તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

14 સપ્ટેમ્બરનું રાશિફળ:સોમવારે મેષ રાશિમાં મંગળ ગ્રહ વિરાજમાન રહેશે, 10 રાશિના જાતકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું

5 દિવસ પહેલા
  • કૉપી લિંક

14 સપ્ટેમ્બર, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે મીડિયા કે સંપર્ક સૂત્રો દ્વારા થોડી એવી જાણકારી મળશે કે તમારા કામ સરળ થઇ જશે. તમે તમારા કામમાં અનોખા હથિયારનું પ્રદર્શન કરશો. આ સમયે તમારી રાશિમાં મંગળ વિરાજમાન થઇને તમને બહાદુરી અને ઊર્જાવાન બનાવીને આગળ વધવામાં મદદ કરશે.

નેગેટિવઃ- માતા-પિતાનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બનશે એટલે તેમનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. કોઇ બાળકના કારણે ચિંતા રહી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં સંઘર્ષના સમયથી ઝડપથી રાહત મળવાની છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક સંબંધ રહેશે.

સ્વાસ્થ્યઃ- નાની-મોટી બીમારીઓનો સામનો કરવો પડી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- જીવનની મુખ્ય ઘટનાઓ તરફ તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રહેશે. સ્ત્રીઓ ઘરેલું કાર્યને સહજતા અને સરળતાથી પૂર્ણ કરી શકશે અને તમારા વ્યક્તિગત કાર્યો ઉપર પણ તમારું ફોકસ રહેશે.

નેગેટિવઃ- તમારી ઇચ્છાઓની પૂર્તિ માટે તમારે મહેનત કરવી પડશે. કોઇ સાથે વાતચીત કરતી સમયે સાવધાની જાળવો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં તમારા કાર્ય કરવાની નવી તકનીક સફળ રહેશે.

લવઃ- કોઇ પ્રિય વ્યક્તિ સાથે અચાનક જ મુલાકાત સુખ પ્રદાન કરશે.

સ્વાસ્થ્યઃ- શરદી રહેશે, આર્યુવેદિક વસ્તુઓનું સેવન કરવું.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- ઘરમાં નવી વસ્તુ કે ઇલેક્ટ્રોનિક વસ્તુની ખરીદારી થઇ શકે છે. જમીન-જાયદાદ અંગે કાર્ય પણ પ્રગતિ પર રહેશે. પોતાને સાબિત કરવાનો અવસર મળશે. જે તમારા આત્મવિશ્વાસને વધારશે.

નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધિને લગતાં અશુભ સમાચાર મળવાથી મન દુઃથી થઇ શકે છે. આર્થિક સ્થિતિઓમાં ઘટાડો આવી જવાથી મનમાં નેગેટિવિટી રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં ઉપલબ્ધિઓ અને લક્ષ્ય સંબંધી સપના સાકાર થશે.

લવઃ- પરિવારનું વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારા ખાન-પાન અને દિનચર્યાને વ્યવસ્થિત રાખો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- બાળકોના ભવિષ્યને લઇને મહત્ત્વપૂર્ણ યોજના બનશે અને રોકાણ અંગે કાર્ય પણ સંપન્ન થશે. હિંમત અને સાહસના બળે તમે મુશ્કેલ કામ પણ સરળતાથી પૂર્ણ કરી લેશો.

નેગેટિવઃ- કોઇ સંબંધી સાથે સામાન્ય વાતે વિવાદ થઇ શકે છે. તેમની સાથે વ્યવહાર કરતી સમયે સાવધાની જાળવો. વધારે વ્યસ્તતાના કારણે પરિવારની જવાબદારીઓને પણ યોગ્ય રીતે નિભાવો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આર્થિક સ્થિતિ હાલ અનુકૂળ રહેશે નહીં.

લવઃ- જીવનસાથીનો સહયોગ તમને બળ પ્રદાન કરશે.

સ્વાસ્થ્યઃ- અનિયમિત ખાનપાનના કારણે લિવરને લગતી સમસ્યા ઊભી થઇ શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે કોઇ મોટી દુવિધા દૂર થવાથી માનસિક સુકૂન મળશે. અનુભવી લોકોના માર્ગદર્શનથી અનેક મુશ્કેલીઓનું પણ સમાધાન મળશે. માનસિક શાંતિ પ્રાપ્ત કરવા માટે રોચક અને જ્ઞાનવર્ધક સાહિત્યને વાંચવામાં સમય પસાર થશે.

નેગેટિવઃ- અન્યના મામલે કોઇ સલાહ આપશો નહીં. કોઇ મુશ્કેલી તમારા માટે ઊભી થઇ શકે છે અને ખોટો સમય બગડશે.

વ્યવસાયઃ- ફોન ઉપર કોઇ મહત્ત્વપૂર્ણ વાર્તા તમારા માટે લાભદાયક સ્થિતિ બનાવશે.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને તણાવ રહેશે.

સ્વાસ્થ્યઃ- સાંધાનો દુખાવો રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- કોઇ જૂની યોજનાને ફરી શરૂ કરવાનો સમય છે. લોકો સાથે સંબંધ મજબૂત કરવાની દૃષ્ટિએ પણ સમય ઉત્તમ છે. ઘરના વડીલોના આશીર્વાદ મળશે.

નેગેટિવઃ- તમે પોતાને નજરઅંદાજ કરીને તમારા કામ પ્રત્યે જોડાયેલાં રહેશો. જેની નકારાત્મક અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડશે. વધારે ઈગો ગુસ્સાના કારણે તમારા બનતાં કામ પણ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ સમય ઉત્તમ છે.

લવઃ- પતિ-પત્નીમાં કોઇ નાની વાતને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે વધારે સાવધાની જાળવો.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે મોટાભાગના કામ દિવસના પહેલાં પક્ષમાં પૂર્ણ થઇ જશે. કોઇ જૂના મિત્ર સાથે મુલાકાત મનને સુકૂન આપશે. ઘરમાં કોઇ ધાર્મિક કાર્ય પૂર્ણ થઇ શકે છે. કોઇ ખાસ સંબંધિ દ્વારા તમને ભેટ સ્વરૂપ ગમતી વસ્તુ મળી શકે છે.

નેગેટિવઃ- બપોર પછી કોઇ અશુભ સમાચાર મળવાથી મન દુઃખી રહેશે. ઘરમાં વધારે અનુશાસન અને ટોકાટોકી રાખવાથી ઘરના લોકોને પરેશાની ઉત્પન્ન થશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવી સંસ્થામાં અસહાય તથા નિર્બળ લોકોની મદદમાં સમય પસાર થશે. સામાજિક સંબંધોની સીમા પણ વધશે. કોઇ અટવાયેલાં રૂપિયા મળવાથી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.

નેગેટિવઃ- બપોર પછી કોઇ અપ્રિય સૂચના અથવા અશુભ સમાચાર મળવાથી ઘરમાં નિરાશા રહેશે. તમારા કાર્યોને ધ્યાન પૂર્વક કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ સાથે સહયોગાત્મક વ્યવહાર જાળવી રાખો.

લવઃ- તમારા કાર્યમાં જીવનસાથીનો સહયોગ લેવો.

સ્વાસ્થ્યઃ- વધારે તણાવ અને મહેનતના કારણે બ્લડ પ્રેશરની સમસ્યા ઊભી થઇ શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજકાલ તમારો રસ આધ્યાત્મિકતા તરફ આગળ વધી રહ્યો છે જેના ફળસ્વરૂપ તમે તમારી અંદર વધારે સુખ અને આત્મિક શાંતિનો અનુભવ કરશો. તમારા જીવન સ્તરમાં પણ સુધાર આવશે.

નેગેટિવઃ- બેંક અથવા રોકાણને લગતાં કોઇ કામ ખરાબ થવાના કારણે મનમાં તણાવ રહેશે. બાળકના ઉગ્ર સ્વભાવના કારણે ઘરમાં તણાવ રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહેશે.

લવઃ- પારિવારિક સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- પારિવારિક જવાબદારીઓને ઘરના સભ્યોમાં વહેંચીને પોતાના માટે સમય પસાર કરો. જેથી તમારા વ્યક્તિત્વમાં વધારે નિખાર આવશે. થોડાં એવા લોકો સાથે મુલાકાત થશે જે આગળ જઇને તમારા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

નેગેટિવઃ- સમજવા અને વિચારવામાં વધારે સમય ખર્ચ કરશો નહીં. કેમ કે, તેના કારણે અનેક મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમે જે લક્ષ્ય પ્રાપ્ત કરવા માંગો છો તેને મેળવવા માટે આજે સંપૂર્ણ પ્રયાસ કરો. સફળતા પ્રાપ્ત થશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક સંબંધ રહેશે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને સર્વાઇકલ સમસ્યા રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- નવા કાર્યોની યોજના બનશે તથા તેમને શરૂ કરવા માટે તમારા સંપર્ક સૂત્રોની પણ મદદ મળી શકશે. લોકો સાથે તમારો મધુર તથા સહયોગાત્મક વ્યવહાર તમારી છાપને વધારે નિખારશે.

નેગેટિવઃ- નાણાકીય બાબતે તકલીફ રહેશે. જેના કારણે અનેક મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે. તમારી ગતિવિધિઓને ગુપ્ત જાળવી રાખો.

વ્યવસાયઃ- નોકરિયાત લોકોને અચાનક જ કોઇ અથોરિટી મળવાની સંભાવના છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં ઈગોને લગતી સ્થિતિ ઊભી થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ જેવી પરેશાની રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે તમને જે વસ્તુની શોધ હતી તે પૂર્ણ થશે. જેના કારણે મન ખુશ મિજાજ રહેશે. તમારું આત્મ વિશ્લેષણ કરીને તમારા વ્યક્તિત્વમાં વધારે નિખાર લાવો.

નેગેટિવઃ- પોતાને સાબિત કરવા માટે વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. ઉતાવળમાં કરેલાં કાર્યો ખોટા સાબિત થઇ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારી યોગ્યતા અને ક્ષમતાનો ભરપૂર ઉપયોગ કરો.

લવઃ- પતિ-પત્નીમાં પ્રેમભાવ રહેશે.

સ્વાસ્થ્યઃ- વાયરલ તાવ રહેવાની સંભાવના છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો