મંગળવારનું રાશિફળ:તુલા-ધન રાશિને નસીબનો સાથ મળશે, મકર રાશિના જાતકોને ધન લાભની શક્યતા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

17 મે, મંગળવારના રોજ શિવ યોગ બની રહ્યો છે. મેષ રાશિ માટે દિવસ શુભ રહેશે. મિથુન રાશિને સ્ટ્રેસમાંથી રાહત મળશે. સિંહ રાશિને મહત્ત્વપૂર્ણ સમાચાર મળી શકે છે. તુલા તથા ધન રાશિને નસીબનો સાથ મળશે. જરૂરી કામ પૂરા કરવા માટે દિવસ શુભ છે. મકર રાશિને ધન લાભ થશે. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય છે.

17 મે, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષ રાશિ :
પોઝિટિવ : આજનો દિવસ સારો રહેશે. ભવિષ્ય સંબંધિત કોઈ યોજનાઓ પર ચર્ચા થશે. રોકાયેલા પૈસા પરત આવવાથી થોડી રાહત મળશે.
નેગેટિવ : કોઈ કામ વગરનાં વાદ-વિવાદથી દૂર રહો. બપોર પછી પરિસ્થિતિ અનુકૂળ રહેશે. તમારા મહત્વનાં કામ સવારનાં સમયે જ પૂર્ણ કરો.
વ્યવસાય : આજનાં દિવસે વધુ પડતા કામ સમયસર પૂર્ણ થશે. લાભદાયક યોજનાઓ પર વિચાર કરો. કોઈ સાથે ભાગીદારીમાં ધંધો કરો છો તો ફાયદો થશે.
લવ :પરિવાર સાથે મનોરંજન અને શોપિંગમાં સમય પસાર કરો. પ્રેમસંબંધોમાં મધુરતા રહેશે.
સ્વાસ્થ્ય : સ્વાસ્થ્ય સારું રહેશે. ઘરગથ્થુ ઉપચારથી તબિયત સારી રહેશે.
ભાગ્યશાળી રંગ : લાલ
ભાગ્યશાળી અંક : 3
—----------------------------
વૃષભ રાશિ :

પોઝિટિવ : થાક અને વ્યસ્ત દિનચર્યાથી રાહત મેળવવા માટે થોડો સમય તમારા મનપસંદ કામમાં સમય પસાર કરો. ઘરમાં મહેમાનોની ચહલ-પહલ રહેશે.
નેગેટિવ : ખર્ચ કરતા સમયે બજેટને નજરઅંદાજ ના કરો નહીં તો બાદમાં પસ્તાવું પડી શકે છે. સંતાનને લઈને કોઈ ચિંતા આવી શકે છે. ઘરનાં વરિષ્ઠ વ્યક્તિઓની સલાહથી સમસ્યાનું સમાધાન આવશે.
વ્યવસાય : પારિવારિક વ્યસ્તતા વચ્ચે ધંધામાં વધુ ધ્યાન નહીં આપી શકો. નોકરી કરતા લોકોએ કામમાં વધુ ધ્યાન આપવું પડશે.
લવ :ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. સહપરિવાર સાથે બેસવાથી તનાવમુક્ત વાતાવરણ રહેશે.
સ્વાસ્થ્ય : આજના દિવસે ઇજા થઇ શકે છે. કોઈ પણ પ્રકારનું જોખમ ના લો અને વાહન ચલાવતી વખતે સાવધાની રાખો.
ભાગ્યશાળી રંગ : સફેદ
ભાગ્યશાળી અંક : 8
—----------------------------
મિથુન રાશિ :
પોઝિટિવ : આજનાં દિવસે કોઇ સારા સમાચાર મળવાથી તણાવમાંથી મુક્તિ મળશે. આજનાં દિવસે જે કામ નક્કી કરશો તે પૂરું કરશો. તેથી મહત્વપૂર્ણ કામને પ્રાથમિકતા આપો. ધર્મ-કર્મ તથા સમાજ સેવા સંબંધિત કામમાં રસ વધશે.
નેગેટિવ : સામાજિક કામની સાથે-સાથે પારિવારિક મુદ્દાઓ પર ધ્યાન આપવું જરૂરી છે. ખરાબ નિયત તથા ખરાબ આદત ધરાવતા લોકોથી દૂર રહો. કોઈ નજીકનું વ્યક્તિ અથવા તો સંબંધીઓ તમારી મુશ્કેલીનું કારણ બની શકે છે.
વ્યવસાય : કાર્ય સ્થળ પર કર્મચારીઓ અને સહયોગીઓની ગતિવિધિઓને નજર અંદાજ ના કરો. રોકાણ સંબંધીત કોઈ નિર્ણય લેતા પહેલાં તેના પર વિચાર અચૂક કરો.
લવ : પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. પ્રેમસંબંધોમાં સમય બરબાદ કરો
સ્વાસ્થ્ય : દિનચર્યામાં ખાવા-પીવામાં ધ્યાન આપો. ગેસ-એસીડીટી જેવી સમસ્યાઓ થઇ શકે છે.
ભાગ્યશાળી રંગ : લીલો
ભાગ્યશાળી અંક : 8
—----------------------------
કર્ક રાશિ :
પોઝિટિવ :
નજીકના મિત્રો અથવા સંબંધીઓના ઘરે મહેમાન તરીકે જવાની તક મળશે. આ મીટિંગ તમને રોજિંદા તણાવપૂર્ણ વાતાવરણમાંથી રાહત આપશે. તમારા વિચારો અને નિર્ણયોને પણ પ્રાથમિકતા આપવામાં આવશે.
નેગેટિવ : વ્યક્તિગત કામ કરવામાં કોઈ પણ પ્રકારની લાપરવાહી ના કરો. રૂપિયાની લેવડ-દેવડમાં ધ્યાન રાખો. કોઈ પ્રકારનું નુકસાન થવાની શક્યતા છે.
વ્યવસાય : ધંધા અને નોકર સંબંધિત નિર્ણય તમે જાતે જ લો. કોની ભૂલની સજા તમારે ભોગવવી પડે છે.
લવ : પારિવારિક વાતાવરણ ખુશ રહેશે. પ્રેમી-પ્રેમિકા વચ્ચે સારા સંબંધ રહેશે.
સ્વાસ્થ્ય : બીપીની સમસ્યા થવાને કારણે ખાસ ધ્યાન રાખો. ગરમીનું ખાસ ધ્યાન રાખો.
ભાગ્યશાળી રંગ : બદામી
ભાગ્યશાળી અંક : 3
—----------------------------
સિંહ રાશિ :
પોઝિટિવ : બાળકોથી સંબંધિત કોઈ શુભ સારા સમાચાર મળવાની ઘરમાં ઉત્સાહનો માહોલ રહેશો. આ સાથે રાજનૈતિક સંબંધો મજબૂત થશે.
નેગેટિવ : આજનાં દિવસે એ વાતનું ધ્યાન રાખો કે રાજનૈતિક સંબંધમાં તમારી છબી ખરાબ થઇ શકે છે. પાડોશીઓ સાથે ઝઘડા થઇ શકે છે.
વ્યવસાય : વ્યવસાયિક યાત્રા સંબંધિત કોઈ યોજના બનશે જે લાભદાયીક સાબિત થશે. નોકરીમાં કોઈ કારણે પ્રમોશન ના થવાની સ્થિતિ બની શકે છે.
લવ : પતિ-પત્ની વચ્ચે સારા સંબંધ રહેશે.
સ્વાસ્થ્ય : સમયે-સમયે આરામ કરવો જરૂરી છે.
ભાગ્યશાળી રંગ : ઓરેન્જ
ભાગ્યશાળી અંક : 9
—----------------------------
કન્યા રાશિ :
પોઝિટિવ :
પારિવારિક અને વ્યવસાયિક સમસ્યાઓને દૂર કરવા માટે તમારું વિશેષ યોગદાન રહેશે. મિલ્કત સંબંધિત કોઈ અટકેલું કામ આજે પૂરું થઇ શકે છે.
નેગેટિવ : વિરોધીઓની ગતિવિધિઓને નજર અંદાજ ના કરો. આજનાં દિવસે સમજદારીથી સમસ્યાનું સમાધાન કરી શકો છો.
વ્યવસાય : ધંધામાં કોઈ પરિવર્તનની જરૂર છે. નોકરી કરતા લોકોને કોઈ અધિકારીની મદદ મળશે.
લવ : યુવાવર્ગ આજનાં દિવસે હરવા-ફરવા અને ડેટિંગનો આનંદ લેશે.
સ્વાસ્થ્ય : સ્વાસ્થ્ય સારું રહેશે. વર્તમાન વાતાવરણને કારણે લાપરવાહી ના કરો.
ભાગ્યશાળી રંગ : લીલો
ભાગ્યશાળી અંક : 6
—----------------------------
તુલા રાશિ :
પોઝિટિવ : ગ્રહનું ગોચર અનુકૂળ બની રહ્યું છે. આજના દિવસે સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. કોઈ સારું કામ પૂરું થવાથી ઘરમાં ખુશીનો માહોલ રહેશે.
નેગેટિવ : લાપરવાહી અને આળસને કારણે કામમાં વિલંભ થઇ શકે છે. આ કમીને દૂર કરવાનો પ્રયાસ કરો. આ સમયે વિધાર્થીઓએ ભણવામાં ધ્યાન આપવાની વધુ જરૂર છે.
વ્યવસાય : સહકર્મીઓ અને કર્મચારીઓ વચ્ચે અમુક પ્રકારના મતભેદો હોઈ શકે છે. જેની અસર ધંધાકીય વ્યવસ્થા પર પણ પડશે. નોકરી કરતા લોકોએ તેમની ફાઈલો અને દસ્તાવેજો કાળજીપૂર્વક રાખવા જોઈએ.
લવ : પરિવારના સભ્યો સાથે સમય વિતાવવાથી સંબંધો વધુ સુખદ બનશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા આવશે.
સ્વાસ્થ્ય : ગળા અને છાતીમાં કફના કારણે પરેશાની થશે. બેદરકાર ન બનો અને યોગ્ય સારવાર લો.
ભાગ્યશાળી રંગ : ગુલાબી
ભાગ્યશાળી અંક : 8
—----------------------------
વૃશ્ચિક રાશિ :
પોઝિટિવ : આ રાશિનાં જાતકો માટે શ્રેષ્ઠ પરિસ્થિતિઓ તૈયાર છે. તેથી તમારી ઊર્જાને યોગ્ય દિશામાં વહન કરો. તમને ચોક્કસ સફળતા મળશે. અને તમારી સકારાત્મક અને સંતુલિત વિચારસરણીથી તમામ કાર્ય યોજનાબદ્ધ રીતે પૂર્ણ થશે.
નેગેટિવ :તમારા અહંકાર અને ગુસ્સા પર નિયંત્રણ રાખો. જેના કારણે કેટલાક સંબંધો બગડી શકે છે. વધુ પડતા વિચારને કારણે કોઈ મહત્વની સિદ્ધિ હાથમાંથી નીકળી શકે છે.
વ્યવસાય : ધંધા સંબંધિત યોજનાઓઆગળ વધશે. પૈસા લેવડ-દેવડના કામ આજે ના કરો. આવકનાં સ્ત્રોત વધશે સાથે ખર્ચ પણ વધશે.
લવ : જીવનસાથી સાથે ચાલી રહેલ વિવાદ થોડી સમજણ અને પરસ્પર સમજણથી સામાન્ય થઈ જશે.
સ્વાસ્થ્ય : વ્યાયામ અને યોગ કરો.
ભાગ્યશાળી રંગ : લાલ
ભાગ્યશાળી અંક : 2
—----------------------------
ધન રાશિ :
પોઝિટિવ : ઉત્તમ ગ્રહની સ્થિતિ બની રહી છે. આજનાં દિવસે કોઈ અટકેલા કામ પુરા થઇ શકે છે. સમાજ અને પરિવારમાં તમારું માન-સન્માન વધશે.
નેગેટિવ : કોઈ પણ નિર્ણય પ્રેક્ટિકલ બનીને લો. દિલની બદલી મગજથી નિર્ણય લો.
વ્યવસાય :ઈમ્પોર્ટ-એક્સપોર્ટ અને મીડિયા સંબંધિત ધંધામાં સફળતા મળશે. કલા અને રચનાત્મક કાર્ય સાથે જોડાયેલા લોકોને પણ નવો કરાર મળવાની સંભાવના છે. શેરબજાર સાથે જોડાયેલા લોકોએ આજે ​​સાવધાન રહેવું જોઈએ.
લવ : પતિ-પત્ની વચ્ચે સારા સંબંધ રહેશે.
સ્વાસ્થ્ય : અપચો અને ગેસની સમસ્યા થઇ શકે છે.
ભાગ્યશાળી રંગ : પીળો
ભાગ્યશાળી અંક : 1
—----------------------------
મકર રાશિ :
પોઝિટિવ : રોકાણ સંબંધિત મામલામાં ખાસ ધ્યાન રાખો. રૂટિનમાં ફેરફાર કરવાથી બધા જ કામમાં સફળતા મળશે.
નેગેટિવ : ઘરમાં કોઈ વૃદ્ધ વ્યક્તિનાં સ્વાસ્થ્યને લઈને ચિંતા થઇ શકે છે. આજનાં દિવસે કોઈ મહત્વપૂર્ણ કામ અટકી શકે છે.
વ્યવસાય : ધંધામાં આજે બધી બાબતે સાવધાની રાખવાની જરૂર છે. કોઈ દ્વારા આજનાં દિવસે વિશ્વાસઘાત થઇ શકે છે.
લવ : પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે. ઘરનાં કોઈ અવિવાહિત વ્યક્તિનાં લગ્નની વાત થઇ શકે છે.
સ્વાસ્થ્ય : માથાનો અને પેટનો દુખાવાની શક્યતા છે.
ભાગ્યશાળી રંગ : આસમાની
ભાગ્યશાળી અંક : 5
—----------------------------
કુંભ રાશિ :
પોઝિટિવ : મિલ્કત સંબંધિત કોઈ કામ માટે સારો સમય છે. મિત્રો સાથે ક્યાંક બહાર જવાનો પણ પ્રોગામ બની શકે છે જેનાથી મનમાં ખુશી રહેશે.
નેગેટિવ : કોઈ પાડોશી અને મિત્ર સાથે બોલાચાલી જેવી સ્થિતિ બની શકે છે. વાદ-વિવાદમાં પડવાને બદલે કામથી કામ રાખો. તમારી મજબુરીનો ફાયદો ઉઠાવી શકે છે.
વ્યવસાય : કામની કોઈ યોજના તમારા પૂરતી સીમિત રાખો અન્યથા કર્મચારીઓ તમારી સૂચના લીક કરી શકે છે.
લવ :પતિ-પત્ની વચ્ચે યોગ્ય સંવાદિતા અને પ્રેમભર્યું વર્તન રહેશે. પ્રેમ સંબંધોને પારિવારિક મંજૂરી મળશે.
સ્વાસ્થ્ય : સાંધા અને ઘૂંટણનો દુખાવો થઇ શકે છે. કસરત અચૂક કરો.
ભાગ્યશાળી રંગ : બ્લુ
ભાગ્યશાળી અંક : 6
—----------------------------
મીન રાશિ :
પોઝિટિવ : આજનાં દિવસે વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શનથી સમસ્યાઓ દૂર થશે, સાથે જ સંતાનની કોઈપણ સમસ્યાનો ઉકેલ મળવાથી તણાવ દૂર થશે. ઘરમાં કોઈ શુભ પ્રસંગ સંબંધિત કાર્ય પણ પૂર્ણ થઈ શકે છે.
નેગેટિવ : આર્થિક ગતિવિધિઓ પર ધ્યાન આપવાની જરૂર છે. ગુસ્સા અને ઉતાવળમાં કોઈ કામ બગડી શકે છે.
વ્યવસાય : તમે તમારા કાર્યક્ષેત્રમાં જે નવી નીતિઓ અને યોજનાઓ બનાવી છે, તેનો ખંતપૂર્વક અમલ કરો. નજીકના ભવિષ્યમાં તમારા માટે અનુકૂળ સંજોગો સર્જાશે.
લવ : ઘરમાં વૃદ્ધ લોકોનાં આશીર્વાદ અને સ્નેહથી સુખદ વાતાવરણ રહેશે. લવ પાર્ટનર સાથે કોઈ ગેરસમજ થઇ શકે છે.
સ્વાસ્થ્ય : નકારાત્મક વિચારોને કારણે મનોબળમાં કમી મહેસૂસ થશે.
ભાગ્યશાળી રંગ : કેસરી
ભાગ્યશાળી અંક : 9

અન્ય સમાચારો પણ છે...