મંગળવારનું રાશિફળ:શુભ યોગ કર્ક, સિંહ સહિત 5 રાશિના જાતકો પર ધનવર્ષા કરાવશે, માત્ર એક રાશિએ સાવચેતી રાખવી

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

16 ઓગસ્ટ, મંગળવારના રોજ રેવતી નક્ષત્ર હોવાને કારણે શુભ નામનો યોગ સર્જાઈ રહ્યો છે. તેને કારણે કર્ક અને સિંહ રાશિના જાતકોનું અટવાયેલું ધન પરત મળવાના યોગ છે. કન્યા રાશિના લોકોને ગ્રહોનો સાથ મળશે. વૃશ્ચિક રાશિના લોકો માટે પણ દિવસ ફાયદાકારક રહેશે. ઇન્વેસ્ટમેન્ટના દૃષ્ટિકોણથી મીન રાશિના જાતકો માટે સારો દિવસ પુરવાર થશે. અલબત્ત, મેષ રાશિના જાતકોએ પૈસાની લેતીદેતીમાં સાવચેતી રાખવી. અન્ય રાશિઓ પર ગ્રહોની મિશ્ર અસર રહેશે.

16 ઓગસ્ટ, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજના દિવસનો મોટાભાગનો સમય પરિવારના લોકો સાથે કોઈ ખાસ યોજનાને લગતી ચર્ચા-વિચારણામાં પસાર થશે. કામ વધારે રહેશે. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવાથી આત્મિક સુખ પણ મળી શકે છે.

નેગેટિવઃ- બનતા કાર્યોમાં વિઘ્ન આવશે. હાલ વર્તમાન પરિસ્થિતિના કારણે ધૈર્ય જાળવી રાખવું યોગ્ય છે. તણાવ લેવાથી પરિસ્થિતિઓ વધારે વિપરીત અનુભવ થઈ શકે છે. આ સમયે અન્ય લોકોની સમસ્યાઓથી દૂર રહો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઈપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતી સમયે કોઈ ખાસ વ્યક્તિ સાથે ચર્ચા-વિચારણા કરો.

લવઃ- પારિવારિક સંબંધ ઉત્તમ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે કામના ભારથી શારીરિક અને માનસિક થાક રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે કોઈ ખાસ કામને સંપનન કરવા માટે તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા અને સંપર્ક સૂત્રો દ્વારા કોઈ એવી જાણકારી મળશે કે તમારા કામ સરળ થઈ જશે. સ્ત્રીઓ ઘર તથા વેપાર બંને જગ્યાએ યોગ્ય તાલમેલ જાળવી રાખવામાં સક્ષમ રહેશે.

નેગેટિવઃ- તમારી ઇચ્છાપૂર્તિ માટે વધારે કોશિશની પણ જરૂરિયાત રહેશે. ખોટી ગતિવિધિઓમાં સમય નષ્ટ ન કરો. ક્યારેક તમારી રોઈ વાત કોઈને નિરાશ કરી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારા કાર્ય કરવાની કોઈ નવી તકનીક સફળ રહેશે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- શરદીને લગતી કોઈ સ્વાસ્થ્ય સમસ્યા રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે કોઈ પારિવારિક અટવાયેલાં કાર્યોને પૂર્ણ કરશો. જેથી ઘરમાં સુકૂન અને શાંતિનું વાતાવરણ રહેશે. તમારી પ્રતિભા અને યોગ્યતાનો સામાજિક વાતાવરણ ઉપર પોઝિટિવ પ્રભાવ પડશે.

નેગેટિવઃ- બાળકોના અભ્યાસને લગતી ગતિવિધિઓ ઉપર નજર રાખવી જરૂરી છે. કેમ કે આ સમયે તેમનું ધ્યાન અભ્યાસથી ભટકી રહ્યું છે. આ સમયે મહત્ત્વપૂર્ણ કાર્યોને જ પ્રાથમિકતા આપો.

વ્યવસાયઃ- પારિવારિક વ્યવસાયમાં બધા સભ્યોને એકબીજા સાથે તાલમેલ જાળવી રાખવું જરૂરી છે.

લવઃ- લગ્નજીવન સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સર્વાઇકલ અને ખભામાં દુખાવાની સમસ્યા વધી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- પારિવારિક ધાર્મિક તથા અધ્યાત્મિક કાર્યોમાં ખાસ રસ રહેશે. મકાન, દુકાન વગેરેને લગતા દેખરેખ અને સમારકામનું પ્લાનિંગ થશે. સમય ઉત્તમ છે.

નેગેટિવઃ- અતિ આત્મવિશ્વાસ તમારા માટે નુકસાનદાયી પણ સાબિત થઈ શકે છે. સહજતા અને ધૈર્ય પૂર્વક કાર્યોને કરવાથી કામ યોગ્ય રીતે પૂર્ણ થતાં જશે. સંતાનના કારણે થોડી ચિંતા પણ રહી શકે છે.

વ્યવસાયઃ- સમય અને નક્ષત્ર તમારા પક્ષમાં છે.

લવઃ- પતિ-પત્ની એકબીજાની ભાવનાઓનું સન્માન કરશે.

સ્વાસ્થ્યઃ- ખાનપાનમાં બેદરકારીના કારણે ગળું ખરાબ થઈ શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- તમારા વ્યક્તિત્વ અને વાણી દ્વારા લોકો તમારાથી પ્રભાવિત થશે. સામાજિક તથા પારિવારિક લોકો તરફથી ખાસ માન-સન્માન પણ મળશે. ઘરમાં કોઈ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ આવવાથી કોઈ ખાસ મુદ્દે પોઝિટિવ વિચાર પણ થશે.

નેગેટિવઃ- ક્યારેક વધારે આત્મ કેન્દ્રિત થવું અને ઈગોની ભાવના રાખવાથી તમારા સંબંધોમાં થોડો તણાવ આવી શકે છે. કોઈ અજાણ વ્યક્તિ સામે તમારી કોઈ યોજના જાહેર ન કરો.

વ્યવસાયઃ- હાલ વ્યવસાયિક ગતિવિધિઓમાં કોઈપણ પ્રકારનું પરિવર્તન કરવાની કોશિશ ન કરો

લવઃ- પારિવારિક સભ્યો સાથે મનોરંજનને લગતા કાર્યોમાં સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આ સમયે ભાગ્ય ઉન્નતિના શુભ અવસર બની રહ્યા છે. થોડા સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની મોટી જરૂરિયાતોને પૂર્ણ કરવામાં પણ તમને આનંદ મળશે.

નેગેટિવઃ- થોડા વિરોધી હાવી થશે, પરંતુ તમારું નુકસાન કરી શકશે નહીં. ઉતાવળ અને અતિ ઉત્સાહમાં તમારું કામ ખરાબ થઈ શકે છે. સંતાનનો અડિયલ સ્વભાવ તમને પરેશાન કરશે.

વ્યવસાયઃ- કામકાજ અંગે લીધેલાં ઠોસ નિર્ણય સફળ રહી શકે છે.

લવઃ- પરિવારમાં કોઈ વાતને લઈને ગેરસમજની સ્થિતિ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- પરિવારમાં સુખ-શાંતિ તમારા માટે પ્રાથમિકતા રહેશે. કામકાજ અને પરિવારમાં સારો તાલમેલ પણ જળવાયેલો રહી શકે છે. કોઈ ખાસ સામાજિક વ્યક્તિનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે.

નેગેટિવઃ- વાહન કે ઘરની દેખરેખને લગતા કાર્યોમાં ખર્ચ વધશે. તમારા બજેટનું પણ ધ્યાન રાખો. નકારાત્મક પ્રવૃત્તિના લોકોના કારણે કોઈ માનહાનિ થવાની શક્યતા છે.

વ્યવસાયઃ- વ્યવસાય પ્રત્યે તમારા નિર્ણય પોઝિટિવ રહેશે

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- સમય લાભદાયક છે. કોઈપણ કાર્ય તથા મહેનતનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. જો કોઈ પ્રોપર્ટીને લગતો વિવાદ ચાલી રહ્યો છે તો તેને ઉકેલવા માટે સમય યોગ્ય છે.

નેગેટિવઃ- આર્થિક મામલે સમજી-વિચારીને નિર્ણય લેવો. કોઈપણ પ્રકારની ભવિષ્યને લગતી યોજના બનાવતી સમયે તમારા જ નિર્ણયને પ્રાથમિકતા આપો, અન્ય લોકોની વાતોમાં આવવાથી પરેશાની રહી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આજે તમને તમારી આવડત દર્શાવવાનો અવસર મળી શકે છે.

લવઃ- પતિ-પત્ની તથા ઘરના સભ્યો એકબીજાની ભાવનાઓનું સન્માન કરશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- જૂની ભૂલોથી બોધપાઠ લઈને આજે તમે થોડી સારી નીતિઓ અંગે વિચાર કરશો. પોતાને સારી પરિસ્થિતિમાં અનુભવ કરશો. જૂના મિત્રો સાથે મેલજોલ તથા ચર્ચા વિચારણાં તમારા આત્મવિશ્વાસને વધારશે.

નેગેટિવઃ- આ સમયે તમારા સંબંધીઓ સાથે કોઈપણ પ્રકારના વિવાદમાં પડશો નહીં. પોતાના કાર્યો ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરો. યુવાઓ થોડા તણાવની સ્થિતિમાંથી પસાર થઈ શકે છે.

વ્યવસાયઃ- વેપારને લગતી નવી તકનીક કે જાણકારી પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- પતિ-પત્ન વચ્ચે ઘરના કોઈ મુદ્દાને લઈને ગંભીર ચર્ચા-વિચારણાં થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર તથા હાર્ડ પેશન્ટના દર્દીઓએ સાવધાની રાખવી.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીમાં નજીકના મિત્ર કે સંબંધીનો સહયોગ મળશે. સંપત્તિને લગતું કોઈ કાર્ય પણ પૂર્ણ થઈ શકે છે. કોઈ ખાસ વ્યક્તિના સાનિધ્યમાં તમારા વિચારોમાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન આવશે.

નેગેટિવઃ- બપોર પછી કોઈ શુભ સમાચાર મળી શકે છે, જેના કારણે મન નિરાશ રહેશે. તણાવને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. પાડોસીઓ સાથે સંબંધ ખરાબ થવા દેશો નહીં. વાહન કે મશીનને લગતા ઉપકરણોનો પ્રયોગ સાવધાની સાથે કરો

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારું માન-સન્માન અને વર્ચસ્વ જળવાયેલું રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ પ્રસન્નતાપૂર્ણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- શરદી અને ઉધરસ જેવી હળવી સમસ્યા રહી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- સમય સંપૂર્ણરીતે તમારા પક્ષમાં છે. મનમાં ચાલી રહેલી કોઈ દુવિધાનું સમાધાન મળી શકે છે. સંતાન દ્વારા પણ કોઈ શુભ સમાચાર મળવાથી ઘરમાં પ્રસન્નતાપૂર્ણ વાતાવરણ રહી શકે છે.

નેગેટિવઃ- ક્યારેક આત્મવિશ્વાસમાં ખામી અને આળસના કારણે થોડા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. આ નકારાત્મક ખામીઓને દૂર કરવામાં તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો.

વ્યવસાયઃ- વેપારમાં તમે જે કાર્યને ખૂબ જ સહજ અને સરળ સમજી રહ્યા હતાં, તે ખૂબ જ મુશ્કેલીભર્યું રહી શકે છે.

લવઃ- કામ સાથે-સાથે પારિવારિક જવાબદારીને પણ પૂર્ણ કરવામાં ધ્યાન આપો.

સ્વાસ્થ્યઃ- કફ અને ઉધરસના કારણે ગળા અને છાતિમાં દુખાવો રહી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં છે. સામાજિક સીમા વધશે. ઘરમાં મહેમાનો આવવાથી સુખમય સમય પસાર થઈ શકે છે. ભેટનું આદાન-પ્રદાન થઈ શકે છે. કોઈ મોટું રોકાણ કરવા માટે પણ સમય યોગ્ય છે.

નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિતિઓ થોડી પ્રતિકૂળ રહેશે. ધ્યાન રાખો કે તમારી આ ક્રિયાઓની વચ્ચે કોઈ મહત્ત્વપૂર્ણ કામ છૂટી પણ થશે છે. સાથે જ ઘરેલૂ ખર્ચનું બજેટ પણ જાળવી રાખવું.

વ્યવસાયઃ- થોડા વ્યવસાયિક સ્પર્ધીઓ તમારી સામે આકરો પડકાર ઊભો કરી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણમાં એકબીજા સાથે તાલમેલ સારો જળવાયેલો રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે.

અન્ય સમાચારો પણ છે...