ગુરુવારનું રાશિફળ:ગુરુવારનો દિવસ કન્યા રાશિના લોકો માટે શુભ ફળદાયી રહેશે, જાતકોની આવકમાં વધારો પણ થઇ શકે છે

8 મહિનો પહેલા
  • કુંભ રાશિના લોકોને શેર અને સ્ટૉક માર્કેટના કામોમાં સફળતા મળશ
  • મીન રાશિના નોકરિયાત લોકોને ઉપરી અધિકારીઓ દ્વારા મદદ મળશે

15 એપ્રિલ, ગુરૂવાર એટલે આજે ગ્રહોની સ્થિતિથી આયુષ્માન નામનો શુભ યોગ બની રહ્યો છે. આના પ્રભાવથી ઘણી રાશિઓ માટે ફાયદાનો દિવસ રહેશે. જ્યોતિષાચાર્ય ડૉ. અજય ભામ્બીનું કહેવું છે કે આજે મેષ રાશિના લોકોના અટવાયેલા કામ પૂરા થઈ શકે છે અને સાથે કોઈ પણ નવું કામ કરવા માટે પણ દિવસ સારો છે. વૃષભ રાશિના લોકોને આજે કરવામાં આવેલા કામોનો પૂરો ફાયદો મળશે. મિથુન રાશિના લોકોને આર્થિક મુશ્કેલીઓ દૂર થશે અને અટવાયેલા કામ પણ પૂરા થશે. ધન રાશિના નોકરિયાત લોકો માટે પણ દિવસ સારો રહેશે.

મકર રાશિના લોકો માટે નોકરી અને બિઝનેસ માટે દિવસ સારો રહેશે. કુંભ રાશિના લોકોને શેર અને સ્ટૉક માર્કેટના કામોમાં સફળતા મળશે. બિઝનેસની મુશ્કેલીઓ દૂર થશે. સાથે જ મીન રાશિના લોકોના કામકાજ પણ પૂરા થશે. આ રાશિના નોકરિયાત લોકોને અધિકારીઓ દ્વારા મદદ મળશે. આ ઉપરાંત આજે કર્ક, સિંહ, કન્યા, તુલા અને વૃશ્ચિક રાશિ માટે સારો-ખરાબ એમ મિશ્રિત દિવસ રહેશે. આ 5 રાશિના લોકો માટે દિવસ સામાન્ય રહેશે.

15 એપ્રિલ, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ...

મેષઃ-

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શકે છે.

નેગેટિવઃ- આ સમયે બહારની વ્યક્તિઓ સાથે વધારે હળવું-મળવું નહીં અને પોતાના કાર્યો ઉપર જ ધ્યાન આપવું. કોઇ સાથે ઝઘડો કે મનમુટાવ થવાથી સ્થિતિ ખરાબ થઇ શકે છે. આ સમયે કોઇ આર્થિક નુકસાન પણ થઇ શકે છે.

વ્યવસાયઃ- કોઇ નવા કામને શરૂ કરવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ અને સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- કોઇપમ સફળતા પ્રાપ્ત કરવામાં વધારે ચર્ચા-વિચારણા ન કરો, કેમ કે સમય પ્રમાણે કરવામાં આવતા કાર્યોના પરિણામ પણ યોગ્ય રહે છે. કોઇ અનુભવી સભ્યની સલાહ અને માર્ગદર્શન પણ તમારા માટે ખૂબ જ વધારે મદદગાર સાબિત થઇ શકે છે.

નેગેટિવઃ- વધારે વ્યસ્તતાની વચ્ચે તમારા પરિવાર તથા સંબંધીઓ માટે પણ સમય કાઢવો. ભાવના પ્રધાન થવાના કારણે નાની નકારાત્મક વાત પણ તમને ચિંતિત કરી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં ગતિવિધિઓ સામાન્ય જ રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઇ વાતને લઇને વિવાદની સ્થિતિ ઊભી થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- ફોન કોલ્સ તથા મીડિયાને લગતી ગતિવિધિઓ દ્વારા તમારા સંપર્કોની સીમા વધારો. સામાજિક સ્તરે તમને એક નવી ઓળખ મળશે. બાળકોની કોઇ સફળતાથી તમને સુકૂન અને સુખ મળી શકે છે. પરિવાર તથા સમાજમાં માન-સન્માન પણ જળવાશે.

નેગેટિવઃ- ઘરના કોઇ સભ્યની વ્યક્તિગત પરેશાનીના કારણે દિનચર્યા અસ્ત-વ્યસ્ત રહેશે. આ સમયે કોઇ અપ્રત્યાશિત ખર્ચ પણ સામે આવી શકે છે. તમારા વ્યવહારને સહજ અને ધૈર્યપૂર્ણ જાળવી રાખો. કોઇપણ લોન લેતા પહેલાં ચર્ચા-વિચારણાં કરી લો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં ટીમ બનાવીને કામ કરવાથી સારું પરિણામ મળી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુવ્યવસ્થિત રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- અનિયમિત દિનચર્યાના કારણે બ્લડ પ્રેશર કે ડાયાબિટીઝની સમસ્યા વધી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- પારિવારિક વ્યવસ્થાને સારી જાળવી રાખવા માટે તમારી કોશિશ યોગ્ય રહેશે. કોઇ ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધામા પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. યુવા વર્ગ પોતાના અભ્યાસ અને કરિયરને લગતી ગતિવિધિઓને ગંભીરતાથી લઇ શકશે.

નેગેટિવઃ- કોઇપણ નિર્ણય ઉતાવળમા ન લઇને પહેલાં તેના અંગે યોગ્ય ચર્ચા-વિચારણાં કરો. અન્યની વાતોમાં ન આવીને તમારી યોગ્યતા ઉપર જ વિશ્વાસ રાખો. સંબંધોને બચાવવા માટે તમારા વ્યવહારમાં સમય પ્રમાણે લચીલાપણું લાવવું પણ જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં નવા કાર્યોને લગતી થોડી યોજનાઓ બનશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઇ પારિવારિક મુદ્દાને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારો આત્મવિશ્વાસ તથા પોઝિટિવ વિચાર તમને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- જો કોઇ જમીનને લગતી સમસ્યા ચાલી રહી છે તો આજે કોઇની દખલ દ્વારા તેનો ઉકેલ આવી શકે છે. ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ સમય પસાર થશે અને તમે માનસિક રૂપથી પોઝિટિવ અનુભવ કરશો.

નેગેટિવઃ- બાળકોની પરેશાનીઓને શાંતિથી ઉકેલો. ખીજાવાથી તેમના મનોબળમાં ઘટાડો આવી શકે છે. કોઇપણ નકારાત્મક ગતિવિધિઓમાં તમારો સહયોગ ન આપશો, નહીંતર તમારા માન-સન્માનને ઠેસ પહોચી શકે છે.

વ્યવસાયઃ- જો કાર્યક્ષેત્રમાં થોડા પરિવર્તન લાવવાનો પ્લાન છે તો સમય અનુકૂળ રહેશે.

લવઃ- લગ્નજીવનમાં કોઇપણ પ્રકારની ગેરસમજ આવવા દેશો નહીં

સ્વાસ્થ્યઃ- માનસિક અને શારીરિક રૂપથી તમે સ્વસ્થ અને પોઝિટિવ રહી શકો છો.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- વ્યસ્તતા સિવાય તમે તમારા મન પ્રમાણે કાર્યો કરવા માટે સમય કાઢશો, જેનાથી તમને આત્મિક સુકૂન મળશે. વિવિધ લોકોના અનુભવ તથા સલાહનું પાલન કરવું તમને સફળતા આપશે. આવકના સ્ત્રોત વધશે.

નેગેટિવઃ- આ સમયે કોઇપણ બિનજરૂરી યાત્રા કરતા પહેલાં સાવધાન રહો. અકારણ જ કોઇ વિવાદમાં પડવું તમારા માટે અપમાનજનક સ્થિતિ ઊભી કરી શકે છે. જમીન-જાયદાદને લગતી કોઇપણ લેવડદેવડ કરતા પહેલાં ફરી વિચાર કરી લો.

વ્યવસાયઃ- વ્યવસાયિક મામલે આજે કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો નહીં.

લવઃ- પરિવાર તથા વ્યવસાયમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે કામ સાથે-સાથે ભરપૂર આરામ પણ લેવો જરૂરી છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- થોડા સમયથી નજીકના સંબંધીઓ સાથે ચાલી રહેલાં વિવાદનો અંત આવશે. તમારી મહેનત અને કોશિશનું સાર્થક પરિણામ સામે આવશે. વિદ્યાર્થીઓને નોકરીને લગતા કોઇ ઇન્ટરવ્યુમાં સફળતાના યોગ બની રહ્યા છે.

નેગેટિવઃ- પરિવારના મામલાઓ ઉકેલવામાં પણ તમારું યોગદાન અવશ્ય રહેશે. મિત્રો સાથે તથા ખોટા કાર્યોમાં સમય નષ્ટ ન કરો. નાની-નાની વાતોમાં તણાવ લેવાથી બચવું.

વ્યવસાયઃ- આજે વ્યક્તિગત કાર્યોના કારણે કાર્યસ્થળમાં વધારે સમય આપી શકશો નહીં.

લવઃ- ઘરની વ્યવસ્થા યોગ્ય જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક થાક હાવી રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી કોઇ પરેશાનીથી રાહત મળી શકે છે. રૂપિયાની લેવડ-દેવડને લગતી કોઇ ગતિવિધિમાં આજે તમને સારો ફાયદો થવાની શક્યતા છે. નજીકના સંબંધીઓ સાથે ગેટ-ટુ-ગેધરનો પ્લાન પણ બનશે.

નેગેટિવઃ- કામ વધારે હોવાની અસર તમને શારીરિક અને માનસિક રીતે થકાવી શકે છે. વધારે કામના ભારને તમારા ઉપર લેશો નહીં અન્ય સાથે વહેંચતા શીખો. કોઇપણ સમસ્યાથી પરેશાન થવાની જગ્યાએ શાંતિથી તેનો ઉકેલ લાવવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં નવા ઓર્ડર મળવાની શક્યતા છે.

લવઃ- સંબંધોને મધુર જાળવી રાખવા માટે પોઝિટિવ દૃષ્ટિકોણ જાળવી રાખવો જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- અકારણ જ કોઇના કારણે ઊંઘ ન આવવાની સમસ્યા રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- ઘરની દેખરેખ અને રિનોવેશનને લગતા કાર્યોમાં સમય પસાર થશે. સ્ત્રી વર્ગ માટે આજનો દિવસ ખાસ સફળતાદાયક રહી શકે છે. કોઇ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત તમને સુખ આપી શકે છે તથા કોઇ વિશેષ મુદ્દા અંગે ચર્ચા-વિચારણાં થશે.

નેગેટિવઃ- તમારી દેખાડાની પ્રવૃત્તિ તમને જ પરેશાનીમાં મુકી શકે છે. માતા-પિતા કે કોઇ વડીલ વ્યક્તિનું માન-સન્માન જાળવી રાખવું તમારી જવાબદારી છે. તમારી મનોવૃત્તિને પોઝિટિવ જાળવી રાખો.

વ્યવસાયઃ- માર્કેટિંગ તથા મીડિયાને લગતા કાર્યોમાં વધારેમાં વધારે સમય પસાર કરો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે થાકના કારણે નબળાઇ અને માનસિક તણાવ અનુભવ કરશો.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- રોજિંદા કાર્યોથી છુટકારો મેળવવા માટે થોડો સમય રસના કાર્યોમા પણ પસાર કરો. તેનાથી તમને આત્મિક સુખ મળશે. આજે પરિવાર સાથે જોડાયલાં મહત્ત્વપૂર્ણ નિર્ણય પણ લેવા પડી શકે છે, જે પોઝિટિવ સાબિત થઇ શકે છે.

નેગેટિવઃ- બિનજરૂરી ખર્ચ સામે આવશે. રિસ્કના કાર્યોથી દૂર રહો. આજે કોઇપણ સરકારી કાર્ય ટાળો તો સારું રહેશે. માનસિક સુકૂન મેળવવા માટે થોડો સમય એકાંત કે ધાર્મિક સ્થળમાં પસાર કરો.

વ્યવસાયઃ- આજે કાર્યક્ષેત્રમાં થોડા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા પડી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ જળાવયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- ગળામાં દુખાવાની ફરિયાદ રહી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- કોઇ શુભ સમાચાર મળવાથી તમે તમારી અંદર આત્મવિશ્વાસ અને એક નવી ઊર્જા અનુભવ કરશો. દરેક કાર્યને યોગ્ય અને વ્યવસ્થિત રૂપે કરવાની કોશિશ કરો, જલ્દી જ તમને લક્ષ્ય પ્રાપ્ત થઇ શકે છે. પરિવાર તથા મિત્રો સાથે મનોરંજનને લગતો પ્રોગ્રામ બનશે.

નેગેટિવઃ- કોઇપણ વિપરીત પરિસ્થિતિમાં તણાવ લેવાની જગ્યાએ ધૈર્ય અને વિવેકથી સમસ્યાનો ઉકેલ લાવવાની કોશિશ કરો. વધારે ભાવુક થવું પણ તમારા માટે નુકસાનનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી વ્યવસાયિક પરેશાનીઓથી રાહત મળી શકે છે.

લવઃ- પતિ-પત્ની એકબીજાની ભાવનાઓનું સન્માન કરશે.

સ્વાસ્થ્યઃ- માંસપેશીઓમા દુખાવાની સમસ્યા રહી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- અચાનક જ કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત થઇ શકે છે. એકબીજા સાથે ચર્ચા-વિચારણાં તમને કોઇ નવી દિશા આપી શકે છે. તમારી મુખ્ય કોશિશ બધા કાર્યોને યોજનાબદ્ધ રીતે પૂર્ણ કરવાની રહેશે અને તમે સફળ પણ થશો.

નેગેટિવઃ- ક્યારેક અતિ આત્મવિશ્વાસ અને અહંકારના કારણે તમારા કાર્યોમાં વિધ્ન આવી શકે છે. બાળકોની ગતિવિધિઓ ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત છે. પારિવારિક કાર્યોમાં ધ્યાન ન આપી શકવાના કારણે પરિવારના લોકોમાં નિરાશાનો ભાવ રહી શકે છે.

વ્યવસાયઃ- નવા જનસંપર્ક તમારા માટે ફાયદાકાર સાબિત થશે.

લવઃ- લગ્નજીવન સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- નાની-મોટી સમસ્યાઓ પરેશાન કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...