તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંગળવારનું રાશિફળ:મંગળવારનો દિવસ વૃષભ જાતકો માટે પોઝિટિવ રહેશે, બપોર પછી ઘરની સ્થિતિ થોડી વિપરીત રહેશે

11 દિવસ પહેલા
  • મકર રાશિ માટે દિવસ સારો નથી, ઈજા થવાની શક્યતા, વાહન સંભાળીને ચલાવવું
  • સિંહ રાશિ કામકાજમાં ધ્યાન આપે નહીંતર મુશ્કેલી વધી શકે છે

16 ફેબ્રુઆરી, મંગળવારના રોજ વસંતપંચમી છે. આ સાથે જ ગ્રહ-નક્ષત્ર શુભ સ્થિતિમાં છે. 12માંથી 10 રાશિ માટે દિવસ સારો રહેશે. મેષ રાશિના નોકરિયાત જાતકોને સારા કામને કારણે પ્રમોશન મળી શકે છે. વૃષભ રાશિને આવકનો સોર્સ વધશે અને સમયસર તમામ કામો પૂરા થશે. મિથુન રાશિ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત કરશે. આ મુલાકાત ઘણી જ ફાયદાકારક રહેશે. કર્ક રાશિના જાતકો કામ કરવાની રીતમાં સુધારો કરશે. સાથે જ બિઝનેસમાં સારા ઓર્ડર મળી શકશે. કન્યા રાશિને આવકનો નવો સોર્સ મળશે. તુલા રાશિને નોકરીમાં ટાર્ગેટ પૂરા કરવામાં સફળતા મળશે. આ સાથે જ ફસાયેલા પૈસા પરત મળશે. વૃશ્ચિક રાશિના નોકરિયાત જાતકોના સંબંધો અધિકારી સાથે સુમેળભર્યા રહેશે. રોજિંદા કામો પૂરા થશે. ધન રાશિને આજે નસીબનો સાથ મળશે અને આત્મવિશ્વાસમાં વધારો થશે. કુંભ રાશિના જાતકોને રોકાણ સંબંધિત યોજના પર અમલ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. તો મીન રાશિ નવા કામ શરૂ કરવા માગે છે તો દિવસ સારો છે. આ ઉપરાંત સિંહ તથા મકર રાશિએ આખો દિવસ સાવચેતીથી પસાર કરવો.

16 ફેબ્રુઆરી, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યાં પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- ઘરના વડીલોની સલાહ તથા માર્ગદર્શન ઉપર અમલ કરો, નિશ્ચિત જ તમને યોગ્ય સફળતા પ્રાપ્ત થશે. જમીનને લગતા વિવાદોનો પણ ઉકેલ આવે તેવી શક્યતા છે. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓ સાથે જોડાવવું તમને માનસિક રૂપથી સ્વસ્થ રાખશે.

નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી કે મિત્ર સાથે મનમુટાવની સ્થિતિ બની રહી છે. તમારી કોઇ ગુપ્ત વાત પણ સાર્વજનિક થઇ શકે છે. જોકે, આ સમયે તમે વધારે મેલજોલના ચક્કરમાં ન પડીને તમારા કામ ઉપર ધ્યાન આપો. ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું.

વ્યવસાયઃ- વીમા, શેર બજાર વગેરે જેવા વ્યવસાય સાથે જોડાયેલાં લોકો નફો કમાશે.

લવઃ- કોઇપણ પરેશાનીમાં જીવનસાથીની સલાહ લો

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ અને ગળું ખરાબ થવાની મુશ્કેલીઓથી પસાર થવું પડશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- સમયમાં પોઝિટિવ પરિવર્તન આવી રહ્યું છે, તેનો યોગ્ય સદુપયોગ કરો. મોટાભાગના કામ યોગ્ય રીતે સંપન્ન થવાથી વિજય પ્રાપ્ત કરવા જેવી ફિલિંગ રહેશે. કોઇ સમાજસેવી સંસ્થા પ્રત્યે પણ તમારું વિશેષ યોગદાન રહેશે.

નેગેટિવઃ- બપોર પછી ગૃહ સ્થિતિ થોડી વિપરીત રહેશે. એટલે મોટાભાગના કામ દિવસની શરૂઆતમાં જ પૂર્ણ કરવાની કોશિશ કરવી. રૂપિયા-પૈસાની લેવડ-દેવડને લગતા કાર્યોમાં સાવધાની જાળવવી. કોઇપણ ખોટી સલાહ ઉપર અમલ કરવો નુકસાનદાયક સાબિત થઇ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ તથા વર્ચસ્વ જળવાયેલું રહેશે.

લવઃ- પરિવારમાં સુખમય વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- ગેસ તથા વાયુને લગતી પરેશાની રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- કોઇ વિશેષ કાર્ય પ્રત્યે તમારી મહેનત આજે સફળ રહેશે. ભાગ્યની અપેક્ષાએ તમે તમારા કર્મ ઉપર વિશ્વાસ રાખશો તો તમને સફળતા મળશે. સમાજ તથા ઘરમાં પણ તમારી કોશિશ અને સફળતાના વખાણ થશે. કોઇ વિશિષ્ટ વ્યક્તિ સાથે મુલાકાત પણ લાભદાયક સાબિત થશે.

નેગેટિવઃ- થોડા લોકો ઇર્ષ્યાની ભાવનાથી તમારા પ્રત્યે નકારાત્મક અફવાહ ફેલાવી શકે છે. પરંતુ તમે આ વાતો ઉપર ધ્યાન ન આપીને તમારા કાર્યોમાં જ વ્યસ્ત રહેશો. તમારા ઉપર કોઇ નકારાત્મક પ્રભાવ પડશે નહીં. ભાગલાને લગતી કોઇ વાતને લઇને ભાઇઓ સાથે વાદ-વિવાદ ચાલી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થશે.

લવઃ- કામનો ભાર હોવા છતાં તમે ઘર-પરિવાર માટે સમય કાઢી શકશો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- ઘરના વડીલોના અનુભવ તથા માર્ગદર્શનનું અનુસરણ કરો, તેનાથી તમારી કાર્યપ્રણાલીમાં સારો સુધાર આવશે. ધાર્મિક કાર્યોમાં પણ તમારો રસ રહેશે. કોઇ પારિવારિક યાત્રાને લગતો પ્રોગ્રામ પણ બની શકે છે.

નેગેટિવઃ- અકારણ જ કોઇ સાથે વિવાદ થઇ શકે છે. તમારા ગુસ્સા અને ઈગો જેવી ખામીઓ ઉપર કાબૂ કરવો જરૂરી છે. કોઇ લક્ષ્ય પણ તમારા હાથમાંથી સરકી શકે છે. જમીન-જાયદાદને લગતું કોઇપણ જાતનું ઉધાર લેવાથી આજે બચવું.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં વધારે દેખાડાની પ્રવૃત્તિથી દૂર રહો.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણના કારણે થાક અને સુસ્તી રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- ઘરમાં પરિવર્તનને લગતી થોડી યોજના બનશે. બાળકોની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં તમારું વિશેષ યોગદાન રહેશે. કામનો ભાર વધારે હોવા છતાં તમે તમારા રસના કાર્યો માટે સમય કાઢી શકશો. જેથી તમને આત્મિક સુખ પ્રાપ્ત થઇ શકે છે.

નેગેટિવઃ- પાડોસીઓ સાથે કોઇપણ પ્રકારના વાદ-વિવાદમાં પડશો નહીં, તેનાથી મામલો વધી શકે છે. કોઇ નજીકના વ્યક્તિને લગતા કોઇ દુઃખદ સમાચાર મળવાથી મન નિરાશ રહેશે. આજે કોઇપણ પ્રકારની યાત્રાને ટાળવું યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- તમારા વર્તમાન વ્યવસાય ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરો.

લવઃ- પ્રેમ સંબંધ વધારે ગાઢ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આવકના નવા સ્ત્રોત બનશે. કોઇ નજીકના સંબંધીને ત્યાં સમારોહમાં આમંત્રિત થવાનો અવસર મળશે. કોઇપણ કામમાં ઉતાવળની જગ્યાએ ધૈર્ય જાળવી રાખવું યોગ્ય પરિણામ આપશે. અનુભવી વ્યક્તિની સલાહને સર્વોપરિ રાખો.

નેગેટિવઃ- રિસ્ક લેવાની પ્રવૃત્તિથી બચવું. અજાણ્યા લોકોની વાતો ઉપર વિશ્વાસ કરશો નહીં. કોઇપણ નિર્ણય લેતાં પહેલાં તેના સારા-ખરાબ પાસા ઉપર યોગ્ય ચર્ચા-વિચારણાં કરી લો. થોડો સમય બાળકો સાથે પણ પસાર કરવો જરૂરી છે.

વ્યવસાયઃ- આજે કોઇ નવો ઓર્ડર કે ડીલ ફાઇનલ થઇ શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે સામાજિક ગતિવિધિઓમાં કોઇ ગંભીર વિષય ઉપર ચર્ચા થશે. તમારા દ્વારા રાખવામાં આવેલો મજબૂત પક્ષ સર્વમાન્ય રહેશે. આ સંપર્ક તમારા માટે ફાયદાકારક પણ સાબિત થશે. કોઇ જગ્યાએ ફસાયેલાં રૂપિયા મળવાની સંપૂર્ણ સંભાવના છે.

નેગેટિવઃ- વિદ્યાર્થી વર્ગ પોતાના અભ્યાસ પ્રત્યે વધારે ધ્યાન આપે, બેદરકારીના કારણે પરિણામ ખરાબ આવી શકે છે. થોડા લોકો ઇર્ષ્યાની ભાવનાથી તમારી પીઠ પાછળ તમારી આલોચના કરી શકે છે. પરંતુ જેની નકારાત્મક અસર તમારા માન-સન્માન ઉપર પડશે નહીં.

વ્યવસાયઃ- આજે કાર્યક્ષેત્રમાં વધારે કામ રહેશે. માર્કેટિંગને લગતા કાર્યોમાં સમય વધારે પસાર થશે.

લવઃ- બાળકોને કોઇ સફળતા મળવાથી ઉમંગભર્યું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- કોઇ જૂની બીમારી ફરીથી પરેશાન કરી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે તમે રોજિંદા કાર્યોથી અલગ કઇંક નવું શીખવાની કોશિશ કરશો. તમારા મન પ્રમાણે સમય પસાર કરવાથી શારીરિક અને માનસિક રૂપથી પોતાને ઊર્જાવાન અનુભવ કરશો. બાળકોની તરફથી પણ કોઇ શુભ સમાચાર પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- પર્સનલ લાઇફને લગતું કોઇપણ રિસ્ક લેવાનું ટાળવું. તેનો નકારાત્મક પ્રભાવ તમારી કાર્ય ક્ષમતા ઉપર પણ પડી શકે છે. કોઇ અશુભ સમાચાર મળવાથી મનમાં નકારાત્મક વિચાર ઊભા થઇ શકે છે.

વ્યવસાયઃ- આજે વ્યવસાયિક ક્ષેત્રમાં લાભની અપેક્ષાએ મહેનત વધારે રહેશે.

લવઃ- લગ્નજીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- કામ વધારે રહેવાના કારણે શારીરિક નબળાઇ અને થાક અનુભવ થશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા ભાગ્ય તમારા પક્ષમાં છે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. વિશિષ્ટ વ્યક્તિઓનો સહયોગ તમારા માટે લાભદાયક પરિસ્થિતિ બનાવશે. કામ વધારે હોવા છતાંય થોડો સમય ઘર-પરિવાર સાથે શોપિંગમાં પસાર થશે.

નેગેટિવઃ- આ વાતનું ધ્યાન રાખો કે વધારે ઉતાવળ અને ભાવુકતાના કારણે દગો મળી શકે છે. કોઇ સાથે હળવું-મળવું કે મીટિંગને લગતાં કાર્યોમાં વાતચીત કરતી સ મયે યોગ્ય શબ્દોનો પ્રયોગ કરો. તમારા દ્વારા કહેવામાં આવેલી કોઇ નકારાત્મક વાત તમારા માટે પછતાવો પેદા કરી શકે છે.

વ્યવસાયઃ- પારિવારિક વ્યવસાયમાં તમે તમારી જવાબદારીઓને યોગ્ય રીતે નિભાવશો

લવઃ- પરિવાર સાથે મનોરંજન તથા સુખમય સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમારો ઉદારવાદી તથા સહાયક દૃષ્ટિકોણ સામાજિક કાર્યોમાં એક સારી બાબતની જેમ સામે આવશે. ઘરમાં કોઇ માંગલિક કાર્યો થવાને લગતી યોજના પણ બનશે. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ પરિવાર ઉપર જળવાયેલો રહેશે.

નેગેટિવઃ- કોઇ નકારાત્મક વાત અચાનક ઊભી થવાથી તણાવની સ્થિતિ બની શકે છે. જેના કારણે તમારા આત્મબળ અને કાર્યક્ષમતામાં પણ ઘટાડો આવશે. જોકે, પરિસ્થિતિઓને સંભાળવામાં તમારી ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ પહેલાંની જેમ જ ચાલતી રહેશે.

લવઃ- કોઇપણ બહારના વ્યક્તિની દખલ તમારા લગ્નજીવન ઉપર થવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ- જોખમી કાર્યોથી દૂર રહો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- ઘણાં સમય પછી મહેમાનો ઘરે આવવાથી ચહેલ-પહેલનું વાતાવરણ રહેશે. ઘરના વડિલ વ્યક્તિઓના માન-સન્માનને લગતી બાબતોનું ધ્યાન રાખવું તમારી જવાબદારી છે, જે તમે યોગ્ય રીતે નિભાવશો. રોકાણને લગતી યોજનાઓ ઉપર કામ કરવા માટે સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- તમારી કોઇ જિદ્દ કે અહંકારના કારણે મામા પક્ષ સાથે સંબંધોમાં ખટાસ આવી શકે છે. નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી અંતર જાળવી રાખો. કોઇપણ વિશેષ કામ કરતાં પહેલાં પારિવારિક સભ્યોની સલાહ પણ લેવી જરૂરી છે.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં સહયોગી સાથે પારદર્શિતા રાખવી જરૂરી છે.

લવઃ- ઘરનું વાતાવરણ સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટ તથા લીવરને લગતી પરેશાની થવાથી ગેસ અને કબજિયાતની સમસ્યા રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત તથા રસના કાર્યોમાં વધારે સમય પસાર કરશો. જેથી માનસિક રૂપથી ખૂબ જ સુકૂન અને રાહત મળશે. ઘરની દેખરેખને લગતા કાર્યોમાં પણ સુખમય સમય પસાર થઇ શકે છે.

નેગેટિવઃ- બાળકોની કોઇ નકારાત્મક ગતિવિધિ અંગે તેમના ઉપર ગુસ્સો કરવાની જગ્યાએ તેમની સાથે મિત્રતાભર્યો વ્યવહાર કરો. વિદ્યાર્થીઓ પોતાના મિત્રો સાથે હરવા-ફરવા તથા આળસના કારણે અભ્યાસમાં વિધ્ન પેદા કરી શકે છે

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇપણ નવા કામને શરૂ કરવા માટે સમય ખૂબ જ અનુકૂળ છે.

લવઃ- પતિ-પત્નીની વચ્ચે ઘરની કોઇ સમસ્યાને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- વર્તમાનની નકારાત્મક અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો