શનિવારનું રાશિફળ:શનિવારે મિથુન રાશિના લોકો માટે ગ્રહ ગોચર પક્ષમાં રહેશે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્ક રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ સારો

કાલે, 16 એપ્રિલ શનિવારના રોજ હનુમાન જયંતી છે. આ દિવસે હર્ષણ નામનો શુભ યોગ બની રહ્યો છે. વૃષભ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સુધરશે. સંપત્તિ સંબંધિત ડીલ થઈ શકે છે. કર્ક રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ સારો રહેશે. કન્યા રાશિની પ્રગિત થશે. મેષ તથા મિથુને સાવચેતીથી દિવસ પસાર કરવો. આ ઉપરાંત અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

16 એપ્રિલ, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે થોડા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનું સમાધાન થવાથી ઘરનું વાતાવરણ પોઝિટિવ થઈ જશે. ઘણાં સમયથી કોઈ અટવાયેલું પેમેન્ટ પણ મળવાની શક્યતા છે. જેથી આર્થિક સ્થિતિ ખૂબ જ સારી રહેશે.

નેગેટિવઃ- પાડોસીઓ સાથે કોઈ નાની વાતને લઈને વિવાદ થઈ શકે છે. જેની અસર પરિવારની સુખ-શાંતિ ઉપર પડી શકે છે. એટલે સારું રહેશે કે અન્ય લોકોની સમસ્યાઓમાં ગુંચવાશો નહીં.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઈ કારણોસર થોડો તણાવ ઊભો થઈ શકે છે.

લવઃ- કામ હોવાના કારણે તમે ઘર-પરિવારને સમય આપી શકશો નહીં

સ્વાસ્થ્યઃ- તણાવ અને થાકની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- કામ વધારે રહેશે પરંતુ તમે સંપૂર્ણ મનોયોગ અને ઊર્જા સાથે તેને સંપન્ન કરશો. કોઈ ધાર્મિક આયોજનનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ થોડો સમય પરિવાર સાથે મનોરંજનમાં પણ પસાર થશે.

નેગેટિવઃ- બાળકોના કરિયરને લઇને થોડી ચિંતા રહી શકે છે. આ નકારાત્મક વાતાવરણમાં ધૈર્ય જાળવી રાખવું યોગ્ય છે. બાળકો સાથે સમય પસાર કરીને તેમના મનોબળને જાળવી રાખવું તમારી જવાબદારી છે.

વ્યવસાયઃ- પ્રોપર્ટીને લગતા વેપાર માટે આજનો દિવસ શુભ છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધો ગાઢ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- બદલાતા વારવરણના કારણે ઉધરસ જેવી ફરિયાદ રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે તમારી મહત્ત્વપૂર્ણ યોજનાને શરૂ કરવાનો યોગ્ય સમય છે. ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. તમારી ક્ષમતાઓ અને ઊર્જાનો ભરપૂર ઉપયોગ કરો. થોડો સમય સમાજસેવી સંસ્થાઓની મદદમાં પણ પસાર થશે.

નેગેટિવઃ- રૂપિયાની લેવડદેવડને લગતા કાર્યોને ખૂબ જ ધ્યાન પૂર્વક કરો. તેના કારણે ઘરમાં પણ કોઈ ગેરસમજ ઊભી થઈ શકે છે. જો વાહનને લગતી કોઈ લોન લેવાની યોજના બની રહી છે તો પહેલાં તેના અંગે યોગ્ય વિચાર કરો.

વ્યવસાયઃ- આજકાલ માર્કેટમાં તમારી છાપ ખૂબ જ સારી રહેશે.

લવઃ- ઘર અને વેપારમાં તાલમેલ જાળવી રાખવામાં સુખમય વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- કામ વધારે રહેવાના કારણે થાક રહી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- બાળકોના અભ્યાસને લગતા થોડી ભવિષ્યને લગતી યોજના ફળીભૂત થઈ શકે છે. જેના કારણે તમે ખૂબ જ રાહત અનુભવ કરશો. તમારું ધ્યાન અન્ય કાર્યોમાં કેન્દ્રિત કરી શકશો. ઘરમાં કોઈ નજીકના મહેમાન આવવાથી સુખમય વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- ઘરના કોઈ વડીલના સ્વાસ્થ્યને લઇને હોસ્પિટલ જવું પડી શકે છે. મહત્ત્વપૂર્ણ કામ સંપન્ન થવાના કારણે સ્વભાવમાં ઈગો આવી શકે છે, જે ખોટી બાબત છે.

વ્યવસાયઃ- આજે કોઈ નવા કામની શરૂઆત થઈ શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઈ વિવાદ શક્ય છે.

સ્વાસ્થ્યઃ- ગરમીના કારણે માથાનો દુખાવો કે માઇગ્રેન રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે ખાસ લોકો સાથે મુલાકાત થશે તથા કોઈ ખાસ મુદ્દાને લગતી ચર્ચા વિચારણાં પણ થશે. જે બધા લોકો માટે ફાયદાકારક રહી શકે છે. જો પ્રોપર્ટીને વેચવાને લગતી યોજના બની રહી છે તો આજનો દિવસ ઉત્તમ છે.

નેગેટિવઃ- બાળકોને લગતી કોઈ આશા ફળીભૂત ન થવાથી મન નિરાશ રહી શકે છે. ચિંતા ન કરશો બાળકોનું મનોબળ વધારો. પરિવારના વાતાવરણને પણ સામાન્ય જાળવી રાખો.

વ્યવસાયઃ- ઇમ્પોર્ટ-એક્સપોર્ટ સાથે જોડાયેલાં વેપારમાં ગતિ શરૂ થઈ જશે.

લવઃ- પારિવારિક જીવન યોગ્ય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- સમાજ સેવી સંસ્થા સાથે જોડાવું અને સેવાકાર્ય કરવું વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન લાવી રહ્યું છે. તેની સાથે તમારા પોતાના કાર્યો પ્રત્યે પણ જાગરૂત રહો. તમારી યોજનાઓને ગુપ્ત રીતે શરૂ કરો

નેગેટિવઃ- હાલ મહેનત પ્રમાણે પરિણામ મળશે નહીં, એટલે ધૈર્ય જાળવી રાખવું જરૂરી છે. આવનાર સમયમાં આ મહેનત તમને યોગ્ય પરિણામ આપી શકે છે. કોઈના ઉપર વધારે શંકા કરવી નુકસાનકારક બની શકે છે.

વ્યવસાયઃ- તમારા વ્યક્તિગત કાર્યોના કારણે આજે વેપાર ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- પતિ-પત્ની વચ્ચે નાની વાતને લઇને ક્લેશ ઊભો થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે રાજનૈતિક સંબંધ તમને ફાયદો આપી શકે છે. જનસંપર્કની સીમા પણ વધશે. સાથે જ પારિવારિક કાર્યોને યોજનાબદ્ધ અને અનુશાસિત રીતે કરવાના કારણે મોટાભાગના કાર્યો યોગ્ય રીતે સંપન્ન થઈ જશે.

નેગેટિવઃ- કોઈ અજાણ વ્યક્તિ સાથે વ્યવહાર કરતી સમયે સાવધાન પણ રહો. તમને કોઈ પ્રકારનો દગો મળી શકે છે. આળસને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં. તેની ખરાબ અસર તમારી કાર્ય ક્ષમતા ઉપર પડી શકે છે.

વ્યવસાયઃ- આજે સંપર્ક સૂત્રો અને માર્કેટિંગને લગતા કાર્યો ઉપર વધારે સમય પસાર કરો.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લગતી મુશ્કેલી રહેવાના કારણે તમને ઘર તથા વેપાર બંનેમાં તાલમેલ જાળવી રાખવો પડશે.

સ્વાસ્થ્યઃ- ક્યારેક-ક્યારેક કામ વધારે રહેવાના કારણે થાક અનુભવ થઈ શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારી પ્રતિભા અને બૌદ્ધિક્ષ ક્ષમતાના બળે કોઈ એવા કાર્ય કરી જશો. તમે પોતાને આશ્ચર્ય ચકિત કરી શકશો. સમાજ તથા નજીકના સંબંધીઓમાં પણ તમારું સન્માન વધશે. તમારી સેવા સુશ્રુષા સાથે ઘરના વડીલો પ્રસન્ન રહેશે.

નેગેટિવઃ- કોઈ નજીકના સંબંધી સાથે મળતી સમયે ધ્યાન રાખો કે કોઈ જૂની નકારાત્મક વાતો ફરીથી સામે ન આવે, તેનાથી સંબંધ ખરાબ થઈ શકે છે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસથી હટી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ ધીમી જ રહેશે.

લવઃ- જીવનસાથીનો સહયોગ તમારા મનોબળ અને આત્મવિશ્વાસને જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- વિચારોમાં નકારાત્મકતા આવવાના કારણે થોડું ડિપ્રેશન કે તણાવ જેવી સ્થિતિ ઊભી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- દિનચર્યા પ્રત્યે કાર્યમાં તમારો પોઝિટિવ વ્યવહાર તમારા માટે મહત્ત્વપૂર્ણ સફળતા ઊભી કરી રહ્યું છે. તેના પ્રભાવથી સંબંધીઓ તથા ઘર-પરિવારમાં પણ તમારા સંબંધ વધારે મજબૂત થઈ રહ્યા છે.

નેગેટિવઃ- સંતાનના ભવિષ્યને લગતી યોજનાઓમાં તમારો સહયોગ અતિ જરૂરી છે. વારસાગત સંપત્તિને લગતા કાર્યોમાં વિઘ્ન આવવાથી તણાવ ઊભો થઈ શકે છે. સાથે જ ભાઈઓ સાથે સંબંધ પણ ખરાબ થવાની શક્યતા છે.

વ્યવસાયઃ- પાર્ટનરશિપમાં વેપારમાં સ્થિતિઓ લાભદાયી રહેશે.

લવઃ- કોઈપણ સમસ્યાને પતિ-પત્ની મળીને ઉકેલી શકશે.

સ્વાસ્થ્યઃ- પેટ ખરાબ રહેવાના કારણે ગેસ અને કબજિયાત જેવી ફરિયાદ રહી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- પારિવારિક ગતિવિધિઓને યોગ્ય રીતે ચલાવવામાં તમારું ખાસ યોગદાન રહેશે. તમે તેમાં સફળ પણ થઈ શકો છો. સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહી શકે છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે ઘરના લોકોની બાબતોમાં દખલ ન કરો. બધાને પોતાની ઇચ્છા પ્રમાણે સ્વતંત્રતા આપવાની જરૂરિયાત છે. તેના દ્વારા ઘરનું વાતાવરણ ખરાબ થશે નહીં.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આજે કોઈ મહત્ત્વપૂર્ણ અથોરિટી મળી શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધો મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ જેવું ઇન્ફેક્શન રહી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- ભાવુકતાની જગ્યાએ વ્યવહારિક વિચાર રાખો. તમારી બુદ્ધિમાની તથા વ્યાપારિક વ્યવહાર તમારા માટે લાભદાયક સ્થિતિઓ બનશે. કોઈ સંબંધીને ત્યાં માંગલિક કાર્યોમાં સામેલ થવાનું આમંત્રણ મળી શકે છે.

નેગેટિવઃ- સંબંધિઓને ત્યાં કોઈ ભેદભાવ જેવી સ્થિતિ ઊભી થવાથી તણાવ રહી શકે છે. સંબંધો ખરાબ થવાથી તણાવની સ્થિતિ ઊભી થવાથી બચાવો. આજે કોઈને રૂપિયા ઉધાર આપશો નહીં.

વ્યવસાયઃ- માર્કેટિંગ તથા મીડિયાને લગતા કાર્યોમાં આજે સમય ખરાબ ન કરો.

લવઃ- કુંવારા વ્યક્તિઓ માટે કોઈ સારો સંબંધ આવવાથી લગ્નને લગતી વાત આગળ વધી શકે છે.

સ્વાસ્થ્યઃ- તણાવનો પ્રભાવ તમારી કાર્યક્ષમતા અને મનોબળ ઉપર પડી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- પ્રકૃતિની વધારે નજીક રહેવું અને ઈશ્વરીય સત્તા ઉપર વિશ્વાસ કરવો તમારી અંદર પોઝિટિવ ઊર્જાનો સંચાર કરી રહ્યું છે. તમે એક નવા જોશ અને આત્મવિશ્વાસ સાથે તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેશો.

નેગેટિવઃ- થોડો સમય તમારા પરિવારની સાથે જ પસાર કરવો. કોઈ સંતાનને લગતી પરેશાનીમાં તેમનો સહયોગ કરવો તથા મનોબળ વધારવું તમારી જવાબદારી છે. સંબંધીઓ અને મિત્રો સાથે પણ તમારા સંબંધ મધુર જાળવી રાખો.

વ્યવસાયઃ- ટૂર એન્ડ ટ્રાવેલ્સ, મીડિયા તથા કલાત્મક કાર્યોમાં આજે વધારે નફો મળવાની શક્યતા છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારી વ્યવસ્થિત દિનચર્યા અને યોગ્ય ખાનપાન તમારા સ્વાસ્થ્યને ઉત્તમ જાળવી રાખશે.