15 ઓક્ટોબરનું રાશિફળ:ગુરુવારે ધન અને મીન જાતકો માટે સમય ઉત્તમ રહેશે, મકર અને કુંભ જાતકોએ ધૈર્ય અને સંયમથી કામ લેવું

2 વર્ષ પહેલા
  • 3 શુભ યોગને કારણે સાત રાશિઓને નોકરી તથા બિઝનેસમાં ગ્રહ-નક્ષત્રોનો સાથ મળશે
  • ગ્રહોની શુભ સ્થિતિને કારણે કેટલાંક જાતકોને મુશ્કેલીઓમાં રાહત, ધનલાભ પણ થશે

15 ઓક્ટોબર, ગુરુવારના રોજ બ્રહ્મ તથા માતંગ યોગમાં દિવસની શરૂઆત થઈ રહી છે. સવારે સાડા દસ વાગ્યાની આસપાસ ઈન્દ્ર નામનો વધુ એક શુભ યોગ બની રહ્યો છે. ગ્રહ-નક્ષત્રોની આ શુભ સ્થિતિનો ફાયદો સાત રાશિના જાતકોને મળશે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના મતે, મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા તથા ધન રાશિના જાતકોને કામકાજમાં ગ્રહ-નક્ષત્રોનો સાથ મળશે. ધન લાભનો યોગ પણ બની રહ્યો છે. જૂની મુશ્કેલીઓમાંથી રાહત મળશે. આ ઉપરાંત તુલા, કુંભ તથા મીન રાશિના જાતકોએ આખો દિવસ સંભાળીને લેશે. આ ત્રણ રાશિના જાતકોએ જોખમ તથા ઉતાવળથી બચવું. લેવડ-દેવડ તથા રોકાણમાં સાવધાની રાખવી. તો વૃશ્ચિક તથા મકર રાશિના જાતકો માટે દિવસ મિશ્ર રહેશે.

15 ઓક્ટોબર, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- માનસિક સુખ-શાંતિ રહેશે. આજે મોટાભાગનો સમય અભ્યાસ અને લેખનમાં પસાર થશે. અનેક મહત્ત્વપૂર્ણ કામ સમયે પૂર્ણ થઇ જવાથી મન પ્રસન્ન રહેશે. પોતાનો વિકાસ કરવા માટે સ્વભાવમાં થોડું સ્વાર્થીપણું પણ લાવવું જરૂરી છે.

નેગેટિવઃ- ક્યારેક એવું લાગશે કે બધું જ હોવા છતાં કઇંક અધૂરું છે. થોડો સમય આધ્યાત્મિક ગતિવિધિઓમાં પસાર કરો. નકારાત્મક પ્રવૃતિના થોડાં લોકો તમારું નુકસાન કરવાની કોશિશ કરશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રને લગતાં કોઇ શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ- વધારે વ્યસ્તતા હોવા છતાં ઘર-પરિવારને પ્રાથમિકતા આપવી ઘરનું વાતાવરણ સારું જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- ઘરના વડીલ વ્યક્તિઓના સ્વાસ્થ્યમાં થોડી પરેશાની આવી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- સમય પડકારનો છે. પરંતુ તમે તમારી પ્રતિભા અને ઊર્જા દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સમર્થ રહેશો. ખાસ કરીને મહિલા વર્ગ માટે સમય ઉત્તમ રહેશે, એટલે તમે તમારી ક્ષમતાઓનો ભરપૂર પ્રયોગ કરો.

નેગેટિવઃ- આર્થિક મામલે બજેટનું ધ્યાન રાખવાની જરૂરિયાત છે. ઉધાર લેવાની જરૂર પડી શકે છે. સંપત્તિના ભાગલાને લઇને વિવાદ એકબીજાની સહમતિ અથવા કોઇની મધ્યસ્થતાથી ઉકેલ કરવો યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- આજે કાર્યક્ષેત્રમાં તમને તમારી મહેનતનું પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થઇ શકશે.

લવઃ- ઘરમાં કોઇ ધાર્મિક આયોજન પૂર્ણ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓથી સાવધાન રહો.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે તમારા માટે સફળતાનો કોઇ દ્વાર ખુલવાનો છે. જેમાં લાભ પ્રાપ્તિ સાથે ઉત્સાહ અને ઊર્જાનો સંચાર થશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાથી રાહત મળશે.

નેગેટિવઃ- તમે અપરિચિત વ્યક્તિઓ ઉપર વિશ્વાસ રાખશો નહીં. તેનાથી તમે મુશ્કેલીમાં મુકાઇ શકો છો. કોઇ ખોટો આરોપ કે કલંક પણ તમારા ઉપર લાગી શકે છે. કામકાજ અને પારિવારિક જવાબદારીઓ વચ્ચે તાલમેલ બેસાડવું એક પડકાર બની રહેશે.

વ્યવસાયઃ- કોઇ મોટી ડીલ અથવા ઓર્ડર મળવાની સંભાવના છે, એટલે તમારા સંપર્ક સૂત્રોને વધારે મજબૂત કરો.

લવઃ- તમારો ઉદારવાદી દૃષ્ટિકોણ ઘર-પરિવારમાં સારો તાલમેલ જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં કોઇ પ્રકારની પરેશાની રહેશે નહીં.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- ઘરમાં કોઇ માંગલિક પ્રસંગ અને શુભ આયોજનનું પ્લાનિંગ બનશે. છેલ્લાં થોડાં સમયથી જે ચિંતા ચાલી રહી હતી, તે દૂર થશે. નવા કાર્યોની યોજના બનશે. તમારી બૌદ્ધિક ક્ષમતાના લોકો વખાણ કરશે. દિવસ માનસિક શાંતિવાળો રહેશે.

નેગેટિવઃ- તમારા જ થોડાં લોકો તમારા માટે વિઘ્ન કે અવરોધ ઊભો કરી શકે છે. એટલે કોઇની વાતોમાં આવશો નહીં. તમારી આવડત અને કાર્ય ક્ષમતા ઉપર જ વિશ્વાસ રાખો.

વ્યવસાયઃ- રાજકીય સેવા કરતાં વ્યક્તિઓને લોકો સાથે વ્યવહાર કરતી સમયે સાવધાની રાખવી.

લવઃ- પારિવારિક સુખ-શાંતિ જાળવી રાખો.

સ્વાસ્થ્યઃ- વધારે ભાગદોડ તથા મહેનતની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે ભવિષ્યને લગતી યોજનાઓને લઇને થોડી મહત્ત્વપૂર્ણ નીતિઓ બનાવો. કામકાજમાં વ્યસ્તતા સિવાય તમે પરિવાર અને મિત્રો સાથે મોજ-મસ્તી અને મનોરંજનમાં પણ સમય પસાર કરશો. આજે કોઇ ભેટ કે કિંમતી વસ્તુ મળી શકે છે.

નેગેટિવઃ- કાયદાકીય મામલે બેદરકારી કરશો નહીં. તમારા કાર્યોમાં અનુભવી વ્યક્તિઓની સલાહ લો. રૂપિયા-પૈસાને લઇને કોઇ સાથે હળવો મતભેદ થઇ શકે છે. સમય રહેતાં તમે તમારી સમજદારી દ્વારા તેનો ઉકેલ કરી લેશો.

વ્યવસાયઃ- વેપારમાં વિસ્તારની યોજના ઉપર કામ શરૂ થશે.

લવઃ- પતિ-પત્ની મળીને ઘરમાં ચાલી રહેલી કોઇ સમસ્યાનો ઉકેલ શોધી શકશે.

સ્વાસ્થ્યઃ- ખરાબ આદતો અને ખરાબ સંગતથી દૂર રહો.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ ઉત્તમ છે. તમારા દ્વારા કરેલું કોઇ મહત્ત્વપૂર્ણ કામ વખાણને લાયક રહેશે. સામાજિક ક્ષેત્રમાં તમારી લોકપ્રિયતા રહેશે અને જનસંપર્કની સીમા પણ વધશે. દિવસનો થોડો સમય મનોરંજનમાં પણ પસાર થશે.

નેગેટિવઃ- આર્થિક રીતે કોઇ ખાસ પોઝિટિવ પરિણામ મળી શકશે નહીં. નવું રોકાણ કરતાં પહેલાં યોગ્ય તપાસ કરી લો. સંબંધીઓ પાસેથી કોઇપણ પ્રકારના સહયોગની આશા રાખશો નહીં.

વ્યવસાયઃ- કારોબારમાં કોઇ નવી ઉપલબ્ધિ તમારી રાહ જોઇ રહી છે.

લવઃ- ઘર-પરિવારમાં એકબીજાનો સારો તાલમેલ વાતાવરણને સારું જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- કબજિયાત અને વાયુ વિકાર જેવી પરેશાની થઇ શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે તમારી આસપાસનું વાતાવરણ સુખદ રહેશે. ઘરની સાફ-સફાઈ તથા અન્ય કાર્યોમાં પણ તમારો રસ રહેશે. તમારા પ્રિયજનો સાથે બેસીને તમારા અનુભવો વ્યક્ત કરો. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો તમારી પરેશાનીઓનો ઉકેલ લાવશે.

નેગેટિવઃ- કોઇપણ કાર્યને કરતાં પહેલાં તેના અંગે સંપૂર્ણ જાણકારી મેળવી લો. કેમ કે અનુભવની ખામીથી કોઇ કામ ખરાબ થઇ શકે છે. કોઇ ઘનિષ્ઠ વ્યક્તિ સાથે સંબંધિત કોઇ અપ્રિય ઘટના ઘટવાથી મન નિરાશ રહેશે.

વ્યવસાયઃ- વેપારમાં માટે લીધેલાં નિર્ણયો શરૂઆતમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઇ વાતને લઇને ગેરસમજ રહેશે.

સ્વાસ્થ્યઃ- આજે વિશેષ રૂપથી વાહન સાવધાની પૂર્વક ચલાવો.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- ઘરમાં મહેમાનોની અવર-જવર રહેશે. જેનાથી ઉત્સવભર્યું વાતાવરણ રહેશે તથા મિત્રો અને પરિજનો તરફથી ચાલી રહેલી કોઇ ચિંતા પણ દૂર થઇ શકે છે. તમારા સ્વભાવમાં પોઝિટિવિટી રહેશે. વિદ્યાર્થીઓને પણ કોઇ નોકરીને લગતી પરીક્ષામાં સફળતા મળશે.

નેગેટિવઃ- કોઇપણ મુદ્દા ઉપર વાતચીત કરતી સમયે સાવધાની રાખવી જરૂરી છે. નહીંતર નાની વાત ઉપર પણ વિવાદ થઇ શકે છે. કોર્ટ કેસ અને સંપત્તિને લગતાં વિવાદ કોઇની મધ્યસ્થતાથી ઉકેલવાનો પ્રયાસ કરો.

વ્યવસાયઃ- વેપારમાં તમે તમારી ઊર્જા અને સાહસના બળે અનેક મહત્ત્વપૂર્ણ કામને પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો.

લવઃ- પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે. કોશિશ કરવાથી મનગમતાં કાર્યો પૂર્ણ થઇ શકે છે. તમે તમારી ચતુરાઈ અને સમજદારી દ્વારા કોઇપણ પરેશાનીથી બહાર આવી શકશો. બાળકો પણ પોતાની ક્ષમતા અને આવડતને લઇને ગર્વ અનુભવશે.

નેગેટિવઃ- આજે વધારે લાભ થશે નહીં, પરંતુ નુકસાન પણ થશે નહીં. સમય સામાન્ય પરિણામ આપનાર રહેશે. ઘરના કોઇ વડીલ વ્યક્તિનું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. ખોટીં મુંજવણમાં પડીને તમારો સમય ખરાબ કરશો નહીં.

વ્યવસાયઃ- નેટવર્કિંગ અને સેલ્સમાં કાર્ય કરતાં લોકોને સારો અવસર પ્રાપ્ત થશે.

લવઃ- પરિવારના લોકોને એકબીજાનો ભરપૂર સહયોગ મળશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય નબળું રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- જ્ઞાનવર્ધક સમય છે. સાંસારિક કાર્યોને તમે ખૂબ જ પ્રભાવશાળી અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરશો. તમારી સંવેદનશીલતા ઘર-પરિવારની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે. વિદ્યાર્થીઓ અભ્યાસ પ્રત્યે એકાગ્ર રહેશે.

નેગેટિવઃ- આજે સામાજિક અને રાજનૈતિક કાર્યોમાં અંતર જાળવી રાખો. કોઇ પ્રકારની બદનામી થઇ શકે છે. ધન ખર્ચ કરવા છતાંય પરિણામ મળી શકશે નહીં. આ સમયે ધૈર્ય અને વિવેકથી કામ લેવું યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં ઇનકમ ટેક્સ, સેલ્સ ટેક્સ વગેરેને લગતા કોઇ શોકિંગ ન્યૂઝ મળી શકે છે.

લવઃ- વિપરીત પરિસ્થિતિઓમાં તમને જીવનસાથી અને પરિવારના લોકોનો પૂર્ણ સહયોગ મળશે.

સ્વાસ્થ્યઃ- તણાવ અને અવસાદ જેવી સ્થિતિ રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે પરિશ્રમ અને મહેનત વધારે રહેશે. તમે તમારી વ્યવહાર કુશળતા દ્વારા બધા કાર્યો યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. કોઇ મિત્ર કે સંબંધી પ્રત્યે ગેરસમજ દૂર થઇ શકે છે. વિદ્યાર્થી અને યુવા વર્ગ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મહેનત કરશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે, ગુસ્સો અને આવેશમાં આવીને તમે તમારું કોઇ કામ ખરાબ કરી શકો છો. આર્થિક મુશ્કેલીઓ અને પરેશાનીઓ દરેક કામમાં વિઘ્ન ઊભું કરી શકે છે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ અને શોધમાં વધારે મહેનત કરવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં થોડી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- લગ્નજીવનમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- કોઇ જૂનો રોગ ફરી થઇ શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે સમય ઉત્તમ છે. કોઇ રાજકીય કાર્ય નિર્વિઘ્નતા પૂર્વક પૂર્ણ થઇ શકે છે. કોઇ સંબંધી કે મિત્રનો પણ વિશેષ સહયોગ પ્રાપ્ત થઇ શકે છે. આજે તમે તમારા કોઇ ખાસ હુનરને નિખારવા માટે સમય પસાર કરશો. સમય ભૌતિક સુખ-સુવિધાઓને ભોગવવાનો છે.

નેગેટિવઃ- ઘરમાં સભ્યો વચ્ચે ગેરસમજ અને વૈચારિક વિરોધના કારણે કામમાં ગતિરોધની સ્થિતિ રહેશે. તેના કારણે માનસિક તણાવ રહી શકે છે. કોઇ વિશેષ મુદ્દા ઉપર નિર્ણય લેતાં પહેલાં વધારે વિચાર અને તપાસ કરી લેવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- વેપારમાં ખાસ કરીને પાર્ટનરશિપના કામમાં પારદર્શિતા રાખવી જરૂરી છે.

લવઃ- ઘરની વ્યવસ્થામાં કોઇ બહારના વ્યક્તિની દખલ થવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ- સિઝનલ તાવ અને એલર્જીની સમસ્યા રહેશે.

અન્ય સમાચારો પણ છે...