તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુરુવારનું રાશિફળ:ગુરુવારે તુલા જાતકોએ નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહેવું, દિવસની શરૂઆત કોઈ સુખદ ઘટના સાથે થશે

એક મહિનો પહેલા
  • ગુરુ-ચંદ્રનો શુભ યોગ, ચાર રાશિ માટે દિવસ સારો
  • કુંભ-મીન સહિત 8 રાશિ માટે દિવસ મધ્યમ રહેશે

17 જૂન, ગુરુવારના રોજ ચંદ્ર તથા ગુરુ સામસામે રહેશે. આ દૃષ્ટિ સંબંધથી ગજકેસરી નામનો રાજયોગ બની રહ્યો છે. કર્ક રાશિના નોકરિયાત વર્ગ તથા બિઝનેસ કરતાં જાતકો માટે દિવસ સારો રહેશે. સિંહ રાશિ માટે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. કરિયરમાં નવી તકો મળી શકે છે. તુલા રાશિને કાર્યક્ષેત્રમાં પરિસ્થિતિ સારી બનશે. કોઈ ખાસ કામ પૂરું થઈ શકે છે. મકર રાશિને સારા સમાચાર મળી શકે છે. મુશ્કેલીઓ દૂર થશે અને યોજનાઓ પાર પડશે. આ ઉપરાંત મેષ, વૃષભ, મિથુન, કન્યા, વૃશ્ચિક, ધન, કુંભ તથા મીન રાશિના જાતકો માટે દિવસ મધ્યમ રહેશે.

17 જૂન, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- પારિવારિક તથા સામાજિક ક્રિયાઓમાં તમારી હાજરી જરૂર સામેલ કરો. તેનાથી સંપર્કોની સીમા અને ઓળખ વધશે. જમીનને લગતી ગતિવિધિઓમાં જો રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તેના ઉપર જલ્દી અમલ કરો.

નેગેટિવઃ- ક્યારેક તમારા વિચારોમાં વહેમ અને શંકા જેવી નકારાત્મક વાતો અન્ય માટે પરેશાની ઊભી કરી શકે છે. તમારી આ ખામીઓમાં ફેરફાર લાવો. યુવાઓ પણ બેકારની ગતિવિધિઓમાં સમય નષ્ટ ન કરે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં થોડી મુશ્કેલી આવશે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- એલર્જી અને ઉધરસની સ્થિતિ રહી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમારું તમારા વ્યક્તિત્વ અને રહેણીકરણી પ્રત્યે સજાગ રહેવું અન્યની વચ્ચે વખાણનું કારણ બનશે. આજે ભાવનાઓની જગ્યાએ ચતુરાઈ અને વિવેકથી કામ લેવું. પરિસ્થિતિઓ તમારા પક્ષમાં કામ કરી રહી છે. બાળકોની કિલકારીને લગતી શુભ સૂચના પણ મળશે.

નેગેટિવઃ- કોઈપણ ગતિવિધિમા વધારે સાવધાની જાળવો. તમારી સાથે દગો થવાની સ્થિતિ બની રહી છે. દરેક કાર્યોમાં પારિવારિક સભ્યોની સલાહને સામેલ કરો. રૂપિયા-પૈસાની લેવડ-દેવડના કાર્યો આજે ટાળો તો સારું રહેશે.

વ્યવસાયઃ- આજે કોઈ જૂની પાર્ટી દ્વારા યોગ્ય ઓર્ડર મળી શકે છે.

લવઃ- ઘરના સભ્યો વચ્ચે યોગ્ય તાલમેલ જાળવી રાખવામાં તમારો સહયોગ વિશેષ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ થોડો મિશ્રિત પ્રભાવવાળો રહેશે. અચાનક જ કોઇ એવા વ્યક્તિ સાથે મુલાકાત થશે, જેના કારણે તમારી કોઇ સમસ્યાનું સમાધાન મળશે. થોડો સમય અભ્યાસ તથા નવી જાણકારીઓને પ્રાપ્ત કરવામાં પણ પસાર કરો.

નેગેટિવઃ- બપોર પછી ગ્રહ સ્થિતિ થોડી પ્રતિકૂળ વાતાવરણ બનાવી શકે છે. અચાનક જ કોઈ મુશ્કેલી તમારી સામે આવી શકે છે. કામના દબાણમાં તમે પોતાને ફસાયેલા અનુભવ કરી શકો છો. દેખાડાના ચક્કરમાં તમારું નુકસાન ન કરશો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં થોડા ખાસ લોકો સાથે લાભદાયક મીટિંગ થશે.

લવઃ- ઘરમાં યોગ્ય સમય ન આપવાના કારણે જીવનસાથીની નિરાશા સહન કરવી પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- થાકના કારણે સર્વાઇકલ અને ગળામાં દુખાવાની સમસ્યા વધી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- ભાગ્ય અને પરિસ્થિતિ તમારા માટે યોગ્ય સમયનું નિર્માણ કરી રહી છે. કોઈપણ પરિસ્થિતિમા તમે તમારું કામ કઢાવવામાં સક્ષમ રહેશો. કોઈ નજીકના વ્યક્તિ સાથે મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણાં થશે અને યોગ્ય સમાધાન પણ મળશે.

નેગેટિવઃ- સરકારી કાર્યોને બેદરકારીના કારણે અધૂરા છોડશો નહીં. પેનલ્ટી વગેરે લાગી શકે છે. બિનજરૂરી ખર્ચ પણ સામે આવી શકે છે. આ સમયે કોઈપણ પ્રકારની યાત્રા કરવી અનુકૂળ નથી.

વ્યવસાયઃ- વેપારમાં તમારા દ્વારા કરવામાં આવેલાં પ્રયોગ ફાયદાકારક સાબિત થશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમા મધુરતા જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આ સમયનું ગ્રહ ગોચર અનુકૂળ છે. તમારા આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતાને પણ મળી શકે છે. કશુંક નવું પ્રાપ્ત કરવાની ઇચ્છા પૂર્ણ થઈ શકે છે. કોઈ ખાસ મીટિંગમાં તમારા વિચારોને પણ પ્રાથમિકતા આપવામાં આવશે.

નેગેટિવઃ- ઉતાવળમાં કોઈ નિર્ણય લેશો નહીં. કોઇ મિત્ર કે ભાઈ સાથે કોઈ નાની વાતનો ખૂબ જ મોટો વિવાદ ઊભો થઈ શકે છે. સંબંધોને ખરાબ થવાથી બચાવવા તમારી જવાબદારી છે. બાળકોની સમસ્યાઓને પણ શાંતિથી ઉકેલો.

વ્યવસાયઃ- યુવાઓને પોતાના કરિયરને લગતી કોઈ નવી તક મળી શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ ઉત્તમ રહેશે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને કબજિયાત જેવી સમસ્યાથી રાહત મેળવવા માટે તમારી વ્યવસ્થિત દિનચર્યા રાખો.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- દિવસની શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે. પરંતુ તમે તમારા આત્મવિશ્વાસ અને દૃઢ નિશ્ચય દ્વારા તેનું સમાધાન પણ સરળતાથી શોધી શકશો. ધાર્મિક અને પોઝિટિવ ગતિવિધિઓમાં યોગ્ય સમય પસાર થશે.

નેગેટિવઃ- બપોર પછી અચાનક જ કોઈ મુશ્કેલી સામે આવી શકે છે. જેનો ઉકેલવામાં ઘણો સમય પસાર થઈ જશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાને લગતી પરીક્ષામાં વધારે મહેનત કરવાની જરૂરિયાત રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કામનો ભાર જળવાયેલો રહેશે.

લવઃ- લગ્ન સંબંધોમાં ગેરસમજ આવવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- દિવસની શરૂઆત કોઈ સુખદ ઘટના સાથે થશે અને આખો દિવસ શાંતિમાં પસાર થશે. જો ઘરમાં રિનોવેશન કે સુધારને લગતી કોઈ યોજના બની રહી છે તો વાસ્તુ નિયમોનું પાલન કરવું પણ યોગ્ય રહેશે.

નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો સાથે તમારો સમય ખરાબ ન કરો. તેનો ખોટો પ્રભાવ તમારા વ્યક્તિત્વ ઉપર પણ પડી શકે છે. આ સમયે તમારી ઊર્જાનો પોઝિટિવ કાર્યોમાં ઉપયોગ કરો. વધારે ભીડભાડ હોય તેવા સ્થાને જવાનું ટાળો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં પરિસ્થિતિ સારી જળવાયેલી રહેશે.

લવઃ- પારિવારિક તથા વ્યક્તિગત મમલે જીવનસાથીનો સહયોગ તમારા મનોબળને વધારશે.

સ્વાસ્થ્યઃ- સમય પ્રમાણે પોતાને ઢાળવાની કોશિશ કરો.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે દિવસ સારો પસાર થશે. થોડા સમયથી મનમાં ચાલી રહેલો કોઇ દ્વંદ પણ સમાપ્ત થઇ શકે છે. નજીકના લોકો સાથે મુલાકાત સુખ આપી શકે છે. ટેક્નિકલ ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકોને જલ્દી જ કોઈ મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ શકે છે.

નેગેટિવઃ- આર્થિક સ્થિતિ થોડી મધ્યમ રહી શકે છે. સાસરિયા પક્ષ સાથે કોઈ વાતને લઇને ગેરસમજ ઊભી થઈ શકે છે. નાની-મોટી વાતોમાં મનમુટાવ કરવો યોગ્ય નથી. સમય પ્રમાણે બધી વસ્તુઓ વ્યવસ્થિત થતી જશે.

વ્યવસાયઃ- વેપારમાં આ સમયે ખૂબ જ વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

લવઃ- પારિવારિક જીવન વ્યવસ્થિત રહેશે.

સ્વાસ્થ્યઃ- પગમાં તથા એડીમાં દુખાવાની ફરિયાદ રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે તમારું સંપૂર્ણ ધ્યાન તમારા વ્યક્તિગત કાર્યોમાં પસાર થશે. ભાવુકતાની જગ્યાએ દિમાગથી કામ લેવું અને પ્રેક્ટિકલ થઇને તમારા કાર્યોને અંજામ આપવો. ચોક્કસ જ તમને સફળતા મળી શકે છે. ઘરમાં ધાર્મિક આયોજન થવાથી પોઝિટિવ ઊર્જા મળી શકે છે.

નેગેટિવઃ- કોઈપણ સરકારી કાર્યોનો બેદરકારીના કારણે અધૂરા છોડશો નહીં, નહીંતર કોઇ મુશ્કેલીમાં પડી શકો છો. બાળકોની કોઈ નકારાત્મક ગતિવિધિની જાણ થવાથી મન થોડું પરેશાન રહી શકે છે.

વ્યવસાયઃ- આજે કોઈ વ્યવસાયિક યોજના સફળ થવાની આશા છે.

લવઃ- તમારા મુશ્કેલ સમયમાં જીવનસાથી તથા પરિવારના લોકોનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- થાક અને નિરાશાને તમારા ઉપર હાવી થવા દેશો નહીં.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- કોઈપણ પૂર્વ યોજનાને શરૂ કરવાનો યોગ્ય સમય છે. કોઈ શુભ સમાચાર મળવાથી દિવસ સુખમય પસાર થશે. ધનને લગતા મામલાઓમાં પણ મન પ્રમાણે કાર્ય પૂર્ણ થશે. ઘરમાં વડીલોનો સ્નેહ અને આશીર્વાદ જળવાયેલો રહેશે.

નેગેટિવઃ- આર્થિક મામલે વધારે સાવધાની જાળવો. ખર્ચ કરતી સમયે બજેટનું ધ્યાન રાખવું જરૂરી છે. આ સમયે થોડા લોકો તમારા કાર્યોમાં વિઘ્ન ઊભું કરી શકે છે. આ સમયે કોઇની વાતોમાં ન આવો તો વધારે સારું રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ સમય થોડો મધ્યમ જ છે.

લવઃ- લગ્નજીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- કામ હોવા છતાં તમે થોડો સમય આરામ માટે કાઢી શકશો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે દિવસ થોડો વ્યસ્ત રહી શકે છે. ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ સારો સમય પસાર થશે. તમને માનસિક શાંતિ અને સુકૂન પણ મળી શકે છે. ઘરના વડીલોના માર્ગદર્શનને અપનાવો.

નેગેટિવઃ- અર્થ વિના અન્ય લોકોની પરેશાનીમાં પડશો નહીં, તેનાથી તમારું જ નુકસાન થઈ શકે છે. યુવાઓ મોજ-મસ્તીમા સમય પસાર કરવાની જગ્યાએ પોતાના કરિયર ઉપર વધારે ધ્યાન આપે. અસામાજિક લોકો સાથે અંતર જાળવી રાખવું યોગ્ય છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ વધારે ગાઢ બનશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- જો પ્રોપર્ટીને લગતું કોઈ કામ અટવાયેલું છે, તો આજે તેના ઉપર કોઈ અનુભવી વ્યક્તિ સાથે ચર્ચા-વિચારણાં કરો. સમય અનુકૂળ છે. તમારા વ્યક્તિગત કાર્યો પણ આજે યોગ્ય રીતે પૂર્ણ થતાં જશે.

નેગેટિવઃ- આ સમયે કોઈપમ અજાણ વ્યક્તિઓના સંપર્કમાં આવશો નહીં. કેમ કે કોઈ વાદ-વિવાદની સ્થિતિ બની શકે છે. ઘરના કોઇ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે. નાની-મોટી વાત ઉપર નિરાશ થઈ જવું તમારા બનતા કાર્યોમાં વિઘ્ન પેદા કરી શકે છે.

વ્યવસાયઃ- આજે વ્યક્તિગત કાર્યોમાં તમે વ્યસ્ત રહી શકો છો એટલે કાર્યક્ષેત્રમાં ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઈ પારિવારિક સમસ્યાને લઇને મતભેદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને કબજિયાતની સમસ્યા રહી શકે છે.