શુક્રવારનું રાશિફળ:શુક્રવારે મકર જાતકોને આત્મિક સુકૂન મળી શકે છે, આ રાશિના યુવાઓને મહેનતનું યોગ્ય ફળ મળી શકે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેષ સહિત 3 રાશિના જાતકોએ સંભાળવું, નુકસાનના યોગ
  • કુંભ સહિત 9 રાશિ માટે દિવસ સામાન્ય

17 ડિસેમ્બર, શુક્રવારના રોજ ચંદ્ર પર રાહુ-કેતુની છાયા પડે છે. 12માંથી 3 રાશિ માટે દિવસ સારો નથી. મેષ રાશિના જાતકોને બિનજરૂરી ખર્ચમાં વધારો થશે. તુલા રાશિને બિઝનેસમાં મુશ્કેલી પડશે. નુકસાન થવાની શક્યતા છે. ધન રાશિના જાતકો નવું કામ શરૂ ના કરે તે હિતાવહ છે. આ ઉપરાંત વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, વૃશ્ચિક, મકર, કુંભ તથા મીન રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

17 ડિસેમ્બર, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આ સમય શાંતિપૂર્ણ રીતે પસાર કરવાનો છે. તમે તમારી દિનચર્યાને લગતી જે પણ યોજના બનાવી છે તેના ઉપર ગંભીરતાથી અમલ કરો. પ્રોપર્ટીની ખરીદદારી કે વેચાણને લગતા કાર્યોને ભવિષ્ય માટે ટાળવા યોગ્ય રહેશે.

નેગેટિવઃ- આ સમયે રોકાણને લગતું કોઇ પ્લાનિંગ ચાલી રહ્યું છે તો સમય અનુકૂળ નથી. નુકસાન પણ થઇ શકે છે. વિના કોઇ કારણ મનમાં થોડી નિરાશા જેવો ભાવ પણ રહેશે. પોઝિટિવ લોકોના સાનિધ્યમાં થોડો સમય પસાર કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં ગતિવિધિઓ સામાન્ય જ રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમારા આત્મવિશ્વાસ તથા યોગ્યતાથી ઘરનું વાતાવરણ પોઝિટિવ જાળવી રાખો. તમે તમારા કર્મ પ્રત્યે વિશ્વાસ તમારા ભાગ્યને બળ આપશે. કોઇ મુશ્કેલી આવે તો કોઇ સરકારી વ્યક્તિ પાસેથી તમને યોગ્ય સહયોગ અને સલાહ મળી શકે છે.

નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધીના સ્વાસ્થ્યના કારણે મન થોડું નિરાશ રહી શકે છે. કોઇ મિત્રને આર્થિક મદદ કરવી પડી શકે છે. ઘરમાં કોઇ નાની વાતને લઇને વિવાદ ઊભો થવા દેશો નહીં. બાળકોએ પણ તેમના કરિયરને લઇને થોડો તણાવ રહેશે.

વ્યવસાયઃ- પબ્લિક ડિલિંગ, ઓનલાઇ, મીડિયા વગેરેને લગતા વ્યવસાયમાં યોગ્ય ગતિવિધિઓ ચાલતી રહેશે.

લવઃ- પતિ-પત્નીના એકબીજા સાથે સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતી કોઇપણ પ્રકારની મુશ્કેલી થાય તો બેદરકારી ન કરશો.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમારું સમજી-વિચારીને નિર્ણય લેવું અને કોશિશ કરીને મોટાભાગના કામ જાતે જ પૂર્ણ કરવા તમને સફળતા આપશે. અટવાયેલાં રૂપિયા પાછા મળી શકે છે. મુશ્કેલી આવે તો કોઇ વડીલની સલાહ તમને મદદગાર સાબિત થશે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક મનમાં નકારાત્મક વિચાર આવવાથી તમે તમારા લક્ષ્યથી ભટકી શકો છો. આ સમયે બાળકોનું પણ અભ્યાસથી ધ્યાન ભટકી શકે છે. ગેરકાયદેસર કાર્યોમાં રસ લેશો નહીં.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં વધારે સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આ સમયે વધારે ધૈર્ય અને સંયમ રાખવાની જરૂરિયાત છે. દરેક વાતને ઊંડાણપૂર્વક સમજવી અને તેના ઉપર અમલ કરવો તમારો વિશેષ ગુણ રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- કોઇની નકારાત્મક વાતો તમને નિરાશ કરી શકે છે. તમારું મનોબળ જાળવી રાખો. ખોટી ગતિવિધિઓમાં સમય ખરાબ ન કરીને તમારા ઘર-પરિવારની જરૂરિયાતો ઉપર ધ્યાન આપો. વડીલો સાથે થોડો સમય પસાર કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં થોડા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાની જરૂરિયાત છે.

લવઃ- પારિવારિક વાતાવરણ યોગ્ય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે તણાવના કારણે માનસિક અને શારીરિક થાક રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- વિપરીત પરિસ્થિતિમા તમે તમારી કાર્યકુશળતા દ્વારા ઉકેલ શોધી લેશો. સાથે જ છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત અને સુકૂન અનુભવ કરશો. નજીકના સંબંધીઓ તથા મિત્રો સાથે સંબંધ ગાઢ બનશે.

નેગેટિવઃ- આ સમયે તમારી યોજનાઓને શરૂ કરવા માટે સમય યોગ્ય નથી. નકારાત્મક વિચાર ઊભા થાય નહીં તેનું ધ્યાન રાખવું. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસને લગતી ગતિવિધિઓમાં વધારે મહેનત કરવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં ગતિવિધિઓ બંધ જ રહેશે. ધૈર્ય જાળવવું.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને થોડી ચિંતા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- દરેક કાર્યને યોજનાબદ્ધ રીતે કરતા જાવ, ચોક્કસ તમને સફળતા મળી શકે છે. પિતા કે પિતા સમાન કોઇ વ્યક્તિનો સહયોગ પણ રહેશે. ઘરમાં બાળકોની કિલકારીને લગતા શુભ સમાચાર પણ મળવાથી મન પ્રસન્ન રહી શકે છે.

નેગેટિવઃ- પારિવારિક સુખ-શાંતિમાં જૂની નકારાત્મક વાતો હાવી થવા દેશો નહીં. થોડો સમય અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં પણ પસાર કરો. તેનાથી વિચારોમાં પોઝિટિવિટી આવશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ સમય સામાન્ય જ રહેશે.

લવઃ- ઘરની કોઇ સમસ્યાને લઇને મતભેદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- આ સમયે આત્મબળમાં ઘટાડો આવી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- કામ વધારે રહેશે પરંતુ તમારી ક્ષમતા પ્રમાણે જ કામને અંજામ આપો. કોઇ શુભ સમાચાર મળવાથી તમે પોતાને ભાવનાત્મક રૂપથી ખૂબ જ સશક્ત અનુભવ કરશો. તમારા વ્યક્તિત્વમાં પણ નિખાર આવી શકે છે.

નેગેટિવઃ- કાકાના ભાઈ-બહેનો સાથે કોઇ કારણોસર સંબંધ ખરાબ થઇ શકે છે. તમારા ઈગો અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો. આ સમયે કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવો યોગ્ય રહેશે નહીં. વર્તમાન ગતિવિધિઓ ઉપર જ ધ્યાન આપો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં થોડી સમસ્યાઓ આવવાથી તણાવ રહી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ અને તાલમેલભર્યું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ખાનપાન પ્રત્યે સાવધાની જાળવો.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાનું સમાધાન મળવાથી સુકૂન મળશે. પારિવારિક સભ્યો સાથે રોકાણને લગતી ગતિવિધિઓ ઉપર પણ ચર્ચા-વિચારણા કરો. યુવાઓને કરિયરને લગતા ઇન્ટરવ્યૂમાં સફળતા પણ મળી શકે છે.

નેગેટિવઃ- તમારી યોજનાઓને સંપૂર્ણ રીતે સમજી-વિચારીને જ શરૂ કરો. ઉતાવળમાં મુશ્કેલીઓ વધી શકે છે. ક્યારેક તમારા વિચારો ઉપર નકારાત્મકતા હાવી થઈ શકે છે. આત્મ અવલોકન દ્વારા તમારી આ ખામીને દૂર કરવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક પરિસ્થિતિઓ થોડી અનુકૂળ રહી શકે છે.

લવઃ- તમારા ઘર-પરિવાર ઉપર કોઇ બહારના વ્યક્તિની દખલ થવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણના કારણે એલર્જી થઇ શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- પોઝિટિવ રહેવા માટે રચનાત્મક તથા રસના કાર્યોમાં થોડો સમય પસાર કરો. તેનાથી તમને માનસિક સુકૂન મળશે અને રિલેક્સ અનુભવ કરશો. ઘરની દેખરેખને લગતી ગતિવિધિઓમાં પણ સમય પસાર થશે.

નેગેટિવઃ- બિનજરૂરી ખર્ચ ઉપર અંકુશ લગાવો. આ સમયે આર્થિક સ્થિતિ થોડી ધીમી રહી શકે છે. આજે તમારી યોજનાઓને શરૂ કરવા માટે અસમંજસની સ્થિતિ રહેશે. વિરોધીઓની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો.

વ્યવસાયઃ- જો વ્યવસાયમાં કોઇ નવું કામ કરવાની શરૂઆત કરી છે તો હાલ ધૈર્ય રાખવું યોગ્ય રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઇને થોડો મનમુટાવ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશરની તપાસ કરાવો.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવી સંસ્થામાં તમારો યોગ્ય સહયોગ આપો. જેનાથી તમને આત્મિક સુકૂન મળશે. તમારા વ્યક્તિત્વ અને કાર્યપ્રણાલીમાં સારો નિખાર આવશે. યુવાઓને તેમની મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- સંબંધોમાં કોઇપણ પ્રકારે મનમુટાવની સ્થિતિ ઊભી થવા દેશો નહીં. સમજદારી અને શાંતિથી સમય પસાર કરવો જ યોગ્ય છે. ખોટા કાર્યોમાં સમય નષ્ટ ન કરીને તમારી ઊર્જા પોઝિટિવ ગતિવિધિઓમાં લગાવો.

વ્યવસાયઃ- વ્યવસાયને લગતી ગતિવિધિઓ ઉપર ચર્ચા-વિચારણાં કરવાની જરૂરિયાત છે.

લવઃ- પારિવારિક વ્યવસ્થાને લઇને પતિ-પત્ની વચ્ચે કોઇ વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- કોઇ વારસાગત બીમારીને લગતો રોગ ફરી થઇ શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- છેલ્લી થોડી અસફળતાઓથી બોધપાઠ લઇને તમે તમારા કાર્યોને વધારે સારા કરવાની કોશિશ કરશો. સાથે જ સંબંધોમાં આવતા મતભેદોને પણ ઉકેલવાની કોશિશ સફળ રહેશે. વિદ્યાર્થીઓનું ઇન્ટરવ્યૂમાં કે કરિયરને લગતી પરીક્ષાની તૈયારીમાં સંપૂર્ણ ધ્યાન રહેશે.

નેગેટિવઃ- તમારી ઉપર કામનો વધારે ભાર લેશો નહીં. આ સમયે તમારા વ્યક્તિગત કાર્યો ઉપર પણ ધ્યાન આપો. આળસ અને બેદરકારીથી તમે તમારું જ કોઇ નુકસાન કરી શકો છો. આ વાતનું ખાસ ધ્યાન રાખો.

વ્યવસાયઃ- નોકરી અને વ્યવસાયમાં અનુકૂળતા જળવાયેલી રહેશે.

લવઃ- પ્રેમ સંબંધોને પારિવારિક સ્વીકૃતિ મળવાથી મન પ્રસન્ન રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારો પોઝિટિવ દૃષ્ટિકોણ તમારી કાર્યક્ષમતાને વધારશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- છેલ્લા થોડા દિવસોથી તમે જે કાર્ય કરવા માટે કોશિશ કરી રહ્યા હતાં, આજે તેને લગતી કોઇ આશા બની શકે છે. કોઇ નજીકના સંબંધી સાથે મતભેદ દૂર થવાથી સંબંધોમાં સુધાર આવશે તથા તમારી ખોવાયેલી પ્રતિષ્ઠા પણ ફરી પ્રાપ્ત થઇ શકશે.

નેગેટિવઃ- આવક અને ખર્ચમા તાલમેલ જાળવી રાખો. બાળકોની કોઇ સમસ્યાને ધ્યાનથી સાંભળો અને તેનો ઉકેલ મેળવવાની પણ કોશિશ કરો. કોઇની પણ સાથે વ્યવહાર કરતી સમયે નકારાત્મક શબ્દોનો ઉપયોગ કરવો અન્યને નિરાશ કરી શકે છે.

વ્યવસાયઃ- હાલ વ્યવસાયમાં વિસ્તારને લગતી યોજનાઓને ટાળો તો સારું રહેશે.

લવઃ- કામ વધારે રહેવાથી ઘર-પરિવારમાં વધારે સમય પસાર કરી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- માઇગ્રેન અને માથાનો દુખાવો વધવાથી પરેશાન રહેશો.