તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શનિવારનું રાશિફળ:શનિવારે મેષ જાતકોને કોઇ ચિંતામાંથી રાહત મળી શકે છે, ઘરના વડીલોનું માર્ગદર્શન લાભકારી રહેશે

24 દિવસ પહેલા

17 એપ્રિલ, શનિવારે ગ્રહ-નક્ષત્ર શોભન નામનો શુભ યોગ બનાવી રહ્યા છે. જેના કારણે કેટલાક લોકોને ધન લાભ થશે અને ફાયદાવાળો દિવસ રહેશે. એસ્ટ્રોલૉજર ડૉ. અજય ભામ્બીનું કહેવું છે કે મેષ રાશિના લોકો માટે આર્થિક રીતે દિવસ સારો રહેશે. સિંહ રાશિના લોકો માટે બિઝનેસની દ્રષ્ટિએ દિવસ અનુકૂળ રહશે. જ્યારે તુલા રાશિના લોકો માટે નોકરી અને બિઝનેસ એમ બંને માટે દિવસ સારો પસાર થશે. મકર રાશિના લોકોને અટવાયેલા પૈસા મળશે. આ ઉપરાંત આજે વૃષભ, મિથુન, કર્ક, કન્યા, વૃશ્ચિક અને ધન રાશિ પર સિતારાઓની મિશ્રિત અસર રહેશે. આ ઉપરાંત કુંભ અને મીન રાશિના લોકોએ આખો દિવસ સંભાળીને રહેવું પડશે.

17 એપ્રિલ, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ...

મેષઃ-

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે.

નેગેટિવઃ- તમારી ભાવનાઓને વશમાં રાખવી જરૂરી છે, કેમ કે તેના કારણે થોડા લોકો તમારું નુકસાન પણ કરી શકે છે. યુવા વર્ગ મિત્રોની વાતોમાં આવીને પોતાના લક્ષ્યથી ભટકે નહીં તેનું ધ્યાન રાખવું. આજે કોઇ ન ગમતું કાર્ય મજબૂરીમાં આવીને કરવું પડી શકે છે.

વ્યવસાયઃ- આ સમયે કામકાજમાં નવી તકનીક અને કાર્યપ્રણાલીનો ઉપયોગ કરવો જરૂરી છે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કામકાજ વધારે રહેવાના કારણે થાક અને નબળાઈ રહી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમારી યોજનાઓ તથા ગતિવિધિઓ અંગે કોઇ અનુભવી વ્યક્તિ પાસેથી સલાહ લો. ચોક્કસ જ તમને લાભ થશે. આ સમયે કોઇ ગુંચવાયેલું કામ પણ સરળતાથી પૂર્ણ થાય તેવી શક્યતા છે. કોઇ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે.

નેગેટિવઃ- દિવસના પહેલાં ભાગમાં કોઇ સાથે વાદ-વિવાદની સ્થિતિ બની શકે છે. જેના કારણે માનસિક તણાવ રહી શકે છે. યુવાઓ તથા વિદ્યાર્થીઓને તેમના ભવિષ્યને લઇને થોડી ચિંતા રહી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં આકરી મહેનત અને પરિશ્રમ દ્વારા તમે કોઇને કોઇ સફળતા પ્રાપ્ત કરી લેશો.

લવઃ- કામનો ભાર વધારે રહેવાના કારણે તમે પરિવાર ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- આ સમય તમને શારીરિક અને માનસિક રૂપથી થકવી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- કોઇ છેલ્લી ભૂલથી બોધપાઠ લઇને તમે તમારી કામની રીતને વધારે સારી જાળવી રાખશો. કોઇ પોઝિટિવ પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત પણ તમારી વિચારધારામાં પોઝિટિવ પરિવર્તન લાવશે. વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂ કે કરિયરને લગતી કોઇ પરીક્ષામાં સફળતા મળવાની શક્યતા છે.

નેગેટિવઃ- સૌથી પહેલાં પોતાના મહત્ત્વપૂર્ણ કાર્યોને જ પ્રાથમિકતા આપો. ઉતાવળમાં કોઇપણ નિર્ણય લેશો નહીં. બાળકોની સમસ્યાઓને શાંતિથી ઉકેલવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- આજે માર્કેટિંગને લગતા કાર્યો તથા પેમેન્ટ વગેરે કલેક્ટ કરવા અંગે વિશેષ ધ્યાન આપો.

લવઃ- જીવનસાથી સાથે પારિવારિક સમસ્યાને લઇને થોડો મતભેદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- અપચા અને ભૂખ ન લાગવાની જેવી પરેશાની થઇ શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- કોઇ વિશિષ્ટ કાર્યને પૂર્ણ કરવામાં તમારી મહેનત સફળ રહેશે. ઉતાવળની જગ્યાએ ધૈર્યપૂર્ણ પોતાના કાર્યોને પૂર્ણ કરો. ઘરના કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. બાળકોના એડમિશનને લગતી સમસ્યા પણ દૂર થઇ શકે છે.

નેગેટિવઃ- જમીન કે વાહનને લગતી કોઇપણ પ્રકારનું ઉધાર લેતા પહેલાં પૂર્ણ ચર્ચા-વિચારણાં કરી લો. અકારણ જ કોઇ સાથે વિવાદ થઇ શકે છે. વાતચીત કરતી સમયે નકારાત્મક શબ્દોનો પ્રયોગ ન કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક મામલે આજે કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય ન લેશો.

લવઃ- પરિવારમાં સુખનું વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- બેદરકારીના કારણે કોઇ શારીરિક પરેશાની આવી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- સંબંધીઓ કે પાડોસીઓ સાથે કોઇ ગંભીર વિષય અંગે ચર્ચા થશે. અધ્યાત્મ સાથે જોડાયેલાં વિષયોમાં તમારો ખાસ રસ રહેશે. જો વારસાગત સંપત્તિને લઇને કોઇ વિવાદ ચાલી રહ્યો છે, તો તે કોઇની દખલ દ્વારા ઉકેલાઇ જશે.

નેગેટિવઃ- તમારા મોટાભાગના કામ દિવસના પહેલા ભાગમાં પૂર્ણ કરવાની કોશિશ કરશો. પર્સનલ લાઇફમાં કોઇપણ પ્રકારનું રિસ્ક લેતા પહેલાં સાવધાન રહો. અચાનક જ કોઇ બિનજરૂરી ખર્ચ સામે આવી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિકોણથી સમય અનુકૂળ રહેશે.

લવઃ- દિવસભર કામ રહેવાથી પરિવાર સાથે મનોરંજનમાં સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- સામાજિક કાર્યોમાં તમારા યોગદાનના કારણે તમારી એક નવી ઓળખ બનશે. કોઇ પારિવારિક મામલાઓ પણ ઉકેલાઈ જશે. કોઇ પ્રિય વ્યક્તિને તેમની જરૂરિયાતના સમયે સહયોગ કરવો તમને હાર્દિક સુખ આપશે અને સંબંધ પણ મજબૂત થશે.

નેગેટિવઃ- આ સમયે કોઇપણ પ્રકારનું રિસ્ક લેવાનું ટાળો. તમારી વસ્તુઓ સાચવીને રાખો. કેમ કે કોઇ મહત્ત્વપૂર્ણ વસ્તુના ચોરી થવા કે રાખીને ભૂલી જવાની સ્થિતિ બની શકે છે. સંપત્તિને લગતા કાર્યોમાં થોડું મોડું થઇ શકે છે.

વ્યવસાયઃ- પબ્લિક ડીલિંગ તથા મીડિયાને લગતા કાર્યોમાં સારો નફો થવાની શક્યતા છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે મીઠો વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમે તમારા વ્યક્તિગત કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સમર્થ રહેશો. આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો સાબિત થઇ શકે છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચર્યી થઇને કામ કરવું પડશે.

નેગેટિવઃ- અપરિચિત લોકો સાથે વધારે હળવા-મળવાનું રાખશો નહીં તથા કોઇપણ પેમેન્ટની લેવડ-દેવડ કરતી વખતે પણ સાવધાની જાળવો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ યોગ્ય સમય પસાર થઇ શકે છે જેનાથી માનસિક સુકૂન પણ જળવાયેલું રહેશે.

વ્યવસાયઃ- કામ પ્રત્યે વધારે ચિંતન કરવાથી તમારી કાર્યપ્રણાલીમાં યોગ્ય સુધાર આવશે.

લવઃ- પતિ-પત્ની એકબીજાની ભાવનાઓને મહત્ત્વ આપશે.

સ્વાસ્થ્યઃ- પગમા દુખાવાની અને સોજાની સમસ્યા વધી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમારું કોઇ સપનું સાકાર થવાનું છે. સંપૂર્ણ મનથી તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહો. તમારી યોગ્યતા અને કાર્યક્ષમતા ઉપર વિશ્વાસ રાખો, કેમ કે અન્યની સલાહ તમને ભ્રમિત કરી શકે છે.

નેગેટિવઃ- વાતચીત તથા વ્યવહાર કરતી સમયે તમારી વાણી તથા શબ્દોના પ્રયોગ ઉપર વિશેષ ધ્યાન આપો. ખરાબ ભાષાના કારણે માનહાનિ પણ થઇ શકે છે. જો કોર્ટને લગતા મામલાઓ ચાલી રહ્યા છે તો આજે તેને લગતી કોઇ કાર્યવાહી ન કરો.

વ્યવસાયઃ- શેર બજાર, ચિટફંડ વગેરેને લગતી કોઇપણ ગતિવિધિમાં રસ લેશો નહીં.

લવઃ- કોઇ નજીકના સંબંધી દ્વારા કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણ સામે પોતાની રક્ષા કરો.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે વ્યસ્ત દિનચર્યાથી અલગ પોતાના રસના કાર્યોમાં થોડો સમય પસાર કરો, તેનાથી તમને શારીરિક અને માનસિક સુકૂન મળશે. એક નવી ઉમંગ અનુભવ થશે. જમીન કે જાયદાદને લઇને ચાલી રહેલાં વિવાદનો પણ ઉકેલ આવશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઇ તમારી યોજનાઓનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. એટલે કોઇના ઉપર વિશ્વાસ કરતા પહેલાં યોગ્ય રીતે ચર્ચા-વિચારણાં કરી લો. આ વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે કે ખરાબ ભાષાનો પ્રયોગ ન કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં ચાલી રહેલી કોઇપણ પ્રકારની પરેશાનીને શાંતિથી ઉકેલવાની કોશિશ કરો.

લવઃ- કોઇપણ પરેશાનીમાં જીવનસાથી તથા પરિવારના લોકોની સલાહ તમારા માટે લાભદાયી સાબિત થશે.

સ્વાસ્થ્યઃ- આળસ અને નબળાઇ હાવી રહી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે કામકાજ વધારે રહેશે. યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થશે. વિદ્યાર્થી પોતાના પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં સફળ રહેશે. અભ્યાસને લગતી થોડી યોજનાઓ પણ બનશે. જો વાહન ખરીદવાની યોજના બની રહી છે તો સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- જૂની નકારાત્મક વાતોને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં. બાળકો સાથે મિત્રતાભર્યો વ્યવહાર રાખો. વધારે અંકુશ રાખવું તેમને જિદ્દી બનાવી શકે છે. નજીકના સંબંધીઓ સાથે સંબંધ મધુર જાળવી રાખો.

વ્યવસાયઃ- કોઇ અટવાયેલું પેમેન્ટ મળવાથી આર્થિક સ્થિતિ સારી થઇ જશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઇ નાની વાતને લઇને તણાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- ઘરની દેખરેખ તથા સુખ-સુવિધાઓને લગતી વસ્તુઓની ઓનલાઇન શોપિંગ કરવામાં સુખ પ્રાપ્ત થશે. કોઇ સમાજ સેવી સંસ્થા સાથે જોડાવાની તક મળી શકે છે. જેનાથી તમારું માન-સન્માન પણ વધશે.

નેગેટિવઃ- ગેરસમજના કારણે કોઇ નજીકના મિત્ર કે સંબંધી સાથે મનમુટાવ થઇ શકે છે. પરિસ્થિતિઓમાં સાચવવું તમારી જ જવાબદારી છે. આ સમયે કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવો યોગ્ય રહેશે નહીં.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં હાલ જેવું ચાલી રહ્યું છે તેમાં કોઇપણ પ્રકારનો ફેરફાર ન કરો.

લવઃ- પતિ-પત્નીના સંબંધ સારા જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ- ઘૂટણનો દુખાવો રહી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- જીવન પ્રત્યે પોઝિટિવ વ્યવહાર તમને સુકૂન અને ઊર્જા આપશે. બાળકોની કોઇપણ સફળતાથી મન પ્રસન્ન રહેશે. પરિવારના લોકોની વચ્ચે વિચારોનું પોઝિટિવ આદાન-પ્રદાન થશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાથી તમારી કોઇ સમસ્યાનું સમાધાન પણ મળી શકે છે.

નેગેટિવઃ- કોઇ ગેરસમજના કારણે નજીકના મિત્રો સાથે મનમુટાવ થઇ શકે છે. અન્યના મામલે વધારે દખલ ન કરો. તથા કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય આજે ટાળો તો સારું.

વ્યવસાયઃ- કોઇ નવા કાર્યને શરૂ કરવા માટે સમય અનુકૂળ નથી.

લવઃ- પતિ-પત્નીનું એકબીજા સાથે તાલમેલ સારું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વાયુ કરે તેવી વસ્તુઓનું સેવન કરવાનું ટાળો તો સારું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો