16 ઓગસ્ટ, સોમવારે ચંદ્ર પોતાનાથી ઊતરતી રાશિમાં રહેશે. આ સાથે જ રાહુ-કેતુથી પણ પીડિત રહેશે. કન્યા રાશિને નાનકડી ભૂલથી મોટું નુકસાન થઈ શકે છે. ખર્ચમાં વધારો થશે. તુલા રાશિના નોકરિયાત વર્ગે સંભાળીને રહેવું. લેવડ-દેવડમાં સાવધાની રાખવી. ધન રાશિના નોકરિયાત વર્ગે તથા બિઝનેસ કરતા જાતકોએ સાવચેતી રાખવી. આ ઉપરાંત મેષ, મિથુન, કર્ક, કુંભ, તથા મીન રાશિ માટે દિવસ સામાન્ય રહેશે. વૃષભ, વૃશ્ચિક, સિંહ તથા મકર રાશિ માટે દિવસ શુભ સાબિત થશે.
16 ઓગસ્ટ, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.
મેષઃ-
પોઝિટિવઃ- કોઈપણ કાર્ય કરતા પહેલાં તેના પોઝિટિવ અને નેગેટિવ સ્તર અંગે વિચાર કરી લેવો. તેનાથી અનેક વસ્તુઓ તમારા પક્ષમાં યોગ્ય રીતે સંપન્ન થતી જશે. વિદ્યાર્થીઓના અભ્યાસ અને કરિયરને લગતી સમસ્યાઓનું પણ સમાધાન મળી શકે છે.
નેગેટિવઃ- અજાણ્યા લોકો ઉપર બિલકુલ વિશ્વાસ ન કરો. નહીંતર તમારા માટે નુકસાનદાયી સ્થિતિ બની શકે છે. બાળકોનો જિદ્દી અને અડિયલ સ્વભાવ તમારા માટે ચિંતાનું કારણ બની શકે છે.
વ્યવસાયઃ- વેપારમાં વિસ્તારને લગતી યોજનાઓ બનાવવા માટે યોગ્ય સમય આવી ગયો છે.
લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- કોઈ પ્રકારનું ઇન્ફેક્શન થવાની સ્થિતિ બની શકે છે.
--------------------------------
વૃષભઃ-
પોઝિટિવઃ- આજે તમારું સંપૂર્ણ ધ્યાન તમે પેમેન્ટ કલેક્ટ કરવામાં લગાવો. તમે તમારી વાતો અને કાર્યક્ષમતા દ્વારા કોઈપણ કામનો ઉખેલ શોધવામાં સક્ષમ રહેશો. કોઈ સન્માન સમારોહમાં જવાનું પણ આમંત્રણ મળી શકે છે.
નેગેટિવઃ- મનમાં નિરાશાજનક તથા નકારાત્મક વિચારોની સ્થિતિ બની શકે છે. રૂપિયા આવવાની સાથે-સાથે ખર્ચ પણ વધારે થઈ શકે છે. અન્ય લોકોના મામલે દખલ ન કરો કે વિના માંગ્યે સલાહ પણ આપશો નહીં.
વ્યવસાયઃ- વેપારમાં નવા પ્રસ્તાવ મળી શકે છે. મહેનત પ્રમાણે પરિણામ પણ પ્રાપ્ત થશે.
લવઃ- ઘરેલૂ જીવનમાં એક પછી એક પરેશાની આવી શકે છે.
સ્વાસ્થ્યઃ- માનસિક તણાવના કારણે થાક અને નબળાઈ અનુભવ થઈ શકે છે.
--------------------------------
મિથુનઃ-
પોઝિટિવઃ- ઘરમાં નજીકના સંબંધીઓના આવવાથી ઉત્સાહનું વાતાવરણ રહેશે. એકબીજા સાથે મેલજોલ તથા વિચારોનું આદાન-પ્રદાન દિનચર્યામાં પોઝિટિવિટી લાવશે. બપોર પછી પરિસ્થિતિઓ તમારા પક્ષમાં વધારે લાભ લઇને આવી રહી છે.
નેગેટિવઃ- ધ્યાન રાખો કે તમારી કોઈપણ યોજના જાહેર ન થાય. નહીંતર કોઈ અન્ય વ્યક્તિ ખોટી ભાવનાથી તેનો ફાયદો ઉઠાવી શકે છે. બાળકો ઉપર કઠોર નિયંત્રણ ન કરીને તેમને તેમની ઇચ્છા પ્રમાણે સ્વતંત્રતા આપો.
વ્યવસાયઃ- આજે ફોન કોલ દ્વારા કોઈ વ્યવસાયિક મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે.
લવઃ- જીવનસાથી સાથે સંબંધોમાં મધુરતા આવી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.
--------------------------------
કર્કઃ-
પોઝિટિવઃ- માનસિક સુખ-શાંતિ જળવાયેલી રહેશે. તમે તમારા આત્મવિશ્વાસ અને મનોબળ દ્વારા કોઈ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશો. થોડી નવી યોજનાઓ ઉપર ગંભીરતાથી ચર્ચા-વિચારણાં લાભદાયક સાબિત થશે.
નેગેટિવઃ- ભાવનાઓની જગ્યાએ વ્યવહારિક વિચાર રાખો. તેનાથી તમને નિર્ણય લેવામાં સરળતા રહેશે. અન્ય લોકોના મામલે વધારે ગુંચવાશો નહીં. તમારી વાતચીતની રીતમાં થોડી નરમી લાવો.
વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતા વેપારમાં ચાલી રહેલાં વિવાદોનું સમાધાન મળી શકેછે.
લવઃ- પતિ-પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.
--------------------------------
સિંહઃ-
પોઝિટિવઃ- આજનું ગ્રહ ગોચર તમારા માટે સારી પરિસ્થિતિ બનાવી રહ્યું છે. તમારા પોઝિટિવ તથા સંતુલિત વિચાર દ્વારા યોજનાબદ્ધ રીતે કાર્ય સંપન્ન થતાં જશે. વિદ્યાર્થીઓ તથા યુવાઓ પ્રતિસ્પર્ધાના ક્ષેત્રમા સફળતા પ્રાપ્ત કરે તેવી શક્યતા છે.
નેગેટિવઃ- ક્યારેક વધારે ઉતાવળ કરવી અને આવેશમાં આવવું તમારા માટે વિપરીત પરિસ્થિતિઓ પણ બનાવી શકે છે. તમારી આ ખામીઓમાં સુધાર લાવો. આવક હોવાની સાથે-સાથે ખર્ચ પણ વધારે રહેશે.
વ્યવસાયઃ- કોઈ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત વ્યવસાયમાં મદદગાર સાબિત થઈ શકે છે.
લવઃ- પરિવાર સાથે ઓનલાઇન શોપિંગ અને મોજ મસ્તીમાં સુખમય સમય પસાર થશે.
સ્વાસ્થ્યઃ- ગળામાં ઇન્ફેક્શન અને ઉધરસની સમસ્યા રહી શકે છે.
--------------------------------
કન્યાઃ-
પોઝિટિવઃ- આજે કોઈપણ મુશ્કેલ કામને સમજી વિચારીને કરવાથી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં તમે સક્ષમ રહેશો. અધ્યાત્મિક અને ધાર્મિક કાર્યો પ્રત્યે પણ તમારો રસ રહેશે. ઘરમાં ખાસ મહેમાન આવવાથી સુખનું વાતાવરણ રહેશે.
નેગેટિવઃ- ઘરના કોઈપણ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે. આ સમયે ખર્ચની સ્થિતિ પણ વધારે રહી શકે છે. જેના ઉપર કામ મુકવો શક્ય નથી. અન્ય લોકોના મામલે દખલ ન કરો અને કોઈને સલાહ ન આપો.
વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં વધારે સાવધાન રહેવાની જરૂરિયાત છે.
લવઃ- પતિ-પત્ની વચ્ચે મધુરતા રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- જોખમી કાર્યોથી દૂર રહો અને કોઈ રિસ્ક ન લેવું.
--------------------------------
તુલાઃ-
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ તથા સહયોગાત્મક વ્યવહારના કારણે પરિવાર તથા સમાજમાં તમને ખાસ માન-સન્માન મળશે. જો કોઈ વિવાદિત જમીનને લગતી પરેશાની ચાલી રહી છે, તો તેને કોઈ અનુભવી વ્યક્તિની સલાહ દ્વારા ઉકેલવાની કોશિશ કરો.
નેગેટિવઃ- વ્યક્તિગત કાર્યો સાથે-સાથે સામાજિક ગતિવિધિઓ ઉપર પણ ધ્યાન આપો. ધ્યાન રાખો કે કોઈની વાતોમાં આવીને તમે તમારું જ નુકસાન કરી શકો છો. રૂપિયા-પૈસાને લગતી લેવડ-દેવડ કરતી સમયે સાવધાની રાખો.
વ્યવસાયઃ- વેપારમાં ફેરફારને લગતી યોજનાઓ ઉપર કામ શરૂ થઈ શકે છે.
લવઃ- ઘરમાં કોઈના લગ્નને લગતી યોજના બનવાથી સુખમય વાતાવરણ રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- વધારે કામનો ભાર માનસિક અને શારીરિક થાક વધારી શકે છે.
--------------------------------
વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- તમારી છેલ્લી ભૂલોથી બોધપાઠ લઇને વર્તમાનને વધારે સારું બનાવવાની કોશિશ કરો. ચોક્કસ જ તમને યોગ્ય સફળતા મળી શકે છે. કોઈ જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કાર્ય પણ સંપન્ન થઈ શકે છે.
નેગેટિવઃ- વિદ્યાર્થી કે યુવાઓ પોતાના લક્ષ્ય પ્રત્યે સાવધાન રહે. નકારાત્મક પ્રવૃત્તિના મિત્રો તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. વડીલોની સલાહ અને માર્ગદર્શન તમારા માટે લાભદાયી સાબિત થશે.
વ્યવસાયઃ- જો વેપારમાં કોઈ નવા કાર્યોની શરૂઆતની યોજના બની રહી છે, તો તેના ઉપર અમલ કરવાનો યોગ્ય સમય છે.
લવઃ- ઘરનું વાતાવરણ સુખમય રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓને લગતી પરેશાની રહેશે.
--------------------------------
ધનઃ-
પોઝિટિવઃ- ધાર્મિક અને સામાજિક ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહી શકો છો. તમે પોતાની જાતને માસનિક અને ભાવનાત્મક રૂપથી સશક્ત અનુભવ કરશો. પ્રકૃતિ તમારો ભરપૂર સહયોગ કરી રહી છે. તમારી પૂર્ણ ક્ષમતા અને મહેનત તમારા કાર્યોને પૂર્ણ કરવામાં લગાવો.
નેગેટિવઃ- ગુસ્સા અને ઉતાવળ જેવા સ્વભાવ ઉપર નિયંત્રણ રાખો. કોઈ સંબંધી કે પાડોસી સાથે વિવાદની સ્થિતિ બની શકે છે. ઘરના વડીલ સભ્યોના અનુભવ અને માર્ગદર્શન ઉપર પણ અમલ કરો. તેનાથી તમને સારું પરિણામ મળી શકે છે.
વ્યવસાયઃ- વેપારમાં પ્રોડક્શનને લગતા કાર્યોમાં ઘટાડો આવવાથી તણાવ રહી શકે છે.
લવઃ- ઘરનું વાતાવરણ મધુર જળવાયેલું રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- ઇન્ફેક્શન થવા જેવી પરેશાનીઓ રહી શકે છે.
--------------------------------
મકરઃ-
પોઝિટિવઃ- આજે કોઈ ખાસ કાર્ય પ્રત્યે તમારું પૂર્ણ ધ્યાન કેન્દ્રિત રાખો. અધ્યાત્મ સાથે જોડાયેલા વિષયોમાં પણ રસ રહેશે. તમારા કાર્યોને યોગ્ય રીતે અંજામ આપવામાં સક્ષમ રહી શકો છો. જો કોઇ વારસાગત મામલો અટવાયેલો છે તો કોઈની દખલ દ્વારા તેનો ઉકેલ મળી શકે છે.
નેગેટિવઃ- કોઈ નજીકના વ્યક્તિ સાથે વિશેષ મુદ્દાને લઇને વિવાદ જેવી સ્થિતિ બની શકે છે. તમારી કોઈ ખાસ વાત પણ જાહેર થવાની શક્યતા છે. થોડો સમય અધ્યાત્મિક સ્થળ કે એકાંતમાં પસાર કરવાથી માનસિક શાંતિ મળી શકે છે.
વ્યવસાયઃ- આવકના નવા સ્ત્રોત બની શકે છે.
લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી પરેશાનીમાંથી થોડી રાહત મળી શકે છે.
--------------------------------
કુંભઃ-
પોઝિટિવઃ- આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે ગંભીર વિષય ઉપર વાર્તાલાપ અને ચર્ચા રહેશે. આ ચર્ચામાં તમારા દ્વારા રાખવામાં આવેલ મજબૂત પક્ષ તમને સન્માનને જાળવશે. રોજિંદા દિનચર્યામાં થોડો સમય સુકૂન અને મોજમસ્તી માટે પણ કાઢો
નેગેટિવઃ- થોડા લોકો ઇર્ષ્યાની ભાવનાથી તમને ભાવનાત્મક રૂપથી નબળા કરવા માટે તમારા પ્રત્યે નકારાત્મક વાતો કરશે. આવા લોકોથી સાવધાન રહો. વિદ્યાર્થી વર્ગ તેમના અભ્યાસ પ્રત્યે બેદરકારી ન કરે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કામ વધારે રહી શકે છે.
લવઃ- ઘરના બધા સભ્યો પોતાની જવાબદારીને યોગ્ય રીતે નિભાવશે.
સ્વાસ્થ્યઃ- ગળું ખરાબ થવાના કારણે તાવ જેવી ફિલિંગ રહેશે.
--------------------------------
મીનઃ-
પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઈ સમસ્યાનું નિવારણ થવાથી તણાવમુક્ત અનુભવ કરશો. તમારી વર્તમાન ગતિવિધિઓ ઉપર ધ્યાન આપો. સામાજિક સીમા વધશે તથા અનેક પ્રકારની ગતિવિધિઓમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો.
નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન રાખવું કે તમારી કોઈ નકારાત્મક વાતના કારણે થોડા લોકો સાથે તમારા સંબંધ ખરાબ પણ થઈ શકે છે. તમારા સ્વભાવમાં સરળતા અને સૌમ્યતા જાળવી રાખો.
વ્યવસાયઃ- વેપારમાં આજે કામનો ભાર વધારે રહી શકે છે.
લવઃ- પતિ-પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઇને થોડો વિવાદ થઈ શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.