શુક્રવારનું રાશિફળ:શુક્રવારનો દિવસ મીન જાતકો માટે મિશ્ર ફળદાયી રહેશે, રોકાણ કરવા માટે સમય શુભ રહેશે

9 મહિનો પહેલા
  • કન્યા રાશિ માટે સારો દિવસ, કામકાજમાં ફાયદો અને નસીબનો સાથ મળશે
  • વૃષભ, મિથુન, કર્ક તથા સિંહ રાશિ માટે મધ્યમ દિવસ

15 જાન્યુઆરી, શુક્રવારના રોજ સિદ્ધિ તથા પ્રજાપતિ નામના બે શુભ યોગ બની રહ્યા છે. આ શુભ યોગનો સીધો ફાયદો આઠ રાશિને મળશે તો અન્ય ચાર રાશિએ સાવચેતીથી દિવસ પસાર કરવો. મેષ રાશિ માટે પરિસ્થિતિ અનુકૂળ રહેશે. સંપત્તિ અંગેના કામોમાં ફાયદો થશે. કન્યા રાશિના જાતકો માટે ભાગ્યોદયનો સમય છે.

તુલા રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં કંઈક ખાસ કરવાની તક મળી શકે છે. વૃશ્ચિક રાશિના ગ્રહોની સ્થિતિ સારી છે. આ રાશિના જાતકોનું અટકેલું સરકારી કામ કોઈ રાજકીય વ્યક્તિની મદદથી પૂરું થઈ શકે છે. નવા એગ્રીમેન્ટ મળવાથી ધન રાશિની આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

મકર રાશિના જાતકો નવી યોજનાઓ પર કામ શરૂ કરે તો તે શુભ સાબિત થશે. આ ઉપરાંત કુંભ રાશિના જાતકોનું કામ પ્લાનિંગથી પૂરું થશે. મીન રાશિને બિઝનેસમાં ફાયદો થશે. તો વૃષભ, મિથુન, કર્ક તથા સિંહ રાશિ માટે દિવસ મધ્યમ રહેશે.

15 જાન્યુઆરી, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યાં પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- કોઇપણ કામ કરતાં પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી અવશ્ય પ્રાપ્ત કરી લો. આવું કરવાથી સારી સફળતા મળી શકશે. ઘરના વડીલોની વાતોનું પણ અનુસરણ કરો, તેમના આશીર્વાદ તમારા ભાગ્યમાં વધારો કરશે.

નેગેટિવઃ- તમારી કોઇ પર્સનલ વાત સાર્વજનિક થઇ શકે છે. એટલે થોડું સાવધાન રહો. ખર્ચ વધારે રહેવાથી ચિંતા વધી શકે છે. વ્યસ્તતાના કારણે બાળકોની ગતિવિધિઓને નજરઅંદાજ ન કરો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં તમારા કાર્યો પ્રત્યે થોડી ચિંતા રહેશે. બપોર પછી લાભદાયક સ્થિતિ બનશે

લવઃ- ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ તથા સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- કોઇ કામમાં અચાનક જ સારી સફળતા મળવાથી મન ખૂબ જ પ્રસન્ન રહેશે. સાથે જ કોઇ પ્રભાવશાળી વ્યક્તિનો સહયોગ તમારા મનોબળમાં વધારો કરશે. થોડો સમય સમાજ સેવી સંસ્થાના સહયોગમાં પણ પસાર કરો.

નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિતિઓ થોડી પ્રતિકૂળ રહી શકે છે. તમારું મહત્ત્વપૂર્ણ કામ દિવસની શરૂઆતમાં જ પૂર્ણ કરી લો. સ્વભાવમાં ગુસ્સો અને ચીડિયાપણુ આવી શકે છે.

વ્યવસાયઃ- તમારા કાર્ય કરવાની રીતમાં થોડો ફેરફાર લાવો. તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

લવઃ- પારિવારિક સભ્યો સાથે ખરીદદારીનો પ્રોગ્રામ બનશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- કોઇ વિશેષ કાર્ય પ્રત્યે તમારી લગન અને મહેનત સાર્થક રહેશે. જેનાથી સમાજમાં પણ તમારા યોગદાન અને કામની ખૂબ જ પ્રશંસા થશે. અચાનક જ થોડા લોકો સાથે મુલાકાત થશે તથા આ મુલાકાત એકબીજા માટે સારી સાબિત થઇ શકે છે.

નેગેટિવઃ- રૂપિયા-પૈસાને લઇને કોઇ સંબંધી સાથે વિવાદ થઇ શકે છે. ઘરના કોઇ સભ્યને લઇને થોડો તણાવ રહેશે. એકબીજાની સમજણ અને સમજદારી દ્વારા તેનું સમાધાન મળી શકે છે.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયિક કાર્યોમાં મહેનત વધારે અને લાભ ઓછો જેવી સ્થિતિ રહેશે.

લવઃ- પ્રેમ સંબંધોમાં એકબીજાના તાલમેલમાં ઘટાડો આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- તાવ અને શરદી જેવી સમસ્યાઓ પરેશાન કરી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમે તમારી દિનચર્યા તથા વિચારોમાં થોડું પોઝિટિવ પરિવર્તન લાવવાની કોશિશ કરશો અને સફળ પણ થઇ જશો. કોઇ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત પ્રસન્નતા આપશે. ભેટની લેવડ-દેવડ થશે.

નેગેટિવઃ- જમીન-સંપત્તિને લગતાં કોઇ કાર્યમાં દેવુ લેવું પડી શકે છે. પરંતુ પરેશાન થવાનો સમય નથી. સમય રહેતા દેવુ ચૂકવી શકો છો. તમારી બોલચાલની રીત અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં નવા કરાર મળશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક બંને પ્રકારનો થાક હાવી થઇ શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી મહેનતનું પોઝિટિવ પરિણામ મળશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે. જે કાર્યો પૂર્ણ ન થવાથી તમે આશા ગુમાવી ચૂક્યા હતાં, તે કામ પણ ખૂબ જ સરળતાથી અને મન પ્રમાણે ઉકેલાઇ જશે.

નેગેટિવઃ- કોઇ સાથે રૂપિયાની લેવડ-દેવડ કરતી સમયે બધા સ્તરે સમજી-વિચારીને કોઇ પગલાં ભરો. બાળકોની સમસ્યાઓને તેમની સાથે બેસીને શાંતિથી ઉકેલો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં આજે કાર્યોમાં થોડા વિઘ્નો આવી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે અહંકાર આવી શકે છે, જેની અસર ઘરની વ્યવસ્થા ઉપર પડશે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન નકારાત્મક પરિસ્થિતિની તથા શરદીથી સાચવવું.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમના યોગ્ય પરિણામ પ્રાપ્ત થવાથી તમને ખૂબ જ સુકૂન મળશે. તમારી યોગ્યતા અને ક્ષમતા ઉપર પણ ગર્વ થશે. બાળકોની સફળતાને લગતાં કોઇ શુભ સમાચાર મળશે. ઘરમાં કોઇ ધાર્મિક આયોજનને લગતું પ્લાનિંગ પણ થશે.

નેગેટિવઃ- જલ્દી સફળતા મેળવવાના ચક્કરમાં તમારું મન થોડી નકારાત્મક ગતિવિધિઓ તરફ આગળ વધશે. એટલે પોતાની અંદર ધૈર્ય અને સંયમ જાળવી રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં છેલ્લાં થોડા સમયથી સુધાર આવી રહ્યો છે તો હાલ સ્થિતિ સામાન્ય જ રહેશે.

લવઃ- ઘર કે વ્યવસાય બંને જગ્યાએ યોગ્ય તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- જો કોઇ સંબંધી સાથે કે સંપત્તિને લગતો કોઇ મતભેદ ચાલી રહ્યો છે તો કોઇ અનુભવી વ્યક્તિની દખલ દ્વારા તેનો ઉકેલ આવી શકે છે. ઘરના વડીલોના અનુભવ અને સલાહ, પરિવારના લોકો માટે આશીર્વાદ સ્વરૂપ રહેશે.

નેગેટિવઃ- ખર્ચ કરતી સમયે ઘરના બજેટનું પણ ધ્યાન રાખો. કોઇ સંતાનના મન પ્રમાણે પરિણામ ન મળવાથી ચિંતા રહેશે. આ સમયે તેમનું મનોબળ જાળવી રાખવું જરૂરી છે. સંબંધીઓ સાથે સંબંધ મધુર રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આજે થોડા મહત્ત્વપૂર્ણ અવસર પ્રાપ્ત થશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય બનાવવા માટે થોડો સમય એકસાથે પસાર કરો.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર તથા ડાયાબિટિક લોકો પોતાનું વિશેષ ધ્યાન રાખે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે કોઇ વ્યક્તિ સાથે મુલાકાત થવાથી થોડી મહત્ત્વપૂર્ણ જાણકારીઓ મળશે. જે ભવિષ્યને લગતા કાર્યોમાં ફાયદાકારક સાબિત થશે. જો કોઇ જગ્યાએ રૂપિયા અટવાયેલાં છે તો તેની વસૂલી કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે.

નેગેટિવઃ- થોડા લોકો તમારી પીઠ પાછળ તમારી આલોચના કરી શકે છે. જેના કારણે તમે નિરાશ રહેશો. પરંતુ આ ખોટી વાતોમાં ધ્યાન ન આપો, પોતાના કાર્યોમાં એકાગ્ર રહો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમને તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

લવઃ- પ્રેમ સંબંધો વધારે ગાઢ બનશે.

સ્વાસ્થ્યઃ- કામની વચ્ચે-વચ્ચે આરામ પણ લેતાં રહો.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- કોઇ સામાજિક સંસ્થા દ્વારા તમારા યોગ્ય સહયોગના કારણે સન્માનિત કરવામાં આવી શકે છે. બાળકોની કોઇ એક્ટિવિટીથી તમને ગર્વ અનુભવાશે. થોડા ખર્ચ અને પડકાર તમારા સામે આવી શકે છે. પરંતુ તમે તેનો ઉકેલ મેળવવામાં સમર્થ રહેશો.

નેગેટિવઃ- ક્યારેક તમારો શંકાશીલ સ્વભાવ અન્ય માટે પરેશાનીનું કારણ બને છે. સમય પ્રમાણે પોતાના વ્યવહારમાં પરિવર્તન લાવો તથા પોતાની ઇચ્છા પૂર્તિ માટે કોઇપણ પ્રકારના રિસ્ક ન લેવાં

વ્યવસાયઃ- વ્યવસાયિક વિકાસ માટે તમારા સંપર્કોને વધારો.

લવઃ- વ્યસ્ત હોવા છતાં થોડો સમય ઘર-પરિવાર માટે પણ કાઢવો જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- આ સમયે સ્વાસ્થ્યને લગતી કોઇ પરેશાની રહેશે નહીં.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- વ્યસ્ત દિનચર્યા રહેશે. તમારું તમારા કામ પ્રત્યે સમર્પણ તથા વિવિધ લોકોનો સહયોગ તમારા માટે પરિસ્થિતિઓ બનાવી રહ્યું છે. તમે તમારી પ્રતિભાના બળે અલગ ઓળખ બનાવવામાં સફળ રહેશો. માનસિક સુકૂન માટે થોડો સમય એકાંત કે કોઇ ધાર્મિક સ્થળે પસાર કરો.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઇપણ વિપરીત પરિસ્થિતિમાં ભાવનાઓના આવેશમાં ન આવો. વાતચીત કરતી સમેય પણ ખરાબ શબ્દોનો પ્રયોગ ન કરો. આવું કરવાથી તમને પછતાવો થઇ શકશે.

વ્યવસાયઃ- તમારી કાર્યપ્રણાલીમાં ફેરફાર તમારા માટે પોઝિટિવ રહેશે.

લવઃ- પારિવારિક મામલાઓને શાંતિથી ઉકેલો.

સ્વાસ્થ્યઃ- કામનો ભાર વધારે ન લો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- ઘર કે વેપાર બંને જગ્યાએ વ્યવસ્થા જાળવી રાખવા માટે તમે કોઇ કાયદા કાનૂન બનાવશો અને સફળ પણ રહેશો. વડીલોના આશીર્વાદ અને સ્નેહથી ઘરમાં પોઝિટિવ ઊર્જા રહેશે. તેમના અનુભવોનું પાલન કરવું તમારા માટે સફળતાદાયક રહેશે.

નેગેટિવઃ- ધનની લેવડ-દેવડ કે ઉધાર આપવાની પ્રવૃત્તિથી બચવું. તેના કારણે તમને પણ આર્થિક નુકસાન થઇ શકે છે. વિતેલી નકારાત્મક વાતોને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં. ગુસ્સાના કારણે બનતાં કાર્યો ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં બધા કાર્યો વ્યવસ્થિત રૂપથી પૂર્ણ થતાં જશે.

લવઃ- કુંવારા વ્યક્તિઓ માટે કોઇ સારો સંબંધ આવવાથી પરિવારમાં સુખમય વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતી કોઇ મુશ્કેલીઓ થઇ શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- સમય મિશ્રિત ફળદાયક રહેશે. કોઇ રોકાણ કરવા માટે સમય યોગ્ય રહેશે. પહેલાં તેના અંગે યોગ્ય પ્રકારે તપાસ કરી લો. વ્યક્તિગત સંબંધો ગાઢ બનશે. બાળકોની આવક શરૂ થવાથી ઘરમાં સુખમય વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- કોઇ પાડોસી કે મિત્ર સાથે કોઇ વાદ-વિવાદ જેવી સ્થિતિ ઊભી થઇ શકે છે. ઘરના વડીલોની સલાહને ઇગ્નોર કરશો નહીં. તમારો જ જિદ્દી સ્વભાવ તમારા માટે પરેશાનીનું કારણ બનશે.

વ્યવસાયઃ- વર્તમાન સમયમાં ચાલી રહેલાં વ્યવસાયની સાથે-સાથે થોડા નવા કામમાં પણ તમારો રસ વધશે.

લવઃ- ઘરમાં ચાલી રહેલી કોઇપણ ગેરસમજને એકબીજા સાથે બેસીને ઉકેલવાની કોશિશ કરો.

સ્વાસ્થ્યઃ- વ્યસ્ત દિનચર્યાના કારણે આજે થોડી નબળાઇ અનુભવ થશે.