તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

17 ઓક્ટોબરનું રાશિફળ:શનિવારે ધન રાશિના જાતકોનાં જીવનમાં કોઈ અનિચ્છનીય ઘટના બની શકે છે, સંબંધી કે મિત્ર સાવધાન રહો

6 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તુલા, વૃશ્ચિક, મકર તથા કુંભ રાશિના જાતકોને ગ્રહ-નક્ષત્રનો સાથ મળશે

શનિવાર, 17 ઓક્ટોબરના રોજ નવરાત્રિનો પહેલો દિવસ છે. આ દિવસે ચંદ્રમા પર શનિની વાંકી દૃષ્ટિ રહેશે. આ જ કારણથી કેટલાક જાતકોને જોબ તથા બિઝનેસમાં અડચણ આવી શકે છે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના મતે, મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, ધન તથા મીન રાશિના જાતકોએ આખો દિવસ સંભાળીને રહેવું. આ આઠ રાશિના જાતકોને ગ્રહ-નક્ષત્રનો સાથ મળશે નહીં. આખો દિવસ તણાવમાં રહેશે. દોડધામ થઈ શકે છે. વિચારેલાં કામો અધૂરાં રહેશે. બાકીની ચાર રાશિ તુલા, વૃશ્ચિક, મકર તથા કુંભને અશુભ અસર થશે નહીં. આ ચાર રાશિના જાતકોને ગ્રહ-નક્ષત્રનો સાથ મળશે.

17 ઓક્ટોબર, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે એ અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબઃ

મેષઃ-

પોઝિટિવઃ- ઘરની વડીલ વ્યક્તિઓ સાથે થોડો સમય પસાર કરો. તેમના આશીર્વાદ અને સહયોગ તમારા માટે ભાગ્યોદયકારક સાબિત થશે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પ્રત્યે સંપૂર્ણ એકાગ્ર રહે.

નેગેટિવઃ- કોઇ પ્રકારનો તણાવ તમારા પર હાવી થઇ શકે છે. અસ્વસ્થતાને કારણે થોડાં કામ પણ અધૂરાં રહી શકે છે. ચિંતા કરશો નહીં, આવું કરવાથી તમારું કોઇ નુકસાન થશે નહીં અને જલદી જ પરિસ્થિતિઓ સામાન્ય થઇ શકે છે.

વ્યવસાયઃ- કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિના સહયોગથી તમારાં અટવાયેલાં કામ આગળ વધશે.

લવઃ- પારિવારિક વ્યવસ્થા શાંતિપૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ- બ્લડપ્રેશર અને ડાયાબિટીસને લગતી પરેશાનીઓ વધી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમારી યોજનાબદ્ધતા અને ડિસિપ્લિનથી કામ કરવાની રીતથી કામ યોગ્ય રીતે પૂર્ણ થઇ જશે. પરિવારમાં પણ અનુશાસન જળવાયેલું રહેશે. રાજનૈતિક સંબંધ મજબૂત થશે, જેનાથી જનસંપર્કની સીમા પણ વધશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે આળસના કારણે તમારાં કામ અટકી શકે છે, સાથે જ બહારની વ્યક્તિઓની ગતિવિધિઓને નજરઅંદાજ ન કરો, કેમ કે કોઇ પ્રકારનો દગો થવાની સંભાવના છે. આજે કોઇને રૂપિયા ઉધાર આપવાની ના પાડશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયમાં તમારા સંપર્ક ત્રોની સીમા વધારો, કેમ કે ગ્રહ સ્થિતિઓ તમારા માટે કોઇ મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ બનાવી રહી છે.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને થોડો તણાવ રહેશે.

સ્વાસ્થ્યઃ- ગુસ્સા અને તણાવના કારણે શારીરિક નબળાઇ અનુભવ થશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે તમે કામની અપેક્ષા તમારાં વ્યક્તિગત કાર્યો તથા રસ પર વધારે ધ્યાન આપશો. આવું કરવું તમારી અંદર ફરી નવી ઊર્જાનો સંચાર કરશે તથા રોજિંદા જીવનના થાકમાંથી પણ રાહત મળશે. સામાજિક અને ધાર્મિક ગતિવિધિઓમાં પણ સમય પસાર થશે.

નેગેટિવઃ- કોઇ પારિવારિક સભ્યના વૈવાહિક જીવનમાં અલગ થવાની સમસ્યા ઊભી થવાથી તણાવનું વાતાવરણ રહેશે. તમારી દખલ અને સલાહથી સમસ્યાનું સમાધાન મળશે.

વ્યવસાયઃ- વેપારમાં પબ્લિક ડીલિંગ અને માર્કેટિંગને લગતાં કાર્યોમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

લવઃ- ઘરમાં અનુશાસન પૂર્ણ વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- એલર્જી તથા ચામડીને લગતી કોઇ સમસ્યા રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે તમે કોઇપણ પરિસ્થિતિમાં સંતુલન જાળવી રાખશો તથા તમારા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને ઉન્નત વિચાર દ્વારા અનેક ઉપલબ્ધિઓ પણ પ્રાપ્ત થશે. જો કોર્ટ કેસને લગતો સરકારી મામલો ચાલી રહ્યો હોય તો આજે થોડાં પોઝિટિવ પરિણામ મળી શકે છે.

નેગેટિવઃ- કોઇ સંબંધી કે ઘનિષ્ઠ વ્યક્તિને લગતી કોઇ અપ્રિય ઘટના બનવાથી મનમાં નિરાશા રહેશે. ક્યારેક અકારણ જ ગુસ્સો આવી જવાથી તમારાં બનતાં કાર્યો ખરાબ થઇ શકે છે. રૂપિયા-પૈસાના મામલે કોઇ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરશો નહીં.

વ્યવસાયઃ- વેપારમાં કામની ક્વોલિટી પર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

લવઃ- બાળકોની ગતિવિધિઓ પર સંપૂર્ણ નજર રાખો.

સ્વાસ્થ્યઃ- તમારા કામને કારણે પગ તથા કમરના દુખાવાની સમસ્યા રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે સામાજિક અને રાજનૈતિક ક્ષેત્રમાં તમારું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે તથા તમે કોઇ સભામાં સન્માનિત થઇ શકો છો. બાળકના કરિયરને લગતી કોઇ સમસ્યાનો ઉકેલ મળવાથી વધારે શુકન અને રાહતનો અનુભવ થશે.

નેગેટિવઃ- કોઇ ને કોઇ સમયે તમને તમારા સ્વભાવમાં થોડા ચીડિયાપણુંનો અનુભવ થઇ શકે છે. તમારી આ ખામીને સુધારો, કેમ કે તેની અસર તમારી કાર્યક્ષમતા પર પણ પડશે. યાત્રાને લગતાં કોઇ કાર્યને ટાળો .

વ્યવસાયઃ- વેપારમાં પબ્લિકને લગતા સંબંધ વધારે સ્ટ્રોંગ બનાવો.

લવઃ- ઘરનું વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- તમે તમારી અંદર ઊર્જા અને આત્મબળની ખામી અનુભવ કરશો.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ મોટા ભાગનો સમય ધર્મ-કર્મને લગતી ગતિવિધિઓમાં પસાર થશે, જેનાથી માનસિક શાંતિ પણ મળશે. રાજનૈતિક વ્યક્તિઓ સાથે મુલાકાત લાભદાયક સાબિત થશે. જો જમીનને લગતું કોઇ નિર્માણ અટકી રહ્યું છે તો આજે તેના અંગે કોઇ નિર્ણય લેવાનો યોગ્ય સમય છે.

નેગેટિવઃ- થોડી નજીકની વ્યક્તિઓને લઇને મનમાં શંકા કે નિરાશા જેવી સ્થિતિ ઊભી થઇ શકે છે. તમારા વિચારોમાં સ્થિરતા અને ધૈર્ય જાળવી રાખો. કામકાજમાં થોડા પડકાર સામે આવશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં વધારે સમજણ તથા દૂરદર્શિતાથી કામ લેવાની જરૂર છે.

લવઃ- પતિ-પત્ની બંને મળીને ઘર-પરિવારની દેખરેખને લગતી યોજનાઓ પર વિચાર કરશે.

સ્વાસ્થ્યઃ- સીઝનલ બીમારીઓ શરદી, તાવ અને વાઇરલ વગેરે થઇ શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- ઘરના વાતાવરણને યોગ્ય જાળવી રાખવામાં આજે તમારી વિશેષ ભૂમિકા રહેશે. ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. નજીકના સંબંધીઓ ઘરે આવવાથી વિશેષ મુદ્દા પર ગંભીરતાથી વાતચીત થશે.

નેગેટિવઃ- બાળકો પર વધારે અંકુશ રાખશો નહીં. એનાથી તેમના અંદર વધારે નિરાશા જેવી ભાવના ઉત્પન્ન થઇ શકે છે. મિત્રો સાથે હરવા-ફરવામાં સમય પસાર કરશો નહીં. તમે તમારાં કાર્યો પર ધ્યાન આપો.

વ્યવસાયઃ- ઇમ્પોર્ટ-એક્સપોર્ટને લગતાં કાર્યોમાં કોઇ મહત્ત્વપૂર્ણ ડીલ સંપન્ન થઇ શકે છે.

લવઃ- લગ્ન સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- થાક અને અનિદ્રા જેવી પરેશાનીઓ અનુભવ થઇ શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- અન્ય પર નિર્ભર રહેવાની અપેક્ષા પોતાની ક્ષમતા અને યોગ્યતા પર વિશ્વાસ કરો. તમારી અનેક પરેશાનીઓનો ઉકેલ તમે જાતે જ શોધી લેશો. કોઇ નજીકના સંબંધી સાથે ચાલી રહેલા જૂના વિવાદ પણ ઉકેલાઈ જશે.

નેગેટિવઃ- ક્યારેક કારણ વિના તણાવ જેવી સ્થિતિ ઊભી થઇ શકે છે, જેનો પ્રભાવ તમારી કાર્યક્ષમતા પર પણ પડશે. એટલે તમારા વ્યવહારમાં પોઝિટિવિટી જાળવી રાખો.

વ્યવસાયઃ- જમીનની ખરીદદારીને લગતાં કાર્યોમાં આજે પોઝિટિવ પરિણામો મળી શકે છે.

લવઃ- કોઇ જૂની મિત્રતા પ્રેમ સંબંધોમાં ફેરફાર આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- લોહીને લગતું ઇન્ફેક્શન થઇ શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે તમારા જીવનમાં કોઇ અનિચ્છનીય ઘટના બને તેવી સંભાવના છે, જેનો પોઝિટિવ પ્રભાવ આખા પરિવાર પર પડશે. સમાજમાં કોઇ મહત્ત્વપૂર્ણ વિષય પર તમારી સલાહને વિશેષ મહત્ત્વ આપવામાં આવશે.

નેગેટિવઃ- આ વાતનું ધ્યાન રાખો કે કોઇ તમારા નજીકના સંબંધી કે મિત્ર ઈર્ષ્યાની ભાવનાથી તમારી છાપ ખરાબ કરી શકે છે. કોઇપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં તેના બધા જ સ્તર અંગે યોગ્ય વિચાર વિમર્શ કરો.

વ્યવસાયઃ- વેપારમાં આર્થિક મામલાઓ પર વધારે મનન અને ચિંતન કરવાની જરૂરિયાત છે.

લવઃ- જીવનસાથીનું સ્વાસ્થ્ય ખરાબ થવાથી પારિવારિક વ્યવસ્થા અસ્ત-વ્યસ્ત થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે મોટા ભાગનો સમય ઘરમાં રહીને પારિવારિક સભ્યો સાથે પસાર કરો. તેના દ્વારા રોજિંદા જીવનમાં થોડો ફેરફાર આવશે, સાથે જ તમારા સંબંધો પણ સારા રહેશે.

નેગેટિવઃ- સ્વાસ્થ્યમાં હળવી પરેશાની રહેવાના કારણે તમારા થોડાં કામ અધૂરાં રહી શકે છે. તણાવને તમારા પર હાવી થવા દેશો નહીં. પારિવારિક સભ્યોનો સહયોગ તમારી સમસ્યાઓનો ઉકેલ લાવવામાં મદદગાર રહેશે.

વ્યવસાયઃ- આજે વેપારમાં પરિસ્થિતિઓ ખૂબ જ અનુકૂળ રહેશે.

લવઃ- પારિવારિક જીવન ઉત્તમ રહેશે.

સ્વાસ્થ્યઃ- ચામડીને લગતી કોઇ પ્રકારની એલર્જી થઇ શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમારું ભાગ્ય અપેક્ષાએ કર્મ પર વધારે વિશ્વાસ કરવો, તમને વધારે પોઝિટિવ બનાવી રહ્યું છે, કેમ કે કર્મ કરવાથી જ ભાગ્યને બળ પ્રાપ્ત થશે. કોઇ નજીકના સંબંધીના ઘરે ધાર્મિક આયોજનમાં સામેલ થવાનો પણ અવસર પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- ઘરમાં કોઇ નાની વાતને લઇને મોટો મુદ્દો ઊભો થઇ શકે છે. કોઇપણ બહારની વ્યક્તિની દખલ તમારા પરિવારમાં થવા દેશો નહીં. ઘરની બધી જ સમસ્યાઓનો સાથે બેસીને ઉકેલ લાવશો તો યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- પબ્લિક ડીલિંગ, માર્કેટિંગ, મીડિયા વગેરેને લગતો વેપાર આજે ફાયદાની સ્થિતિમાં રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે અહંકારને લઇને તિરાડ પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે શુભદાયક ગ્રહ સ્થિતિ બની રહી છે તથા તમારા ભાગ્યને વધારે પ્રબળ કરી રહી છે. લાભના પણ નવા માર્ગ મળી શકશે. કોઇ પારિવારિક સભ્યના લગ્નને લગતાં કાર્યોમાં દિવસ પસાર થશે.

નેગેટિવઃ- ક્યારેક અતિ આત્મવિશ્વાસ જ તમારી પરેશાનીનું કારણ બનશે, એટલે તમારા વ્યવહારને સંયમિત જાળવી રાખો. યોજનાઓ બનાવવાની સાથે તેમને કાર્યરૂપ આપવું પણ જરૂરી છે. બાળકો પર નજર રાખો.

વ્યવસાયઃ- વ્યક્તિગત કાર્યોમાં વ્યસ્તતાને કારણે આજે વ્યવસાયને લગતા મોટા ભાગનાં કામ ઘરેથી જ કરવાં.

લવઃ- જીવનસાથીનો સહયોગ તમારા મનોબળને જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- તમે નિયમિત ચેક-અપ કરાવતા રહેશો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો