17 જૂનનું રાશિફળ:બુધવારે ચંદ્રનું મેષ રાશિ અને શુક્ર નક્ષત્રમાં ભ્રમણ જાતકો માટે ધનદાયક પરિસ્થિતિ ઊભી કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

17 જૂન, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- ચંદ્રનું મેષ રાશિ અને શુક્રના નક્ષત્રમાં ભ્રમણ તમારા માટે ધનદાયક પરિસ્થિતિ બનાવી રહ્યું છે. ભાઇઓ સાથે મળીને લાભ સંબંધિત વિચાર વિર્મશ થશે. પરિવારમાં માંગલિક કાર્યોનું આયોજન થશે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક આળસના કારણે કામને ટાળવાનો પ્રયાસ કરશો, જેના કારણે થોડાં કાર્યોમાં મોડું થઇ શકે છે. આ સમયે તમારે તમારી ઊર્જાનો ઉપયોગ કરીને કાર્યોને પૂર્ણ કરવા જોઇએ.

લવઃ- ઘરનું વાતાવરણ આનંદમયી રહે તેના માટે જીવનસાથીનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે.
વ્યવસાયઃ- વ્યાવસાયિક દૃષ્ટિએ દિવસ સારો રહેશે.
સ્વાસ્થ્યઃ- ગળામાં ઇન્ફેક્શન જેવી સમસ્યા થઇ શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે તમને કોઇ ખુશખબરી મળવાના કારણે મન પ્રસન્ન રહેશે. ગ્રહ સ્થિતિ તમારી રાશિ માટે અનેક સારા અવસર પ્રદાન કરશે. જેનો તમારે ભરપૂર ઉપયોગ કરવો.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક તમારી બોલચાલની રીતથી થોડાં લોકો નિરાશ થઇ જાય છે. પરિવારના લોકો પણ તમારી આ આદતથી પરેશાન થઇ જાય છે.

લવઃ- પતિ-પત્નીએ એકબીજા સાથે સમય વ્યતીત કરવો.
વ્યવસાયઃ- વ્યાવસાયિક સ્થળે તમારા સહયોગી તમારા પ્રમાણે કામ કરશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- રાશિ સ્વામી બુધની રાશિમાં જ ઉપસ્થિતિ તમારા આત્મબળ અને ઉમંગ પ્રદાન કરી રહી છે. સાથે જ, સૂર્યદેવ તમારા વ્યક્તિત્વને વધારે પ્રભાવશાળી બનાવી રહ્યો છે. આાજે તમે શોપિંગ કરવાના મૂડમાં રહેશો.

નેગેટિવઃ- પ્રભાવશાળી વ્યક્તિત્વ તમારી અંદર  અહંકારની ભાવના પેદા કરી શકે છે. આ ઊર્જાને પોઝિટિવ રૂપમાં ઉપયોગ કરશો તો સફળતા મળશે. સંબંધોમાં તણાવ ઉત્પન્ન થઇ શકે છે.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ થોડાં સમયથી ધીમી ચાલી રહી છે.
સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો થઇ શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- રાશિ સ્વામી ચંદ્ર તમને કર્મ પ્રધાન રહેવાની પ્રેરણા આપી રહ્યો છે કેમ કે, તમારા કર્મ તમારા ભાગ્યને જાગૃત કરીને લાભદાયક પરિસ્થિતિ બનાવશે. સમયના મહત્ત્વને સમજીને કાર્ય પૂર્ણ કરો.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક તમારા ઉપર વધારે વિશ્વાસ અને મનમરજી અન્ય લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે. જો તમે એવું જાણી જશો કે, બધી જ પરેશાનીઓનું કારણ આ સમયે તમે સ્વયં જ છો તો ઘણી હદે પરિસ્થિતિઓ સુધરી જશે.
 
લવઃ- જીવનસાથી કોઇ નિર્ણય ન લઇ શકવાના કારણે અસહજ અનુભવ કરશે.
વ્યવસાયઃ- આજે પબ્લિક ડીલિંગ સાથે સંબંધિત કાર્ય પૂર્ણ કરવાનો ઉત્તમ સમય છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- રાશિ સ્વામી સૂર્યદેવની લાભ ભાવમાં ઉપસ્થિતિ ધનલાભના માર્ગ ખોલશે. આ સમયે તમે તમારા મનનો અવાજ સાંભળશો અને તેના ઉપર અમલ કરશો.

નેગેટિવઃ- નિમ્ન કર્મચારીઓ સાથે તમારા સંબંધ ખરાબ થવા દેશો નહીં. તેમને પ્રસન્ન રાખો. જે નવા કામને કરવાની યોજના બનાવી રહ્યા છો તેમાં આ કર્મચારીઓનો સહયોગ જરૂરી છે.

લવઃ- કાર્યસ્થળ ઉપર મળી રહેલી સફળતાઓની અસર પરિવાર ઉપર થશે.
વ્યવસાયઃ- વ્યાવસાયિક સ્તરે બધા જ કાર્યો સમયે પૂર્ણ થતાં જશે.
સ્વાસ્થ્યઃ- ખાનપાનમાં સાવધાની જાળવો.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજકાલ તમારા દ્વારા લીધેલાં નિર્ણય ભાગ્યશાળી સિદ્ધ થઇ રહ્યાં છે. કોઇ પોલિસી વગેરેમાં રૂપિયા રોકવાનું વિચારી રહ્યા છો તો નિર્ણય તરત જ લેવો. પરિસ્થિતિઓ તમારા પક્ષમાં છે.

નેગેટિવઃ- કોઇ બહારના વ્યક્તિનો હસ્તક્ષેપ તમારા ઘર અને વ્યવસાય બંનેની જગ્યાએ થોડી ગેરસમજ ઉત્પન્ન કરી શકે છે. ભાઇઓ સાથે સંબંધ ખરાબ થઇ શકે છે.

લવઃ- આજકાલ પણ જીવનસાથી સાથે થોડાં મતભેદ થઇ શકે છે.
વ્યવસાયઃ- તમારા બોસ અથવા સીનિયર સાથે સંબંધ ખરાબ થાય નહીં તેનું ધ્યાન રાખવું.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમારા સ્વભાવની સોમ્યતા અને સહજતા કોઇપણ પ્રકારની પરિસ્થિતિને તમારા પક્ષમાં કરી રહી છે. તમારા આ ગુણને હંમેશાં જ જાળવી રાખો. ઘરેલુ વાતાવરણ ઠીક રાખવામાં તમારો સહયોગ જરૂરી છે.

નેગેટિવઃ- થોડાં સમયથી કોઇ સંતાનના નકારાત્મક વ્યવહારના કારણે થોડો તણાવ ચાલી રહ્યો છે પરંતુ થોડો સમય તેમની સાથે વ્યતીત કરશો તો સમસ્યાનો ઉકેલ મળી જશે.

લવઃ- જીવનસાથીનો ભાવનાત્મક સહયોગ તમને મળી શકે છે.
વ્યવસાયઃ- વ્યાવસાયિક સ્થળે કાર્યોમાં થોડો અવરોધ આવશે.
સ્વાસ્થ્યઃ- આજે તમારા મન અને શરીર બંનેને આરામની જરૂરિયાત રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમે ઘર અને વ્યવસાય બંનેમાં સામંજસ્ય સ્થાપિત કરીને ચાલી રહ્યાં છો. આ સમયે વાતાવરણનો નકારાત્મક પ્રભાવ બધા ઉપર રહેશે. જેથી તમે તમારા પરિવારને સુરક્ષા પ્રદાન કરશો.

નેગેટિવઃ- તમે તમારા સામાનનું વિશેષ ધ્યાન રાખો. કોઇ વસ્તુના ચોરી થવાની સંભાવના છે. કોઇ નવું કામ શરૂ કરશો નહીં, નુકસાન થઇ શકે છે.

લવઃ- લગ્ન કરવા માંગતાં લોકો માટે સમય સારો છે.
વ્યવસાયઃ- વ્યાવસાયિક ગતિવિધિઓ થોડી ધીમી થઇ ગઇ છે.
સ્વાસ્થ્યઃ- આયુર્વેદિક વસ્તુઓને તમારા ખાનપાનમાં સામેલ કરો.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- થોડાં સમયથી તમે તમારી ઉપર વધારે ધ્યાન આપવાનું વિચારી રહ્યા છો તો આજે તમે તમારું આત્મમંથન કરી શકો છો. રોજિંદા જીવનથી અલગ થઇને તમારી છુપી ક્ષમતાને જાગૃત કરો.

નેગેટિવઃ- આજે કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો નહીં. વિદ્યાર્થીઓને પોતાની બોદ્ધિક ક્ષમતાઓમાં થોડાં વિઘ્નનો અનુભવ થઇ શકે છે.

લવઃ- જીવનસાથીનો અહંકાર તમને નિરાશ કરી શકે છે.
વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં સહયોગીઓનો કોઇ નિર્ણય સર્વોપરિ રહેશે.
સ્વાસ્થ્યઃ- આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમે થોડાં સમયથી કોઇ યોજના બનાવી રહ્યા હતાં. આજે તેને યોગ્ય સ્વરૂપ આપવાનો સમય આવી ગયો છે. કોઇ ચેક મળવાથી મન પ્રસન્ન રહેશે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક તમારી કટુવાણી અને જિદ્દી સ્વભાવના કારણે થોડાં કાર્યોમાં માત ખાઇ શકો છો. તમારી નકારાત્મક ઊર્જાને પોઝિટિવ કરશો તો સારું પરિણામ પ્રાપ્ત થશે.

લવઃ- ઘરમાં કોઇ સમસ્યાનેલઇને થોડાં વિવાદ થઇ શકે છે.
વ્યવસાયઃ- વ્યવસાયમાં કોઇ જવાબદારીને તમે યોગ્ય રીતે પૂર્ણ કરશો.
સ્વાસ્થ્યઃ- કસરત કરતાં રહેવું.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે તમે સંપૂર્ણ રીતે પ્રેક્ટિકલ થઇને કોઇ નિર્ણય લેવા માંગો છો તો પરિણામ સારું મળશે. આજે તમારે તમારી ઉપર વિશ્વાસ રાખવાની જરૂરિયાત છે. શેરબજાર આજે લાભ આપશે.

નેગેટિવઃ- કોઇ વાતને લઇને પાડોસીઓ સાથે વિવાદ થઇ શકે છે. અફવાહો ઉપર ધ્યાન આપશો નહીં. કોઇ વ્યક્તિ દ્વારા કોઇ ગેરસમજ ઉત્પન્ન કરવાના કારણે પરેશાનીઓ આવશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.
વ્યવસાયઃ- વ્યાવસાયિક સંબંધિત મહત્ત્વપૂર્ણ કાર્ય આજે જાતે જ કરો.
સ્વાસ્થ્યઃ- તણાવ રહી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારા ધનના રોકાણને લઇને થોડી નીતિઓ બનાવી શકો છો. આજે ધન રોકાણ માટે સમય શુભ રહેશે. કોઇ પોલિસી પૂર્ણ થઇ ગઇ છે તો તેના રૂપિયાથી પ્રોપ્રટી ખરીદી શકો છો.

નેગેટિવઃ- વધારે નફો કમાવાની લાલચમાં રહેશો નહીં. કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં ફરી એકવાર તેના ઉપર વિચાર કરી લેવો.

લવઃ- કામમાં વિઘ્નો આવવાના કારણે ઘરમાં તણાવનું વાતાવરણ રહેશે.
વ્યવસાયઃ- વ્યાવસાયિક મામલે મુશ્કેલીઓ વધવાની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ- વાયુ થવાની સમસ્યા રહેશે.

અન્ય સમાચારો પણ છે...