રવિવારનું રાશિફળ:મેષ, તુલા, મકર સહિત 6 રાશિના જાતકોને ગ્રહો અણધાર્યો ફાયદો કરાવશે, પ્રગતિ-સિદ્ધિના યોગ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

16 ઓક્ટોબર, રવિવારના રોજ મેષ રાશિના જાતકોને ગ્રહોનો સાથ મળશે. મિથુન અને કર્ક રાશિના નોકરિયાત લોકો માટે સારો દિવસ છે. સિંહ રાશિના લોકોને પ્રમોશન મળવાના યોગ છે. તુલા રાશિના જાતકોને અણધાર્યો ફાયદો મળી શકે છે. મકર રાશિના જાતકોનાં આવક સાથે સંકળાયેલાં અટવાયેલાં કામ પૂરાં થઈ શકે છે. આ સિવાય અન્ય રાશિના જાતકો માટે દિવસ સામાન્ય રહેશે.

16 ઓક્ટોબર, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે બહારના સંપર્કોનો ફાયદો થશે. સમજણ અને વિવેકથી કાર્ય કરવાની દરેક બાજી તમારા પક્ષમાં રહેશે. પરિવારના તથા મિત્રો સાથે પણ સારો સમય પસાર થશે. સાથે જ ખર્ચ કરવાની પણ ઇચ્છા રહેશે.

નેગેટિવઃ- કોઈપણ નિર્ણય ઇમોશનલ થઈને લેશો નહીં. જમીન સાથે જોડાયેલાં મામલાઓમાં મુશ્કેલીઓ આવી શકે છે. કોઈપણ મોટો નિર્ણય લેતા પહેલાં તેના અંગે ગંભીરતાથી ચર્ચા-વિચારણાં કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્ય ક્ષમતામાં વધારો થઈ શકે છે.

લવઃ- લગ્ન માટે સારો સંબંધ આવે તેની શક્યતા છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- પરિવારમાં કોઇ સભ્યના લગ્ન કે સગાઈને લગતી કોઈ માંગલિક કાર્યની રૂપરેખા બનશે. વિદેશ જવા માટે કોશિશ કરી રહેલાં લોકોને કોઈ શુભ સમાચાર મળી શકે છે. તમારી પ્રતિભા અને વ્યક્તિત્વના લોકો વખાણ કરશે.

નેગેટિવઃ- પરિવારને લગતા કોઈપણ કાર્યમાં વધારે ખોટા ખર્ચ થઈ શકે છે. હાલ આવકની સ્થિતિ મધ્યમ રહેવાના કારણે બજેટનું ધ્યાન રાખવું જરૂરી છે. ભાઇઓ સાથે સંબંધ મધુર જાળવી રાખવા માટે તમારે કોશિશ કરવી પડશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં હાલ વર્તમાન પરિસ્થિતિઓના કારણે વધારે સુધાર આવવાની શક્યતા છે.

લવઃ- પતિ-પત્નનીના સંબંધ સામાન્ય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને પેટમાં ઇન્ફેક્શન જેવી પરેશાની રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમારી કોશિશ દ્વારા સંબંધની કિંમત અને મહત્ત્વ જળવાયેલાં રહેશે. કોઈ અટવાયેલાં કે ઉધાર આપેલાં રૂપિયા પાછા મળવાથી મનમાં સંતોષ રહી શકે છે. પ્રોપર્ટીને લગતા કોઈ કામ આજે પૂર્ણ થઈ શકે છે.

નેગેટિવઃ- ખોટી અવરજવરમાં તમારો સમય નષ્ટ ન કરો. આ સમયે માર્કેટિંગને લગતા પણ કોઈ કાર્યમાં ઉત્તમ ફળ મળી શકશે નહીં. આર્થિક મામલાઓને લઇને થોડા સંબંધ ખરાબ થઈ શકે છે. એટલે લેવડ-દેવડને લગતી ગતિવિધિઓમાં સાવધાની જાળવો.

વ્યવસાયઃ- વ્યવસાયને લગતા કાર્યો માટે હાલ સમય વધારે અનુકૂળ નથી.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને થોડી ચિંતા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે કામના કારણે પગમાં તથા કમરના દુખાવાની સમસ્યા રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમારા સિદ્ધાંતો ઉપર અડગ રહેવું તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. આ વાતનું ધ્યાન રાખો કે તમને તમારી મહેનત દ્વારા જ તમારી મહત્ત્વકાંક્ષાઓની પૂર્તિ કરવાની રહેશે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિનો સહયોગ પણ બની રહેશે.

નેગેટિવઃ- ભાઈઓ સાથે સંબંધોમાં કટુતા આવી શકે છે. તમારી માનસિક સ્થિતિને સ્થિર જાળવી રાખો તથા મનમા નકારાત્મક વિચાર ઉઠે નહીં તેનું ધ્યાન રાખો. કોઇ મહત્ત્વપૂર્ણ વસ્તુના ચોરી થવાની પણ શક્યતા છે.

વ્યવસાયઃ- વેપારને લગતા કાર્યોમાં તમારી કોઈ નવી તકનીક કે હુનર સફળતા સુધી લઇ જશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં થોડો મતભેદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- થોડો સમય એકાંતમા કે અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ પસાર કરો.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલાં પારિવારિક વિવાદ દૂર કરવાનો યોગ્ય સમય છે. સુખ-સમૃદ્ધિમા વધારો થવાના પણ અણસાર છે. પરિવાર સાથે કોઈ ધાર્મિક ગતિવિધિમાં પણ શાંતિપૂર્ણ સમય પસાર થઈ શકે છે.

નેગેટિવઃ- તમારા સ્વભાવમાં ઇગો જેવી સ્થિતિ સામેલ ન થાય તેનું ધ્યાન રાખો. સરળ સ્વભાવ જ જાળવી રાખો. યોજના ઉપર કામ કરતા પહેલાં તેના અંગે યોગ્ય ચર્ચા-વિચારણાં કરો. કોઇ સંબંધીની ખોટી વાતને લઇને નકારાત્મક વિચાર પણ ઊભા થઈ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં તમારા વિચારોને જ સર્વોપરિ રાખો.

લવઃ- કુંવારા લોકો માટે સારો સંબંધ આવવાની શક્યતા છે.

સ્વાસ્થ્યઃ- થાક અને અનિદ્રાની સ્થિતિથી પરેશાન રહી શકો છો.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- સમય થોડો મિશ્રિત ફળદાયી રહી શકે છે. નવી યોજનાઓ બનાવવા માટે સમય અનુકૂળ છે. તમને તમારી મહેનત અને કોશિશનું સાર્થક પરિણામ મળી શકે છે. નાણાકીય સ્થિતિમાં પણ સુધાર આવી શકે છે.

નેગેટિવઃ- કોઇ સંબંધીની અંતિમ યાત્રામાં સામેલ થવું પડી શકે છે, જેના કારણે મનમાં વૈરાગ્યનો ભાવ રહી શકે છે. થોડો સમય અધ્યાત્મિક ગતિવિધિઓમાં પસાર કરવાથી સુકૂન મળી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં વર્તમાન પરિસ્થિતિઓનો હાલ પ્રભાવ રહી શકે છે.

લવઃ- પ્રેમ સંબંધોને પારિવારિક સ્વીકૃતિ મળવાથી મનમાં પ્રસન્નતા રહેશે,

સ્વાસ્થ્યઃ- વાળ ખરવાની સમસ્યા વધી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ ભાગ્યને પ્રબળ કરી રહી છે. જો કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય ઉપર રૂપિયાનું રોકાણ કરવાનું વિચાર રહ્યા છો તો તરત નિર્ણય લેવો. ઘરમાં પણ સજાવટને લગતા કાર્યોમાં કોઇ ફેરફારની યોજના બની શકે છે.

નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધીના કારણે મનમુટાવ થવાની શક્યતા છે. જેનો પ્રભાવ ઘર-પરિવાર ઉપર પડી શકે છે. ક્યારેય બધાને ખુશ રાખવાની કોશિશમાં તમે તમારા માટે પરેશાની ઊભી કરી શકો છો.

વ્યવસાયઃ- વર્તમાન સમયમાં ચાલી રહેલાં વ્યવસાયિક કાર્યો સાથે-સાથે થોડા નવા કામ ઉપર પણ તમારું ધ્યાન રાખો.

લવઃ- લગ્ન સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં થોડી નબળાઈ અનુભવ થઈ શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- કોઈપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય ન લઇને વર્તમાન ગતિવિધિઓ ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત રાખો. સાથે જ પરિજનોનો સહયોગ તમને નિર્ણય લેવામાં મદદ કરી શકે છે. પ્રોત્સાહિત કાર્યોના કારણે સમાજમાં પણ માન-સન્માન વધશે.

નેગેટિવઃ- વધારે ચર્ચા-વિચારણાં કરવી અને તેમાં સમય પસાર કરવો તમારી કાર્ય ક્ષમતાને પ્રભાવિત કરી શકે છે. લોકો સાથે મનોરંજન રાખતી સમયે તમારા સ્વભાવમાં લચીલાપણુ લાવો.

વ્યવસાયઃ- બધા જ વ્યવસાયિક કાર્ય યોગ્ય રીતે ચાલતા રહેશે.

લવઃ- પ્રેમ સંબંધો વધારે ગાઢ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ અને તાવની સમસ્યા વધી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ સમયે તમારી ઊર્જાને એેકઠી કરીને ફરીથી નવી નીતિઓ જાળવી રાખવાની જરૂરિયાત છે. તમારી યોજનાઓને શરૂ કરવ માટે સમય સારો છે. વારસાગત સંપત્તિના મામલે આજે કોઇ ઉકેલ મળી શકે છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે મહેનત કરવાથી જ ભાગ્યનો પણ સહયોગ મળી શકે છે. માતા-પિતા સમાન કોઇપણ વ્યક્તિ સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું પરંતુ તેમનું માન-સન્માન પણ જાળવી રાખવું.

વ્યવસાયઃ- તમારી કાર્યપ્રણાલીમાં ફેરફાર વેપાર માટે પોઝિટિવ પરિસ્થિતિ જાળવી રાખવી.

લવઃ- પારિવારિક મામલાઓને શાંતિથી દૂર કરવાં.

સ્વાસ્થ્યઃ- મેડિટેશન ચોક્કસ કરવું જોઈએ.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજનું ગ્રહ ગોચર તમારા કર્મ ઉપર વિશ્વાસ રાખીને આગળ વધવાની પ્રેરણા આપી રહ્યું છે. અન્ય ઉપર વિશ્વાસ કે આશા ન રાખીને તમારી કાર્યક્ષમતા ઉપર જ વિશ્વાસ રાખો. પ્રકૃત્તિ ચોક્કસ જ તમારી મદદ કરી શકે છે.

નેગેટિવઃ- વ્યવહારમાં શંકા જેવી સ્થિતિ ઊભી થવા દેશો નહીં. વિદ્યાર્થીઓ પોતાના કોઇ પ્રોજેક્ટમાં અસફળ થવાના કારણે થોડા તણાવમાં રહી શકે છે. નિરાશ થવું નહીં ફરી વિચાર કરવો.

વ્યવસાયઃ- વ્યવસાયિક વિકાસ માટે તમારા સંપર્ક સૂત્રોને વધારે મજબૂત કરો. આવું કરવાથી નવા કરાર મળી શકે છે. આ સમયે કર્મચારીઓ તથા સહયોગીઓનો પણ તમારી ક્ષમતા પ્રમાણે પૂર્ણ સહયોગ મળી શકશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- પરિસ્થિતિવશ કાર્યોમાં ચાલી રહેલી મુશ્કેલીઓથી આજે થોડી રાહત મળી શકે છે. જેથી તમે સુકૂન અને રાહત અનુભવ કરી શકો છો. કોઈ પોલિસી વગેરે મેચ્યોર થવાના કારણે પ્રોપર્ટીના કામ કરવાને લગતી યોજના પણ બની શકે છે.

નેગેટિવઃ- વધારે જવાબદારી પોતાના ઉપર લેવાની જગ્યાએ તેમને વેચતા શીખો. કેમ કે કામ વધારે રહેવાની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે. સાથે જ દેખાડાની પ્રવૃત્તિના કારણે ખોટો ખર્ચ ન કરશો.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે તમારા દ્વારા કરવામાં આવતી મહેનતનું યોગ્ય પરિણામ મળી શકે છે.

લવઃ- પ્રેમ પ્રસંગો વધારે ગાઢ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- કામ વચ્ચે આરામ પણ લેતા રહેવું.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત તમને ફ્રેશ કરી શકે છે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું નિવારણ પણ તમને તણાવમુક્ત કરી શકે છે. આ સમયે અનેક પ્રકારની લાભદાયક અને સુકૂનપૂર્ણ પરિસ્થિતિઓ બની શકે છે.

નેગેટિવઃ- બાળકો ઉપર વધારે પ્રતિબંધ લગાવશો નહીં. તેનાથી તેમના આત્મબળમાં ઘટાડો આવી શકે છે. સાથે જ આ વાતનું પણ ઘ્યાન રાખો કે તમારા ગુસ્સા અને અહંકારના કારણે કોઈ નજીકના મિત્ર સાથે નિરાશા પણ ઊભી થઈ શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં કાર્યની પ્રગતિને લઇને થોડા મહત્ત્વપૂર્ણ અવસર મળી શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમા મધુરતા જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર અને રાહત મેળવવા માટે થોડો સમય આરામ કરો.