તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંગળવારનું રાશિફળ:મંગળવારે ધન રાશિના જાતકોએ બિઝનેસમાં પાર્ટનરશિપને લગતાં કાર્યોમાં પારદર્શિતા રાખવી પડશે

5 મહિનો પહેલા
  • કર્ક- તુલા સહિત પાંચ રાશિ માટે શુભ દિવસ
  • કુંભ- મીન સહિત છ રાશિ માટે મધ્યમ તો ધન રાશિના જાતકોએ વધુ સાવધાની રાખવી

15 ડિસેમ્બર, મંગળવારના રોજ ચંદ્ર વૃશ્ચિકમાંથી ધન રાશિમાં પ્રવેશ કરશે. પંચગ્રહી યોગ પૂરો થશે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના મતે સિંહ, કન્યા, વૃશ્ચિક, મકર, કુંભ તથા મીન રાશિ માટે દિવસ મધ્યમ રહેશે. આ સાથે જ ધન રાશિના જાતકોએ વધુ સચેત રહેવું પડશે. મૂળ નક્ષત્રમાં ચંદ્ર હોવાને કારણે મિત્ર નામનો શુભ યોગ બની રહ્યો છે. શુભ યોગના પ્રભાવથી મેષ, વૃષભ, મિથુન, કર્ક તથા તુલા રાશિના જાતકો માટે દિવસ શુભ રહેશે. આ પાંચ રાશિના જાતકોને ધન લાભ તથા ગ્રહ-નક્ષત્રનો સાથ મળશે. 15 ડિસેમ્બરથી માગશર મહિનો શરૂ થઈ રહ્યો છે.

15 ડિસેમ્બર, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે એ અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે ધાર્મિક કાર્યોમાં જોડાયેલા રહેશો. સમાન વિચારધારા ધરાવતી કોઇ વ્યક્તિ સાથે સંપર્ક કરવો તમારા માટે પ્રસન્નતાદાયક રહેશે તથા જીવનસ્તરને સુધારવા માટે સિદ્ધાંતવાદી તથા વ્યાપક દૃષ્ટિકોણ પણ રાખવો.

નેગેટિવઃ- બાળકોના કરિયર કે લગ્નને લઇને ચિંતા રહેશે. ઘરની વિલાસિતાને લગતી વસ્તુઓની ખરીદદારીમાં ખર્ચ થશે, જેને કારણે બજેટ ખરાબ થઇ શકે છે. તમારી મૂલ્યવાન વસ્તુઓને સંભાળીને રાખો. ચોરી થવાની સંભાવના છે.

વ્યવસાયઃ- કામનો ભાર વધારે રહેશે.

લવઃ- જીવનસાથીનો ભરપૂર સહયોગ રહેશે તથા તમારા પ્રિયજન અને પરિવારના લોકોની ચિંતા કરવી તમારા માન-સન્માનને વધારશે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણના કારણે સુસ્તી અને આળસ હાવી થઇ શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- સામાજિક અને રાજનૈતિક ગતિવિધિઓમાં આજે તમારો મોટા ભાગનો સમય પસાર થશે, સાથે જ મહત્ત્વપૂર્ણ લોકો સાથે સંપર્ક પણ મજબૂત થશે. વિદ્યાર્થીગણ પોતાનાં કાર્યો પર સંપૂર્ણ વિશ્વાસ રાખે.

નેગેટિવઃ- આ સમયે તમારું ધ્યાન થોડી નકારાત્મક ગતિવિધિઓ તરફ આકર્ષિક થઇ શકે છે. તેમનાથી અંતર જાળવી રાખો. કોઇને રૂપિયા ઉધાર ન આપશો, કેમ કે એના પાછા આવવાની આશા નથી.

વ્યવસાયઃ- વ્યાવસાયિક ક્ષેત્રમાં તમારી યોજના સફળ રહેશે.

લવઃ- તમારી કોઇપણ યોજનાને શરૂ કરવામાં તમારા જીવનસાથીની સલાહ અવશ્ય લો.

સ્વાસ્થ્યઃ- ઘૂંટણ કે પગનો દુખાવો વધી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- બાળકોની કોઇ સમસ્યાનો ઉકેલ કરવામાં તમારો સહયોગ પોઝિટિવ રહેશે. આજે પાડોશીની સામાજિક ગતિવિધિઓમાં પણ તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે. પ્રોપર્ટીનું વેચાણ અંગેની યોજના સફળ થશે.

નેગેટિવઃ- આળસને પોતાના પર હાવી થવા દેશો નહીં, કેમ કે એને કારણે તમારાં અનેક મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે. ખોટી ગતિવિધિઓમાં ખર્ચ વધારે થશે. કોઇને રૂપિયા ઉધાર ન આપો, નહીંતર એના પાછા આવવાની આશા નથી.

વ્યવસાયઃ- જો કોઇ વ્યવસાયમાં પાર્ટનરશિપની યોજના બની રહી છે તો એના પર તરત અમલ કરો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સારા સંબંધ જળવાયેલા રહેશે.

સ્વાસ્થ્યઃ- વાહન સાવધાનીપૂર્વક ચલાવો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે કોઇ પ્રતિષ્ઠિત વ્યક્તિને મળવાનો અવસર પ્રાપ્ત થશે. ધાર્મિક ક્રિયાઓમાં પણ વ્યસ્ત રહેશો, જેનાથી તન અને મન બંને પ્રફુલ્લિત રહેશે. મિત્રોની સલાહ ભાગ્યોદયકારક સાબિત થશે. કોર્ટ કેસમાં પણ સ્થિતિ તમારા પક્ષમાં રહેવાના યોગ છે.

નેગેટિવઃ- તમારા વિરોધીઓની ગતિવિધિઓને નજરઅંદાજ ન કરો. તમે કોઇ ષડયંત્રમાં ગૂંચવાયેલા રહી શકે છે. આર્થિક રોકાણને લગતાં કાર્યોમાં સમજી-વિચારીને જ નિર્ણય લો.

વ્યવસાયઃ- વ્યાવસાયિક ગતિવિધિઓમાં આજે પોઝિટિવ વાતાવરણ રહેશે.

લવઃ- ઘર-પરિવારની સુખ-શાંતિ માટે જીવનસાથીની પૂર્ણ સમર્પણની ભાવના રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે મહેનતને કારણે નસમાં દુખાવાની સમસ્યા રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- તમારા મનમાં નવી-નવી યોજનાઓ બનશે. જે ઘર તથા વ્યવસાય બંને માટે સારી સાબિત થશે. એટલે તેના પર અમલ કરવાનું પણ શરૂ કરો. ઘરમાં સગાં-સંબંધીઓ આવશે અને ઘરનું વાતાવરણ સુખમય રહેશે.

નેગેટિવઃ- આ સમયે ભાઇઓ સાથે કોઇ વાતને લઇને વિવાદ થઇ શકે છે. અનુભવી લોકોની મધ્યસ્થતાથી સમસ્યાનો ઉકેલ પણ જલદી જ પ્રાપ્ત થશે. બાળકની સંગત પર નજર રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં રિનોવેશનમાં વધારે ખર્ચ થઇ શકે છે.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે ચિંતા અને તણાવને કારણે માથાનો દુખાવો રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- અત્યારસુધી તમે જે કાર્યશૈલીમાં પરિવર્તનને લગતી યોજના બનાવી હતી, આજે એના પર અમલ કરવાનો યોગ્ય સમય છે. તમે તમારા કાર્યને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. ઘરની દેખરેખ તથા સુખ-સુવિધાઓને લગતાં કાર્યોમાં તમારો સમય પસાર થશે.

નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે નાની વાતને લઇને સંબંધ ખરાબ થઇ શકે છે. થોડી પણ સમજણ દ્વારા જલદી જ ગેરસમજ દૂર થઇ જશે. ખર્ચ વધારે રહેવાને કારણે ચિંતા વધશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં છેલ્લા થોડા સમયથી ચાલી રહેલા તણાવમાંથી રાહત મળશે.

લવઃ- જીવનસાથીની અસ્વસ્થતાને કારણે ઘર અને પરિવાર બંને જગ્યાએ તાલમેલ જાળવી રાખવામાં તમે સક્ષમ રહેશો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે કોઇ ધાર્મિક આયોજનમાં તમે વ્યસ્ત રહેશો. તમારો સિદ્ધાંતવાદી તથા વ્યાપક દૃષ્ટિકોણ સમાજમાં તમારી છાપને વધારે નિખારશે. કોઇ અટવાયેલા રૂપિયા મળવાના યોગ્ય યોગ બની રહ્યા છે.

નેગેટિવઃ- કોઇ પારિવારિક સભ્યના લગ્નજીવનમાં ચાલી રહેલી પરેશાનીઓને લઇને ચિંતા રહેશે. આ સમયે ધૈર્ય અને વિવેક દ્વારા સમસ્યાને ઉકેલો. ઘરની દેખરેખ તથા વિલાસિતાને લગતી વસ્તુઓ પર ખર્ચથી બજેટ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- તમે કાર્યક્ષેત્રમાં કોઇ ઠોસ કે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો.

લવઃ- તમારા કાર્યક્ષેત્રમાં જીવનસાથીનો સહયોગ તમારી ચિંતાઓને ઘટાડશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ સમયે તમે ઉપલબ્ધિઓ, આશાને લગતાં જે સપનાં સજાવ્યાં હતાં એ પૂર્ણ થવાનાં છે. એટલે સંપૂર્ણ જોશ અને મહેનત સાથે તમારાં કાર્યો પ્રત્યે કોશિશ કરતા રહો. પોતાને સાબિત કરવા માટે સ્થિતિ સારા સમયનું નિર્માણ કરી રહી છે.

નેગેટિવઃ- આજે કોઇ અપ્રિય સમાચાર પણ મળી શકે છે, જેને કારણે મન નિરાશ રહેશે. વાહન ખરાબ થવાથી મોટો ખર્ચ સામે આવશે. જો ઘરમાં કોઇ નવી વસ્તુ કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓની ખરીદદારીની યોજના બની રહી છે, તો આજે ટાળો.

વ્યવસાયઃ- પ્રોપર્ટીને લગતા વ્યવસાયમાં સફળ રહેશો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સંબંધ સારા જળવાયેલા રહેશે.

સ્વાસ્થ્યઃ- ખાનપાન અને દિનચર્યાને વ્યવસ્થિત રાખો.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે થોડો સમય પોતાના રસને લગતાં કાર્યોને કરવામાં પસાર કરો. એનાથી તમે ફરી પોતાને ફ્રેશ અનુભવ કરશો. તમારી દિનચર્યાને લગતાં કાર્યોમાં સંપૂર્ણ ઊર્જા સાથે ધ્યાન લગાવી શકશો.

નેગેટિવઃ- ડ્રાઇવ કરતી સમયે ટ્રાફિક નિયમોનું સંપૂર્ણ ધ્યાન રાખો. થોડી બેદરકારીને કારણે કોઇ વિવાદમાં ફસાઇ શકો છો. કોઇપણ મોટું રોકાણ કરતાં પહેલાં એને લગતી પૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લો.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતાં કોઇપણ કામમાં પારદર્શિતા જાળવી રાખવી જરૂરી છે.

લવઃ- તમારો થાક-તણાવને દૂર કરવા માટે પરિવારના લોકો તમારી જરૂરિયાતનું પૂર્ણ ધ્યાન રાખશે.

સ્વાસ્થ્યઃ- વાતાવરણમાં ફેરફારને કારણે સાંધામાં દુખાવાની ફરિયાદ રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- છેલ્લા થોડા સમયથી તમે તમારી આંતરિક ઊર્જાને સમજવા માટે જે કોશિશ કરી રહ્યા છો, એને કારણે તમારા વ્યવહારમાં ખૂબ જ પોઝિટિવ પરિવર્તન આવશે. અન્યનાં દુઃખ અને તકલીફમાં તેમની મદદ કરવી તમારો વિશેષ ગુણ રહેશે.

નેગેટિવઃ- જો પ્રોપર્ટી કે વાહનને લગતી લોન લેવાનો પ્લાન બનવી રહ્યા છો તો આજે એને ટાળવો જ સારો રહેશે. આ સમયે ગ્રહ ગોચર તમારા પક્ષમાં નથી. આ સમયે ખોટા ખર્ચ થવાની સંભાવના છે.

વ્યવસાયઃ- છેલ્લા થોડા સમયથી ધનને લગતી જે મુશ્કેલીઓને કારણે પ્રોડક્શનનાં જે કામ અટવાયેલાં હતાં આજે તેમાં ગતિ આવશે.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યની તકલીફમાં તેમનો સહયોગ કરવો સંબંધને વધારે મજબૂત બનાવશે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- ઘરમાં નજીકના સંબંધીઓનું આગમન થશે. તમારા વિચારોનું આદાન-પ્રદાન ઘરના વાતાવરણને સુખમય રાખશે. કોઇ વિશેષ મુદ્દા પર પણ વિચાર થઇ શકે છે. યુવાઓને કોઇ વડીલ વ્યક્તિના સાંનિધ્યમાં તેમની સમસ્યાનો ઉકેલ મળશે.

નેગેટિવઃ- બાળકો પર કઠોર નિયંત્રણ ન રાખીને મિત્રો જેવો વ્યવહાર કરો. એનાથી તેઓ સરળતાથી પોતાની સમસ્યાને તમારી સામે રાખી શકશે. તમારા ઈગો અને ગુસ્સાને કારણે વાતાવરણ થોડું અસ્ત-વ્યસ્ત થઇ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇ કર્મચારીની બેદરકારીથી કોઇ મોટું નુકસાન થવાની સંભાવના છે.

લવઃ- પતિ-પત્નીના એકબીજા સાથે સંબંધ સારા જળવાયેલા રહેશે.

સ્વાસ્થ્યઃ- સર્વાઇકલ અને ખભામાં દુખાવની ફરિયાદ રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે બપોર પછી પરિસ્થિતિઓ તમારા માટે થોડો લાભ લઇને આવશે. જો કોઇ કોર્ટ કેસને લગતો મામલો ચાલી રહ્યો છે, તો આજે તેનો નિર્ણય તમારા પક્ષમાં રહેશે.

નેગેટિવઃ- આવક સાથે-સાથે ખર્ચની પણ સ્થિતિ રહેશે. તમારા બિનજરૂરી ખર્ચ પર પ્રતિબંધ લગાવો. તમારી કોઇપણ યોજના કોઇ સામે જાહેર ન કરો, નહીંતર હાનિનો સામનો કરવો પડી શકે છે.

વ્યવસાયઃ- માર્કેટિંગને લગતાં કાર્યો સાવધાનીપૂર્વક કરો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો