તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

15 સપ્ટેમ્બરનું રાશિફળ:મંગળવારે મિથુન અને તુલા જાતકોની ગ્રહ સ્થિતિ પક્ષમાં રહેશે, નજીકના સંબંધીઓ સાથે સંબંધ સાચવવો

4 દિવસ પહેલા
  • કૉપી લિંક

15 સપ્ટેમ્બર, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- ઘણાં લાંબા સમયથી અટવાયેલાં પરિવારના કામોને પૂર્ણ કરવા માટે સમય ઉત્તમ છે. તેનાથી ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે. તમે તમારી વ્યક્તિગત ગતિવિધિઓ ઉપર વધારે ધ્યાન આપી શકશો.

નેગેટિવઃ- બાળકોની શિક્ષાને લગતાં કાર્યોમાં મોડું કરવું નહીં. એડમિશનમાં મુશ્કેલીઓ આવી શકે છે. કોઇ અજાણ વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ કરી લેવો પરેશાનીનું કારણ બનશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ યથાવત ચાલતી રહેશે.

લવઃ- ઘરની દેખરેખમાં જીવનસાથીનો યોગ્ય સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- ઘરના કોઇ વડીલ વ્યક્તિના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમારી પ્રતિભા અને યોગ્યતાનો પ્રભાવ સામાજિક ગતિવિધિઓ ઉપર પોઝિટિવ રહેશે. લોકો તમારા વ્યક્તિત્વ અને વ્યવહાર કુશળતાથી પ્રભાવિત થશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓ બનશે.

નેગેટિવઃ- મિત્રો સાથે ખોટો સમય પસાર કરવાના કારણે અનેક મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે. જેથી તમારા કાર્યોને પ્રાથમિકતા આપો.

વ્યવસાયઃ- પારિવારિક વ્યવસાયમાં બધા સભ્યોનો તાલમેલ જાળવી રાખવો જરૂરી છે.

લવઃ- લગ્નજીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- કસરત અને યોગ ઉપર વધારે ધ્યાન આપો.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આ સમય ભાગ્ય અને ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે. તેનું સન્માન કરો. આજે તમારી પ્રતિભા તથા ક્ષમતા લોકો સામે ઉજાગર થશે. પરિવારના લોકોની જરૂરિયાતોને સમજો તથા તેમની સાથે સમય પસાર કરો.

નેગેટિવઃ- બિનજરૂરી ખર્ચના કારણે બજેટ ખરાબ થઇ શકે છે. નાણાકીય મામલે નજીકના વ્યક્તિ સાથે વિવાદ થવાની સંભાવના છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં તમારી મહેનત અને એકાગ્રતાનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે કોઇ પ્રિય મિત્રની આર્થિક મદદ કરવી પડી શકે છે. આવું કરવાથી તમને આત્મિક સુખની પ્રાપ્તિ થશે. બાળકોને લગતાં કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે.

નેગેટિવઃ- અજાણતાં જ ઘરના વડીલોના સન્માનને ઠેસ પહોંચાડી શકો છો. તમારા પરિવારના મામલાઓમાં બહારના લોકો દખલ કરે નહીં તેનું ધ્યાન રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારા પેપર સંબંધિત ફાઇલો વ્યવસ્થિત રાખો.

લવઃ- પતિ-પત્નીમાં મતભેદ ઊભો થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- ચામડીને લગતી કોઇ એલર્જી થઇ શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિ વધારે સારી બનશે. આધ્યાત્મિક તથા વડીલ લોકો સાથે થોડો સમય પસાર કરવો શાંતિ આપશે. તમે નવી ઊર્જા સાથે કામમાં ધ્યાન આપી શકશો.

નેગેટિવઃ- બાળકોની સમસ્યાઓ ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે તેમને નજરઅંદાજ કરશો નહીં. જમીન વેચવાને લગતી કોઇ યોજનાને હાલ ટાળો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇપણ સમસ્યામાં તમારા ભાઇઓ અથવા નજીકના મિત્રનો સહયોગ લો.

લવઃ- પરિવારના સભ્યોનો સહયોગ ઘરના વાતાવરણને સુખમય જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને કબજિયાતની ફરિયાદ રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- કોઇ નજીકના સંબંધીના ઘરે ધાર્મિક સમારોહમાં સામેલ થવાની તક મળશે. ઘણાં લાંબા સમય પછી પોતાના સગા-સંબંધીઓને મળવાથી શાંતિ મળશે.

નેગેટિવઃ- કોઇના વ્યક્તિગત મામલે દખલ કરશો નહીં. આવું કરશો તો સંબંધોમાં ખટાસ ઊત્પન્ન થઇ શકે છે. આજે કોઇપણ પ્રકારના ધનનું લેવડ-દેવડ ટાળો

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે મીઠો વિવાદ થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમે તમારી બુદ્ધિમત્તા દ્વારા ધન તથા પરિવાર સંબંધિત સમસ્યાઓનો ઉકેલ મેળવવામાં સમર્થ રહેશો. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા ભાગ્યને વધારે પ્રબળ બનાવી રહી છે.

નેગેટિવઃ- કોઇ જૂનો મુદ્દો ઊભો થવાથી તણાવનું વાતાવરણ રહેશે. જેના કારણે નજીકના વ્યક્તિઓ સાથે સંબંધ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- સરકારી સેવામાં જોડાયેલાં વ્યક્તિઓથી તેમના ઉચ્ચ અધિકારી પ્રસન્ન રહેશે.

લવઃ- લગ્ન સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- શરદી-ઉધરસ રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- રોજિંદા જીવનથી અલગ આજે થોડો સમય પોતાના માટે પણ પસાર કરો. આવું કરવાથી તમે તમારી અંદર ફરી નવી ઊર્જા અને તાજગી અનુભવ કરશો. સામાજિક તથા ધાર્મિક ગતિવિધિઓમાં પણ યોગદાન રહેશે.

નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધીના લગ્ન સંબંધોમાં તણાવના કારણે ચિંતા રહેશે. તમારી સલાહ અને સહયોગ તેમની પરેશાનીઓને ઘટાડી શકે છે.

વ્યવસાયઃ- પબ્લિક ડીલિંગ તથા માર્કેટિંગને લગતાં કાર્યોમાં સફળતા મળશે.

લવઃ- પતિ-પત્ની એકબીજાના સહયોગ દ્વારા થોડી મહત્ત્વપૂર્ણ યોજનાઓ બનાવશે.

સ્વાસ્થ્યઃ- ઘરના વડીલ વ્યક્તિઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- કોઇપણ કામને કરતાં પહેલાં અન્યની સલાહની અપેક્ષા તમારા મનનો અવાજ સાંભળો. તમારી અંતરાત્મા તમને યોગ્ય રસ્તે વધવાની પ્રેરણા આપશે. અધ્યાત્મ તથા ધાર્મિક કાર્યો પ્રત્યે તમારો રસ વધશે.

નેગેટિવઃ- વ્યક્તિગત કાર્યો સાથે તમારા ઘરની વ્યવસ્થા જાળવી રાખવામાં પણ ધ્યાન આપવું જરૂરી છે. તમારી બેદરકારીના કારણે ઘરના લોકો થોડી મુશ્કેલી અનુભવી રહ્યા છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમાં સહયોગ અને કર્મચારીઓની સલાહને પણ સન્માન આપો.

લવઃ- ઘરનું વાતાવરણ ઠીક રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટ અને લિવર સાથે જોડાયેલી કોઇ સમસ્યા રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- ઘરમાં કોઇ પ્રકારના પરિવર્તનને લગતી યોજના બની રહી છે તો વાસ્તુ નિયમો પ્રમાણે કામ કરવું ફાયદાકારક સાબિત થશે. તમારું કોઇપણ કામ પ્લાનિંગ સાથએ કરવું તથા પોઝિટિવ વિચાર તમને એક નવી દિશા આપશે.

નેગેટિવઃ- દરેક કામમાં વધારે અનુશાસન જાળવી રાખવું પણ અન્ય માટે પરેશાનીનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- નોકરિયાત લોકો જલ્દી પોતાનું મનગમતું સ્થાન પ્રાપ્ત કરશે.

લવઃ- પારિવારિક જીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- કામ અને તણાવના કારણે માથાનો દુખાવો થશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- બાળકના કરિયરને લગતાં કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે. તમે પણ તણાવ મુક્ત થઇને તમારા વ્યક્તિગત કાર્યોમાં ધ્યાન આપી શકશો.

નેગેટિવઃ- આજે કોઇપણ પ્રકારના રોકાણને લગતાં કામને ટાળો. સાથે જ ગેરકાયદેસર કાર્યોમાં રસ લેશો નહીં. તમારી ઉપર કોઇ ખોટો આરોપ લાગી શકે તેવી સંભાવના છે.

વ્યવસાયઃ- આ સમયે કોઇ નવા કાર્યને લગતી યોજના બનાવવાની અપેક્ષાએ પારિવારિક વ્યવસાય ઉપર વધારે ધ્યાન આપો.

લવઃ- ઘરના સભ્યોનો સહયોગ તથા એકબીજા પ્રત્યે સમર્પણની ભાવના ઘરના વાતાવરણને ખુશહાલ બનાવશે.

સ્વાસ્થ્યઃ- તાવ અને નબળાઇનો અનુભવ થશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- મિત્રો સાથે પારિવારિક ગેટ-ટુ-ગેધર તથા મોજ-મસ્તીમાં આજનો દિવસ પસાર થશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલાં તણાવથી રાહત મળશે. સાથે જ, કોઇપણ મહત્ત્વપૂર્ણ કામને કરતાં પહેલાં પારિવારિક સભ્યોની સલાહ જરૂર લેવી.

નેગેટિવઃ- બાળકની ગતિવિધિઓને નજરઅંદાજ ન કરો. તેમની બેદરકારી નુકસાનદાયક રહેશે. ભાઇઓ સાથે સંબંધ મધુર રહેશે.

વ્યવસાયઃ- નોકરિયાત વ્યક્તિઓની ઓફિસની કાર્ય વ્યવસ્થામાં પોઝિટિવ ફેરફાર આવશે.

લવઃ- પતિ-પત્નીનો એકબીજાને સહયોગ કરતો વ્યવહાર સંબંધોમાં વધારે મધુરતા લાવશે.

સ્વાસ્થ્યઃ- થોડો સમય નકારાત્મક વિચાર હાવિ થઇ શકે છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો