ગુરુવારનું રાશિફળ:ગુરુવારનું ગ્રહ ગોચર મેષ જાતકોના પક્ષમાં રહેશે, આ રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

16 જૂન, ગુરુવારના રોજ બ્રહ્મ તથા પ્રજાપતિ નામના બે શુભ યોગ બની રહ્યા છે. કર્ક રાશિ માટે દિવસ શુભ રહેશે. કન્યા રાશિને નોકરી તથા બિઝનેસમાં નસીબનો સાથ મળશે. બિઝનેસ તથા રોકાણમાં તુલા રાશિ માટે દિવસ સાનુકૂળ રહેશે. આ ઉપરાંત કોઈ પણ નવું કામ શરૂ કરવા માટે મિથુન તથા વૃશ્ચિક રાશિ માટે દિવસ યોગ્ય નથી. અન્ય રાશિઓ માટે દિવસ સામાન્ય રહેશે.

16 જૂન, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજનું ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. સંતાનના ભવિષ્યને લઈને થોડી લાભદાયક યોજના ફળીભૂત થશે. જેથી તેમાં આત્મવિશ્વાસ વધશે. સામાજિક ગતિવિધિઓમાં વ્યસ્તતા વધશે. ઘરમાં કોઈ નજીકના મહેમાન આવવાથી સુખમય વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- આ સમયે તમારો સફળતાનો દેખાડો કરવાનું બંધ કરો. જો આ સમયે વાહનને લગતી કોઈ લોન લેવાની યોજના બની રહી છે, તો પહેલાં તેના અંગે યોગ્ય વિચાર કરો. ઘરના વડીલોના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું.

વ્યવસાયઃ- કોઈ નવા કામની શરૂઆત થશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સારો તાલમેલ જળવાયેલો રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વાહન સાવધાની પૂર્વક ચલાવો

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે તમારી કોઈ ઇચ્છા પૂર્ણ થશે. જેના કારણે મનમાં આનંદ રહી શકે છે. નવા કાર્યોની યોજના બનશે તથા તેને શરૂ કરવા માટે થોડા લોકોનો સહયોગ પણ પ્રાપ્ત થઈ શકે છે. આ સમયે આત્મ વિશ્લેષણ દ્વારા પોતાના વ્યક્તિત્વમાં વધારે નિખાર લાવવાની કોશિશ કરો.

નેગેટિવઃ- હાલ પોતાને સાબિત કરવા માટે વધારે મહેનતની જરૂરિયાત રહેશે. આર્થિક મામલે હાથ ઢીલો રહી શકે છે. આ સમયે તમારી ગતિવિધિઓને ગુપ્ત રાખો, નહીંતર કોઈ કાર્યમાં વિઘ્ન આવી શકે છે.

વ્યવસાયઃ- વીમા તથા કમીશનને લગતા કાર્યોમાં વધારે સફળતા પ્રાપ્ત થશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધમાં અહંકારને લઈને થોડો વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ તથા તાવની પરેશાની રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલાં તણાવથી આજે રાહત મળી શકે છે. કોઈપણ મહત્ત્વપૂર્ણ કાર્યને કરતા પહેલાં પોતાના પરિવારના સભ્યોની સલાહ લો. સંતાનના કરિયરને લગતી કોઈ સૂચના મળવાથી ઘરમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- આજે કોઈપણ જગ્યાએ રૂપિયાનું રોકાણ કરશો નહીં. કેમ કે તેના માટે સમય અનુકૂળ નથી. કોઈ સાથે સંબંધ ખરાબ ન કરો. નહીંતર સમાજમાં તમારી છાપ ખરાબ થઈ શકે છે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ ઉપર વધારે ધ્યાન આપવું.

વ્યવસાયઃ- જો તમારો પારિવારિક વ્યવસાય છે તો તેના ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ.

લવઃ- પરિવારના સભ્યોનો સહયોગ તથા એકબીજા પ્રત્યે સમર્પણની ભાવના ઘરના વાતાવરણને સુખમય જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- ક્યારેક થોડા નકારાત્મક વિચાર હાવી થઈ શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- રૂપિયાની આવકની દૃષ્ટિએ સમય શ્રેષ્ઠ છે. તમે તમારા વિચાર અને બુદ્ધિમત્તાથી દરેક સમસ્યાનો ઉકેલ શોધવામાં સક્ષમ રહેશો. કોઈ સંત કે ગુરુના સાનિધ્યમાં રહેવું તમને માનસિક શાંતિ પ્રદાન કરી શકે છે.

નેગેટિવઃ- તમારો વધારે અનુશાસિત સ્વભાવ અન્ય લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે. તમારા ઉપર જવાબદારીઓનો ભાર રહેશે. આ સમયે કોઈપણ પ્રકારની યાત્રા ન કરો, તમારા માટે નુકસાનદાયી સાબિત થઈ શકે છે.

વ્યવસાયઃ- આજે કાર્યક્ષેત્રમાં તમારા કામ કરવાનો જોશ અને ઉત્સાહ ગજબનો રહેશે.

લવઃ- તમે પારિવારિક જીવનમાં તાલમેલ જાળવી રાખશો.

સ્વાસ્થ્યઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી પરેશાનીમાં સુધાર આવી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે તમે દરેક કામને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવાની કોશિશ કરશો અને સફળતા પણ પ્રાપ્ત થશે. તમારી અંદર આત્મિક શાંતિ જળવાયેલી રહેશે. સંબંધીઓ તથા પાડોસીઓ સાથે સંબંધોમાં વધારે સુધાર આવશે

નેગેટિવઃ- ધ્યાન રાખો કે ગુસ્સા અને જિદ્દ જેવી નકારાત્મક વાતોના કારણે તમારા થોડા કાર્યો ખરાબ થઈ શકે છે. આવકના સાધનમાં થોડી ખામી આવી શકે છે. જેના કારણે મન પરેશાન રહેશે,

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયિક કાર્યોમાં ખૂબ જ વધારે ધ્યાન રાખવું

લવઃ- પતિ-પત્ની વચ્ચે થોડી વિવાદની સ્થિતિ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણના કાણે શરીરમાં દુખાવો અને હળવો તાવ રહી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમે તમારા કર્મ તથા પુરૂષાર્થના માધ્યમથી થોડા મહત્ત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. આર્થિક સ્થિતિ પણ સુદઢ અને સશક્ત બની શકે છે. સંપૂર્ણ મને તમારા લક્ષ્ય પ્રત્યે સમર્પિત રહો.

નેગેટિવઃ- આ સમયે ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. બેદરકારીના કારણે રૂપિયા બરબાદ થઈ શકે છે. કોર્ટ કેસને લગતા મામલે આજે કોઈ પ્રકારનું સમાધાન મળવાની આશા નથી.

વ્યવસાયઃ- વેપારમાં તમારો કોઈ નવો પ્રયોગ અમલ કરવો લાભદાયી સાબિત થઈ શકે છે.

લવઃ- વિપરીત પરિસ્થિતિઓમાં જીવનસાથીનો પૂર્ણ સહયોગ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી પરેશાનીથી રાહત મળી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે થોડો સમય આત્મમંથન તથા એકાંતમાં પસાર કરવાની કોશિશ કરો. તેનાથી તમને દૈનિક મુશ્કેલીઓમાંથી છુટકારો મળી શકે છે. આજનો દિવસ ધનને લગતા કોઈ રોકાણ માટે ખૂબ જ ઉત્તમ રહી શકે છે.

નેગેટિવઃ- તમારા પરિવારની જરૂરિયાતોને ઇગ્નોર ન કરો. તેમનું ધ્યાન રાખવું તમારી મહત્ત્વપૂર્ણ જવાબદારી છે. ગુસ્સા અને આવેગમાં અનેકવાર બનતા કાર્યો છેલ્લાં સમયે અધૂરા રહી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં પરિસ્થિતિઓ સામાન્ય જ રહેશે.

લવઃ- ઘરમાં સુખ-શાંતિભર્યું વાતાવરણ રહી શકે છે

સ્વાસ્થ્યઃ- ગરમ-ઠંડા ખાનપાનના કારણે ગળું ખરાબ થઈ શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ સમયે તમારી વિત્તીય યોજનાને લગતા કાર્યો ઉપર વધારે ધ્યાન આપો. તે તમારા ભવિષ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઘરની દેખરેખને લગતા કાર્યોમાં યોગ્ય સમય પસાર થઈ શકે છે.

નેગેટિવઃ- કોઈપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાનું આજે ટાળો. તમે કોઈ દુવિધામાં ફસાઈ શકો છો. સંતાન પક્ષને લઈને પણ ચિંતા રહી શકે છે. શાંતિથી સમસ્યાનો ઉકેલ શોધવાની કોશિશ કરો

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે તમારી હાજરી જરૂરી રહી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સહયોગાત્મક તથા સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- અકારણ જ તણાવની સ્થિતિ રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- પોઝિટિવ પ્રવૃત્તિના લોકો સાથે સમય પસાર કરવાથી તમારી સામાજિક સીમા વધશે. તમે ભાવનાત્મક રીતે પોતાને સશક્ત અનુભવ કરશો. બધી જ પરેશાનીઓનો ઉકેલ તમારી બુદ્ધિમત્તા તથા વિવેકથી શોધવાની કોશિશ કરો

નેગેટિવઃ- ઉતાવળમાં લીધેલાં નિર્ણયો બદલવા પડી શકે છે. સમજી-વિચારીને જ કોઈ કામ શરૂ કરો. આર્થિક સ્થિતિને ઠીક કરવા માટે ખર્ચ ઉપર કાબૂ રાખો. તમારા અંગત કાર્યો માટે સમય ન મળવાથી મનમાં નિરાશા રહી શકે છે.

વ્યવસાયઃ- કારોબારમાં મનોવાંછિત પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારા ઉપર વધારે કામનો ભાર લેશો નહીં.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે કોઈપણ પ્રકારની સમસ્યાનું સમાધાન શોધવા માટે સમય ઉત્તમ છે, એટલે કોશિશ કરતા રહો. છેલ્લાં થોડા સમયથી જે યોજના બનાવી હતી, તે લક્ષ્યોને પ્રાપ્ત કરવાનો યોગ્ય સમય છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે તમારી ભાવનાઓ તથા ઉદારતાનો ખોટો ફાયદો પણ ઉઠાવવામાં આવી શકે છે. આર્થિક રીતે થોડી સમસ્યા ઊભી થઈ શકે છે. કોઈ સાથે સંપર્ક સ્થાપિત કરતી સમયે સાવધાન રહેવું જરૂરી છે.

વ્યવસાયઃ- જમીન કે વાહનને લગતી વ્યવસાયિક ગતિવિધિઓમાં સુધાર આવી શકે છે.

લવઃ- જીવનસાથી તથા પરિવાર સાથે હરવા-ફરવામાં સમય પસાર થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- ધનના મામલે આજનો દિવસ શ્રેષ્ઠ છે. ઘરમાં સુધારને લગતી યોજના બનાવતી સમયે વાસ્તુ નિયમોનું પાલન કરો. રોચક તથા જ્ઞાનવર્ધક સાહિત્યો વાંચવામાં પણ થોડો સમય પસાર કરો.

નેગેટિવઃ- કોઈ સાથે પણ વધારે વિવાદમાં પડશો નહીં. તેનાથી તમારી પણ માનહાનિ થવું શક્ય છે. પારિવારિક જવાબદારીઓ વધશે. તમે તેને નિભાવવામાં સક્ષમ રહેશો.

વ્યવસાયઃ- વેપારમાં બધા કામ યોગ્ય રીતે ચાલતા રહી શકે છે.

લવઃ- જીવનસાથી તથા પરિવારના સભ્યોનો સહયોગ તમારા મનોબળને જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને વાયુની તકલીફ રહી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- સમય માન-પ્રતિષ્ઠા વર્ધક છે. વિઘ્નો આવવા છતાંય મહત્ત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવામાં તમે સક્ષમ રહેશો. પોતાની આસપાસ પોઝિટિવ લોકો સાથે થોડો સમય પસાર કરવાથી તમે પોતાને માનસિક રીતે ખૂબ જ હળવા અનુભવ કરશો.

નેગેટિવઃ- તમારા બજેટને તમારી જરૂરિયાત પ્રમાણે સીમિત રાખો. બાળકોને વધારે ઢીલ આપશો નહીં. નહીંતર તેમની કોઇ નકારાત્મક ગતિવિધિઓથી પરેશાની ઊભી થઈ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આજે કામમાં થોડા વિઘ્ન આવી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઈ બહારની વ્યક્તિના કારણે ગેરસમજ ઊભી થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ જેવી મુશ્કેલીઓ વધી શકે છે.