તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુધવારનું રાશિફળ:બુધવારે કર્ક સહિત 4 રાશિના જાતકો શારીરિક અને માનસિક બીમારીઓથી સાવધાન રહે

9 દિવસ પહેલા
  • બે શુભ યોગને કારણે 6 રાશિને લાભ, 6 રાશિએ સાવચેત રહેવું

17 ફેબ્રુઆરી, બુધવારના રોજ શુક્લ તથા મહાલક્ષ્મી એમ બે યોગ બની રહ્યા છે. આ શુભ યોગનો સીધો ફાયદો 6 રાશિને મળશે. મેષ રાશિના જાતકો માટે ફાયદાનો દિવસ છે. આવકનો સોર્સ વધશે. કર્ક રાશિના નોકરિયાત જાતકોના કામથી ઉચ્ચ અધિકારી સંતુષ્ટ રહેશે. પ્રમોશન થવાની તક છે. કન્યા રાશિના જાતકો મુશ્કેલ કામને મહેનતથી પૂરા કરી શકશે. તુલા રાશિના જાતકોના પોતાના અધિકારીઓ સાથે સંબંધો સારા રહેશે. વૃશ્ચિક રાશિના નોકરિયાત જાતકો પોતાના ટાર્ગેટ પૂરા કરશે. ધન રાશિ માટે દિવસ સારો છે. આ ઉપરાંત વૃષભ, મિથુન, સિંહ, મકર, કુંભ તથા મીન રાશિએ સાવચેતીથી દિવસ પસાર કરવો.

17 ફેબ્રુઆરી, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઇ જૂની સમસ્યાનું નિવારણ થવાથી તમે પોતાની જાતને તણાવમુક્ત અનુભવ કરશો. ગ્રહ ગોચર તમારા માટે લાભદાયક અને સુખમય પરિસ્થિતિઓ બનાવી રહ્યું છે. એટલે એકાગ્રચિત્ત થઇને તમારા કાર્યોમાં ધ્યાન આપો.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે તમારી કોઇ નકારાત્મક વાતના કારણે થોડા લોકો સાથે સંબંધ ખરાબ થઇ શકે છે. ઘરમાં બાળકોની સંગત અને ગતિવિધિઓ ઉપર નજર રાખવી જરૂરી છે. ગુસ્સાની જગ્યાએ સમજદારી અને શાંતિથી સમસ્યાનું સમાધાન શોધવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં વધારે કામ રહેશે. કાર્યપ્રણાલી પહેલાંથી થોડી સારી બની જશે. આવકના સ્ત્રોત વધશે. નોકરિયાત લોકોએ પોતાનું કામ સમયે પૂર્ણ ન થવાના કાણે ઉચ્ચાધિકારીઓની નિરાશા સહન કરવી પડી શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા આવશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- અન્યની મદદ લેવાની જગ્યાએ પોતાની કાર્ય ક્ષમતા તથા યોગ્યતા ઉપર વધારે વિશ્વાસ રાખો. આર્થિક સ્થિતિ સારી રહેશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી સમસ્યાઓથી પણ રાહત મળી શકે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શનને માનો.

નેગેટિવઃ- કામ વધારે હોવાની અસર તમારા માનસિક અને શારીરિક રૂપથી થકવી શકે છે. એટલે પોતાના કામમાં અન્ય લોકોનો સહયોગ પણ લો. ભાઇ-બહેનો સાથે આર્થિક સમસ્યાને લઇને કોઇ પ્રકારનો મતભેદ રહી શકે છે.

વ્યવસાયઃ- દિવસની શરૂઆતમાં તમારા મોટાભાગના કામ યોગ્ય રીતે પૂર્ણ થતાં જશે.

લવઃ- જીવનસાથી સાથે કોઇ વાતને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે મહેનત અને કામની વચ્ચે પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- થોડો પારિવારિક વિવાદ આજે પૂર્ણ થવાથી ઘરમાં સુકૂન અને શાંતિનું વાતાવરણ રહેશે. તમે તમારી વ્યક્તિગત ગતિવિધિઓ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકશો. કોઇ નજીકના મિત્રનો સહયોગ તમારા મનોબળને વધારશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઇ અજાણ વ્યક્તિ તરફથી તમને કોઇ નુકસાન પહોંચી શકે છે. એટલે વધારે હળવા-મળવાનું રાખશો નહીં. પોતાના કામ ઉપર જ ધ્યાન આપો. બાળકના અભ્યાસને લગતા કાર્યોમાં પણ ભાગદોડ રહેશે. છેલ્લે આ ભાગદોડ સાર્થક સિદ્ધ થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ હાલ મંદ જ રહેશે.

લવઃ- પતિ-પત્ની બંને મળીને ઘર-પરિવારનું યોગ્ય દેખરેખ કરવામાં સક્ષમ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- લાભદાયક સંપર્ક સૂત્ર બનશે. અન્યની સમસ્યાનો ઉકેલ લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે. સમાજમાં તમારું માન-સન્માન તથા પ્રતિષ્ઠામાં નફો થશે. આજે તમે અનેક પ્રકારની ગતિવિધિઓમાં વ્યસ્ત રહી શકો છો.

નેગેટિવઃ- ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. જમીન વાહનને લગતી ખરીદદારીને લઇને ઉધાર લેવું પડી શકે છે. ચિંતા ન કરો, આ તમારી સંપત્તિમાં વધારાનું કારણ જ બનશે.

વ્યવસાયઃ- આજે તમે તમારો સંપૂર્ણ ભાર માર્કેટિંગ તથા કામના પ્રમોશનમાં લગાવશો.

લવઃ- પતિ-પત્નીનો એકબીજાનો તાલમેલ ખૂબ જ સારો રહેશે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓથી સાવધાન રહો.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ તથા મીડિયાને લગતા કાર્યો ઉપર તમારું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત રાખો. કોઇપણ ફોન કોલ વગેરેને ઇગ્નોર ન કરો, તેના દ્વારા તમને મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની શક્યતા છે. આ ગતિવિધિઓ તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે.

નેગેટિવઃ- કોઇપણ પ્રકારની ભવિષ્યને લગતી યોજના બનાવતી સમયે અન્યના નિર્ણયની અપેક્ષાએ પોતાના નિર્ણયને વધારે પ્રાથમિકતા આપો. કેમ કે, અન્ય ઉપર વિશ્વાસ કરવો તમારા માટે નુકસાનદાયી સાબિત થઇ શકે છે. સાથે જ કોઇ મિત્ર કે સંબંધી પોતાના વચનને તોડી દેશે જે તણાવ આપશે.

વ્યવસાયઃ- નોકરિયાત વ્યક્તિ પોતાના કામ પ્રત્યે સાવધાન રહે.

લવઃ- જીવનસાથીનો સહયોગ અને સલાહ તમારા માટે લાભદાયી સાબિત થશે.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણના કારણે નબળાઇ અને થાકની સ્થિતિ રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે તમે ઊર્જા તથા આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. કોઇપણ મુશ્કેલ કામને પોતાની મહેનત દ્વારા પ્રાપ્ત કરવાની ક્ષમતા રાખશો. કોઇ ખાસ મુદ્દે વાતચીતના માધ્યમથી ઉકેલ લાવવાની કોશિશ કરો, તમને યોગ્ય સમાધાન પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- તમારા નજીકના સંબંધી તથા મિત્રો ઉપર વિશ્વાસ રાખો. ગેરસમજના કારણે સંબંધ ખરાબ થઇ શકે છે. તમારા ગુસ્સા અને ઈગો જેવા સ્વભાવ ઉપર કાબૂ મેળવવો જરૂરી છે. કોઇ જગ્યાએથી કોઇ અપ્રિય સમાચાર મળવાથી નિરાશા રહેશે.

વ્યવસાયઃ- કોઇ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત તમારા અનેક કાર્યોને પૂર્ણ કરવામાં મદદગાર રહેશે.

લવઃ- પતિ-પત્નીમાં એકબીજા સાથે તાલમેલ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણની અસરથી સ્વાસ્થ્ય નરમ રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે મોટાભાગનો સમય આર્થિક કાર્યોને ઉકેલ કરવામાં પસાર કરો. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરો. ઘરને લગતાં કાર્યોને પૂર્ણ કરવા માટે પરિવારના લોકો સાથે ચર્ચા-વિચારણાં કરો.

નેગેટિવઃ- દિવસની શરૂઆતમાં થોડી પરેશાનીઓ અને વિઘ્નો આવી શકે છે. બપોર પછી પરિસ્થિતિ અનુકૂળ થઇ જશે, એટલે ચિંતા ન કરો. કોઇપણ પ્રકારની યાત્રાને ટાળશો તો યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળમાં તમારું માન-સન્માન અને વર્ચસ્વ જળવાયેલું રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ મહત્ત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવા માટે ઉત્તમ છે. આજે ગ્રહ ગોચર તમને સારી સફળતા આપશે, જે તમારા માટે લાભદાયક સાબિત થશે. સાથે જ તમે તમારી અંદર અદભૂત આત્મવિશ્વાસ અને આત્મબળ અનુભવ કરશો.

નેગેટિવઃ- ક્યારેક આળસના કારણે કામને ટાળવું તમારા માટે નુકસાનદાયી રહી શકે છે. એટલે તમે તમારા કામને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરો. વિદ્યાર્થી વર્ગે પોતાના અભ્યાસ પ્રત્યે વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ વર્તમાન પરિસ્થિતિઓના કારણે ધીમી રહેશે.

લવઃ- પારિવારિક સભ્યો સાથે તેમની મનગમતી શોપિંગ કરવી તથા તેમની સાથે સમય પસાર કરવો સંબંધોને વધારે ગાઢ બનાવશે.

સ્વાસ્થ્યઃ- ગળા અને છાતીમાં કફના કારણે ઇન્ફેક્શન થઇ શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારી દિનચર્યાને ગુપ્ત રાખશો. આજે તમને યોગ્ય સફળતા મળી શકે છે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પ્રોગ્રામ બનશે. ઘરના વડીલો પ્રત્યે તમારો સેવા ભાવ તેમને આત્મિક સુખ પ્રદાન કરશે.

નેગેટિવઃ- કોઇ નકારાત્મક પ્રવૃત્તિના મિત્ર સાથે સંપર્કમાં રહેવું તમારી માનહાનિનું પણ કારણ બની શકે છે. બાળકોની ગતિવિધિઓ અને ક્રિયાઓ ઉપર પણ યોગ્ય નજર રાખવી જરૂરી છે. પ્રોપર્ટીને લગતા કોઇપણ કાર્યને આજે ટાળો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

લવઃ- જીવનસાથી તથા પરિવાર સાથે મનોરંજન અને ડિનરમાં સમય પસાર થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- ધ્યાન રાખો કોઇ જૂની બીમારી ફરી થઇ શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- વધારે વ્યસ્તતાના કારણે તમે ઘરમાં સમય પસાર કરી શકશો નહીં. તમે તમારા અનેક કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી મહેનત અને આત્મવિશ્વાસના કારણે સફળતા તમારી નજીક રહેશે. દરેક વાતને ઊંડાણપૂર્વક સમજવી તમારો વિશેષ ગુણ રહેશે.

નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો. કેમ કે તેના કારણે તમારી પણ માનહાનિ થઇ શકે છે. બાળકોનું આત્મબળ જાળવી રાખવા માટે તેમની સાથે થોડો સમય પસાર કરવો જરૂરી છે. માતાના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કર્મચારીઓની ગતિવિધિઓને લગતી થોડી મુશ્કેલીઓ આવશે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખમય અને સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારા ગુસ્સા અને ઉતાવળ જેવા સ્વભાવ ઉપર કાબૂ રાખો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ ખૂબ જ શાંતિપૂર્ણ તથા વ્યવસ્થિત રીતે પસાર થશે. સંબંધોને વધારે મજબૂત કરવા અને તેમને ખાસ મહત્ત્વ આપવામાં તમારું વિશેષ યોગદાન રહેશે. તમારા લક્ષ્ય પ્રત્યે સંપૂર્ણ એકાગ્ર રહો. કોઇ અટવાયેલાં રૂપિયા મળવાની શક્યતા છે.

નેગેટિવઃ- સાવધાન રહો, કેમ કે તમે કોઇ ષડયંત્રનો શિકાર થઇ શકો છો. આ સમયે નકારાત્મક વિચારોને તમારી ઉપર હાવી થવા દેશો નહીં. અન્યની અપેક્ષાએ પોતાના વ્યક્તિગત કાર્યો ઉપર વધારે ધ્યાન આપો.

વ્યવસાયઃ- વ્યવસાયના ક્ષેત્રમાં થોડી મુશ્કેલીઓ આવવાથી તણાવ રહેશે.

લવઃ- પારિવારિક જીવન સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- ખરાબ ખાનપાનના કારણે પેટ ખરાબ થઇ શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓથી રાહત મળશે. જેથી ઘરનું વાતાવરણ પોઝિટિવ રહેશે. ફસાયેલાં રૂપિયા વસૂલ કરવા માટે સમય અનુકૂળ છે. એટલે કોશિશ કરો. કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવાથી આત્મિક સુખની પ્રાપ્તિ થશે.

નેગેટિવઃ- કોઇ પ્રકારની યાત્રાને ટાળો. આસપાડોસમાં કોઇ નાની વાતને લઇને કોઇ મોટો મુદ્દો બની શકે છે. જેની અસર તમારા પારિવારિક વાતાવરણ ઉપર પણ પડી શકે છે. એટલે અન્યની સમસ્યાઓથી દૂર રહો તો સારું.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતી સમયે કોઇ અનુભવી વ્યક્તિ સાથે ચર્ચા-વિચારણાં કરો.

લવઃ- કામનો ભાર વધારે રહેવાથી તમે પરિવારને સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- વધારે કામના કારણે શારીરિક અને માનસિક થાક અનુભવ થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો