શુક્રવારનું રાશિફળ:શુક્રવારે ધન રાશિના લોકોએ ફાલતુ ગતિવિધિઓમાં સમય ખરાબ કરવો નહીં, વિવાદથી બચવું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દશેરાનો દિવસ 4 રાશિ માટે સારો રહેશે
  • 8 રાશિ માટે દિવસ સામાન્ય રહેશે

15 ઓક્ટોબર, શુક્રવારના રોજ દશેરા છે. પ્રજાપતિ તથા શૂલ નામના શુભ તથા અશુભ યોગ બની રહ્યા છે. 8 રાશિ માટે સામાન્ય તથા 4 રાશિ માટે દિવસ સારો રહેશે. કર્ક, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ તથા મીન રાશિ માટે દિવસ સામાન્ય રહેશે. આ ઉપરાંત મેષ રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ સારો છે. વૃષભ રાશિને અટકેલા પૈસા પરત મળશે તથા નોકરિયાત વર્ગ માટે દિવસ શુભ છે. મિથુન રાશિને નોકરીમાં પ્રમોશનના યોગ છે. સિંહ રાશિના નોકરિયાત વર્ગને નવી તકો મળે તેવા યોગ છે. આ સાથે જ સારા સમાચાર મળી શકે છે.

15 ઓક્ટોબર, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે ઘરને લગતા બધા કાર્યો પૂર્ણ કરવામાં તમે વ્યસ્ત રહેશો. કોઈ ખાસ વ્યક્તિનું સાનિધ્ય પ્રાપ્ત થશે. જેથી તમારી વિચારધારામાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન થશે. ભાઈઓ સાથે ચાલી રહેલો સંપત્તિનો વિવાદ દૂર થશે.

નેગેટિવઃ- બપોર પછી કોઈ અશુભ સમાચાર મળવાથી મન નિરાશ રહેશે. બનતા કાર્યોમાં થોડા વિઘ્ન આવી શકે છે. અજાણ્યા વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ ન કરો, નહીંતર તમે તમારું જ નુકસાન કરી શકો છો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારું માન-સન્માન અને વર્ચસ્વ જળવાયેલું રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ અને હળવી સ્વાસ્થ્ય સમસ્યા રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- ઘણાં સમયથી અટવાયેલું કોઈ પેમેન્ટ કે ઉધાર આપેલાં રૂપિયા મળવાથી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. કોઈ મુશ્કેલ કાર્યોમાં નજીકના મિત્રનો યોગ્ય સહયોગ પ્રાપ્ત થશે. જમીનને લગતું કોઈપણ કામ સંપન્ન થઈ શકે છે.

નેગેટિવઃ- અનેકવાર ઉતાવળ અતિ ઉત્સાહથી બનતું કામ પણ ખરાબ કરી શકે છે, જેથી ઘરમાં સુખ-શાંતિ પણ પ્રભાવિત થઈ શકે છે. પાડોસીઓ સાથે સંબંધ ખરાબ થવા દેશો નહીં. વાહન કે મશીનને લગતા ઉપકરણોનો પ્રયોગ ધ્યાનપૂર્વક કરો

વ્યવસાયઃ- વેપારમાં જો કોઈ સાથે પાર્ટનરશિપ કરવાની યોજના બની રહી છે કો આજે તેના ઉપર ગંભીરતાથી અમલ કરો.

લવઃ- પારિવારિક વાતાવરણ પ્રસન્નતાપૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે તમે પરિવારમાં થોડા સમયથી ચાલી રહેલી અવ્યવસ્થાને દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવશો. તેમાં સફળતા પણ મળશે. વાહન ખરીદવાને લગતી યોજના બનશે. ઘરના બધા સભ્યો સાથે ધાર્મિક સ્થળે જવાનો પ્રોગ્રામ બની શકે છે.

નેગેટિવઃ- કોઈ બહારના વ્યક્તિ સાથે ઝઘડાની સ્થિતિ ઊભી થઈ શકે છે. એટલે ફાલતૂ વાદ-વિવાદમાં ધ્યાન ન આપીને તમારા કામ ઉપર જ ધ્યાન રાખો. આવકના સાધનોમાં ઘટાડો આવી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારી આવડક અને યોગ્યતાના બળે અનેક મહત્ત્વપૂર્ણ કરાર પ્રાપ્ત થશે.

લવઃ- તમારે કામ વધારે હોવાના કારણે જીવનસાથીનો ઘરની દેખરેખમાં પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- વ્યસન તથા નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- ઘરમાં નજીકના સંબંધીઓ આવવાથી ચહેલ-પહેલ રહેશે. રોજિંદા થાક તથા વ્યસ્તતાથી રાહત મળી શકે છે. વિદ્યાર્થીઓના અભ્યાસ અને કરિયરને લગતી સમસ્યાઓનું સમાધાન પણ મળી શકે છે.

નેગેટિવઃ- કોઈ નવું રોકાણ કરતા પહેલાં યોગ્ય રીતે તપાસ કરી લો. ખોટા કાર્યોમાં ધન ખર્ચ થવાના યોગ બની શકે છે. ભાવુકતા તમારી સૌથી મોટી નબળાઈ છે ધ્યાન રાખો કે કોઈ તમારો ખોટો ફાયદો ઉઠાવી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારા સ્પર્ધીઓ સક્રિય રહી શકે છે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખમય જળવાયેલું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કોઈ પ્રકારનું રિસ્ક લેવાથી બચવું.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- જે કામ છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં હતા આજે તે પૂર્ણ કરવાની કોશિશ કરો. કોઈ સંબંધીને લગતા શુભ સમાચાર મળવાથી પ્રસન્ન રહેશો. ઘરના વડીલોનો સહયોગ ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે.

નેગેટિવઃ- ખરાબ નિયતના લોકો તથા ખરાબ આદતોથી દૂર રહેવું અતિ જરૂરી છે. નહીંતર તમારી માનહાનિ અને અપમાન થઈ શકે છે. જો કોર્ટ કચેરીને લગતો કોઈ મામલો ચાલી રહ્યો છે, તો તેને ટાળો.

વ્યવસાયઃ- વેપારમાં જો થોડા રિનોવેશન કે વિસ્તારને લગતી યોજના બની રહી છે તો તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે નાની વાતને લઈને વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- રાજનૈતિક અને સામાજિક ગતિવિધિઓને લગતી સીમા વધશે. નવા મહત્ત્વપૂર્ણ સંબંધ પણ સ્થાપિત થઈ શકે છે. લાંબા સમયથી અધૂરી રહેલી યોજનાઓ શરૂ કરવાનો યોગ્ય સમય છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે સામાજિક કાર્યો સાથે-સાથે પારિવારિક મુદ્દા ઉપર ધ્યાન આપવું જરૂરી છે. ઘરને લગતા કામ અટકી જવાથી તણાવ ઊભો થઈ શકે છે. વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા તથા ખોટા કાર્યોમાં સમય ખરાબ ન કરે

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ અને સહયોગીઓની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો

લવઃ- પતિ-પત્નીમાં સારો તાલમેલ જળવાયેલો રહી શકે છે

સ્વાસ્થ્યઃ- ગેસ અને એસિડિટી જેવી હળવી સમસ્યાઓ રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- ભવન નિર્માણને લગતા અટવાયેલાં કાર્યો ફરી શરૂ થશે. મહત્ત્વપૂર્ણ લોકો સાથે સમય પસાર કરવાથી તમારા વ્યક્તિત્વમાં પણ પોઝિટિવ ફેરફાર આવી શકે છે. કોઈ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી સુખ પ્રાપ્ત થઈ શકે છે.

નેગેટિવઃ- ગુસ્સાને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં. નહીંતર કામ ખરાબ થઈ શકે છે. કોઈ ગાઢ મિત્રને લગતી અપ્રિય ઘટનાની સૂચના મળવાથી મન નિરાશ રહી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં અને નોકરીને લગતા કોઈપણ કામ અને દરેક મહત્ત્વપૂર્ણ નિર્ણય જાતે જ લો.

લવઃ- પારિવારિક વાતાવરણ સામાન્ય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતી સમસ્યા કે કમરનો દુખાવો તકલીફ આપી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- અચાનક જ કોઈ નજીકના મિત્ર કે સંબંધી સાથે મુલાકાત રોજિંદા તણાવથી રાહત આપી શકે છે. એક નવી ઊર્જા અનુભવ થશે. જે શુભ સમાચારને પ્રાપ્ત કરવા માટે તમે કોશિશ કરી રહ્યા હતાં, આજે તે સમાચાર તમને મળી શકે છે.

નેગેટિવઃ- થોડી નકારાત્મક પ્રવૃત્તિના લોકો તમારા માટે પરેશાની ઊભી કરી શકે છે, જોકે, તમે તેમની ચાલને સફળ થવા દેશો નહીં. આ દિવસોમાં ખર્ચ વધારે રહેશે જેના કારણે થોડા મહત્ત્વપૂર્ણ કામ અટકી પણ શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં રિનોવેશન કે ફેરફારને લગતા થોડા નિર્ણય લેવા પડશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ બની રહેશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે કોઈ સોજા કે યૂરિનને લગતું ઇન્ફેક્શન થવાની શક્યતા છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- કોઈ મહત્ત્વપૂર્ણ લક્ષ્યની પ્રાપ્તિ માટે તમારી સંપૂર્ણ ઊર્જા લગાવી દેશો અને સફળ પણ રહેશો. વિદ્યાર્થીઓને કોઈ ઇન્ટરવ્યૂ કે સંમેલનમાં મહત્ત્વપૂર્ણ સફળતા મળી શકે છે. કુલ મળીને સમય અનુકૂળ રહી શકે છે.

નેગેટિવઃ- પાડોસીઓ સાથે કોઈ પ્રકારનો ઝઘડો કે વિવાદ થવાની શક્યતા છે. ફાલતૂ ગતિવિધિઓમાં તમારો સમય ખરાબ ન કરો. તમારા કાર્યોમાં જ ધ્યાન કેન્દ્રિત કરો

વ્યવસાયઃ- આજે વેપારમાં એક પછી એક પરેશાનીઓ અનુભવ થઈ શકે છે.

લવઃ- પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળે જવાનો પ્રોગ્રામ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- એસિડિટી અને ગેસની સમસ્યા રહી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમારા રાજનૈતિક સંબંધોને વધારે મજબૂત કરો. કેમ કે મહત્ત્વપૂર્ણ સફળતા તમારી રાહ જોઈ રહી છે. આ સમયે ગ્રહ ગોચર પૂર્ણ રીતે તમારા પક્ષમાં છે. કોઈ નજીકના સંબંધી સાથે મહત્ત્વપૂર્ણ મુદ્દે ચર્ચા-વિચારણાં થઈ શકે છે.

નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન રાખો કે રાજકારણને લગતા કાર્યોમાં તમારી છાપ ખરાબ થાય નહીં. તેના માટે નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી થોડું દૂર રહો. સંતાનને પ્રતિષ્ઠિત કોલેજમાં પ્રવેશ ન મળવાથી ચિંતા રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં વિસ્તારને લગતી જે યોજના બનાવી છે તેના અંગે ફરી વિચાર કરવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલાં મતભેદનું નિવારણ થશે.

સ્વાસ્થ્યઃ- વધારે તણાવના કારણે માથાનો દુખાવો ઊભો થઈ શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- છેલ્લા થોડા સમયથી જે યોજના બની રહી હતી અને તે લક્ષ્યોને પ્રાપ્ત કરવાનો ઉત્તમ સમય છે. અધ્યાત્મિક તથા સામાજિક ગતિવિધિઓમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. ઘરના વડીલોની દેખરેખમાં સમય પસાર થશે.

નેગેટિવઃ- થોડા લોકો તમારા વિરૂદ્ધ ષડયંત્ર રચી શકે છે. એટલે અજાણ વ્યક્તિઓ ઉપર વિશ્વાસ ન કરો. આર્થિક રીતે થોડી મુશ્કેલીઓ તથા સમસ્યાઓ સામે આવી શકે છે.

વ્યવસાયઃ- તમારા વ્યવસાયની કાર્યપ્રણાલીમાં જે પરિવર્તન કર્યું છે તેના હવે યોગ્ય પરિણામ પ્રાપ્ત થવાના છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજનું ગ્રહ ગોચર તથા ભાગ્ય તમારા પક્ષમાં સંપૂર્ણ રીતે કામ કરી રહ્યું છે. તમારા કોઈ પ્રકારની સમસ્યાનું સમાધાન શોધવા માટે સમય ઉત્તમ છે. એટલે કોશિશ કરતા રહો. યુવાઓને કોઈ મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થવાથી રાહત મળી શકે છે.

નેગેટિવઃ- તમારી ભાવનાઓ અને ઉદારતાનો ખોટો ફાયદો પણ ઉઠાવવામાં આવી શકે છે. એટલે કોઈ સાથે સંબંધ બનાવતી સમયે સાવધાન રહેવું જરૂરી છે. કોઈ મહત્ત્વપૂર્ણ વસ્તુ ન મળવાથી ચિંતા રહી શકે છે.

વ્યવસાયઃ- જમીન કે વાહનને લગતા વ્યવસાયમાં ગતિવિધિઓમાં સુધાર આવી શકે છે.

લવઃ- જીવનસાથી સાથે હરવા-ફરવા તથા રોમેન્ટિક ગતિવિધિઓમાં સમય પસાર થશે

સ્વાસ્થ્યઃ- ગરમીના કારણે પાચનશક્તિ ખરાબ થઈ શકે છે.