16 જૂનનું રાશિફળ:મંગળવારે કન્યા જાતકોને ભાગ્યનો સાથ મળશે, તુલા રાશિના લોકો આરામ કરવાના મૂડમાં રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

16 જૂન, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- મેષ રાશિ ઉપર ચંદ્રનું ભ્રમણ અને રાશિ સ્વામી મંગળની લાભ ભાવમાં સ્થિતિ ખૂબ જ ઉત્તમ ગ્રહ સ્થિતિ બનેલી છે. આજે તમારે સમયનો ભરપૂર સદુપયોગ કરવો.

નેગેટિવઃ- રાશિમાં સ્થિત ચંદ્ર ક્યારેક-ક્યારેક ભાવુક મનઃસ્થિતિ બનાવશે જેના કારણે કોઇ નિર્ણય લેવામાં મુશ્કેલી થઇ શકે છે. આળસના કારણે કોઇ કામ ટળી શકે છે.

લવઃ- આજે ઘરમાં કોઇ માંગલિક કાર્ય સંબંધિત યોજના બની શકે છે.
વ્યવસાયઃ- નોકરિયાત લોકોએ પોતાની જોબ બદલવાની કોશિશ કરવી નહીં.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજકાલ તમારે તમારી ઉફર વધારે ધ્યાન આપવું અને તમારા વ્યક્તિત્વને નિખારવાની કોશિશ કરવી. સાથે જ તમારે અન્ય ક્ષેત્રોમાં પણ ઉન્નતિ માટે પ્રયાસરત રહેવું.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક તમારું વધારે સ્વાર્થી રહેવું મિત્રો સાથે સંબંધ ખરાબ કરી શકે છે. આજે કોઇ યાત્રા કે હરવા-ફરવા જવાથી બચવું. કોઇ લાભ થશે નહીં.

લવઃ-  પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.
વ્યવસાયઃ- નોકરિયાત લોકોએ પોતાના કામ ઉપર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- મિથુન રાશિના જાતકોને રાશિ સ્વામી બુધમાં જ વિરાજમાન રહીને તેમના પ્લાનિંગ કરવાની અદભૂત શક્તિ પ્રદાન કરી રહ્યો છે. સાથે જ, રાહૂ પણ તેમની કલ્પના શક્તિને નિખારી રહ્યો છે.

નેગેટિવઃ- આ સમયે તમારે તમારા અહંકારને કાબૂમાં રાખવો. ક્યારેક તમારો અહંકાર તમારી યોજનાઓને સાકાર કરવામાં મુશ્કેલી પેદા કરી શકે છે.

લવઃ- જીવનસાથીનું મનોબળ ઘટી શકે છે.
વ્યવસાયઃ- વ્યવાસાયિક સ્થળે ધૈર્ય જાળવી રાખવાની જરૂર છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારી બધી ઊર્જાને એકત્રિત કરીને કોઇ પ્રતિસ્પર્ધા માટે તમે પોતાને તૈયાર કરી રહ્યા છો. આજે કોઇ યાત્રા સંબંધિત નિર્ણય લેવો પડી શકે છે.

નેગેટિવઃ- વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. સફળતા નિશ્ચિત જ મળશે. આજે કોઇ બેદરકારી કરશો નહીં. આજે લાભની સ્થિતિ બનશે પરંતુ ખર્ચ પણ વધારે થશે.

લવઃ- જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે
વ્યવસાયઃ- પબ્લિક રિલેશન તમારા માટે કામના નવા સ્ત્રોત ઉત્પન્ન કરી શકે છે.
સ્વાસ્થ્યઃ- પેટના નીચલા ભાગમાં ગેસની સમસ્યા રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- સમયમાં પરિવર્તન આવી રહ્યું છે. લાભદાયક પરિસ્થિતિઓ બની રહી છે. આ સમયે તમારે કર્મ પ્રધાન રહેવું પડશે. આ સમયે તમારી અંદર ઊર્જાનું પ્રમાણ વધારે રહેશે.

નેગેટિવઃ- કોઇ કર્મચારી સાથે વાદ-વિવાદની સ્થિતિ પેદા કરશો નહીં. કોઇ કેસ બની શકે છે. ક્યાંક જતી સમયે રસ્તામાં તમારી વસ્તુઓને સંભાળો.

લવઃ- જીવનસાથી સાથે સંબંધ સામાન્ય રહેશે.
વ્યવસાયઃ- મીડિયા કે ફોન દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સમાચાર તમારા કામમાં ફાયદો કરી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારા રાશિનો સ્વામી બુધની કર્મભાવમાં ઉપસ્થિતિ તમને કર્મ પ્રધાન બનાવી રહી છે. સાથે જ, તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતમાં ભાગ્ય પણ તમારા પક્ષમાં કામ કરી રહ્યું છે.

નેગેટિવઃ- કર્મ પ્રધાન હોવાનો અર્થ છે કે, મહેનત તો કરવી પડશે ત્યારે ભાગ્ય પણ મદદગાર સાબિત થશે. આ સમયે તમારું કોઇ પેમેન્ટ અટકી શકે છે.

લવઃ- જીવનસાથીની સલાહ લઇને તમારે કોઇ નિર્ણય લેવો.
વ્યવસાયઃ- બહારના સ્ત્રોતથી કોઇ મોટો ઓર્ડર મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- દુર્ઘટનાની સંભાવના છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તુલા રાશિના જાતક આજે આરામ કરવાના મૂડમાં છે. ગ્રહ સ્થિતિ તમને આરામ કરવાની જગ્યાએ કામ કરવાના અવસર પ્રદાન કરી રહી છે. આ સમયે ઘરની બહાર જઇને કામમાં ધ્યાન આપો.

નેગેટિવઃ- આળસના કારણે ઘરમાં બેસી રહેવું થોડી ઉપલબ્ધિઓ દૂર કરી શકે છે. ઘરમાં જે સુધારા કરવા હોય તેના ઉપર વિચાર કરી શકો છો.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.
વ્યવસાયઃ- તમે તમારા સહયોગી ઉપર નિર્ણય છોડીને સ્વયં જ બધા કાર્યો કરો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ કહી રહી છે કે, તમે ઘરમાં રહીને જ તમારું બધું કામ પૂર્ણ કરો. તમારા મહત્ત્વપૂર્ણ નિર્ણય સ્થગિત રાખો. દરેક કામમાં થોડાં ફેરફારની જરૂરિયાત રહેશે.

નેગેટિવઃ- આજે રૂપિયા સંબંધિત કોઇ લેવડ-દેવડમાં મુશ્કેલી ઊભી થઇ શકે છે. આજે થોડી તણાવની સ્થિતિ પણ રહેશે.

લવઃ- આજે જીવનસાથી સાથે થોડો સમય વ્યતીત કરો
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આજે કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવો નહીં.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપો.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- તમારી અંદર ક્ષમતાઓ વધારે છે. પરંતુ તેમને હાલ તમારે નિખારવાની જરૂરિયાત છે. ધન રોકાણણની યોજના બનશે પરંતુ ગતિ ધીમી રહેશે.

નેગેટિવઃ- આજે તમારા મિત્રો પીઠ પાછળ થોડાં કામ ખરાબ કરવાની કોશિશ કરી શકે છે.

લવઃ- જીવનસાથીની સલાહ અને તમારું ભાગ્ય આજે સમસ્યાઓથી છુટકારો અપાવશે
વ્યવસાયઃ- પાર્ટનરશિપ સંબંધિત કોઇ ડીલ સ્થગિત રાખો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- રાશિ સ્વામી શનિ રાશિમાં જ વિરાજમાન થઇને તમને સમજી-વિચારીને નિર્ણય લેવાની શક્તિ પ્રદાન કરશે. સાથે જ, પરિવાર અને સમાજમાં સન્માન જાળવી રાખવામાં મદદગાર સાબિત થશે.

નેગેટિવઃ- અનેકવાર વધારે વિચારો કરવાથી ઘણી ઉપલબ્ધિઓ હાથમાંથી સરકી જાય છે. આ સમયે તણાવ હોય તો કોઇપણ કાર્યને કરશો નહીં.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક સંબંધ મધુર થશે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્ર સાથે સંબંધિત કામ સમયે પૂર્ણ થશે.
સ્વાસ્થ્યઃ- યોગ અને કસરત કરવા રહેવું.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમારી ઊર્જા તમને આજે આસપાસની ગતિવિધિઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરાવડાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ કોલ તમારા માટે નવા અવસર લાવી શકે છે.

નેગેટિવઃ- આજે ધન સંબંધિત કોઇ કાર્યને સાવધાનીપૂર્વક કરો. સંતાનને લઇને આજે ચિંતા થઇ શકે છે.

લવઃ- જીવનસાથીની કોઇ ડિમાન્ડ અથવા વધારે ખર્ચ કરવું તમારા માટે પરેશાની પેદા કરી શકે છે.
વ્યવસાયઃ- પ્રોપર્ટીના કાર્ય સંબંધિત આજે કોઇ ડીલ કરશો નહીં.
સ્વાસ્થ્યઃ- પગમાં સોજા થઇ શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે તમારું સંપૂર્ણ ધ્યાન તમારા ઉપર જ કેન્દ્રિત થશે. ચંદ્ર તમારી રાશિમાં વિરાજમાન રહીને તમને નવી નીતિઓમાં સહાયક છે. આજે તમને રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે.

નેગેટિવઃ- તમારી યોજનાઓના સફળ ન થવાથી તણાવ અનુભવ થઇ શકે છે.

લવઃ- જીવનસાથીને લઇને મનમાં કોમળ ભાવનાઓ રહેશે.
વ્યવસાયઃ- વ્યાપારિક ગતિવિધિઓ વધારે થઇ શકશે નહીં.
સ્વાસ્થ્યઃ- આજે થોડો આરામ કરવાનો મૂડ રહેશે.

અન્ય સમાચારો પણ છે...