શુક્રવારનું રાશિફળ:પ્રીતિ યોગ વૃષભ સહિત 4 રાશિના જાતકોને શુભ ફળ આપશે, અટવાયેલું ધન પરત મળશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

15 જુલાઈ, શુક્રવારના રોજ પ્રીતિ યોગ સર્જાઈ રહ્યો છે. આ શુભ યોગના પ્રભાવથી વૃષભ રાશિના જાતકોને ભાગ્યનો સાથ અને મહેનતનું ફળ મળશે. મિથુન રાશિના જાતકોની ડેઇલી ઇન્કમમાં વધારો થઈ શકે છે. કર્ક રાશિના લોકોની નોકરીમાં મનગમતા ફેરફારો થવાના યોગ છે. મીન રાશિના જાતકોના અટવાયેલા પૈસા પરત મળી શકે છે. આ રાશિના નોકરિયાત લોકો માટે પણ દિવસ સારો રહેશે. આ સિવાયની અન્ય રાશિઓ પર ગ્રહોની મિશ્ર અસર રહેશે.

15 જુલાઈ, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ બની રહી છે. થોડા સમયથી જે કામ અટવાયેલું છે તેમાં ગતિ આવશે. માત્ર થોડી સમજણ અને સમજદારીથી કામ કરવાની જરૂરિયાત છે. સાથે જ સંતાનના કરિયર અને શિક્ષણને લગતી કોઈ ચિંતાનું પણ નિવારણ થશે.

નેગેટિવઃ- અન્ય લોકોની વાતો ઉપર અમલ કરતા પહેલાં યોગ્ય વિચાર કરો તથા ભાવુકતા અને બેદરકારી જેવી નબળાઈઓ ઉપર વિજય પ્રાપ્ત કરો. તમારી કોઈ યોજના ખરાબ સાબિત થઈ શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં થોડા પડકાર સામે આવશે, પરંતુ સમય રહેતા તેનો ઉકેલ પણ શોધવામાં આવશે.

લવઃ- લગ્નજીવનમાં સુખશાંતિનું વાતાવરણ રહેશે

સ્વાસ્થ્યઃ- દિનચર્યા અને ખાનપાન પ્રત્યે બેદરકારી ન કરો

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- અચાનક જ કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત તમારા માટે લાભદાયક સાબિત થશે. જો કોઈ વારસાગત સંપત્તિનો મામલો ચાલી રહ્યો છે તો તેને ઉકેલવા માટે સમય યોગ્ય છે. આ સમયે ભાગ્ય અને કર્મ બંને તમારા પક્ષમાં રહેશે.

નેગેટિવઃ- બાળકોની કોઈ ગતિવિધિના કારણે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. શાંતિથી સમસ્યાનું સમાધાન કરો, સફળતા પ્રાપ્ત થશે. સાસરિયાં પક્ષ સાથે સંબંધો ખરાબ ન થાય તેનું ધ્યાન રાખવું.

વ્યવસાયઃ- વેપારમાં આ સમયે ક્વોલિટી અને વધારે સારું જાળવી રાખવાની કોશિશ કરો

લવઃ- કોઈ પારિવારિક સમસ્યાને ઉકેલવા માટે પતિ-પત્ની એકબીજાના તાલમેલનો ઉકેલ શોધવો

સ્વાસ્થ્યઃ- ગેસ અને કબજિયાતના કારણે પેટમાં દુખાવાની ફરિયાદ કરો.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- દિવસનો થોડો સમય આધ્યાત્મિક કે આત્મ મનનમાં જરૂર પસાર કરો. જેથી માનસિક સુકૂન જળવાયેલું રહેશે. વિદ્યાર્થીઓ અભ્યાસને લગતા કોઈ વિઘ્ન દૂર થવાથી તેમને રાહત અનુભવ થશે.

નેગેટિવઃ- પ્રોપર્ટી કે ભાગલા જેવી સમસ્યાઓને લઈને થોડી પરેશાનીઓ અને વિઘ્ન આવી શકે છે. તમે તમારા મનોબળ દ્વારા તેમને દૂર કરવામાં સક્ષમ પણ રહેશે. સાથે જ તમારા સ્વભાવમાં ધૈર્ય અને સંયમ જાળવી રાખવું પણ જરૂરી છે.

વ્યવસાયઃ- થોડી નવી સફળતા પ્રાપ્ત થશે જેથી આવકના સ્ત્રોત પણ વધશે.

લવઃ- લગ્નજીવનમાં એકબીજા સાથે તાલમેલ રહેવાથી સુકૂનભર્યું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમારો સિદ્ધાંતવાદી દૃષ્ટિકોણ સમાજમાં તમને ખાસ સ્થાન પ્રાપ્ત કરાવશે. થોડા રાજનૈતિક લોકો સાથે મુલાકાતના ભવિષ્ય માટે ફાયદાકારક સાબિત થશે. સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- તમારા વર્તમાન ઉપર જૂની નકારાત્મક વાતો હાવી થવા દેશો નહીં. તેનાથી તમારા મનોબળમાં ઘટાડો આવી શકે છે અને જેની અસર તમારા સંબંધો ઉપર પણ પડશે.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે સમય અનુકૂળ છે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખમય રહેશે

સ્વાસ્થ્યઃ- વાતાવરણના ફેરફારના કારણે થોડી આળસ અને થાક જેવી સ્થિતિ રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આ જાતકોનો મોટાભાગનો સમય પારિવારિક ગતિવિધિઓમાં જ પસાર થશે. સુકૂનભર્યો સમય રહેશે. યુવાઓ કોઈ દુવિધા દૂર થવાથી રાહતનો શ્વાસ લેશે. કોઈ મોટો નિર્ણય લેવાની હિંમત પણ આવશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે તમારી કોઈ તીખી વાતથી કોઈ નજીકના વ્યક્તિ સાથે સંબંધ ખરાબ થઈ શકે છે અને તમને અપયશ જેવી સ્થિતિનો પણ સામનો કરવો પડી શકે છે.

વ્યવસાયઃ- પ્રોપર્ટીને લગતા કાર્યો માટે નફાદાયક સમય રહેશે.

લવઃ- પારિવારિક સભ્યો પ્રત્યે શ્રદ્ધા અને પ્રેમ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણને લગતી થોડી શારીરિક પરેશાનીઓ રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- જો કોઈ સરકારી મામલો અટવાયેલો છે તો આજે તેને પૂર્ણ કરવાની કોશિશ કરો. સફળતા મળવાની આશા છે. ધાર્મિક અધ્યાત્મિક ગતિવિધિઓમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે.

નેગેટિવઃ- નજીકના સંબંધી કોઈ ગતિવિધિને લઈને મન પરેશાન રહેશે. ગુસ્સાની જગ્યાએ ધૈર્ય સાથે સમસ્યાનો ઉકેલ શોધો. ધનને લગતી લેવડ-દેવડમાં સાવધાની જાળવો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં બધા કાર્યો તમારી દેખરેખ હેઠળ જ કરવાં.

લવઃ- તમારા કામકાજમાંથી સમય કાઢીને પરિવાર અને જીવનસાથી માટે પણ સમય કાઢો.

સ્વાસ્થ્યઃ- પગનો દુખાવો થઈ શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમારું કોઈ મન પ્રમાણે કામ સંપન્ન થઈ શકે છે, માત્ર અન્ય લોકોની સલાહ લેવાની જગ્યાએ તમારા મનનો અવાજ સાંભળો અને તેના ઉપર અમલ કરો. જો કોઈ પોલિસીમાં રૂપિયાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તરત નિર્ણય લો.

નેગેટિવઃ- રૂપિયા આવવાની સાથે-સાથે ખર્ચ પણ રહેશે. આજે કોર્ટ કેસને લગતો કોઈ મામલો ટળી જશે. થોડા લોકો ઈર્ષ્યાની ભાવના સાથે તમારા પરિવારમાં ગેરસમજ ઊભી કરી શકે છે.

વ્યવસાયઃ- ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે.

લવઃ- પારિવારિક સભ્યો વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારા વિચારોને પોઝિટિવ જાળવી રાખો

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- જમીન કે તેને લગતું કોઈ અટવાયેલો મામલો કોઈની મદદથી ઉકેલાઈ જશે. આ સમયે તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થશે. સફળતા મેળવવા માટે કર્મ પ્રધાન થવું પડી શકે છે.

નેગેટિવઃ- કોઈ ખાસ વસ્તુ ખોવાઈ જવી કે ચોરી થવાના યોગ બનશે. ભાવનાઓમાં આવીને કોઈપણ નિર્ણય લેશો નહીં. તમારા કારણે પરેશાની ઊભી થઈ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે તમારી હાજરી રાખવી જરૂરી છે.

લવઃ- પતિ-પત્ની બંને જ પોત-પોતાની વ્યસ્તતાના કારણે એક બીજાને સમય આપી શકશે નહીં

સ્વાસ્થ્યઃ- આજે સ્વભાવમાં ચીડિયાપણું અને ગુસ્સા જેવી સ્થિતિ રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- જો ઘરમાં દેખરેખ કે સુધારને લગતી કોઈ યોજના બની રહી છે, તેમાં વાસ્તુના નિયમોનો પ્રયોગ કરો. સાથે વ્યક્તિગત કાર્યો માટે થોડો સમય કાઢો. આ સમયે તમારી કોઈ મોટી સમસ્યા ઉકેલાઈ શકે છે.

નેગેટિવઃ- અન્ય મામલાઓ ઉકેલવાના ચક્કરમાં તમે મુશ્કેલીમાં પડી શકો છો જેના કારણે પોલીસ સ્ટેશનના ચક્કર વધવાની શક્યતા છે. યુવાઓ પોતાના કોઈ કાર્યમાં સફળતા મળવાથી થોડા તણાવમાં રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં રિસ્ક પ્રવૃત્તિના કાર્યોમાં કોઈપણ પ્રકારનો રસ લેશો નહીં.

લવઃ- પતિ-પત્ની એકબીજા પ્રત્યે સહયોગાત્મક વ્યવહાર રાખો.

સ્વાસ્થ્યઃ- ખાનપાન સંયમિત રાખો.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- કોઈ નજીકના સંબંધીને ત્યાં જવાનો અવસર મળશે. મહત્ત્વપૂર્ણ વિષયો ઉપર વાર્તાલાપ થશે અને ભવિષ્યને લગતી યોજના બનશે. કોઈ અટવાયેલું કામ પણ પૂર્ણ કરવા માટે આજનો સમય ખૂબ જ ઉત્તમ છે.

નેગેટિવઃ- તમારા ઇમોશન ઉપર કાબૂ રાખો. ગુસ્સા અને જિદ્દના કારણે તમે તમારું જ નુકસાન કરી શકો છો. તમારી કામ કરવાની ક્ષમતામાં ઘટાડો આવશે. પરંતુ તમારો આત્મવિશ્વાસ જળવાશે.

વ્યવસાયઃ- વેપારમાં તમારા ટેક્સ, લોન વગેરેને લગતા પેપર્સ સાચવીને રાખો.

લવઃ- પરિવારને પણ સમય આપવો જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન નકારાત્મક વાતાવરણ સામે તમારું રક્ષણ જરૂરી છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- કોઈ લગ્ન સમારોહમાં જવાની તક તમને મળી શકે છે તથા નજીકના સંબંધીઓ સાથે મુલાકાત સુખ આપશે. સામાજિક તથા ધાર્મિક સંસ્થાઓમાં તમારું યોગદાન અને નિષ્ઠાના કારણે તમારા માન-સન્માન અને યશમાં વધારો થશે.

નેગેટિવઃ- તમારા કામથી કામ રાખો તથા અન્ય લોકોના મામલે દખલ ન કરો, તેના કારણે તમે પણ મુશ્કેલીમાં પડી શકો છો. થોડો સમય મેડિટેશનમાં પણ પસાર કરવો યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- વેપાર ક્ષેત્રમાં આંતરિક વ્યવસ્થા ઉપર યોગ્ય નિયંત્રણ રાખવું.

લવઃ- પતિ-પત્ની એકબીજાની સમસ્યાઓને હાવી થવા ન દે.

સ્વાસ્થ્યઃ- ઘરના મોટાભાગના લોકોમાં સ્વાસ્થ્યને લઈને થોડી પરેશાની રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- રોજિંદા દિનચર્યામાં થોડો ફેરફાર લાવવા માટે બહારની ગતિવિધિઓમાં પણ રસ લેશો જેથી સામાજિક સંસ્થાઓમાં પણ તમારી ઓળખ બનશે. આ સમયે આર્થિક ગતિવિધિઓમાં વધારે નફો મળવાની આશા છે.

નેગેટિવઃ- કોઈ મિત્ર કે સંબંધીના વ્યવહારના કારણે તમને થોડી પરેશાનીઓ આવી શકે છે. આ સમયે તમારો પોઝિટિવ દૃષ્ટિકોણ રાખો. અન્ય લોકોના મામલે દખલ ન કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોને પૂર્ણ કરીને તમારું કામ કઢાવવા માટે ગેરકાયદેસર પગલા ન ભરો

લવઃ- લગ્નજીવનમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે ધૈર્ય અને સંયમ દ્વારા તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખો.

અન્ય સમાચારો પણ છે...