15 જૂનનું રાશિફળ:સોમવારે સૂર્યનો મિથુન રાશિમાં પ્રવેશ જાતકના સ્વભાવ અને કાર્યશૈલીમાં થોડાં પરિવર્તનો લાવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

15 જૂન, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- રાશિ સ્વામી મંગળનો ગુરુના નક્ષત્રમાં ભ્રમણ દરેક કામ માટે વિવેક અને ઉત્તમ વિચાર પ્રદાન કરી રહ્યું છે. આજે કોઇ પ્રકારના બહારી સ્ત્રોતથી તમે તમારું કામ કઢાવી શકો છો.

નેગેટિવઃ- આ વાતનું ધ્યાન રાખવું કે, કોઇપણ કામને ટાળવું નહીં. ક્યારેક-ક્યારેક આળસ અનુભવ થાના કારણે કામથી ધ્યાન હટી શકે છે.

લવઃ- માર્કેટિંગ સંબંધિત કામ પૂર્ણ કરવા માટે દિવસ ઉત્તમ છે.
વ્યવસાયઃ- થોડાં સમયથી ચાલી રહેલાં વિવાદનો ઉકેલ મળી શકશે.
સ્વાસ્થ્યઃ- ગરમ વસ્તુઓનું સેવન કરવાથી ગળામાં તકલીફ થઇ શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજકાલ તમારા દ્વારા લીધેલાં નિર્ણયોના પોઝિટિવ પરિણામ મળવાના કારણે તમારો આત્મવિશ્વાસ વધ્યો છે. હાલ પરિસ્થિતિ તમારા પક્ષમાં કામ કરી રહી છે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક તમારી વાતચીત થોડી આક્રમક થઇ શકે છે. અધિકાર પૂર્ણ વાર્તાલાપ તો ઠીક છે પરંતુ ધ્યાન રાખો તેમાં કડવાસ પેદા થાય નહીં.

લવઃ- પાર્ટનર સાથે તમારા સંબંધો મજબૂત થઇ શકે છે.
વ્યવસાયઃ- નોકરિયાત લોકોએ થોડું સાવધાન રહેવાની જરૂર છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે સૂર્યનો મિથુન રાશિમાં પ્રવેશ તમારા સ્વભાવ અને કાર્યશૈલીમાં થોડો પરિવર્તન કરશે. લાંબા સમયથી થોડી ગતિવિધિઓનું પરિણામ મળી રહ્યું નથી. આજે તેના ઉપર ફરીથી કાર્ય શરૂ કરવાનો સમય છે.

નેગેટિવઃ- પરિવારના લોકોનો તમારા કામમાં હસ્તક્ષેત્રથી તમે થોડું અસહજ અનુભવ કરશો. જેના કારણે સ્વભાવમાં કડવાસ પેદા થઇ શકે છે.

લવઃ- આજે જીવનસાથી પાસેથી કોઇ આશા રાખશો નહીં.
વ્યવસાયઃ- આજે પાર્ટનર સાથે ફોન ઉપર વાત કરતી સમયે મતભેદ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- સરવાઇકલનો દુખાવો વધી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે તમે ભવિષ્યની કોઇ યોજનામાં રૂપિયા લગાવાનું વિચારી રહ્યા છો અને તેના માટે થોડું પેપર વર્ક શરૂ કર્યું છે. પ્રોપર્ટી સંબંધિત કોઇ ખરીદારીની યોજના બની શકે છે.

નેગેટિવઃ- ઉપર જે વાતોની ચર્ચા કરી છે તેના અંગે પહેલાં સૂંપર્ણ જાણકારી પ્રાપ્ત કરી લેવી. તમારી રાશિથી બારમા ભાવમાં સૂર્યના પ્રવેશના કારણે થોડાં સરકારી કામોમાં મોડું થઇ શકે છે.

લવઃ- સમય સાથે તમારે પોતાનામાં થોડો બદલાવ લાવવો જોઇએ.
વ્યવસાયઃ- વેપાર સાથે જોડાયેલાં નિર્ણયો સ્થગિત રાખો.
સ્વાસ્થ્યઃ- અકારણ તણાવની સ્થિતિ બની શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- તમારી રાશિના સ્વામી સૂર્યનો લાભ ભાવમાં પ્રવેશ ધનલાભના સ્વામી સાથે મળીને ધન પ્રાપ્તિના નવા માર્ગ ખોલી શકે છે. એટલે, એક નવા જોશ સાથે શુભ પરિસ્થિતિનો લાભ ઉઠાવવા તૈયાર થઇ જાવ.

નેગેટિવઃ- હાલ તમારી કોશિશોમાં સંપૂર્ણ સફળતા ન મળવાના કારણે થોડો તણાવ અનુભવ કરશો. જ્યારે પરિસ્થિતિઓ તમારા પક્ષમાં કાર્ય કરી રહી છે. આ સમયે તમારે માત્ર ધૈર્ય જાળવી રાખવાની જરૂરિયાત છે.

લવઃ- તમારી સફળતાની અસર દાંપત્ય જીવનમાં સુખ લાવશે.
વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં જે મહેનત કરી રહ્યા હતાં તેના ફળીભૂત થવાનો સમય આવી ગયો છે.
સ્વાસ્થ્યઃ- ગેસની સમસ્યા રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારો તમારા કાર્ય પ્રત્યે સમર્પણના કારણે કાર્યોને આગળ વધારવાનો સમય આવી ગયો છે. આજે યાત્રા અને માર્કેટિંગ સંબંધિત કાર્યોને સ્થગિત રાખો.

નેગેટિવઃ- ભાઇઓ સાથે કોઇ પ્રોપર્ટી સંબંધિત વિવાદ ઊભા થઇ શકે છે. આજે થોડી સાવધાનીપૂર્વક વાતચીત કરો. ગુસ્સાના કારણે વાતાવરણ ખરાબ થઇ શકે છે.

લવઃ- જીવનસાથી સાથે કોઇ વાતને લઇને તણાવ થઇ શકે છે.
વ્યવસાયઃ- વ્યાવસાયિક સ્થળે કોઇ બહારના વ્યક્તિનો હસ્તક્ષેપ ન થાય તેનું ધ્યાન રાખો.
સ્વાસ્થ્યઃ- માઇગ્રેનનો દુખાવો રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમને સરકારી ક્ષેત્રથી લાભ મળી શકે છે. તમારા જ્ઞાનમાં વૃદ્ધિ કરશે જેનાથી તમારા સુખ-સંપત્તિના સાધનોમાં વધારો કરી શકશો. અચાનક તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ જોવા મળશે.

નેગેટિવઃ- રણનીતિ હેઠળ કરેલાં કાર્યોથી સારી સફળતા પ્રાપ્ત થવાની સંભાવના છે. દુશ્મન પક્ષ તણાવ ઉત્પન્ન કરી શકે છે. આ સમયગાળા દરમિયાન તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી શકે છે.

લવઃ- દાંપત્ય જીવનને લઇને સ્થિતિ તણાવપૂર્ણ રહી શકે છે.
વ્યવસાયઃ- ઉત્સાહ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થશે.
સ્વાસ્થ્યઃ- આર્થિક મુંજવણના કારણે મન ચિંતિત રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમારા પિતાને આર્થિક લાભ મળશે. આ દરમિયાન યાત્રાની સંભાવના છે. આ દરમિયાન તમારી મહેનત અંગે વિરોધીઓ પણ તમારા વખાણ કરશે. પ્રોપર્ટી ખરીદવાનો પ્રબળ યોગ બની રહ્યો છે.

નેગેટિવઃ- આર્થિક સ્થિતિઓ વિપરીત દિશામાં રહેશે. ધનપ્રાપ્તિની દ્રષ્ટિથી કરેલાં પ્રયાસ સફળ થવામાં સમય લાગી શકે છે. સમસ્યા પણ ઉત્પન્ન થઇ શકે છે. અંગત જીવનમાં તમારે થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- જીવનસાથી સાથે મધુર સંબંધ જાળવી રાખવાનો પ્રયાસ કરો.
વ્યવસાયઃ- વ્યવસાયમાં ઉતાર-ચઢાવની સ્થિતિ જોવા મળશે.
સ્વાસ્થ્યઃ- આરોગ્યમાં સુધાર થશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ દરમિયાન તમને સારા ફળ મળશે અને તમારા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. તમારા કારોબારની સ્થિતિ આ સમયે સુધરશે. નોકરિયાત લોકોને કાર્યક્ષેત્રમાં પ્રમોશન મળી શકે છે.

નેગેટિવઃ- આર્થિક મામલાઓને લઇને સ્થિતિ પ્રતિકૂળ થઇ શકે છે. રૂપિયાની લેવડ-દેવડમાં સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. કોઇપણ વ્યક્તિને ધન આપવાની જરૂરિયાત નથી. ઘેરલુ વિવાદ ઉત્પન્ન થઇ શકે છે.

લવઃ- ઘરમાં ક્લેશનું વાતાવરણ વધશે.
વ્યવસાયઃ- કામકાજના ક્ષેત્રમાં સારી સફળતા પ્રાપ્ત થશે.
સ્વાસ્થ્યઃ- આ સમયે તમારે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આ સમયે તમારા ખર્ચમાં વૃદ્ધિ થશે પરંતુ તેનો વધારે પ્રભાવ પડશે નહીં. આ રાશિના જાતકો આ દરમિયાન કોઇ લાંબી યાત્રા પર જઇ શકે છે. તમને અચાનક ધનલાભ પણ થઇ શકે છે.

નેગેટિવઃ- આ દરમિયાન મન ઉપર નિયંત્રણ કરવામાં તમને પરેશાની થઇ શકે છે. આ સમયે તમે કોઇ સાથે વાદ-વિવાદની સ્થિતિમાં પડી શકો છો. આ દરમિયાન સામાજિક સ્તરે તમારા માન-સન્માનમાં ઘટાડો આવી શકે છે.

લવઃ- આ મહિને કોઇને પ્રપોઝ કરવાની કોશિશ કરશો નહીં.
વ્યવસાયઃ- સમય પ્રમાણે સ્થિતિ અનુકૂળ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમને ધનલાભ થવાની સંભાવના છે. તે લોકોને સફળતા મળી શકે છે જે નોકરીની શોધમાં છે. પારિવારિક જીવનમાં સુખ વધશે. લોકોએ તમારા માટે જે ખોટી ધારણા બનાવી હતી તે દૂર થઇ જશે.

નેગેટિવઃ- આ સમય થોડો અસહજ થશે. તમારા મનમાં આ સમયે બેચેની રહેશે. વાદ-વિવાદની સ્થિતિમાં તમારે તમારી ઉપર કાબૂ રાખવાની જરૂર છે.

લવઃ- સંબંધ મધુર જાળવી રાખવાનો પ્રયાસ કરો.
વ્યવસાયઃ- સાહસ અને ઉત્સાહમાં વૃદ્ધિ થવાથી કામકાજના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે.
સ્વાસ્થ્યઃ- પરણિત લોકો આ દરમિયાન ચિંતામાં રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- અભ્યાસમાં તમારું મન લાગશે અને તમે ધ્યાનથી અભ્યાસ કરી શકશો. આ રાશિના લોકોની માનિસક પરેશાનીઓ ઓછી થઇ જશે. પરીક્ષાની તૈયારીમાં જોડાયેલાં લોકોને સફળતા મળશે.

નેગેટિવઃ- જીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. આ દરમિયાન તમારે ખોટાં વાદ-વિવાદથી બચવું પડશે. પારિવારિક જીવનમાં તમારે થોડી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- દાંપત્ય જીવનને લઇને સ્થિતિ પ્રતિકૂળ રહેશે.
વ્યવસાયઃ- સરકારી ક્ષેત્રથી લાભ મળવાની આશા છે.
સ્વાસ્થ્યઃ- માનસિક શાંતિ ખરાબ થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...