શુક્રવારનું રાશિફળ:શુક્રવારે કન્યા જાતકોએ તેમના ભાગ્ય ઉપર નહીં કર્મ ઉપર વિશ્વાસ કરવો, વિદ્યાર્થીઓ માટે દિવસ શુભ

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

16 સપ્ટેમ્બર, શુક્રવારના રોજ છત્ર યોગને કારણે મેષ રાશિને નસીબનો સાથ મળશે. મિથુન રાશિને પ્રમોશન મળી શકે છે. તુલા રાશિ માટે દિવસ શુભ રહેશે. વૃશ્ચિક રાશિનો દિવસ ફાયદાકારક જશે. ધન રાશિના જાતકોના કામ સમયસર પૂરા થશે. કુંભ રાશિના નોકરિયાત વર્ગને નવી તકો મળશે અને મીન રાશિને પ્રમોશન મળવાની શક્યતા છે. આ ઉપરાંત અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

16 સપ્ટેમ્બર, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે.

નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્યાદાનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. અન્યની સલાહ ઉપર ગંભીરતાથી વિચાર કરો. બાળકોની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં તમારું યોગદાન રહેશે.

વ્યવસાયઃ- વેપારમાં કોઇ નવા કામને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- છેલ્લી થોડી ભૂલોથી બોધપાઠ લઇને તમે તમારી કાર્યપ્રણાલીમાં થોડો પરિવર્તન લાવશો, જે સારો સાબિત થશે. કોઇ નજીકના સંબંધી સાથે ચાલી રહેલો વિવાદ પણ ઉકેલાઇ શકે છે. યુવાઓને કરિયરને લગતી કોઇ પરીક્ષામાં સફળતા મળવાની શક્યતા છે.

નેગેટિવઃ- કોઇપણ નિર્ણય સમજીવિચારીને લો. ઉતાવળમાં કોઇ પરિસ્થિતિ પ્રતિકૂળ સાબિત થઇ શકે છે. તમારા પૂર્ણ દસ્તાવેજ સાચવીને રાખો તથા ખોટા કાર્યોમાં તમારો સમય ખરાબ ન કરો.

વ્યવસાયઃ- ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં રહી શકે છે.

લવઃ- પરિવારનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારા પોઝિટિવ વિચાર અને સંયમિત દિનચર્યા તમને સ્વસ્થ રાખશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમારા કાર્યોને યોગ્ય રીતે કરવા માટે પહેલાં તેને લગતી સંપૂર્ણ રૂપરેખા બનાવો. જો પ્રોપર્ટી ખરીદવા માટે કોશિશ કરી રહ્યા છો તો આજનો દિવસ ઉત્તમ છે. યુવા વર્ગ પોતાની મહેનતમાં યોગ્ય પરિણામ પ્રાપ્ત કરવામાં સફળ રહેશે.

નેગેટિવઃ- દેખાડાના કારણે ખોટા ખર્ચ ન કરો. આ સમયે બહારના વ્યક્તિઓ કે મિત્રોની સલાહ તમારા માટે નુકસાનદાયી સાબિત થઇ શકે છે. નજીકના સંબંધીઓ સાથે મનમુટાવ થાય ત્યારે થોડી સાવધાની સંબંધોને બચાવી શકે છે.

વ્યવસાયઃ- પ્રભાવશાળી સંપર્ક બની શકે છે.

લવઃ- પરિવાર સાથે મનોરંજનમાં સુખમય સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઇ સ્વાસ્થ્યને લગતી પરેશાનીથી રાહત મળી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- પરિવારને લગતા કોઇ વિવાદનો મામલો વડીલોની મદદથી ઉકેલાઇ શકે છે. કોઇપણ નિર્ણય ઉતાવળમાં ન લઇને તેના અંગે યોગ્ય ચર્ચા-વિચારણાં કરો. તેનાથી તમને સારું પરિણામ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- વિદ્યાર્થીઓને કોઇ પ્રોજેક્ટમાં મન પ્રમાણે સફળતા ન મળવાથી તણાવ રહેશે. કોઇપણ કાર્યમાં રિસ્ક લેવાની કોશિશ ન કરો. આ સમયે બાળકોના મનોબળને જાળવી રાખવા માટે તમારો સહયોગ જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક સંબંધ મજબૂત થશે.

સ્વાસ્થ્યઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- કામ વધારે હોવા છતાં આજે તમે તમારા રસના કાર્યો માટે સમય કાઢશો. શ્રેષ્ઠ અભિભાવક સાબિત થશો. અનુભવી તથા વડીલોની સલાહના માર્ગદર્શન અને સલાહનું પાલન કરવું લાભદાયક સાબિત થશે.

નેગેટિવઃ- પાડોસીઓ સાથે કોઇપણ પ્રકારના વિવાદમાં પડશો નહીં, તેનાથી મામલો વધારે ગુંચવાઇ શકે છે. સંપત્તિને લગતું કોઇ ઉધાર લેતા પહેલાં કોઇ અન્ય વ્યક્તિ સાથે ચર્ચા-વિચારણાં કરી લો.

વ્યવસાયઃ- વેપારને લગતા કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય આજે લેશો નહીં.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સંબંધોમાં થોડો વિવાદ ઊભો થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- ભાગ્યની જગ્યાએ કર્મ ઉપર વિશ્વાસ કરો. કોઇ વિશિષ્ટ કાર્યને પૂર્ણ કરવામાં તમારી મહેનત સફળ રહેશે. કોઇ સમાજ સેવી સંસ્થા સાથે વિશેષ કાર્યમાં તમારું પણ યોગદાન રહેશે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પ્રત્યે સંપૂર્ણ રીતે કેન્દ્રિત રહેશે.

નેગેટિવઃ- ઘરને લગતો કોઇપણ વિવાદિત મામલો એકબીજા સાથે બેસીને ઉકેલવાથી પરિસ્થિતિઓ જલ્દી જ અનુકૂળ થઇ જશે. વાહન ખરીદવાની યોજના છે તો આજે સમય અનુકૂળ નથી.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય આજે લેશો નહીં.

લવઃ- કામકાજ સાથે પરિવાર તથા જીવનસાથી માટે સમય કાઢવો જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ચાલી રહી છે તો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. તમારા મન પ્રમાણે દિવસ પસાર કરવાથી તણાવ દૂર થશે અને તાજગી અનુભવ કરશો. સમાજમાં પણ તમારું માન-સન્માન જળવાયેલું રહેશે.

નેગેટિવઃ- આ સમયે કોઇપણ યાત્રા કરવાનું ટાળો, કેમ કે તેનું કોઇ પોઝિટિવ ફળ મળવાનું નથી. ઘરને લગતા કાર્યોમાં વધારે ખર્ચ થઇ શકે છે. ક્યારેક તમારી કોઇ જિદ્દના કારણે થોડા સંબંધોમાં મનમુટાવ આવે તેવી શક્યતા છે.

વ્યવસાયઃ- આ સમયે આસપાસના લોકો સાથે ચાલી રહેલી સ્પર્ધામાં સફળતા મેળવવા માટે વધારે મહેનત કરવી પડશે.

લવઃ- વિના કારણે ગુસ્સો અને ચીડિયાપણું હાવી થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારી પરેશાનીઓને કોઇ શુભચિંતક કે નજીકના વ્યક્તિને જણાવો,

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- થોડા નવા ફાયદાકારક સંપર્ક બનશે. કોઇ નજીકના સંબંધીના ઘરે આવવાથી ચહેલ-પહેલ વધી શકે છે. વડીલો સાથે મુલાકાત તમારા વ્યક્તિત્વ અને વિચારશૈલીમાં પણ નવીનતા લાવશે.

નેગેટિવઃ- તમારી વ્યક્તિગત વાતો કોઇ સામે જાહેર ન કરો. બાળકની કોઇ નકારાત્મક ગતિવિધિને લઇને મન પરેશાન રહેશે. તમારી કોઇ આશા પણ તૂટી શકે છે. કોઇ ધાર્મિક સ્થળમાં થોડો સમય પસાર કરવાથી તમને વધારે સુકૂન મળશે.

વ્યવસાયઃ- આજે કોઇપણ પ્રકારનું રોકાણ ન કરો. કેમ કે સમય અનુકૂળ નથી

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ સમયે તમે કોઇપણ મુશ્કેલ કામને પરિશ્રમ દ્વારા પૂર્ણ કરવાની ક્ષમતા રાખો છો. એટલે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે કોશિશ કરતા રહો. કામ વધારે હોવા છતાં સંબંધીઓ તથા મિત્રો સાથે થોડો સમય પસાર કરશો.

નેગેટિવઃ- બપોર પછી કોઇ અપ્રિય સમાચાર મળવાથી મન નિરાશ રહેશે. વિદ્યાર્થી વર્ગની મોજ-મસ્તીમાં સમય પસાર કરવામાં પોતાના અભ્યાસ સાથે કોઇ રમત ન કરે. મુશ્કેલ સમયમાં કોઇ વિશ્વાસપાત્ર મિત્રને મળવાથી સમસ્યાને વ્યક્ત કરો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં ઇચ્છિત પરિણામ મળવાથી આત્મવિશ્વાસ વધી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે તાલમેલ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમારું કોઇ અટવાયેલું કામ પૂર્ણ કરવા માટે રાજનૈતિક મદદ લો, ચોક્કસ જ તમને સફળતા પ્રાપ્ત થશે. ઘરની વ્યવસ્થાને પણ યોગ્ય જાળવી રાખવામાં તમને સફળતા પ્રાપ્ત થશે. તમે તમારી અંદર ભરપૂર આત્મવિશ્વાસ અનુભવ કરશો.

નેગેટિવઃ- આર્થિક રૂપથી થોડા ગુંચવાયેલાં રહેશો અને સમસ્યાઓ આવી શકે છે. તમે તેમનો સામનો કરવામાં સક્ષમ પણ રહેશો. તમારા કોઇ નજીકના સંબંધી જ તમારી ભાવુકતાનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં તમારી કાર્યપ્રણાલીની રીત ખૂબ જ ઉત્તમ રહેશે.

લવઃ- પતિ-પત્ની એકબીજાના તાલમેલ દ્વારા ઘરની કોઇ સમસ્યાનો ઉકેલ શોધવામાં સક્ષમ રહેશે.

સ્વાસ્થ્યઃ- એસિડિટી અને ગેસની સમસ્યા વધી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- કોઇ વ્યક્તિના માર્ગદર્શન તથા સલાહ માટે વધારે મદદગાર રહેશો. તેનું પોઝિટિવ પરિણામ તમારા વ્યક્તિત્વ ઉપર પડી શકે છે. સામાજિક કાર્યોમાં તથા કોઇ સમાજસેવી સંસ્થામાં પણ તમારું યોગદાન રહેશે.

નેગેટિવઃ- બહારના કાર્યો સાથે-સાથે ઘર-પરિવાર ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે. નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો, તેના કારણે તમારા સન્માનમાં ઘટાડો આવી શકે છે. આ સમયે કોઇપણ યાત્રાને ટાળો તો સારું રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારી હાજરી જરૂરી છે, નહીંતર થોડું નુકસાન થઇ શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારી ઇમ્યૂન સિસ્ટમ મજબૂત રાખવા માટે નિયમિત કસરત અને યોગ કરો.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- ગ્રહ ગોચર અનુકૂળ છે. કોઇ વ્યક્તિગત સમસ્યાને દૂર કરવા માટે તમારી કોશિશ અને મહેનત સફળ થશે. કોઇ વારસાગત કાર્યો પણ સંપન્ન થઇ શકે છે તથા એકબીજા સાથેના સંબંધોમાં પણ સુધાર આવી શકે છે.

નેગેટિવઃ- કોઇ સાથે ખોટા વિવાદમાં પડશો નહીં. તમે તમારા કામમાં જ વ્યસ્ત રહી શકો છો. દિવસના બીજા પક્ષમાં થોડું પ્રતિકૂળ પરિણામ મળી શકે છે. બનતા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. ખર્ચના મામલે વધારે દરિયાદિલી ન રાખો.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતા કાર્યો શરૂ કરવા માટે સમય અનુકૂળ છે.

લવઃ- પતિ-પત્નીમાં એકબીજા સાથે તાલમેલ સારું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો.

અન્ય સમાચારો પણ છે...