16 ઓક્ટોબરનું રાશિફળ:શુક્રવારે સિંહ જાતકોએ ધનને લગતી નીતિઓમાં વધારે ઉતાવળ કરવી નહીં, ગુસ્સા પર કાબૂ રાખવો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચંદ્રમા તથા મંગળનો દૃષ્ટિસંબંધ હોવાને કારણે સાત રાશિના જાતકોને નોકરી તથા બિઝનેસમાં લક્ષ્મીયોગનો ફાયદો
  • સૂર્ય-ચંદ્રમા તથા મંગળ સામસામે હોવાને કારણે કેટલાક જાતકોને લેવડ-દેવડ તથા રોકાણમાં નસીબનો સાથે મળશે

16 ઓક્ટોબર, શુક્રવારના રોજ કન્યા રાશિમાં સૂર્ય-ચંદ્રમાની યુતિ રહેશે. આ બંને ગ્રહોની સામે મંગળ રહેશે. ગ્રહની શુભ સ્થિતિને કારણે મિથુન, કર્ક, કન્યા, વૃશ્ચિક, મકર, કુંભ, મીન રાશિના જાતકોને ફાયદો થઈ શકે છે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના મતે આ રાશિના જાતકોને નોકરી તથા બિઝનેસમાં ધન લાભ થવાનો યોગ છે. લેવડ-દેવડ તથા રોકાણમાં પણ નસીબનો સાથ મળશે. તો વૃષભ તથા તુલા રાશિના જાતકોએ આખો દિવસ સંભાળીને રહેવું. કોઈપણ નિર્ણય સમજીવિચારીને લેવો. આ ઉપરાંત મેષ, સિંહ તથા ધન રાશિના જાતકો માટે મિશ્ર દિવસ રહેશે. આજે અધિક માસનો છેલ્લો છે.

16 ઓક્ટોબર, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે એ અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ

મેષઃ-

પોઝિટિવઃ- આજે ભાવુકતાની જગ્યાએ પ્રેક્ટિકલ થઇને તમે તમારાં કાર્યો પૂર્ણ કરો. જેથી તમે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં સફળ રહેશો. જો ઘર બદલવાનું વિચારી રહ્યા છો તો આજે એ અંગે મહત્ત્વપૂર્ણ વાતચીત થઇ શકે છે.

નેગેટિવઃ- તમારે તમારા વ્યવહાર પર વિચાર કરવો જરૂરી છે, કેમ કે ક્યારેક તમારો ગુસ્સો અને ઉતાવળ તમારાં બનતાં કાર્યોને ખરાબ કરી શકે છે. તમારી આ ઊર્જાને પોઝિટિવ રૂપમાં ઉપયોગમાં લેશો તો તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે.

વ્યવસાયઃ- લાંબા સમયથી વેપારમાં જે ગતિવિધિઓ મંદ હતી, હવે તેમાં થોડી ગતિ આવશે.

લવઃ- ઘર તથા વેપારમાં તાલમેલ જાળવી રાખવામાં તમે સફળ રહેશો.

સ્વાસ્થ્યઃ- આર્થિક ગતિવિધિઓને લઇને મનમાં નિરાશા અને ડિપ્રેશન જેવી સ્થિતિ રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમે તમારી બૌદ્ધિક ક્ષમતાના બળે થોડાં એવાં પોઝિટિવ પરિણામો પ્રાપ્ત કરશો, જેનાથી તમને તમારા પર ગર્વ અનુભવ થશે. સમાજ અને નજીકના સંબંધીઓ વચ્ચે તમારું સન્માન વધશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઇ જૂના મુદ્દા ફરી ઊભા થઇ શકે છે, જેને કારણે નજીકના મિત્રો સાથે સંબંધ ખરાબ થવાની આશંકા છે. ઘરના વડીલોનું યોગ્ય માન-સન્માન કરો. તેમની સાથે થોડો સમય પસાર કરો.

વ્યવસાયઃ- વ્યાવસાયિક કાર્યોમાં આજે તમને થોડી ખામી અનુભવાશે.

લવઃ- જીવનસાથીનો સહયોગ અને ધૈર્ય તમારું મનોબળ વધારશે.

સ્વાસ્થ્યઃ- ખરાબ વિચારોથી તમારી અંદર ડિપ્રેશન જેવી સ્થિતિ ઊભી થઇ શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારી બુદ્ધિમત્તા અને કાર્યક્ષમતા દ્વારા ઘર-પરિવારની સમસ્યાઓનો ઉકેલ મેળવવામાં સમર્થ રહેશો. આ સમય ગ્રહ સ્થિતિઓ તમારા ભાગ્યને પ્રબળ કરી રહી છે. જો કોઇ સ્થાને રૂપિયા અટવાયેલા છે તો આજે તેની વસૂલી કરવાનો પણ યોગ્ય સમય છે.

નેગેટિવઃ- થોડી નકારાત્મક વાતોને તમારા પર હાવી થવા દેશો નહીં. તેના દ્વારા કોઇ સાથે સંબંધ ખરાબ થવા સિવાય કઇં જ પ્રાપ્ત થશે નહીં. સાથે જ કોઇ સાથે વિનાકારણે વિવાદ કરશો નહીં કે કોઇની વાતમાં દખલ કરશો નહીં.

વ્યવસાયઃ- મશીનને લગતા કારોબારમાં થોડા નવા ઓર્ડર મળી શકે છે.

લવઃ- લગ્ન સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- તાવ અને ઉધરસની ફરિયાદ રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમે તમારી મહેનત દ્વારા પરિસ્થિતિઓને ઘણી હદે તમારી અનુકૂળ બનાવી છે. આજે તમને આ મહેનતનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થવાનું છે. વિરોધી પરાજિત થશે. તમારાં કાર્યોને યોજનાબદ્ધ રીતે સંપન્ન કરો, સફળતા જરૂર પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- સફળતાઓ જલદી પ્રાપ્ત કરવાની કામનાના કારણે કોઇ અનુચિત કાર્ય કરવાનું વિચારશો નહીં. આવું કરવાથી તમારી બદનામી થઇ શકે છે. વિદ્યાર્થીઓ પણ મનોરંજન તથા ખોટાં કાર્યોમાં પડીને કરિયર સાથે બાંધછોડ કરે નહીં.

વ્યવસાયઃ- વ્યાવસાયિક ગતિવિધિઓ પર ગંભીરતાથી કામ કરવું પડશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- સીઝનલ બીમારીઓ, જેમ કે ઉધરસ, તાવ જેવી સ્થિતિ રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે તમારો સમય તમારી કાર્યપ્રણાલીમાં પરિવર્તન લાવવા હેતુ યોજનાઓમાં પસાર થશે, જેનાથી તમારી કાર્યક્ષમતા વધારે સશક્ત થશે અને યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. ધનને લગતી નીતિઓમાં ઉતાવળ કરશો નહીં.

નેગેટિવઃ- વારસાગત પ્રોપર્ટીને લગતા કોઇ વાદ-વિવાદ વધી શકે છે, એટલે આજે તેને લગતાં કોઇપણ કાર્યને ટાળો. હાલ તમારો સ્વભાવ તમારા માટે જ પરેશાનીનું કારણ બની શકે છે. તમારા ગુસ્સા પર કાબૂ રાખવો જરૂરી છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કરેલી મહેનતનું જલદી અને યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

લવઃ- જીવનસાથીને તમારો ભાવનાત્મક સહયોગ મળશે, જેના કારણે તમે તમારાં કાર્યો પ્રત્યે સંપૂર્ણ ધ્યાન આપી શકશો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આર્થિક ગતિવિધિઓને વધારે સારી જાળવી રાખવા માટે તમારી મહેનત સફળ રહેશે. આવકના સ્ત્રોત પણ વધશે. કોઇપણ કામને યોજનાબદ્ધ રીતે કરવાથી તમારી પરેશાનીઓ ઘટાડશે. કોઇ શુભ સમાચાર મળી શકે છે.

નેગેટિવઃ- ઘરના કોઇ સભ્યના સ્વાસ્થ્યને લઇને કોઇ સમસ્યા હોવાથી મનમાં થોડી પરેશાની રહેશે, જેનાથી તમારી કાર્યક્ષમતામાં ઘટાડો આવી શકે છે. કોઇની ચાલાકી અને ભોળી વાતોમાં આવશો નહીં.

વ્યવસાયઃ- જો તમે કારોબારમાં કોઇ નવો પ્રયોગ કરી રહ્યા છો તો કોશિશ કરતા રહો. તમને સારું પરિણામ પ્રાપ્ત થશે.

લવઃ- પારિવારિક પરિસ્થિતિઓ સારી જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- બ્લડપ્રેશરને લગતી સમસ્યાઓ વધી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે ઘરમાં સંબંધીઓની અવર-જવર રહેશે. બધા લોકોને મળવાથી ઉત્સાહભર્યું વાતાવરણ રહેશે. કોઇ ધાર્મિક આયોજનનો પણ પ્રોગ્રામ બની શકે છે. અટવાયેલું પેમેન્ટ મળવાથી આર્થિક સ્થિતિ પણ સારી રહેશે.

નેગેટિવઃ- ઘરની કોઇ સમસ્યાને લઇને ગુસ્સો કરવાની જગ્યાએ એકબીજા સાથે મળીને તેનો ઉકેલ લાવવો જોઇએ, કેમ કે ગુસ્સાના કારણે પરિસ્થિતિઓ વધારે ખરાબ થઇ શકે છે, સાથે જ આ વાતનું પણ ધ્યાન રાખવું કે વડીલોનું અપમાન કે માનહાનિ જેવી સ્થિતિ ન બને.

વ્યવસાયઃ- આજે કોઇપણ પ્રકારનું પેપર વર્ક કરતી વખતે વધારે સાવધાની જાળવી રાખવી જરૂરી છે.

લવઃ- લગ્ન સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને પેટને લગતી કોઇ પ્રકારની તકલીફ થઇ શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે કોઇપણ કામને કરવામાં હૃદયની જગ્યાએ દિમાગના અવાજને વધારે મહત્ત્વ આપો, કેમ કે ભાવુકતામાં કામ ખરાબ થઇ શકે છે. નવી સંભાવનાઓ પ્રાપ્ત થવાની છે, એટલે હાથમાં આવેલી ઉપલબ્ધિને તરત પ્રાપ્ત કરો.

નેગેટિવઃ- યાત્રાને લગતા કોઇપણ કાર્યને ટાળવા યોગ્ય રહેશે, કેમ કે તેનાથી કોઇપણ પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થવાની સંભાવના નથી. કોઇ નજીકના સંબંધી સાથે કોઇ પ્રકારનો ક્લેશ અને વાદ-વિવાદની સ્થિતિ બની શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં આ સમયે વર્તમાનમાં જે ચાલી રહ્યું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો.

લવઃ- ક્યારેક ચીડિયાપણું અને ગુસ્સો પરિવારમાં તણાવ ઉત્પન્ન કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે પરિસ્થિતિઓ તમારી અનુકૂળ છે. ખાસ કરીને મહિલાઓ માટે દિવસ સારો રહેશે. થોડી નવી યોજનાઓ બનશે. સાથે જ ઘરના વડીલોના આશીર્વાદ અને સ્નેહ પણ તમારા ભાગ્યમાં વૃદ્ધિ કરશે.

નેગેટિવઃ- તમારી ક્ષમતાથી વધારે કામ કરવાથી તેનો દુષ્પ્રભાવ તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે. એટલે કાર્યભાર હળવો કરવા માટે તમારા કામને અન્ય સાથે વહેંચો. જૂની નકારાત્મક વાતોને યાદ કરવાની જગ્યાએ તમારા વર્તમાનમાં જીવવું યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- જો વેપારને લગતી કોઇ તપાસ ચાલી રહી છે તો તેનું પરિણામ તમારા પક્ષમાં આવશે નહીં, જેના કારણે તમે ચિંતિત રહેશો.

લવઃ- પતિ-પત્નીમાં નાની વાતને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- લોહી અને પગને લગતી કોઇ સમસ્યા થઇ શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ મહિલાઓ માટે ખૂબ જ શુભ છે. તેમની ક્ષમતા અને પ્રતિભાઓ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશે. મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓ સાથે સંપર્ક સ્થાપિત થશે અને કોઇ વડીલ વ્યક્તિની મદદથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પણ પૂર્ણ થઇ જશે.

નેગેટિવઃ- કોઇ સાથે ખોટો વિવાદ કરશો નહીં. તેનાથી તમારું જ નુકસાન થઇ શકે છે તથા સમય ખરાબ થઇ શકે છે. વર્તમાન પરિસ્થિતિઓ પર જ તમારું ધ્યાન કેન્દ્રિત કરો.

વ્યવસાયઃ- વેપારમાં ધનને લગતી તથા પેપર્સને લગતાં કાર્યો અંગે સંપૂર્ણ પારદર્શિતા રાખવી જરૂરી છે.

લવઃ- પતિ-પત્નીએ એકબીજાને મહત્ત્વ આપવું જોઇએ.

સ્વાસ્થ્યઃ- વધારે કામના કારણે પગમાં દુખાનો અને સોજાની સમસ્યા રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે પ્રોપર્ટીના કોઇ ગંભીર મુદ્દા પર વિચાર થઇ શકે છે, જેનું પરિણામ પોઝિટિવ રહેશે. માત્ર આ વાતનું ધ્યાન રાખો કે ભાવુકતામાં આવીને કોઇપણ નિર્ણય લેશો નહીં. ધાર્મિક આયોજનમાં જવાનો અવસર પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- પારિવારિક કાર્યોમાં તમારે દખલ કરવી નહીં. બધાને પોતાના પ્રમાણે સ્વતંત્રતા આપો. તેનાથી તેમનો આત્મવિશ્વાસ જાગ્રત થશે અને તમારો ભાર પણ હળવો થશે. યુવાવર્ગ ખોટા પ્રેમ સંબંધોમાં પડીને પોતાનો સમય નષ્ટ કરે નહીં.

વ્યવસાયઃ- આજે વ્યવસાયમાં કોઇ પ્રકારના મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો નહીં.

લવઃ- ઘર-પરિવારનાં કાર્યોમાં સહયોગ કરવો પરિવારજનોને સુખ આપશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- તમારો થોડો સમય આધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં પસાર કરવો. તમારી અંદર એક નવી ઊર્જાનો સંચાર કરશે. વિદ્યાર્થી વર્ગ પોતાનો કોઇ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી ગર્વ અનુભવ કરશે.

નેગેટિવઃ- પેરન્ટ્સ પોતાનાં બાળકો સાથે મિત્રતાભર્યો વ્યવહાર જાળવી રાખે. વધારે અંકુશ લગાવવાથી તેમના સ્વભાવને વધારે જિદ્દી બનાવી શકે છે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક દૃષ્ટિએ પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે. તેનો ભરપૂર ફાયદો ઉઠાવો.

લવઃ- લગ્નજીવન ઉત્તમ રહેશે.

સ્વાસ્થ્યઃ- જે વ્યક્તિઓને બ્લડપ્રેશરની સમસ્યા છે તેમણે બેદરકારી રાખવી નહીં.