રવિવારનું રાશિફળ:રવિવારે કન્યા જાતકો માટે દિવસ શુભ રહેશે, બાળકોના આત્મવિશ્વાસને વધારવાની કોશિશ કરવી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૃશ્ચિક રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ શુભ

17 એપ્રિલ, રવિવારના રોજ પદ્મ યોગમાં દિવસની શરૂઆત થશે. સિંહ રાશિના આવકના સોર્સમાં વધારો થશે. વૃશ્ચિક રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ સારો રહેશે. કુંભ રાશિને નસીબનો સાથ મળશે. અનેક નવી યોજનાઓ પર કામ કરવા માટે દિવસ શુભ છે. આ ઉપરાંત ધન રાશિએ લેવડ-દેવડમાં સાવચેતી રાખવી. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

17 એપ્રિલ, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આ સમયે વ્યવહારિક દૃષ્ટિકોણ રાખવો તમારા કાર્યોને યોગ્ય રીતે સંપન્ન કરવામાં સફળ કરશે. તમારા વ્યક્તિગત રસને લગતી ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી સુકૂન મળશે. કોઈ નજીકના સંબંધીને ત્યાં માંગલિક કાર્યોમાં સામેલ થવાનું આમંત્રણ પણ મળી શકે છે.

નેગેટિવઃ- કોઈ પારિવારિક ભેદભાવ જેવી સ્થિતિ રહેવાથી મન નિરાશ રહી શકે છે. સંબંધોમાં અલગ થવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. રૂપિયાને લગતી કોઈપણ પ્રકારની લેવડ-દેવડ ન કરો, આ સમયે થોડા નુકસાનની સ્થિતિ બની શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આ સમયે ખૂબ જ વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

લવઃ- ઘરમાં સુખમય વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- વધતા તણાવ ઉપર કાબૂ રાખો

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે તમારા દ્વારા લેવામાં આવેલ કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય ખૂબ જ ફાયદો આપી શકે છે. રોકાણને લગતા કાર્યોને પણ કરવા માટે દિવસ ઉત્તમ છે. વિદ્યાર્થીઓનું ધ્યાન પોતાના અભ્યાસ પ્રત્યે એકાગ્ર ચિત્ત રહેશે.

નેગેટિવઃ- રિસ્ક પ્રવૃત્તિના કાર્યોથી દૂર રહો. કોઈ પ્રકારના ગેરકાયદેસર કાર્યોમાં રસ બિલકુલ ન લો. નકારાત્મક પ્રવૃત્તિના લોકો સાથે મુલાકાત કરવી તમારી પણ માનહાનિનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- થોડા પારિવારિક વ્યસ્તતાના કારણે તમે તમારા કાર્યક્ષેત્રમાં વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- ઘરનું વાતાવરણ ખુશહાલ તથા સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- તાવ અને થાકના કારણે શારીરિક નબળાઈ રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- ધ્યાન રાખો કે ભાવુકતામાં આવીને તમે ખોટા નિર્ણય લઈ શકો છો. એટલે હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લેવું. સામાજિક કાર્યક્રમમાં કોઈ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો, માત્ર થોડી સાવધાની જાળવી રાખવાની જરુરિયાત છે.

નેગેટિવઃ- તમારા વિરોધી ઈર્ષ્યાની ભાવનાથી તમારા વિરૂદ્ધ અફવાહ ફેલાવી શકે છે. જેના કારણે તમારા થોડા સંબંધ પણ ખરાબ થઈ શકે છે. કોઈપણ પરિસ્થિતિને શાંતિથી ઉકેલવાની જરૂરિયાત છે. ગુસ્સાના કારણે સમસ્યાઓ ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ- આ સમયે માર્કેટિંગને લગતા કાર્યોમાં વધારે વ્યસ્ત રહી શકો છો.

લવઃ- પરિવારમાં શાંતિ તથા અનુશાસન પૂર્ણ વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં દુખાવાની સ્થિતિ રહી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળે જવાનો પ્રોગ્રામ બનશે. ત્યાં જઈને તમે ખૂબ જ સુકૂન અને શાંતિનો અનુભવ કરશો. કોઈ સામાજિક સંસ્થામાં સહયોગના કારણે તમે સન્માનિત પણ થઈ શકો છો. યુવાઓને પણ થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓથી રાહત મળશે.

નેગેટિવઃ- બિનજરૂરી ખર્ચ વધવાના કારણે મન થોડું પરેશાન રહી શકે છે. આ સમયે યોગ્ય બજેટ જાળવીને ચાલવું યોગ્ય છે. કોઈ પાડોસી સાથે બેકારના મુદ્દાને લઈને વિવાદ થઈ શકે છે. મામલો ગુસ્સાની જગ્યાએ શાંતિથી ઉકેલાઈ શકે છે.

વ્યવસાયઃ- આ સમયે તમારા કાર્યસ્થળે કામની ક્વોલિટી ઉપર ધ્યાન આપવું જરૂરી છે.

લવઃ- તમારી પરેશાનીઓનો ઉકેલ કરવામાં જીવનસાથી કે પારિવારિક સભ્યોનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે કોઈપણ પ્રકારની ઈજા થવાની શક્યતા છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આ સમયે તમે સંબંધોને મજબૂત કરવામાં ખાસ સમય આપી રહ્યા છો. આજનો દિવસ પારિવારિક લોકોની સુખ-સુવિધા અને દેખભાળને લગતા કાર્યોમાં પસાર થશે. પ્રોપર્ટી લેવાની યોજના બનાવી રહ્યા છો તો તેના અંગે આજે કોઈ નિર્ણય લેવા માટે સમય ઉત્તમ છે.

નેગેટિવઃ- ક્યારેક બાળકો પાસેથી વધારે આશા રાખવી તથા તેમને રોકટોક કરવી તેમને વધારે જિદ્દી બનાવી શકે છે. એટલે તમારા સ્વભાવમાં લચીલાપણું જાળવી રાખો. વિદ્યાર્થીઓ તથા યુવાઓને તેમના લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે હાલ મહેનતની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- કામ વધારે રહેવાના કારણે કાર્યક્ષેત્રમાં વધારે વ્યસ્ત રહી શકો છો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે મીઠો વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે કામનો ભાર વધારે રહેવાના કારણે થાક રહી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- બાળકોની પરેશાનીમાં તેમનો સહયોગ કરવો તેમના આત્મવિશ્વાસ અને આત્મબળને વધારશે. પોતાના લોકો સાથે જ ચાલી રહેલાં વિવાદ દૂર થશે. એકબીજા સાથેના સંબંધોમાં ફરી મધુરતા આવશે. કુલ મળીને આજનો દિવસ શુભ રહેશે

નેગેટિવઃ- અચાનક જ કોઈ મોટા ખર્ચ સામે આવવાથી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. આ સમયે તમારી જરૂરિયાતના ખર્ચ ઉપર કાપ કરવો પડશે. સંબંધોને સંભાળવાના ચક્કરમાં તમારે અન્ય લોકો સામે નમવું પડશે.

વ્યવસાયઃ- વેપારને લગતા કોઈપણ કાર્યને આળસના કારણે દૂર કરવાની કોશિશ ન કરો. દરેક ક્રિયાઓ ઉપર ગંભીરતાથી વિચાર કરો.

લવઃ- પારિવારિક વાતાવરણને સુખમય જાળવી રાખવું અતિ જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- વાતાવરણમાં ફેરફારના કારણે થોડી સુસ્તી અને થાક જેવી સ્થિતિ હાવી થઈ શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- થોડા અનુભવી તથા વડીલ લોકોના સંપર્કમાં સમય પસાર કરવાથી તેની પોઝિટિવ અસર તમારી પર્સનાલિટી ઉપર પણ પડશે. તમને તમારા જીવનને લગતા થોડા મહત્ત્વપૂર્ણ બોધપાઠ પણ શીખવા મળી શકે છે.

નેગેટિવઃ- ક્યારેક ગુસ્સા તથા ઉત્તેજનાના કારણે કોઈ બનતા કામ બગડી શકે છે. આ સમયે ધૈર્ય અને સંયમથી કામ લેવું જરૂરી છે. કોઈપણ અસમંજસની સ્થિતિમાં ઘરના વડીલોની સલાહ લેવી તમારી પરેશાનીઓનો ઉકેલ છે.

વ્યવસાયઃ- આજે વ્યવસાયમાં વધારે પરેશાનીઓ સામે આવી શકે છે.

લવઃ- લગ્નજીવનમાં મધુરતા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કોઈપણ પ્રકારના વાહનનો ઉપયોગ કરતી સમયે વધારે સાવધાની રાખો.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ સમયે ભાવનાઓને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં. કેમ કે થોડા લોકો તમને ભ્રમિત કરીને તમારા આ સ્વભાવનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. દરેક કાર્યને પ્રેક્ટિકલ રીતે પૂર્ણ કરવાની કોશિશ કરો.

નેગેટિવઃ- આ સમયે મહેનત વધારે અને લાભ ઓછા જેવી સ્થિતિ બનશે, તણાવ લેવો આ સમસ્યાનો ઉકેલ નથી. યોગ્ય સમયની રાહ જુઓ. પરિસ્થિતિઓ તમારા પક્ષમાં થઈ જશે. બાળકોની કોઈ જિદ્દ આગળ તમારે નમવું પડી શકે છે.

વ્યવસાયઃ- પારિવારિક વ્યવસાય સાથે જોડાયેલાં કામ સફળ રહી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ઘરની સમસ્યાને લઈને તણાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કોઈ શારીરિક ઈજા જેવી સમસ્યા ઊભી થઈ શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે કોઈ રાજનૈતિક કે સામાજિક ગતિવિધિઓને લગતી મહત્ત્વપૂર્ણ વાતચીત કે સભામા જવાનો અવસર પ્રાપ્ત થઈ શકે છે. તેને ઇગ્નોર ન કરો કેમ કે તેના દ્વારા તમને કોઈ મહત્ત્વપૂર્ણ સફળતા પણ પ્રાપ્ત થઈ શકે છે.

નેગેટિવઃ- ખાસ કરીને યુવાઓ કોઈપણ અનૈતિક કાર્ય જેવું કે જુગાર, સટ્ટો વગેરે સાથે જોડાયેલાં લોકોના સંપર્કમાં ન આવે. તેનાથી તમારા વ્યક્તિત્વમાં પણ ધબ્બો લાગી શકે છે. વાહન ચલાવતી સમયે ટ્રાફિક નિયમોનું પાલન કરો.

વ્યવસાયઃ- આજે કારોબારી ગતિવિધિઓ થોડી ધીમી રહી શકે છે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખદ બની રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારી દિનચર્યા તથા ખાનપાનને વ્યવસ્થિત રાખો

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમે તમારા કુશળ વ્યવહાર દ્વારા ઘર અને વ્યવસાય બંનેમાં યોગ્ય તાલમેલ જાળવી રાખશો. તેનાથી બંને જગ્યાએ સુખદ વાતાવરણ રહી શકે છે. કોઈ લાભદાયક નજીકની યાત્રા પણ સંપન્ન થઈ શકે છે. થોડો સમય પ્રકૃતિની નજીક પસાર કરો.

નેગેટિવઃ- ગુસ્સો અને જિદ્દી સ્વભાવ જેવી ખામીઓ ઉપર અંકુશ રાખવો જરૂરી છે. કેમ કે તેના કારણે તમારા બનતા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. જોકે, પરિવારના સભ્યો આ ખામીઓને ઇગ્નોર કરીને તમને પૂર્ણ સહયોગ આપશે.

વ્યવસાયઃ- આ સમયે વર્તમાન વ્યવસાય ઉપર વધારે ધ્યાન આપો.

લવઃ- વધારે કામ હોવા છતાંય તમારું ઘર-પરિવાર પ્રત્યે સમર્પણ ઘરમાં સુખ-શાંતિ તથા સુખમય વાતાવરણ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સર્વાઇકલ તથા માથાના દુખાવાની સમસ્યા તમને પરેશાન કરી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- નાણાકીય કાર્યોને લગતી યોજના ઉપર કામ કરવા માટે સમય ખૂબ જ અનુકૂળ છે. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે ખૂબ જ લાભદાયક વાતાવરણ બનાવી રહી છે. ઘરમાં કોઈ માંગલિક કાર્યને લગતી યોજના પણ સફળ રહેશે.

નેગેટિવઃ- ખોટું હરવા-ફરવા તથા મોજમસ્તીમાં સમય પસાર કરવાની જગ્યાએ ગંભીરતાથી તમારા કાર્યો પ્રત્યે ધ્યાન આપો. નહીંતર તમારા અનેક મહત્ત્વપૂર્ણ કાર્ય અટકી શકે છે. બાળકોની પરેશાનીઓને લઈને તમને કોઈ ચિંતા રહી શકે છે.

વ્યવસાયઃ- હાલ કાર્ય પ્રણાલીમાં પરિવર્તનને લગતી યોજનાઓને ટાળો તો સારું રહેશે.

લવઃ- ઘરના મામલાઓમાં વધારે દખલ ન કરો

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ જળવાયેલું રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે અચાનક મુલાકાત થઈ શકે છે. એકબીજા સાથે મળવું અને વાર્તાલાપ કરવાથી અનેક મહત્ત્વપૂર્ણ વાતો સામે આવી શકે છે. આર્થિક સ્થિતિ સંતોષજનક રહી શકે છે.

નેગેટિવઃ- રોકાણ કરતી સમયે વધારે ધ્યાન રાખવાની જરૂરિયાત છે કેમ કે કોઈ પ્રકારની દગાબાજી થવાની શક્યતા છે. કોઈ પારિવારિક સભ્યના સ્વાસ્થ્યને લઈને પણ ચિંતા રહી શકે છે.

વ્યવસાયઃ- આજે શેરબજારમાં મંદીનું વાતાવરણ રહી શકે છે.

લવઃ- લગ્નજીવન સુખમય જળવાયેલું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ખરાબ ખાનપાનના કારણે થોડી શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.