તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોમવારનું રાશિફળ:સોમવારે મેષ જાતકોને મહત્ત્વપૂર્ણ સમાચાર મળી શકશે, આર્થિક સમસ્યાઓ પણ દૂર થશે

11 દિવસ પહેલા
 • અશુભ યોગને કારણે 12માંથી છ રાશિએ સાવચેતીથી દિવસ પસાર કરવો

15 ફેબ્રુઆરી, સોમવારના રોજ ચંદ્ર ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં રહેશે, જેને કારણે ગદ નામનો અશુભ યોગ બની રહ્યો છે. આ સાથે જ ચંદ્ર પર શનિની વક્ર દૃષ્ટિ પણ રહેશે. છ રાશિઓએ સાવચેતીથી દિવસ પસાર કરવો. વૃષભ રાશિ કોઈ સરકારી બાબતમાં ફસાઈ શકે છે, તેથી સાવચેત રહેવાની જરૂર છે. સિંહ રાશિના જાતકોને ખોટી સલાહને કારણે નુકસાન થઈ શકે છે. ધન રાશિની કોઈ મહત્ત્વની માહિતી લીક થઈ શકે છે. કોઈની દખલગીરીથી કામ બગડી શકે છે. મકર રાશિના નોકરિયાત જાતકો ઓફિસ પૉલિટિક્સનો ભોગ બનશે. કુંભ રાશિના નોકરિયાત જાતકો પોતાની ભૂલને કારણે અધિકારીને નારાજ કરી શકે છે. તો મીન રાશિ માટે બિઝનેસ તથા દાંપત્ય જીવન માટે દિવસ સારો નથી. આ રાશિએ કોઈ પણ નવી યોજના શરૂ કરવી નહીં. આ ઉપરાંત મેષ, મિથુન, કર્ક, કન્યા, તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો પર અશુભ યોગની કોઈ અસર થશે નહીં.

15 ફેબ્રુઆરી, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે કોઇ મહત્ત્વપૂર્ણ સમાચાર મળવાથી તમે આત્મિક અને ભાવનાત્મક રૂપથી ખૂબ જ વધારે સશક્ત અનુભવ કરશો. એટલે તમારા અટવાયેલાં કામને પૂર્ણ કરવા માટે સંપૂર્ણ મહેનત લગાવી દો. આર્થિક મુશ્કેલીઓ પણ દૂર થશે.

નેગેટિવઃ- મનમાં થોડી અનહોની થવાનો ભય અને નિરાશા રહેશે. તમારા આ નકારાત્મક વ્યવહાર ઉપર નિયંત્રણ રાખો. અન્યની ખોટી વાતોને ઇગ્નોર કરો તથા પોતાને કામમાં વ્યસ્ત રાખો.

વ્યવસાયઃ- આજે કોઇ મોટો ઓર્ડર મળવાની શક્યતા છે.

લવઃ- લગ્નજીવનમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને એસિડિટીની પરેશાની વધી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે વ્યસ્તતા પૂર્ણ દિવસ પસાર થશે. સફળતા મળવાથી થાક હાવી થશે નહીં. તમારી પ્રતિભા અને ક્ષમતાઓને વધારે નિખારવાની કોશિશ કરો. સમાજમાં પણ તમારી છાપ વધારે સારી બનશે.

નેગેટિવઃ- આવકના સાધનોમાં ઘટાડો આવી શકે છે. ખર્ચ સામાન્ય રહેશે. અન્ય લોકોની વાતોમાં આવીને તમે તમારું જ નુકસાન કરાવી શકો છો. કાકાના ભાઇ-બહેન સાથે પોતાના સંબંધોને વધારે સારા બનાવવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- આજે કાર્યક્ષેત્રમાં કોઇપણ નિર્ણય એકલાં હાથે લેશો નહીં.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- કામ વધારે રહેવાના કારણે થાક અને નબળાઇ અનુભવ થઇ શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- સમયની ચાલ તમારા પક્ષમાં છે. તમારી યોજનાઓને શરૂ કરવાનો યોગ્ય સમય છે. ઘણાં લાંબા સમયથી ચાલી રહેલી કોઇ પરેશાનીઓથી છુટકારો મળી શકે છે. સારું કામ કરવાથી લોકો તમારા વખાણ કરશે.

નેગેટિવઃ- થોડા સ્પર્ધીઓ ઇર્ષ્યાની ભાવનાના કારણે તમારા માટે નકારાત્મક વાતાવરણ ઊભું કરી શકે છે. ઘરના વડીલોની સલાહ અને અનુભવને ઇગ્નોર ન કરો. સમય પ્રમાણે તમારા વ્યવહારમાં પણ ફેરફાર લાવવો જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે.

લવઃ- લગ્નસંબંધોમાં થોડા સમયથી ચાલી રહેલા તણાવને એકબીજાની સમજણ દ્વારા ઉકેલવાની કોશિશ કરો.

સ્વાસ્થ્યઃ- આ સમયે સિઝનલ બીમારીઓ તમને પરેશાન કરી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- મિત્રો અને નજીકના સંબંધીઓ સાથે સંપર્કને વધારે મજબૂત કરો. તમને ચોક્કસ નવી સફળતા પ્રાપ્ત થઇ શકે છે. ધનના રોકાણ ઉપર પણ વધારે ધ્યાન આપો. આ સમયે લાભદાયક ગ્રહ ગોચર ચાલી રહ્યું છે, તેનો ભરપૂર સદુપયોગ કરો.

નેગેટિવઃ- ક્યારેક તમારા વ્યવહારમાં ચીડિયાપણું અને ગુસ્સો તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. તમે તમારી આ ખામીઓને સુધારવાની કોશિશ કરશો. તમારી કોઇ યોજના ઉપર કામ કરતાં પહેલાં તેના અંગે એકવાર સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લો.

વ્યવસાયઃ- કોઇ વિશિષ્ટ વ્યક્તિની સલાહ તથા સહયોગ તમારા વ્યવસાય માટે ફાયદાકારક અને ઉન્નતિદાયક રહેશે.

લવઃ- કામનો ભાર વધારે રહેવા છતાંયતમે લગ્નજીવનને સમય આપી શકશો.

સ્વાસ્થ્યઃ- કોઇ પ્રકારની એલર્જી થવાની સ્થિતિ બની રહી છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- કોઇપણ કામને કરતાં પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક અભ્યાસ કરી લો. તમને તેનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. બાળકોને કોઇ સફળતા પ્રાપ્ત થવાથી ઘરમાં સુખમય વાતાવરણ રહેશે. સમાજમાં પણ તમારું માન-સન્માન જળવાયેલું રહેશે.

નેગેટિવઃ- તમારા ખર્ચને સીમિત રાખો, નહીંતર તમારું બજેટ ખરાબ થઇ શકે છે. બાળકોની સમસ્યામાં તેમનું માર્ગદર્શન કરો. કોઇ નજીકના સંબંધીના નકારાત્મક વ્યવહારના કારણે તમારું મન નિરાશ થઇ શકે છે.

વ્યવસાયઃ- આજે કાર્યક્ષેત્રમાં અન્ય ઉપર વધારે વિશ્વાસ ન કરીને તમારા નિર્ણયને જ સર્વોપરિ રાખો.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં થોડા મતભેદની સમસ્યા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- તાવ અને ગળું ખરાબ થવાની સમસ્યા રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- કોઇ મિત્રની મુશ્કેલીના સમયે તેમનો સહયોગ કરવાથી તમને આત્મિક સુખ પ્રાપ્ત થશે. રચનાત્મક તથા ધાર્મિક ક્રિયાઓ પ્રત્યે રસ વધશે. પડકારનો સ્વીકાર કરવો તમારા માટે સફળતાના માર્ગ પણ ખોલી શકે છે.

નેગેટિવઃ- બાળકોની ગતિવિધિઓ તથા સંગત ઉપર નજર રાખો. તમે તમારી સમજદારીથી સમસ્યાઓનો ઉકેલ શોધી લેશો. આ સમયે ભાવુકતામાં વહીને કોઇ નિર્ણય લેશો નહીં. વ્યવહારિક દૃષ્ટિકોણ રાખવો જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થશે.

લવઃ- કામનો ભાર હોવા છતાં તમે પરિવાર માટે સમય કાઢી શકશો.

સ્વાસ્થ્યઃ- દુર્ઘટના જેવી કોઇ સંભાવના બની રહી છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમારો આત્મવિશ્વાસ તથા પોઝિટિવ દૃષ્ટિકોણ તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં મદદગાર રહેશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની ખરીદદારીમાં પણ પરિવારના લોકો સાથે સમય પસાર થશે. કોઇ વારસાગત પ્રોપર્ટીને લગતો મામલો પણ ઉકેલાઇ શકે છે.

નેગેટિવઃ- આજે મિત્રો તથા સંબંધીઓ સાથે સમય પસાર કરવાની જગ્યાએ તમારા વ્યક્તિગત કાર્યો ઉપર જ ધ્યાન આપો. તમારા ગુસ્સા અને ઉતાવળિયા સ્વભાવ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. આ સ્વભાવના કારણે તમે કોઇ મુશ્કેલીમાં પડી શકો છો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ પહેલાંની જેમ જ ચાલતી રહેશે. ખર્ચ વધી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઇ પારિવારિક મુદ્દાને લઇને વિવાદની સ્થિતિ સર્જાઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- તણાવના કારણે બ્લડ પ્રેશર તથા ડાયાબિટીઝને લગતી સમસ્યા વધવાની શક્યતા છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- જો પ્રોપર્ટીની ખરીદદારી કે વેચાણને લગતી કોઇ યોજના બની રહી છે તો સમય અનુકૂળ છે. કોઇ સમાજ સેવી સંસ્થામાં યોગદાન આપવાથી તમને સુખ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાની મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત કરવાથી પ્રસન્ન રહેશે.

નેગેટિવઃ- તમારા અહંકાર અને જિદ્દ જેવા સ્વભાવ ઉપર નિયંત્રણ રાખો. તેના કારણે તમારા અનેક કામ ખરાબ થઇ શકે છે. કોઇ નજીકના સંબંધી સાથે મનમુટાવ જેવી સ્થિતિ બની રહી છે. થોડી સાવધાની સંબંધોને ખરાબ થવાથી બચાવી શકે છે.

વ્યવસાયઃ- માર્કેટિંગને લગતા કાર્યોમાં વધારેમાં વધારે સમય લગાવો.

લવઃ- પરિવાર સાથે મનોરંજન તથા ડિનર માટે જવું યાદગાર ક્ષણમાં સામેલ થશે.

સ્વાસ્થ્યઃ- વારસાગત કોઇ બીમારી કે પરેશાની ફરી વધી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે મોટાભાગના કાર્યો મન પ્રમાણે થતાં જશે. તમે છેલ્લી ભૂલોથી કઇંક શીખીને પોતાની કાર્યપ્રણાલીને સારી કરવાની કોશિશ કરશો. કોઇ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત સુખ અને તાજગી પ્રદાન કરશે.

નેગેટિવઃ- ઉતાવળમાં કોઇપણ નિર્ણય લેશો નહીં. કોઇ કામ સમયે પૂર્ણ ન થવાથી નિરાશ રહેશો. કોઇ અન્યની સલાહ ઉપર ધ્યાન ન આપીને તમારી બનાવેલી નીતિઓ ઉપર જ અડગ રહો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કર્મચારીઓની દરેક ગતિવિધિ ઉપર નજર રાખો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારો આત્મવિશ્વાસ તથા પોઝિટિવ વિચાર તમને માનસિક અને શારીરિક રૂપથી સ્વસ્થ રાખશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- કોઇ ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. તમે જીવનને શ્રેષ્ઠ દૃષ્ટિએ જોવાની કોશિશ કરશો. વિદ્યાર્થીઓને કોઇ ઇન્ટરવ્યૂ કે કરિયરને લગતી પરીક્ષામાં સફળતા મળવાની સંભાવના છે.

નેગેટિવઃ- મિત્રો સાથે હરવા-ફરવામાં તમારો સમય ખરાબ ન કરો. આ સમય તમારા મહત્ત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવાનો છે. તમારા મહત્ત્વપૂર્ણ કાગળિયાઓને સાચવીને રાખો, નહીંતર કોઇ તેનો ખોટો ઉપયોગ કરી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં અન્યની દખલથી કર્મચારીઓની વચ્ચે વિવાદ થઇ શકે છે.

લવઃ- લગ્નજીવન સુખમાં પસાર થશે.

સ્વાસ્થ્યઃ- સમયે-સમયે આરામ જરરૂ લેવો જોઇએ.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી જે કાર્યોમાં વિઘ્નો આવી રહ્યા હતાં, આજે તે કામ ખૂબ જ સહજ અને સરળ રીતે ઉકેલાઇ જશે. વસ્ત્ર-આભૂષણ જેવી ખરીદદારીમાં પણ સુખદ સમય પસાર થશે. ઘરમાં સંબંધીઓની અવર-જવર પણ રહેશે.

નેગેટિવઃ- બાળકોની સમસ્યાને શાંતિથી ઉકેલો. તેમના ઉપર ગુસ્સો કરવાથી તેમની અંદર હીનતાની ભાવના ઊભી થઇ શકે છે. કલ્પનાઓમાં ન જીવીને હકીકતમાં વિશ્વાસ કરો. આજે ઘરમાં રહીને સમય પસાર કરી શકશો નહીં.

વ્યવસાયઃ- કોઇપણ પ્રોપર્ટીને લગતી ડીલ ફાઇનલ કરતી સમયે ખૂબ જ સાવધાની રાખવાની જરૂરિયાત છે.

લવઃ- જીવનસાથીની અસ્વસ્થતાના કારણે ઘર અસ્ત-વ્યસ્ત રહેશે.

સ્વાસ્થ્યઃ- ગેસ, અપચા વગેરે જેવી પેટની તકલીફ રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમા સુખમય વાતાવરણ રહેશે. ઘરમાં કોઇ ધાર્મિક આયોજનની યોજના પણ બનશે. તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થઇ શકે છે.

નેગેટિવઃ- જલ્દી સફળતા પ્રાપ્ત કરવાના ચક્કરમાં અયોગ્ય સાધનનો ઉપયોગ ન કરો. અન્યની સલાહ ઉપર પણ ગંભીરતાથી વિચાર કરવો જરૂરી છે. અચાનક જ થોડા ખર્ચ સામે આવી શકે છે. એટલે ખોટા ખર્ચ ઉપર અંકુશ રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયના વિસ્તારને લગતી કોઇપણ યોજનાને આજે ટાળો.

લવઃ- જીવનસાથી સાથે કોઇ વાતને લઇને વિવાદ ઊભો થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને બ્લડ પ્રેશરની સમસ્યા પરેશાન કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો