રવિવારનું રાશિફળ:આજે બ્રહ્મ અને ઉત્પાત નામના શુભ-અશુભ યોગ, કુંભ સહિત 9 રાશિના જાતકો ઉપર નક્ષત્રોની મિશ્ર અસર રહેશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મેષ, કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો ઉપર નક્ષત્રોની શુભ અસર રહેશે, ધનલાભના યોગ બનશે

15 ઓગસ્ટના રોજ બ્રહ્મ અને ઉત્પાત નામના એક શુભ અને એક અશુભ યોગ બની રહ્યા છે. તેના કારણે 3 રાશિના લોકો માટે દિવસ શુભ અને અન્ય 9 રાશિના લોકો માટે દિવસ સામાન્ય રહેશે. એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે આજે મેષ રાશિના લોકોને ગ્રહ ગોચર અને ભાગ્યનો સાથ મળશે. કર્ક રાશિના લોકોને અટવાયેલા રૂપિયા પાછા મળી શકે છે. જેથી તેમની આર્થિક સ્થિતિ સારી બનશે. વૃશ્ચિક રાશિના લોકો માટે ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. તેમને પરેશાનીઓથી છુટકારો મળશે. સાથે જ આજે વૃષભ, મિથુન, સિંહ, કન્યા, તુલા, ધન, મકર, કુંભ અને મીન રાશિના લોકો ઉપર નક્ષત્રોની મિશ્ર અસર રહેશે.

મેષઃ-

પોઝિટિવઃ- આ મહિને ગ્રહ ગોચર અને ભાગ્ય બંને તમારા પક્ષમાં છે. પરંતુ તેનો સદુપયોગ કરવો તમારી કાર્યક્ષમતા ઉપર નિર્ભર કરે છે. પરિવારના લોકો સાથે પ્રોપર્ટીને લગતા કોઈ મુદ્દાને લઇને મહત્ત્વપૂર્ણ ચર્ચા-વિચારણાં થઈ શકે છે.

નેગેટિવઃ- ખોટી ગતિવિધિઓ અને ક્રિયાઓમાં સમય ખરાબ ન કરરો. મનમાં અશાંતિ અને તણાવ જેવી સ્થિતિ રહી શકે છે. થોડો સમય પ્રકૃતિના સાનિધ્યમાં પણ પસાર કરો અને મેડિટેશન પણ કરો. ઘરના વડીલોનું માન-સન્માન જાળવી રાખો.

વ્યવસાયઃ- પરિવારના લોકો સાથે વેપારને લગતા મહત્ત્વપૂર્ણ મુદ્દે ચર્ચા-વિચારણાં થશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ચામડીને લગતા રોગ થઈ શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- ઘરની દેખરેખ કે સુધારને લગતી ગતિવિધિઓમાં સમય પસાર કરો. નજીકના સંબંધીઓની અવરજવર રહેશે. એકબીજા સાથે મુલાકાત તમને સુખ આપી શકે છે. કોઈને ઉધાર આપેલાં રૂપિયા પાછા મળી શકે છે જેના કારણે રાહત મળશે.

નેગેટિવઃ- આળસના કારણે તમારા કાર્યોને ટાળવાની કોશિશ ન કરો. પોતાના લક્ષ્ય પ્રત્યે એકાગ્ર ચિત્ત થઈને કામ કરો. મિત્રોની વાતો ઉપર વધારે વિશ્વાસ કરવો તમને નુકસાન આપી શકે છે. તમારા નિર્ણય તમે જાતે જ લો.

વ્યવસાયઃ- આજે વ્યવસાયની ગતિવિધિઓ મધ્યમ જ રહેશે.

લવઃ- પરિવારના લોકો સાથે મનોરંજન તથા ઓનલાઇન શોપિંગમાં સમય પસાર થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ જેવી સિઝનલ પરેશાની રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- ઘરની વ્યવસ્થાને વધારે સારી જાળવી રાખવા માટે પરિવારના લોકો સાથે ચર્ચા-વિચારણાં કરો. પોઝિટિવ પરિણામ મળી આવશે. જો કોઈ નજીકના સંબંધી સાથે વિવાદ જેવી સ્થિતિ બની રહી છે તો તેનો ઉકેલ મેળવવાનો યોગ્ય સમય છે.

નેગેટિવઃ- ક્યારેક મન પ્રમાણે કામ ન થવાથી તમે અસહજ થઈ જશો. તમારા સ્વભાવ ઉપર નિયંત્રણ રાખો. ભાઈઓ સાથે સંબંધ મધુર જાળવી રાખવામાં તમારું યોગદાન જરૂરી છે. આ સમયે કોઈપણ પ્રકારની અવરજવર ટાળો.

વ્યવસાયઃ- વેપારમાં તમારી કાર્યપ્રણાલીને વધારે સારી જાળવી રાખવા હેતુ થોડી યોજનાઓ બનશે.

લવઃ- ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- માઇગ્રેન અને સર્વાઇકલની સમસ્યા વધી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- પરિવારના લોકો સાથે કોઈ ધાર્મિક કે અધ્યાત્મિક સ્થળે જવાનો પ્રોગ્રામ બનશે. ઘણો સુકૂન અને પોઝિટિવિટી અનુભવ કરશો. જો વારસાગત સંપત્તિને લગતી કોઈ કાર્યવાહી ચલી રહી છે તો કોઈ અનુભવી વ્યક્તિની દખલ દ્વારા તેને ઉકેલવાની કોશિશ કરો.

નેગેટિવઃ- તમારો ગુસ્સો અને આવેશભર્યો વ્યવહાર તમારા કાર્યોમાં વિઘ્ન પેદા કરી શકે છે. તમારા માન-સન્માનમાં પણ ઘટાડો આવી શકે છે. તમારી આ નકારાત્મક આદતોમાં સુધાર લાવો.

વ્યવસાયઃ- વ્યવસાયિક પરિસ્થિતિઓમાં હાલ થોડી નવીનતા આવે તેવી શક્યતા છે.

લવઃ- પ્રેમ પ્રસંગોમાં ભાવનાત્મકતા વધશે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર તથા ડાયાબિટિક લોકો પોતાનું ધ્યાન રાખે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- ઓનલાઇન શોપિંગ અને મોજમસ્તીવાળી ક્રિયાઓમાં સમય પસાર થશે. રચનાત્મક કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઈ નજીકના સંબંધીના ઘરે જવાનું આમંત્રણ મળી શકે છે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલ કોઈ વિવાદનો પણ ઉકેલ મળી શકે છે.

નેગેટિવઃ- તમારી દિનચર્યાને વ્યવસ્થિત જાળવી રાખવી જરૂરી છે. બાળકોની ગતિવિધિઓ તથા સંગત ઉપર નજર રાખો. ઘરના કાર્યોમાં સમય પસાર કરવાથી તમારું કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય અધૂરું પણ રહી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય જ રહેશે.

લવઃ- લગ્નજીવન મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને કબજિયાતની પરેશાની રહી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- પ્રોપર્ટીની લેવડદેવડને લઇને ભાઈઓની વચ્ચે થોડી યોજનાઓ બનશે. જે પોઝિટિવ રહેશે. કોઈ પારિવારિક સભ્યોના લગ્નને લગતું માંગલિક આયોજન પણ શક્ય છે.

નેગેટિવઃ- ખોટા વિવાદોથી દૂર રહો. નાની-નાની વાતોને ઇગ્નોર કરો. ઘરના વાતાવરણને અનુશાસિત જાળવી રાખવાથી પોઝિટિવ વાતાવરણ રહેશે. રૂપિયાને લગતી ઉધારીની લેવડ-દેવડ ન કરો

વ્યવસાયઃ- વેપારમાં તમારી કાર્યપ્રણાલીને કોઈ સામે જાહેર ન કરો.

લવઃ- કોઇ બહારના વ્યક્તિની દખલથી ઘરમાં થોડો તણાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને થાકની સ્થિતિ રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે ગ્રહ સ્થિતિ એ મેસેજ આપી રહી છે કે પોતાના અંગે વિચારો અને પોતાના માટે કામ કરો. કોઈ પારિવારિક વિવાદ કોઈ અનુભવી વ્યક્તિની દખલ દ્વારા ઉકેલાઈ જશે અને સંબંધો ફરી મધુર બનશે.

નેગેટિવઃ- તમારી યોજનાઓને શરૂ કરતા પહેલાં તેના ઉપર યોગ્ય રીતે ચર્ચા-વિચારણાં કરો. સ્વભાવમાં અહંકારની ભાવના આવવા દેશો નહીં. અચાનક થોડા એવા ખર્ચ સામે આવશે જેમા કાપ મુકવો શક્ય રહેશે નહીં.

વ્યવસાયઃ- વેપારમાં થોડા પડકારનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- કામકાજમાં ચાલી રહેલી પરેશાનીઓનો પ્રભાવ પારિવારિક જીવન ઉપર પણ પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- નસમાં દુખાવો થઈ શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. તમારી મહત્ત્વપૂર્ણ યોજનાઓને શરૂ કરવાનો યોગ્ય સમય છે. ઘરના સભ્યો સાથે ચર્ચા-વિચારણા કરવી સુકૂન આપી શકે છે. યોગ્ય સમાધાન પણ મળી શકે છે.

નેગેટિવઃ- જો વાહન કે ઘરની લેવડ-દેવડને લગતી કોઈ યોજના બની રહી છે, તો આજે તેના ઉપર યોગ્ય ચર્ચા-વિચારણાં કરવા માટે અનુકૂળ સમય છે. રૂપિયાની લેવડ-દેવડને લઇને કોઈ સાથે ગેરસમજ પણ ઊભી થઈ શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં તમારી કાર્યપ્રણાલીમાં સુધાર લાવવા માટે વડીલ સભ્યો સાથે ચર્ચા-વિચારણાં કરો.

લવઃ- ઘરની વ્યવસ્થા ખૂબ જ સુકૂનદાયક રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- રોજિંદા થાકથી રાહત મેળવવા માટે આજે તમારા રસના કાર્યો તથા વ્યક્તિગત કાર્યોમાં સમય પસાર કરો. જેથી તમે પોતાને ઊર્જાથી ભરપૂર અનુભવ કરશો. સામાજિક ગતિવિધિઓમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો.

નેગેટિવઃ- થોડા લોકો ઈર્ષ્યાની ભાવનાથી તમારા અંગે ખોટી અફવાહ ફેલાવી શકે છે. આ વાતોને ઇગ્નોર કરીને તમે તમારી ગતિવિધિઓમાં જ મસ્ત રહો. અન્ય લોકોના મામલે પોતાની રાય આપશો નહીં.

વ્યવસાયઃ- મીડિયા તથા ઓનલાઇન કાર્યો સાથે જોડાયેલાં વ્યવસાય ફાયદામાં રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ઘૂંટણનો દુખાવો રહી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આ સમય પરીક્ષાનો છે. પરંતુ તમે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે જે તે ફાયદો આપી શકે છે. ઘરના વડીલોના આશીર્વાદ પણ તમારા ઉપર રહેશે.

નેગેટિવઃ- નજીકના મિત્રો કે સંબંધીઓ સાથે કોઈ વાતને લઇને ગેરસમજ ઊભી થઈ શકે છે. સંબંધોને ખરાબ થવા દેશો નહીં. રૂપિયાને લગતી કોઈપણ ઉધારી કરશો નહીં.

વ્યવસાયઃ- આજે વેપારને લગતી ગતિવિધિઓ મધ્યમ જ રહી શકે છે.

લવઃ- લગ્નજીવનમા મધુરતા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- અનિયમિત દિનચર્યા અને ખાનપાનના કારણે સ્વાસ્થ્ય ખરાબ રહી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે સામાજિક કે સોસાયટીને લગતી ગતિવિધિઓમાં સમય પસાર થશે. તમારી વાતોને મહત્ત્વ પણ આપવામાં આવશે. સમય અનુકૂળ છે. યુવાઓની ગુપ્ત પ્રતિભાઓને સમજો અને તેને યોગ્ય દિશામાં લગાવો.

નેગેટિવઃ- થોડો સમય પરિવાર અને નજીકના સંબંધીઓ સાથે પણ જરૂર સમય પસાર કરો. તેનાથી સંબંધો ગાઢ બનશે. આ સમયે કોઈપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે યોગ્ય નથી. એટલે વર્તમાન પરિસ્થિતિઓમાં જ સંતુષ્ટ રહો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સાફ-સફાઈ કે દેખરેખને લગતા કાર્યોમાં સમય સારો પસાર થઈ શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સારો તાલમેલ જળવાયેલો રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- માંસપેશીઓમાં દુખાવાની તકલીફ વધી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે પરિવારની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખવા માટે થોડો મહત્ત્વપૂર્ણ નિયમ બનાવશો અને સફળ પણ રહેશો. ઘરના કોઈ સભ્યના લગ્નને લઇને માંગલિક કાર્યોને લગતી યોજનાઓ પણ બનશે. ઓનલાઇન શોપિંગ પણ થશે.

નેગેટિવઃ- કોઇ બહારના વ્યક્તિ કે પાડોસી સાથે વિવાદની સ્થિતિ બની શકે છે. એટલે ફાલતૂ વાતોમાં ધ્યાન ન આપો અને પોતાના કામમાં જ એકાગ્ર રહો. વાતચીત કરતી સમયે શબ્દોનું વિશેષ ધ્યાન રાખો.

વ્યવસાયઃ- પારિવારિક વ્યસ્તતાના કારણે વેપારમાં વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- તમારી કોઈપણ સમસ્યામાં જીવનસાથી કે પરિવારના લોકોની સલાહ અવશ્ય લેવી.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણ સામે તમારું રક્ષણ કરો.