથી તમે જે ઈચ્છો તે મેળવી શકશો. તમારી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. ઘર-પરિવાર સાથે સમય પસાર કરવાથી મન ખુશ રહેશે.

નેગેટિવઃ-આર્થિક ખેંચતાણ રહેશે. હાલ કોઈ ઇન્વેસ્ટમેન્ટ ના કરો. અભ્યાસમાં વધારે ધ્યાન આપવું.

વ્યવસાયઃ- ક્વૉન્ટિટીના ચક્કરમાં ક્વોલિટીમાં બેદરકારી ના કરવી. નવો ઓર્ડર કે ડીલ કેન્સલ થશે.

લવઃ- કામના ભારનું વજન પર્સનલ લાઈફ પર ના પાડો. પાર્ટનર અને બાળકની મદદ મળશે.

સ્વાસ્થ્યઃ- નાની-મોટી તકલીફ રહેશે, કોઈ પણ વસ્તુની અવગણના ના કરવી.

----------------
કર્કઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ પરિવાર સાથે હર્ષોલ્લાસથી ભરેલો રહેશે. કાર્યકુશળતાના આધારે તમે ઉપલબ્ધિ હાંસલ કરશો.

નેગેટિવઃ- બધી જ વસ્તુ બરોબર હોવા છતાં ક્યાંક કશું રહી ગયા હોવાનો અનુભવ થશે. પોતાની ભાવના અને ક્રોધ પર નિયંત્રણ રાખો.

વ્યવસાયઃ- ટ્રેડ સીક્રેટ લીક ન થાય તેનું ધ્યાન રાખો. પાર્ટનરશિપ વેપારમાં ધ્યાન રાખો.

લવઃ- પારિવારિક સુખ શાંતિ રહેશે. સંતાનની શિક્ષા અને કરિયર સંબંધિત ગતિવિધિઓમાં સહયોગ આપો.

સ્વાસ્થ્યઃ- વધારે પડતો શ્રમ કરવાથી થાક લાગી શકે છે. સમયાંતરે આરામ મેળવો.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- કોઈ સમ્મેલન અથવા સમારોહમાં જવાનો અવસર મળશે. મહેમાન આવી શકે છે.

નેગેટિવઃ- પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખવાની જરૂર છે. કોઈ વ્યક્તિ પર વધારે ભરોસો ન કરો. પોતાના નિર્ણય જ સર્વોચ્ચ રાખો.

વ્યવસાયઃ- વેપારના વિસ્તરણ પર આજે કામ શરૂ થઈ શકે છે. મશીનરી અને નવી ટેક્નોલોજીનો પ્રયોગ સફળ રહેશે. કોર્ટ કચેરીના કેસ પર પૂર્ણવિરામ લાગી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સારું રહેશે. નજીકના મિત્ર સાથે ભેટો થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- જૂની સ્વાસ્થ્યની સમસ્યામાંથી રાહત મળશે, પરંતુ સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખો.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આ સમય ઊર્જા, ઉમંગ અને જોશથી ભરપૂર રહેશે. બાળકો સાથે ધીરજ જાળવી વ્યવહાર કરો. ખર્ચો થઈ શકે છે.

નેગેટિવઃ- સંબંધીઓ સાથે વ્યવહાર કરતાં સમયે સાવચેતી રાખો. ખર્ચા પર નિયંત્રણ રાખવાની જરૂર છે.

વ્યવસાયઃ- ફરી નવો વેપાર શરૂ કરવા માટે એક વાર વિચાર કરો. કોઈની વાતોમાં આવીને નિર્ણય ન લો. કાર્યક્ષેત્રે તમારા કર્મચારી તમારા વિરુદ્ધ ઉચ્ચ અધિકારીના કાન ભરી શકે છે.

લવઃ- ઘર-પરિવારમાં પ્રેમ જળવાઈ રહેશે. પ્રેમ સંબંધ ઉજાગર થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- કબજિયાત અને ગેસની સમસ્યા થઈ શકે છે.
-----------
તુલાઃ-

પોઝિટિવઃ- તમને દરેક કાર્યને લગનથી કરવાની ઇચ્છા રહેશે. સારું પરિણામ પણ પ્રાપ્ત થશે. સ્ત્રી વર્ગે ખાસ કરીને વ્યક્તિત્વને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું. આશા અને સપનાં સાકાર કરવા માટે ઉત્તમ સમય છે તેનો સારી રીતે સદુપયોગ કરવો.

નેગેટિવઃ- ધ્યાન રાખવું કે બેદરકારી અને ઉતાવળમાં મહત્ત્વપૂર્ણ કામ અધૂરાં રહી શકે છે. કોઈ કાર્યક્રમમાં અપમાન પણ થઈ શકે છે અથવા તમારા સન્માનને ઠેસ પહોંચી શકે છે.

વ્યવસાયઃ- જૂની પાર્ટીઓ સાથે સંબંધો સારા રહેશે. કામની ક્વોલિટીમાં સુધારો થવાના કારણે તમને સારો ઓર્ડર પ્રાપ્ત થઈ શકે છે. નોકરીમાં કોઈ ઓફિશિયલ યાત્રાના કારણે આજે રજાનો આનંદ નહીં ઉઠાવી શકો.

લવઃ- પતિ-પત્નીમાં ચાલી રહેલા મતભેદ દૂર થશે. સોશિયલ મીડિયા તથા પ્રેમ સંબંધોથી દૂર રહેવું.

સ્વાસ્થ્યઃ- મોસમી બીમારીઓ જેમ કે શરદી ઉધરસ થઈ શકે છે. તમારી દવાઓનું ખાસ ધ્યાન રાખવું.
-------------
વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે પરિસ્થિતિઓમાં સકારાત્મક ફેરફાર તથા ઘણી તકો ઉપલબ્ધ થશે. કંઈક નવું શીખવામાં સમય પસાર થશે. અનુભવ વ્યવહારિક જીવનમાં તમારા કામમાં આવશે. કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.

નેગેટિવઃ- પારિવારિક વાતાવરણમાં અશાંતિ મહેસૂસ થશે. ભાઈઓની સાથે તાલમેલ કમજોર થઈ શકે છે. આવકની સાથે ખર્ચા પણ વધારે રહેશે. કોઈપણ અનુચિત કાર્ય અથવા નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહેવું.

વ્યવસાયઃ- માર્કેટિંગ તથા જનસંપર્ક વિસ્તૃત થશે. વેપારની નાની નાની બાબતોનું ગંભીરતાથી મૂલ્યાંકન કરવું. જો કે ઉદારવાદી સાથે તમે તમારા કામને યોગ્ય રીતે પાર પાડી શકશો.

લવઃ- ઘરમાં કોઈ બાળકના અધિકારના સંબંધિત શુભ સુચના પ્રાપ્ત થઈ શકે છે. પરિવારના સભ્યોનો સહયોગ મળશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ રહેશે. યોગ તથા વ્યાયામ તમને સ્વસ્થ રાખશે.
------------------
ધનઃ-

પોઝિટિવઃ- જમીન અથવા વાહન સાથે સંબંધિત કોઈ મહત્ત્વપૂર્ણ કામ સંભવ થઈ શકે છે. સુખદ સમય રહેશે. લાભની પ્રાપ્તિ થશે તથા સમય સારો પસાર થશે. યુવા વર્ગને ઈન્ટરવ્યુમાં સફળતા મળવાથી આત્મવિશ્વાસ વધશે.

નેગેટિવઃ- ખાસ ધ્યાન આપવાની વાત એ છે કે તમારે દરેક વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો જોઈએ. કેમ કે એવી વાત થઈ શકે છે જેના કારણે તમારી ટીકા થશે.

વ્યવસાયઃ- કાર્ય ક્ષેત્રમાં આજે કેટલીક સમસ્યા મહેસૂસ થશે. તેમાંથી બહાર આવવા માટે વધારે મહેનત તથા પરિશ્રમની જરૂર છે. કોઈ મોટા રાજનીતિક વ્યક્તિ સાથે સંપર્ક બનશે. તેના સાથ અને સહયોગથી વેપારમાં મદદ મળશે.

લવઃ- મુશ્કેલ સમયમાં પારિવારિક લોકોનો સહયોગ રહેશે. મિત્રોની તરફથી પણ મદદ મળશે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યા થઈ શકે છે. આ સમયે સ્વાસ્થ્યમાં બેદરકારી ન દાખવી.
------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે કોઈ મહત્ત્વપૂર્ણ સમાચાર મળી શકે છે. નાણા સંબંધિત કાર્ય સફળ થશે. માનસિક રીતે તમે શાંતિ અનુભવશો.

નેગેટિવઃ- બાળકો માટે કોઈ ચિંતા રહેશે. આ સાથે ભય અને બેચેની પણ લાગશે. જેના કારણે તમે તમારી ક્ષમતાનો પૂરતો ઉપયોગ નહીં કરી શકો.

વ્યવસાયઃ- કાર્યમાં વધુ ગંભીરતા અને એકાગ્રતા રાખવી જરૂરી છે. બેદરકારી દાખવવાથી કોઈ મોટો ઓર્ડર રદ થઈ શકે છે. તેનાથી મોટું નુકસાન થવાની સંભાવના છે.

લવઃ- દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે. યુવા વર્ગ તેમના પ્રેમ સંબંધોને મર્યાદિત રાખશે.

સ્વાસ્થ્યઃ- સંતુલિત આહાર સાથે શારીરિક પરિશ્રમ અને કસરત જેવી બાબતો પર પણ ધ્યાન આપો. સ્વાસ્થ્ય સારું રહેશે.
-----------
કુંભઃ-

પોઝિટિવઃ- આજે ભાગ્ય તમારી સાથે છે. અવરોધો આવવા છતાં તમામ મહત્ત્વપૂર્ણ કાર્યો હલ થશે. મિત્રો અને સહકર્મીઓ સાથેના સંબંધો મજબૂત થશે.

નેગેટિવઃ- તમારી જરૂરિયાતો અનુસાર તમારું બજેટ મર્યાદિત રાખો. જો તમે જમીન અથવા વાહન માટે લોન લેવાનું વિચારી રહ્યા હો તો તમારે તેના પર ફરી એક વાર વિચાર કરવો પડશે. ઘરમાં કોઈના સ્વાસ્થ્યની ચિંતા રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઈપણ કાર્ય અટકી શકે છે. અનુભવી વ્યક્તિની સલાહ અનુસરો. શેરબજાર સાથે જોડાયેલા લોકોએ સાવધાનીપૂર્વક કામ કરવું જોઈએ.

લવઃ- કોઈ બહારના વ્યક્તિને કારણે પતિ-પત્ની વચ્ચે ગેરસમજ ઊભી થઈ શકે છે. સાથે બેસીને સમસ્યાઓનું સમાધાન કરવું વધુ સારું રહેશે.

સ્વાસ્થ્યઃ- ડ્રાઇવિંગ કરતી વખતે કોઈપણ પ્રકારની બેદરકારી હાનિકારક હોઈ શકે છે. વ્યસન અને તણાવથી દૂર રહો.
----------------------
મીનઃ-

પોઝિટિવઃ- સમય માન પ્રતિષ્ઠા માટે અનુકૂળ છે. સકારાત્મક લોકો સાથે વાતચીત કરીને હળવો અનુભવ કરો. રોજિંદા કામ સાથે તમે અન્ય કાર્ય સરળતાથી પૂરાં કરી શકશો.

નેગેટિવઃ- બાળકોને વધુ ઢીલ ન આપો. નહીં તો સમસ્યા ઊભી થઈ શકે છે. પૈસા આવતા પહેલાં તેનો જવાનો રસ્તો બની જશે. તેથી, ખર્ચ પર નિયંત્રણ રાખવું.

વ્યવસાયઃ- પાર્ટનર્સ અથવા કર્મચારીઓ સાથે ચાલી રહેલા સંબંધોમાં તણાવ પેદા થશે. વ્યવસાયમાં પારદર્શકતા રાખવી જરૂરી રહેશે. જો પ્રોપર્ટીમાં રોકાણ કરી રહ્યા હો તો કોઈ અનુભવી વ્યક્તિ જોડે પેપર ચેક કરાવી લેવાં.

લવઃ- પરિવારના સભ્યો મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ખભા સાથે ખભા મેળવીને ચાલશે.

સ્વાસ્થ્યઃ- શરદી-ઉધરસ અને એલર્જી જેવી સમસ્યા થઈ શકે છે. રોગ નિવારણની પ્રાકૃતિક પદ્ધતિ પર વધુ ભરોસો કરવો.