15 જુલાઈ, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.
મેષઃ-
પોઝિટિવઃ- આજે તમે અનેક પ્રકારની ગતિવિધિઓમાં વ્યસ્ત રહેશો. સાથે જ, સામાજિક સીમા પણ વધશે. પ્રેમેન્ટ આવી જવાથી મનમાં રાહત રહેશે. ધાર્મિક સંસ્થાઓમાં સેવા સંબંધિત કાર્યોમાં મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે.
નેગેટિવઃ- આજે કોઇ કામ પ્રત્યે નિર્ણય લેવામાં થોડી મુશ્કેલી આવી શકે છે. ઘરના કોઇ વરિષ્ઠ વ્યક્તિની સલાહ લેવી. સાથે જ, કોઇ અજાણ વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે.
વ્યવસાયઃ- વેપારમાં સ્થાન પરિવર્તનની સંભાવના છે.
લવઃ- ઘરમાં મહેમાનોના આગમનથી વાતાવરણ મધુર રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.
--------------------------------
વૃષભઃ-
પોઝિટિવઃ- કોઇ મહત્ત્વપૂર્ણ કામના સંપન્ન થવાથી રાહતની સ્થિતિ રહેશે. લોકોની ચિંતા કર્યા વિના તમારા કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશો તો ઉપલબ્ધિ પ્રાપ્ત થશે.
નેગેટિવઃ- થોડી બેદરકારી તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. મનને સંયમિત રાખો તથા ખરાબ મિત્રોથી દૂર રહો. ઘરના વડીલોની સલાહ ઉપર ધ્યાન પણ આપો.
વ્યવસાયઃ- નોકરિયાત લોકોને પ્રમોશન મળવાના યોગ બની રહ્યા છે.
લવઃ- ઘરનું વાતાવરણ સારું રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.
--------------------------------
મિથુનઃ-
પોઝિટિવઃ- અન્યના દુઃખ-દર્દ અને તકલીફમાં તેમની મદદ કરવી તમારા સ્વભાવમાં છે. જેના કારણે સમાજમાં માન-સન્માનની પ્રાપ્તિ થશે. આ સમયે તમારા સંપર્કોની સીમા વધી રહી છે જે ભવિષ્યમાં તમને આર્થિક રીતે સક્ષમ બનાવશે.
નેગેટિવઃ- જમીન અને વાહનને લઇને કોઇ પ્રકારની સમસ્યા ઊભી થઇ શકે છે. ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખો.
વ્યવસાયઃ- આર્થિક દૃષ્ટિએ સ્થિતિ સારી બનશે.
લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.
સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને માનસિક થાક અનુભવ થશે.
--------------------------------
કર્કઃ-
પોઝિટિવઃ- આજે તમે થોડાં વિશેષ કાર્યને પૂર્ણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો તેના ઉપર અમલ કરો. ગ્રહ સ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદારી પણ થઇ શકે છે.
નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી કે મિત્ર સાથે કોઇ મતભેદ ઉત્પન્ન થઇ શકે છે. અન્ય લોકોના કારણે તમારું આર્થિક નુકસાન થવાની સંભાવના છે.
વ્યવસાયઃ- વ્યવસાય અને ઓફિસમાં થોડાં પરિવર્તન લાવવાની જરૂરિયાત છે.
લવઃ- જીવનસાથી તમારા ઘરને વ્યવસ્થિત જાળવી રાખશે.
સ્વાસ્થ્યઃ- દેસી વસ્તુઓનું સેવન કરો.
--------------------------------
સિંહઃ-
પોઝિટિવઃ- યુવાઓની કોઇ દુવિધા દૂર થવાથી તેઓ રાહતનો શ્વાસ લેશે તથા કોઇ મોટો નિર્ણય લેવાની હિંમત આવશે. કોઇ અજાણ વ્યક્તિ સાથે મુલાકાત તમારા માટે ભાગ્યોદય સંબંધિત દ્વાર ખોલી શકે છે.
નેગેટિવઃ- ધ્યાન રાખો કે, તમારી કોઇ વાતથી તમારા નજીકના વ્યક્તિ નિરાશ થઇ શકે છે. ખોટી જગ્યાએ રૂપિયાનું રોકાણ કરવાથી બચવું.
વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ સુદઢ બનશે.
લવઃ- પારિવારિક સભ્યોનો તમારા પ્રત્યે પ્રેમ વધશે.
સ્વાસ્થ્યઃ- ઠંડી તાસીરવાળી વસ્તુઓનું સેવન કરતાં રહો.
--------------------------------
કન્યાઃ-
પોઝિટિવઃ- તમારા પ્રયાસોથી તમારા જીવનસાથીને લાભ મળશે. તમારું વૈવાહિક જીવન સુખમય પસાર થશે. તમને કાર્યક્ષેત્રમાં જીવનસાથીની મદદ મળશે અને તેઓ તમને આગળ વધવા માટે પ્રેરિત કરશે.
નેગેટિવઃ- સાર્વજનિક સ્થળે સાવધાની જાળવો. કારોબાકમાં નાની પરેશાનીઓ આવી શકે છે. કઠોર પરિશ્રમથી કાર્યોમાં સફળતા મળશે. ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું.
લવઃ- ક્ષમતા પ્રમાણે સાથીને ભેટ આપી શકો છો.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કામ વધારે રહેશે.
સ્વાસ્થ્યઃ- તમારી માનસિક અને શારીરિક ક્ષમતામાં વૃદ્ધિ થશે.
--------------------------------
તુલાઃ-
પોઝિટિવઃ- સ્થિતિઓ પક્ષમાં રહેશે. તમારે ધન સંબંધી મામલાઓમાં કોઇ સમસ્યા થશે નહીં અને શનિની શુભતા તમને પારિવારિક સુખનો આનંદ આપશે. તમારા પારિવારિક જીવન માટે સમય અનુકૂળ રહેશે.
નેગેટિવઃ- કામકાજમાં વધારો રહેવાથી થાકનો અનુભવ કરી શકો છો. ગુસ્સા ઉપર નિયંત્રણ તથા વાણી ઉપર સંયમ રાખો. આકરી મહેનતથી તમારા દરેક કાર્યો સફળ થશે.
લવઃ- તમારું પ્રેમજીવન સંઘર્ષમય બની શકે છે.
વ્યવસાયઃ- વેપાર-ધંધામાં લાભની સ્થિતિ રહેશે.
સ્વાસ્થ્યઃ- આરોગ્ય માટે પ્રાણાયમની મદદ લો.
--------------------------------
વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- પરિવારમાં કોઇ ઉત્સવ અથવા ફંક્શન થવાના યોગ બની રહ્યા છે. આ સિવાય કોઇ નવા સભ્યના આગમનથી તમારા પરિવારમાં સુખ વધશે.
નેગેટિવઃ- સાંસારિક સુખ ભોગના સાધનોમાં વૃદ્ધિ થશે. અનુપયોગી વસ્તુઓ ઉપર ધન ખર્ચ થઇ શકે છે. રૂપિયાની લેવડ-દેવડમાં સાવધાની રાખો. કોર્ટ-કચેરીના ચક્કર વધી શકે છે.
લવઃ- પ્રેમ જીવનમાં મુશ્કેલીઓ આવશે.
વ્યવસાયઃ- વ્યાવસાયિક ક્ષેત્રમાં સફળતા મળશે.
સ્વાસ્થ્યઃ- તમે માનસિક અને શારીરિક રૂપથી સ્વસ્થ રહેશો.
--------------------------------
ધનઃ-
પોઝિટિવઃ- થોડાં સમય માટે તમારે પરિવારથી દૂર રહેવું પડી શકે છે. આ દરમિયાન તમે સુખ પૂર્ણ પારિવારિક જીવનનો આનંદ લઇ શકો છો. તમારું વૈવાહિક જીવન ખૂબ જ મધુર રહેવાની સંભાવના છે.
નેગેટિવઃ- કાર્યક્ષેત્રમાં લાભની સ્થિતિ રહેશે, પરંતુ ભાગદોડ વધારે રહેવાથી બિનજરૂરી ખર્ચ પણ વધશે. અભ્યાસથી બ્રેક લઇને કોઇ નવી સ્કિલ શીખવાનો પ્રયાસ કરશો.
લવઃ- રોમેન્ટિક જીવન ખૂબ જ સારું રહેશે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં પરિશ્રમ વધારે રહેશે.
સ્વાસ્થ્યઃ- તમારી ઊર્જા શક્તિમાં વૃદ્ધિ થશે.
--------------------------------
મકરઃ-
પોઝિટિવઃ- તમારું દાંપત્ય જીવન તમારા શ્રેષ્ઠ રૂપમાં તમારી સામે આવશે અને તમે બંને એક સારું વૈવાહિક જીવનનો અનુભવ કરશો તથા એકબીજા સાથે ઉત્તમ દાંપત્ય સુખનો આનંદ લેશો.
નેગેટિવઃ- આર્થિક લાભનો યોગ બની રહ્યો છે, ધન ખર્ચ વધારે થશે. ભાગદોડ વધારે રહેશે, જેનાથી શારીરિક અને માનસિક રૂપથી થાકનો અનુભવ કરી શકો છો.
લવઃ- પાર્ટનરની ઇચ્છાઓ અને અપેક્ષાઓનું ધ્યાન રાખવું.
વ્યવસાયઃ- વેપાર-ધંધામાં પરેશાની આવી શકે છે.
સ્વાસ્થ્યઃ- નાની-મોટી સમસ્યાઓ પરેશાન કરશે.
--------------------------------
કુંભઃ-
પોઝિટિવઃ- વૈવાહિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે અને તમે એકબીજાને વધારે સમય આપી શકશો. તમારું એકબીજા સાથે તાલમેલ સારું રહેશે. વેપાર-વિસ્તારની નવી યોજના બનાવી શકશો.
નેગેટિવઃ- તમારે સાવધાન રહેવું પડશે અને કોઇ સાથે ઝગડો કરવો નહીં. પ્રોફેશનલ સ્તર પર વધારે કામ રહેશે. માનસિક તથા શારીરિક થાકનો અનુભવ કરી શકો છો.
લવઃ- રોમેન્ટિક લાઇફમાં સમય પોઝિટિવ સંકેત કરી રહ્યો છે.
વ્યવસાયઃ- નોકરીમાં સ્થાન પરિવર્તનનો યોગ છે.
સ્વાસ્થ્યઃ- આંતરડામાં સંક્રમણ વધી શકે છે.
--------------------------------
મીનઃ-
પોઝિટિવઃ- પરિવારનું વાતાવરણ સારું રહેશે અને આખો દિવસ સુખ-શાંતિપૂર્વક વિતશે. સહયોગ પણ મળશે. જૂના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. પરિજનો સાથે કોઇ રમણીય સ્થાને ફરવા જવાનો કાર્યક્રમ બનાવી શકો છો.
નેગેટિવઃ- વ્યાવસાયિક ગતિવિધિઓમાં પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. કાર્યભાર વધારે રહેશે. કઠોર પરિશ્રમથી કાર્યોમાં સફળતા મળશે.
લવઃ- સંબંધોની નવી શરૂઆત થશે.
વ્યવસાયઃ- વેપાર-ધંધો સારો ચાલશે.
સ્વાસ્થ્યઃ- ખાનપાનનું ધ્યાન રાખો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.