મંગળવારનું રાશિફળ:મંગળવારનો દિવસ મેષ અને કુંભ જાતકો માટે શુભ રહેશે, ઘરમાં માંગલિક કાર્યો શરૂ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કુંભ-મીન સહિત 9 રાશિ માટે દિવસ સામાન્ય, ધન રાશિએ સાવચેત રહેવું
  • મેષ-મિથુન રાશિના નોકરિયાત વર્ગને નસીબનો સાથ મળશે, આર્થિક લાભની શક્યતા

17 ઓગસ્ટ, મંગળવારના રોજ વૈધૃતિ તથા મુદ્દગર નામના યોગ બની રહ્યા છે. આ જ કારણે રાશિઓ પર શુભાશુભ અસર જોવા મળશે. વૃષભ, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, મકર, કુંભ તથા મીન રાશિના જાતકોના કામ તો પૂરા થશે, પરંતુ કામકાજમાં અડચણો આવશે તથા નુકસાન થવાના પણ યોગ છે. ધન રાશિના જાતકોએ સંભાળીને રહેવું. આ રાશિ માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે. આ ઉપરાંત મેષ તથા મિથુન રાશિના નોકરિયાત વર્ગને નસીબનો સાથ મળશે. આર્થિક સ્થિતિ પણ સારી રહેશે.

17 ઓગસ્ટ, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- ઘરમાં માંગલિક કાર્યોનું આયોજન થશે. કોઈ મહત્ત્વપૂર્ણ કે રાજનૈતિક વ્યક્તિ સાથે મુલાકાત પણ થશે જે લાભદાયક રહેશે. વિદ્યાર્થી વર્ગને પોતાની મહેનત દ્વારા લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળતા મળી શકે છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે નાણાંકીય કાર્યોમાં હિસાબ-કિતાબ કરતી સમયે કોઈ પ્રકારની ભૂલ થઈ શકે છે. પરિવારના જ કોઈ વ્યક્તિના વ્યવહારથી મન થોડું પરેશાન રહી શકે છે. પરંતુ સમસ્યાને વાદ-વિવાદની જગ્યાએ શાંતિથી ઉકેલવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- આર્થિક દૃષ્ટિએ સમય અનુકૂળ છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમા મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- નસમાં દુખાવો અને ખેંચાણની સમસ્યા વધી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે એટલે કોશિશ કરો. પ્રતિષ્ઠિત લોકો સાથે થોડો સમય પસાર કરવાથી તમારા વ્યક્તિત્વમાં પણ નિખાર આવી શકે છે. આ સમયે તમારો આત્મવિશ્વાસ પણ વધશે.

નેગેટિવઃ- આ સમયે ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. આર્થિક નુકસાન થવા જેવી સ્થિતિ બની રહી છે. તમારા પોતાના જ લોકો તમારી પરેશાનીનું કારણ બની શકે છે. અન્ય લોકોની વાત ઉપર વિશ્વાસ ન કરીને પોતાના ઉપર જ બધા નિર્ણય લો.

વ્યવસાયઃ- બહારના લોકોને પોતાના કાર્યસ્થળ ઉપર દખલ ન કરવા દેવો.

લવઃ- કામના કારણે ઘર-પરિવાર ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં,

સ્વાસ્થ્યઃ- થાકના કારણે માથાનો દુખાવો અને માઇગ્રેનની સમસ્યા બની શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આ સમયે લોકોની ચિંતા કર્યા વિના પોતાના કાર્યો ઉપર જ ધ્યાન આપો. યોગ્ય સફળતા મળશે. જે લોકો તમારા વિરૂદ્ધ હતા તેઓ તમારા પક્ષમાં આવશો. જમીન-સંપત્તિને લગતું કોઈ કામ અટવાયેલું છે તો આજે તેમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે.

નેગેટિવઃ- મનમાં થોડી અનહોની જેવો ભય રહી શકે છે. પરંતુ આ તમારી શંકા જ છે એટલે મનોબળ નબળું થવા દેશો નહીં. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર પણ અમલ કરો. તે તમારા ભવિષ્ય માટે સારું સાબિત થશે.

વ્યવસાયઃ- ઉચ્ચ અધિકારીઓ તથા અનુભવી વ્યક્તિઓનો સહયોગ બની રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને એસિડિટીના કારણે દિનચર્યા થોડી અસ્ત-વ્યસ્ત રહી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમારા આત્મવિશ્વાસ તથા કાર્યક્ષમતા દ્વારા પરિસ્થિતિઓને સારી કરવા માટે તમે કોશિશ કરશો. જેમાં તમને સફળતા પણ મળી શકે છે. ઘરના વડીલોના સભ્યોની સેવા અને દેખરેખનું પણ ધ્યાન રાખો. જો પ્રોપર્ટીને લગતો કોઈ મામલે અટવાયેલો છે, આજે તેમાં ગતિ આવી શકે છે.

નેગેટિવઃ- વિદ્યાર્થીઓ પોતાના મન પ્રમાણે કોઇ પ્રોજેક્ટમાં સફળતા ન મળવાથી થોડા નિરાશ રહેશે. ફરી કોશિશ કરો અને પોતાનું મનોબળ જાળવી રાખો. નકારાત્મક પ્રવૃત્તિના લોકો સાથે એક અંતર જાળવી રાખો. નહીંતર તમારા માન-સન્માન ઉપર આંક આવી શકે છે.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયમાં કોઈપણ પ્રકારનું રિસ્ક લેવાનું ટાળો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઈ પારિવારિક મુદ્દાને લઇને વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- તણાવના કારણે ડાયાબિટીઝ અને બ્લડ પ્રેશરની સમસ્યા વધી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- ઘરમાં મહેમાનોની અવર-જવર અને વ્યસ્ત વાતાવરણ રહેશે. મહત્ત્વપૂર્ણ વાતો ઉપર પોઝિટિવ વાર્તાલાપ પણ થશે. બાળકો તરફથી કોઇ શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે.

નેગેટિવઃ- ઘરની નાની-મોટી નકારાત્મક વાતોને ઇગ્નોર કરો. દખલ કરવાથી ઘરની વ્યવસ્થા ખરાબ થઈ શકે છે. સહજ અને સંયમિત સ્વભાવ રાખવો તમારા સ્વભાવ માટે જરૂરી છે. પોતાને જ વ્યસ્ત રાખો.

વ્યવસાયઃ- દિવસની શરૂઆતમાં થોડી ભાગદોડ જેવી સ્થિતિ રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમા મધુરતા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કોઈ જૂની સ્વાસ્થ્યને લગતી સમસ્યા ફરી ઊભી થઈ શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજનું ગ્રહ ગોચર તમારા માટે લાભદાયી અને સુખમય પરિસ્થિતિ બનાવી રહ્યું છે. તમારી કોઈ યોગ્યતા લોકો સામે જાહેર થશે. એટલે તમારા ખાસ કાર્યો ઉપર ધ્યાન આપો. આર્થિક સ્થિતિ પણ સારી રહી શકે છે.

નેગેટિવઃ- ક્યારેક તમારું મન કોઈ સ્થાને વિચલિત થઈ શકે છે. કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લો. તમને સમસ્યાનું યોગ્ય સમાધાન પણ મળી શકે છે. થોડો સમય બાળકો સાથે પણ પસાર કરવો જરૂરી છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં લગભગ બધા કામ નિર્વિઘ્ન પૂર્ણ થતાં જશે.

લવઃ- કોઈઓ વિપરિત લિંગના મિત્ર સાથે મુલાકાત થશે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણની અસર સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે પરિશ્રમ અને મહેનત વધારે રહેશે. તમે તમારી વ્યવહાર કુશળતા દ્વારા બધા કાર્યો યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. કોઈ રાજકીય કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ થઈ શકે છે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિનો સહયોગ પણ મળી શકે છે.

નેગેટિવઃ- પારિવારિક ગેરસમજ અને વૈચારિક વિરોધના કારણે તણાવ રહી શકે છે. શાંતિપૂર્ણ રીતે સમસ્યાઓને ઉકેલો, નહીંતર તેની અસર તમારી કાર્યક્ષમતા ઉપર પડી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં થોડા પડકાર સામે આવી શકે છે.

લવઃ- લગ્નજીવનમાં મધુરતા આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- કોઈ જૂનો રોગ ફરી ઊભો થઈ શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- જ્ઞાનવર્ધક સમય છે. સાંસારિક કાર્યોને શાંતિથી પૂર્ણ કરશો અને સાથે જ અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારો રસ રહેશે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ અને કરિયરને લઇને ગંભીર રહી શકે છે.

નેગેટિવઃ- ઘરના કોઈપણ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહી શકે છે. આ સમયે તેમનું યોગ્ય ધ્યાન રાખવું જરૂરી છે. રાજનૈતિક ગતિવિધિઓથી દૂર રહો. તેમાં સમય અને રૂપિયા ખર્ચ થવા સિવાય કશું જ પ્રાપ્ત થશે નહીં.

વ્યવસાયઃ- ઇનકમ ટેક્સ, સેલ્સ ટેક્સને લગતી ફાઇલ પૂર્ણ રાખો.

લવઃ- વિરૂદ્ધ પરિસ્થિતિઓમાં તમને જીવનસાથી તથા પરિવારના લોકોનો પૂર્ણ સહયોગ મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- તણાવ કે અવસાદ જેવી સ્થિતિ રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે તમારી આસપાસનું વાતાવરણ સુખદ રહી શકે છે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં તમારો રસ રહેશે. પરિવારના લોકો સાથે બેસીને ચર્ચા-વિચારણાંમાં અનેક ગુંચવાયેલી વાતોનું પોઝિટિવ પરિણામ મળી શકે છે.

નેગેટિવઃ- કોઈપણ મુદ્દા ઉપર વાતચીત કરતી સમયે ધ્યાન રાખો કે વિવાદની સ્થિતિ ન બને. કોઈપણ કાર્ય કરતી સમયે તેના અંગે સંપૂર્ણ જાણકારી લેવી. કેમ કે અનુભવની ખામીથી કામ ખરાબ પણ થઈ શકે છે. કોર્ટ કેસને લગતા મામલાઓ પણ કોઈ અનુભવી વ્યક્તિ સાથે ચર્ચા-વિચારણાં કરો

વ્યવસાયઃ- કોઈ વ્યવસાયિક કાર્યો કરતી સમયે શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ અને પરેશાનીઓ આવી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વાહન સાવધાની પૂર્વક ચલાવો.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે ભવિષ્યને લગતી યોજનાઓને લઇને તમે ઉત્સાહિત રહેશો. તમારા દ્વારા કરવામાં આવેલ કોઈ મહત્ત્વપૂર્ણ કામ વખાણવા લાયક રહેશે. જનસંપર્કની સીમા વધશે. સામાજિક ક્ષેત્રમાં પણ તમારી લોકપ્રિયતા વધશે.

નેગેટિવઃ- આર્થિક ગતિવિધિઓમાં ખાસ પોઝિટિવ પરિણામ મળી શકશે નહીં. નવું રોકાણ કરતા પહેલાં યોગ્ય રીતે ચર્ચા-વિચારણાં કરી લો. સંબંધીઓ સાથે કોઈપણ પ્રકારના સહયોગની આશા ન રાખો.

વ્યવસાયઃ- વેપારમાં વિસ્તારની યોજના ઉપર કામ શરૂ થશે.

લવઃ- પતિ-પત્ની એકબીજાના તાલમેલ દ્વારા ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- ખરાબ શબ્દો તથા ખરાબ સંગતથી દૂર રહો તો સારું રહેશે

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- ઘરમાં માંગલિક અને શુભ આયોજનનું પ્લાનિંગ થશે. છેલ્લાં ઘણાં સમયથી ચાલી રહેલી ચિંતા દૂર થશે. આજે તમારી સફળતાનો કોઈ દ્વાર ખુલી શકે છે. સમયનો યોગ્ય સદુપયોગ કરો. કોઈ દીર્ઘકાલિન યોજના ઉપર કામ શરૂ થઈ શકે છે.

નેગેટિવઃ- થોડા નજીકના લોકો જ તમારા માટે મુશ્કેલી અને અવરોધ ઊભો કરી શકે છે. કોઈના ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. તમારી આવડત અને કાર્ય ક્ષમતા ઉપર જ વિશ્વાસ કરો. આ સમયે કામકાજ અને પારિવારિક જવાબદારીઓ વચ્ચે તાલમેલ બેસાડવું પડકારભર્યું રહેશે.

વ્યવસાયઃ- રાજકીય સેવાનું કામ કરી રહેલાં લોકો સાથે વ્યવહાર કરતી સમયે સાવધાન રહો.

લવઃ- પારિવારિક સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે ભાગદોડ અને મહેનતની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- માનસિક સુખ-શાંતિ રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં સમય પસાર થશે. કોઈ ખાસ કામ સમયે પૂર્ણ થવાથી સુકૂન મળી શકે છે. ખાસ કરીને મહિલાઓ માટે આ સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- આર્થિક મામલે બજેટનું ધ્યાન રાખવાની જરૂરિયાત છે. નકારાત્મક પ્રવૃત્તિના લોકો તમારા ફાયદા માટે તમારું નુકસાન કરી શકે છે. અન્ય લોકોની વાતોમાં આવશો નહીં.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમને તમારી મહેનત પ્રમાણે પોઝિટિવ પરિણામ મળી શકે છે.

લવઃ- કામ હોવા છતાંય ઘર-પરિવારને પ્રાથમિકતા આપવાથી ઘરનું વાતાવરણ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓથી સાવધાન રહો.