ગુરુવારનું રાશિફળ:ગુરુવારે વૃશ્ચિક જાતકોની મુલાકાત કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે થશે, બાળકો અભ્યાસ પ્રત્યે બેદરકારી કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કુંભ રાશિના જાતકોએ પ્રોપર્ટી કે વ્હીકલ ખરીદવાનું વિચાર્યું હોય તો શુભ દિવસ છે
  • વૃશ્ચિક રાશિના નોકરી કરતાં જાતકોએ સંભાળીને રહેવું, ઉપરી અધિકારી નારાજ થઈ શકે છે

17 ડિસેમ્બર, ગુરુવારના રોજ ઉત્તરાષાઢ નક્ષત્ર હોવાને કારણે સૌમ્ય નામનો શુભ યોગ બની રહ્યો છે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના મતે, શુભ યોગના પ્રભાવને કારણે મેષ, સિંહ, તુલા, ધન, મકર તથા કુંભ રાશિના જાતકોને ગ્રહ-નક્ષત્રનો સાથ મળશે. આ છ રાશિના નોકરી કરતાં જાતકો તથા બિઝનેસ કરતાં લોકો માટે દિવસ સારો રહેશે. આ ઉપરાંત 17મીએ શનિ-ચંદ્રની યુતિ પણ છે. આ કારણે વૃષભ, મિથુન, કર્ક, કન્યા, વૃશ્ચિક તથા મીન રાશિ માટે દિવસ મધ્યમ રહેશે. આમ 12માંથી 6 રાશિના જાતકોએ સંભાળીને રહેવું.

17 ડિસેમ્બર, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજના દિવસની શરૂઆત સંતોષજનક કાર્યોથી થશે. મિત્રો કે સહયોગીઓ સાથે ફોન ઉપર જ કોઇ મહત્ત્વપૂર્ણ વાર્તાલાપ ફાયદાકારક સાબિત થશે. તથા ભરપૂર ઊર્જા દ્વારા તમારા કાર્યોને યોગ્ય અંજામ પણ આપવામં સક્ષમ રહેશો.

નેગેટિવઃ- દિવસના બીજા ભાગમાં સાવધાન રહેવાની જરૂરિયાત છે. અચાનક કોઇ મુશ્કેલી સામે ઊભી રહી શકે છે તથા ખોટા કાર્યોમાં પણ સમય પસાર થશે. ધ્યાન રાખો ક્યારેક તમારો અતિ આત્મવિશ્વાસ તથા અહંકાર તમારા બનતાં કાર્યોમાં વિઘ્ન પેદા કરી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કામનો ભાર રહેવાના કારણે થોડા તણાવ જેવું અનુભવ થશે.

લવઃ- લગ્નજીવનમાં ગેરસમજના કારણે થોડો વિવાદ ઊભો થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- દિવસની શરૂઆતમાં થોડી મુશ્કેલી સામે આવશે. પરંતુ તમે તમારા આત્મવિશ્વાસ અને દઢ નિશ્ચય દ્વારા તેનું સમાધાન પણ સરળતાથી શોધી લેશો. ધાર્મિક કાર્યક્રમમાં જવાનો અવસર પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- બિનજરૂરી ખર્ચની સ્થિતિ બની રહેશે. તમારા બજેટનું ધ્યાન રાખો. કોઇ સભ્યના સ્વાસ્થ્યને લઇને પણ થોડી ચિંતા રહેશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાને લગતાં અભ્યાસમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- ગ્લેમર, કળા, સૌંદર્ય વગેરે સાથે જોડાયેલાં વ્યવસાયમાં મન પ્રમાણે સફળતા પ્રાપ્ત થઇ શકશે નહીં.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક સંબંધ મજબૂત રહેશે.

સ્વાસ્થ્યઃ- એસિડિટી અને છાતિમાં બળતરા જેવી મુશ્કેલીઓ રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ ગોચર જ ઉત્તમ છે અને તમારા આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતાને વધારે બળ આપી રહ્યું છે. આજે કોઇ કિંમતી વસ્તુઓની ખરીદદારી સંભવ છે. કોઇ સામાજિક ઉત્સવમાં સન્માનિત થવાનો પણ અવસર મળી શકે છે.

નેગેટિવઃ- ક્યારેક કોઇ કારણોસર તમે તમારું જ નુકસાન કરાવી શકો છો. એટલે સમય પ્રમાણે પોતાના વ્યવહારમાં લચીલાપણું જાળવી રાખો. નજીકના મિત્રો કે ભાઈઓ સાથે નાની વાતનો મોટો ઇશ્યૂ બની શકે છે.

વ્યવસાયઃ- આ સમયે ઇમ્પોર્ટ-એક્સપોર્ટને લગતાં વ્યવસાયમાં થોડા નુકસાન થવાની સ્થિતિ બની રહી છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ ઉત્તમ રહેશે.

સ્વાસ્થ્યઃ- એસિડિટી અને કબજિયાતની ફરિયાદ રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે દિવસની શરૂઆત ખૂબ જ સારી રીતે થશે. તમારા પોતાના પ્રત્યે કઇંક નવું કરવાની ઇચ્છા પણ પૂર્ણ રહેશે. ભાગ્યના નક્ષત્ર પ્રબળ છે. તમારા કાર્યો પ્રત્યે તમારો ઉત્સાહ તમને સફળ બનાવશે.

નેગેટિવઃ- ઉતાવળમાં કોઇ ખોટા નિર્ણય લેવાના કારણે મુશ્કેલીઓ આવશે. વધારે રોક-ટોકના કારણે બાળકો વિદ્રોહી બની શકે છે. એટલે તમારી વાતને શાંતિપૂર્ણ રીતે સમજાવો.

વ્યવસાયઃ- યુવાઓને રોજગારના નવા અવસર મળશે જેનાથી વધારે આત્મવિશ્વાસ ઉત્પન્ન થશે.

લવઃ- નાની ગેરસમજ પતિ-પત્નીના સંબંધોમાં તણાવ ઊભો કરશે.

સ્વાસ્થ્યઃ- કોઇ-કોઇ સમયે માનસિક તણાવ વધી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે ગ્રહ સ્થિતિઓ અનુકૂળ છે. તમે તમારા કાર્યોને યોગ્ય રીતેશરૂ કરવામાં સક્ષમ રહેશો. કોઇ નજીકના વ્યક્તિ સાથે મુલાકાત થશે તથા મહત્ત્વપૂર્ણ મુદ્દા ઉપર પણ ચર્ચા-વિચારણાં થશે.

નેગેટિવઃ- કોઇપણ સરકારી કાર્યને બેદરકારીના કારણે અધૂરું છોડશો નહીં, કેમ કે કોઇ પ્રકારની પેનલ્ટી લાગી શકે છે. વારસાગત મામલે વધારે ગુંચવાઇ શકો તેવી સંભાવના બની રહી છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં તમારા દ્વારા કરવામાં આવતાં નવા પ્રયોગ ફાયદાકારક સાબિત થશે.

લવઃ- જીવનસાથીનો સહયોગ તમારા માટે ખૂબ જ સુકૂનદાયક રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આ સમય ભાગ્ય અને પરિસ્થિતિઓ તમારા માટે શ્રેષ્ઠ સમયનું નિર્માણ કરી રહી છે. સામાજિક તથા વ્યવસાયિક બંને જગ્યાએ વર્ચસ્વ જળવાયેલું રહેશે. કોઇપણ પરિસ્થિતિમાં તમે તમારું કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ- પ્રોપર્ટીને લગતી ખરીદદારી કે વહેંચાણના કાર્ય ખૂબ જ સાવધાનીથી કરો. કેમ કે, હાલ આ કાર્યો માટે પરિસ્થિતિઓ અનુકૂળ નથી. બિનજરૂરી ખર્ચ પણ સામે આવી શકે છે.

વ્યવસાયઃ- ઇમ્પોર્ટ-એક્સપોર્ટને લગતાં વ્યવસાયમાં કોઇ પ્રકારનું નુકસાન થઇ શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા બની રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ થોડો મિશ્રિત પ્રભાવવાળો રહી શકે છે. કોઇ સંપર્ક દ્વારા મહત્ત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. જે તમારા ભવિષ્ય માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે. આ સમયે આર્થિક સ્થિતિ પણ સારી રહી શકે છે.

નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિતિઓ થોડી પ્રતિકૂળ વાતાવરણ બનાવી શકે છે. જે કારણે કોઇ મુશ્કેલી તમારા સામે ઊભી થશે અને કામના દબાણના કારણે તમે પોતાને ફસાયેલાં અનુભવ કરી શકો છો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં થોડા મહત્ત્વપૂર્ણ લોકો સાથે લાભદાયક મીટિંગ થશે.

લવઃ- ઘરમાં યોગ્ય સમય ન આપી શકવાના કારણે જીવનસાથીની નિરાશા સહન કરવી પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- આ સમયે બ્લડ પ્રેશર તથા ડાયાબિટીઝને લગતી તપાસ કરાવો.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે અચાનક જ કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત થશે. તેમના માર્ગદર્શનથી અનેક મુશ્કેલીઓનું નિવારણ થશે. જ્ઞાનવર્ધક સાહિત્યને વાંચવામાં પણ સમય પસાર થશે.

નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધીના સ્વાસ્થ્યને લઇને મન નિરાશ રહી શકે છે. દેખાડાના ચક્કરમાં ઉધાર લેવાથી બચવું કેમ કે, ચૂકવવું મુશ્કેલ રહેશે. બાળકોના અભ્યાસ પ્રત્યે બેદરકારી રહેશે.

વ્યવસાયઃ- કરિયર સાથે જોડાયેલી સમસ્યાઓનું નિવારણ થશે.

લવઃ- બાળકોની કોઇ સમસ્યાને લઇને ચિંતા રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે કામના કારણે સર્વાઇકલ તથા સાંધાના દુખાવાની સમસ્યા રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- તમારા પોતાના વ્યક્તિત્વ અને રહેણી-કરણી પ્રત્યે વધારે સજાગ રહેવું. મિત્રો અને સહયોગીઓ વચ્ચે આકર્ષણનું કારણ બનશો. સમાજમાં તમારી છાપ વધારે નિખરશે. જીવન પ્રત્યે પોઝિટિવ દૃષ્ટિકોણ તમને માનસિક અને શારીરિક રૂપથી સ્વસ્થ રાખશે.

નેગેટિવઃ- આ સમયે ધનને લગતું કોઇપણ પ્રકારનું લેવડ-દેવડમાં સાવધાની રાખો. સાથે જ દગો થઇ શકે છે. તમે કોઇ આર્થિક પરેશાનીમાં ગુંચવાઇ શકો છો. જમીનને લગતી ખરીદી અને વહેંચાણના કાગળિયાઓની તપાસ કરાવી લો.

વ્યવસાયઃ- વેપારમાં તમારા કામની ક્વોલિટીને વધારે સારી જાળવી રાખવામાં ધ્યાન આપો.

લવઃ- તમારા વ્યસ્ત સમયમાં પરિવાર માટે થોડો સમય કાઢવો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે ભાવનાઓના કારણે ચતુરાઈ અને વિવેકથી કામ લો. પરિસ્થિતિ તમારા પક્ષમાં કામ કરશે. બાળકોની કિલકારીને લગતી શુભ સૂચના મળવાથી ઘરમાં ઉત્સવભર્યું વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- આ સમયે કોઇપણ યોજનાને બનાવતાં પહેલાં તેના અંગે વિચાર કરો. ઘરના સભ્યોની સલાહ જરૂર લો. રૂપિયાના મામલે કોઇના ઉપર વિશ્વાસ ન કરીને પોતાની જ બધી ગતિવિધિઓને સંભાળો.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થિતિઓ ધીમે-ધીમે સારી રહેશે

લવઃ- જીવનસાથી સાથે યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે તમારો સહયોગ જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ અને શરદીની સમસ્યા રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- ઘરના રિનોવેશનને લગતી યોજનાઓ ઉપર ચર્ચા-વિચારણાં થશે. કોઇ સામાજિક ગતિવિધિમાં પણ તમારું મહત્ત્વપૂર્ણ યોગદાન હોવાથી માન-સન્માન વધશે. જો ઘર કે વાહનને લગતી ખરીદદારીની યોજના બની રહી છે, તો તેના માટે પણ સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- ક્યારેક તમારા વિચારોમાં વહેમ જેવી નકારાત્મક વાતો પરિવારના લોક માટે પરેશાનીનું કારણ બની શકે છે. તમારા વ્યવહાર અને વિચારોમાં ફેરફાર લાવવા માટે થોડું આત્મ ચિંતન કરો.

વ્યવસાયઃ- આજે કાર્યક્ષેત્રમાં થોડા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં મુશ્કેલી અનુભવ થઇ શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે એલર્જી અને ઉધરસ આવી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે પરિવારના કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દે ચર્ચા-વિચારણાં થશે. બાળકોને પણ ઉત્તમ વિચારોના કારણે તેમના વખાણ થશે. જમીનને લગતાં કાર્યોમાં જો રોકાણ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તરત અમલ કરો.

નેગેટિવઃ- તમારા સ્વભાવ તથા વિચારોને પોઝિટિવ જાળવી રાખો. ક્યારેક તમારો શંકાવાળો સ્વભાવ અન્ય માટે પરેશાનીનું કારણ બની જાય છે. યુવા વર્ગ બેકારની ગતિવિધિઓમાં સમય નષ્ટ ન કરીને પોતાના કરિયરને લગતી યોજનાઓ ઉપર ધ્યાન આપે.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયમાં કોઇપણ લેવડ-દેવડ કરતી સમયે પાક્કા બિલનો ઉપયોગ કરો.

લવઃ- પતિ-પત્ની બંને કામમાં વ્યસ્ત રહેવાના કારણે ઘરમાં સમય આપી શકશે નહીં.

સ્વાસ્થ્યઃ- વધારે કામના કારણે સ્વભાવ ચીડિયો થઇ શકે છે.