તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

14 નવેમ્બરનું રાશિફળ:દિવાળીના દિવસે સમય અને ભાગ્ય બંને જાતકોના આત્મવિશ્વાસ અને આત્મબળમાં વધારો કરશે, બપોર પછી દિવસ શુભ

2 મહિનો પહેલા
  • આજે દિવાળી, 7 રાશિ માટે દિવસ શુભ રહેશે
  • કન્યા તથા તુલા સહિત પાંચ રાશિ માટે દિવસ સામાન્ય

14 નવેમ્બર, શનિવારના રોજ દિવાળી છે અને આ દિવસે આયુષ્માન, સૌભાગ્ય, સિદ્ધિ તથા સર્વાર્થસિદ્ધિ નામના ચાર શુભ યોગ બની રહ્યા છે, જેને કારણે મેષ, વૃષભ, વૃશ્ચિક, ધન, મકર, કુંભ તથા મીન રાશિના જાતકો માટે દિવસ શુભ રહેશે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના મતે આ સાત રાશિના જાતકોને ગ્રહ નક્ષત્રનો સાથ મળશે, જેને કારણે ધન લાભના યોગ બની રહ્યા છે. વિચારેલાં તમામ કામો પૂરાં થશે અને મુશ્કેલીમાંથી રાહત મળશે. આ ઉપરાંત મિથુન, કર્ક, સિંહ, કન્યા તથા તુલા રાશિના જાતકો માટે દિવસ સામાન્ય રહેશે.

14 નવેમ્બર, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે એ અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબઃ

મેષઃ-

પોઝિટિવઃ- આજે વિવિધ લોકો સાથે મુલાકાત ફાયદાકારક સાબિત થશે. કોઈ વિશેષ મુદ્દે ચર્ચા-વિચારણા પણ થશે. પ્રોપર્ટીની ખરીદદારીને લગતાં કાર્યો માટે આજનો દિવસ ઉત્તમ છે. વ્યક્તિગત રસને લગતાં કાર્યો માટે પણ સમય શુભ રહેશે.

નેગેટિવઃ- બાળકોને તેમના કરિયરને લગતાં કાર્યો પૂર્ણ ન થવાથી તણાવ રહેશે. આ સમયે બાળકોનું મનોબળ જાળવી રાખવું જરૂરી છે, સાથે જ પરિવારની દેખરેખ અને જરૂરિયાતોને પૂર્ણ કરવામાં તમારું યોગદાન આપો.

વ્યવસાયઃ- વ્યવસાયને લગતાં થોડાં મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવા અંગે થોડી મહત્ત્વપૂર્ણ યોજના બનશે.

લવઃ- પારિવારિક જીવન સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણના કારણે બેદરકારી ન રાખશો.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- પરિવારના કોઇ સભ્યના લગ્નને લગતી વાતચીત થઇ શકે છે. ઘરમાં સંબંધીઓ આવવાથી ચહેલ-પહેલ રહેશે. કોઇ ઉધાર આપેલા રૂપિયા પાછા મળવાથી ધનને લગતી પરેશાનીનો ઉકેલ મળી જશે.

નેગેટિવઃ- બાળકોની પરેશાનીઓના સમાધાનમાં તેમનો સહયોગ કરો, જેથી તેમનો આત્મવિશ્વાસ વધશે. ઘર માટે કોઇ મૂલ્યવાન વસ્તુની ખરીદદારીને આજે ટાળો. વધારે ભીડભાડમાં જવું નહીં.

વ્યવસાયઃ- વ્યાવસાયિક ક્ષેત્રમાં કોઇપણ સમસ્યાના સમાધાન માટે ઘરના વડીલ તથા અનુભવી વ્યક્તિઓની સલાહ લો.

લવઃ- લગ્નજીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે તણાવની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ તમારાં સપનાં અને મહત્ત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવાનો છે. સંપૂર્ણ મનથી તમારાં કાર્યો પ્રત્યે સમર્પિત રહો. અન્ય પાસેથી સલાહ લેવાની જગ્યાએ તમારા હૃદયનો અવાજ સાંભળો.

નેગેટિવઃ- તમારી લાઇફ સાથે જોડાયેલા કોઇપણ કાર્યમાં અન્યની દખલ થવા દેશો નહીં. જો કોર્ટ કેસને લગતો મામલો ચાલી રહ્યો છે તો આજે એના અંગે ગંભીરતાથી વિચાર કરો.

વ્યવસાયઃ- ફાઇનાન્સ તથા કન્સલ્ટન્સી સાથે જોડાયેલા વ્યવસાયમાં સારી સફળતા પ્રાપ્ત થશે.

લવઃ- પરિવારમાં સારું વાતાવરણ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- વાહન દ્વારા ઈજા પહોંચવાની સંભાવના છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આ સમયે ભાગ્યની અપેક્ષાએ કર્મ પર વિશ્વાસ કરો. મહેનતનું યોગ્ય પરિણામ પ્રાપ્ત કરવા માટે કર્મપ્રધાન તો થવું જ પડશે. તમારી ઊર્જા અને ક્ષમતાને ઓળખો અને એનો ઉપયોગ કરો. જો પ્રોપર્ટીની ખરીદદારીને લગતી કોઇ યોજના બનાવી છે તો આજે તેને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.

નેગેટિવઃ- તમારી મહત્ત્વપૂર્ણ તથા મૂલ્યવાન વસ્તુઓનું વિશેષ ધ્યાન રાખો. એના ખોવાઇ જવા કે કોઇ સ્થાને રાખીને ભૂલી જવાની સ્થિતિ રહેશે, જેને કારણે તમારી પરેશાની વધી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમે વધારેમાં વધારે સમય પસાર કરો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક તથા વિશ્વાસપૂર્ણ સંબંધ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- સમાજસેવી કાર્યોમાં તમારો વિશેષ રસ રહેશે. સેવાને લગતાં કાર્યોમાં યોગદાન પણ રહેશે. તમારાં પોતાનાં વ્યક્તિગત કાર્યો પણ પારિવારિક સભ્યની મદદથી પૂર્ણ થઇ જશે. દિવસ ઉત્તમ રહેશે.

નેગેટિવઃ- ઘરના કોઇ વડીલ વ્યક્તિના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે. આજે કોઇપણ અજાણી વ્યક્તિ સાથે વિવાદ કરશો નહીં. વાત વધવાથી પોલીસ સ્ટેશન સુધી વાત પહોંચે એવી સંભાવના છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇપણ પ્રકારનું રિસ્ક લેવું નહીં, નહીંતર ભારે નુકસાન થઇ શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં હળવો તણાવ અનુભવ થશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- છેલ્લા થોડા સમયથી અટવાયેલાં કાર્યો પર આજે વધારે સમય પસાર કરો. આજે એ કાર્યોને પૂર્ણ થવાની સંભાવના છે. કોઇ નજીકની વ્યક્તિ સાથે ચાલી રહેલી ગેરસમજ પણ તમારી સમજણથી દૂર થઇ જશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે તમારો થોડો પણ ગુસ્સો અને ઉતાવળ બનતાં કાર્યોમાં વિઘ્ન ઊભું કરી શકે છે, એટલે તમારા વ્યવહારમાં લચીલાપણું જાળવી રાખો. અજાણી વ્યક્તિઓ સાથે કોઇપણ પ્રકારનો વ્યવહાર ન કરો તો યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- મશીનને લગતાં કાર્યોમાં કોઇ દુર્ઘટના થવાની સંભાવના છે.

લવઃ- જીવનસાથી અને પારિવારિક લોકોની સલાહ તમારા માટે સારી સાબિત થશે.

સ્વાસ્થ્યઃ- કબજિયાત તથા ગેસને કારણે પેટમાં દુખાવાની ફરિયાદ રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- બાળકોનાં અભ્યાસ અને કરિયરને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય કોઇ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી પૂર્ણ થઇ જશે, જેનાથી તમે તણાવમુક્ત અનુભવ કરશો. જો કોઇ વિવાદાસ્પદ સંપત્તિને લગતો મામલો ચાલી રહ્યો છે તો એ કોઇની દખલ દ્વારા ઉકેલાઇ શકે છે.

નેગેટિવઃ- અચાનક જ થોડા એવા ખર્ચ સામે આવશે, જેના પર કાપ મૂકવો સંભવ નથી, એટલે ધૈર્ય અને સંયમથી કામ લો. કોઇ સાથે પણ ગેરસમજને કારણે સંબંધોમાં અંતર વધી શકે છે.

વ્યવસાયઃ- આ સમયે ગ્રહ સ્થિતિ વ્યાપારિક દૃષ્ટિકોણથી ખૂબ જ લાભદાયક બની રહી છે.

લવઃ- લગ્નજીવન સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારી જીવનશૈલીને વ્યવસ્થિત રાખો.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે બપોર પછી પરિસ્થિતિ ખૂબ જ ઉત્તમ બનશે, એટલે દિવસની શરૂઆતમાં જ તમારાં મહત્ત્વપૂર્ણ કાર્યોની રૂપરેખા બનાવી લો. ઉત્તમ સમયનો સદુપયોગ કરો. ઘરના રિનોવેશન કે સુધારાને લગતાં કાર્યો પર પણ વિચાર થશે.

નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ તથા પેપરને સાચવીને રાખો. કોઇ અજાણી વ્યક્તિના હાથમાં આવવા દેશો નહીં. થોડી બેદરકારી પણ નુકસાન પહોંચાડી શકે છે. અસમંજસની સ્થિતિમાં કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લો.

વ્યવસાયઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે.

લવઃ- ઘરમાં કોઇ માંગલિક કાર્યને લગતી તૈયારીઓ શરૂ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે ભાગદોડને કારણે થાક અને નબળાઇ રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- જો વાહન કે કોઇ મૂલ્યવાન વસ્તુ ખરીદવાનો વિચાર બની રહ્યો છે તો દિવસ અતિ શુભ છે. મહેમાનની આગતા-સ્વાગતામાં સમય પસાર થશે. ઘરમાં આવેલા લોકો સાથે મહત્ત્વપૂર્ણ મુદ્દે ચર્ચા-વિચારણા થશે.

નેગેટિવઃ- આવક સાથે ખર્ચ પણ થશે. આ સમયે તમારા બજેટનું પણ ધ્યાન રાખો. યુવા વર્ગ ખોટી મોજ-મસ્તીમાં પોતાના કરિયર સાથે કોઇપણ પ્રકારની સમજૂતી ન કરે.

વ્યવસાયઃ- રાજકીય કાર્યોને લગતા વ્યવસાયમાં સારી સફળતા મળવાના યોગ છે.

લવઃ- ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- માનસિક તણાવના કારણે થાક તથા ઊર્જાની કમી રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત અને રસને લગતાં કાર્યોમાં પણ તમારો સમય પસાર થશે. જેથી તમને માનસિક શાંતિ અને શુકન મળશે. રોકાણને લગતી થોડી લાભકારી યોજનાઓ બનશે અને મોટા ભાગનાં કામ પણ યોગ્ય રીતે પૂર્ણ થતાં જશે.

નેગેટિવઃ- વિદ્યાર્થી વર્ગને પોતાના કરિયરને લઇને કોઇના માર્ગદર્શનની જરૂરિયાત છે. કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લો. ઘરના કોઇ વડીલ સભ્યના સ્વાસ્થ્યને લઇને પણ ચિંતા રહેશે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહેશે.

લવઃ- ઘર અને વ્યવસાયની વચ્ચે સારો તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- બ્લડપ્રેશરવાળા દર્દીઓએ વિશેષ ધ્યાન રાખવું.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે સમય અને ભાગ્ય બંને તમારાં આત્મવિશ્વાસ અને આત્મબળને વધારે પ્રબળ કરી રહ્યા છે. તમારા સંપર્કસૂત્રને વધારે સુદૃઢ કરો, કેમ કે આ સંપર્ક તમારા માટે ખૂબ જ વધારે લાભદાયક સાબિત થશે.

નેગેટિવઃ- તમારા આત્મવિશ્વાસ પ્રત્યે સજાગ રહો. નકારાત્મક પ્રવૃત્તિના લોકો સાથે સંબંધ રાખવાથી તમારા માન-સન્માન પર આંચ આવી શકે છે, જેની અસર તમારા સામાજિક પારિવારિક સંબંધો પર પણ પડશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં વર્કર્સની ગતિવિધિઓ પર તમારી નજર રહેશે.

લવઃ- લગ્નજીવન સુખયમ રહેશે.

સ્વાસ્થ્યઃ- કોઇ-કોઇ સમયે નકારાત્મક વિચારો આવવાથી ડિપ્રેશનની સ્થિતિ રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- તમને તમારા કોઇ કાર્યમાં શાનદાર સફળતા પ્રાપ્ત થવાની છે, એટલે દરેક કામ ખૂબ જ સમજી-વિચારીને તથા મન લગાવીને કરો. યુવા વર્ગ પણ પોતાના ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે મહેનત કરશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે અન્યના મામલે દખલ ન કરો અને માગ્યા વિના સલાહ આપશો નહીં, નહીંતર કોઇના દ્વારા તમારી માનહાનિ થઇ શકે છે. કોઇને રૂપિયા ઉધાર આપતાં પહેલાં એ ક્યારે પાછા મળશે એ જાણી લો.

વ્યવસાયઃ- કારોબારી પરિસ્થિતિમાં સુધારો આવશે. નાની-મોટી પરેશાનીઓ ઊભી થશે, પરંતુ સમય રહેતાં તમે એ મુશ્કેલીઓ અને પરેશાનીઓનો ઉકેલ શોધી લેશો.

લવઃ- પારિવારિક સભ્યોની જરૂરિયાતનું ધ્યાન રાખવું તમને સંતુષ્ટિ પ્રદાન કરશે.

સ્વાસ્થ્યઃ- વધારે મહેનતને કારણે માથાનો દુખાવો થઇ શકે છે.

આ પણ વાંચોઃ-

ધનતેરસ:ખરીદદારી માટે 3 અને પૂજા માટે 1 મુહૂર્ત, 5 દિવસનો દીપોત્સવ પર્વ 12થી 16 નવેમ્બર સુધી

પર્વ:ગુરુવારે વાઘબારસ અને ધનતેરસ, આ દિવસે લક્ષ્મી-ધનવંતરી સાથે ગાયની પૂજા પણ કરવી જોઇએ

દિવાળી ક્વોટ:બધા સાથે એકસમાન વ્યવહાર કરો, દીવો ગરીબના ઘરમાં પ્રગટે કે અમીરના ઘરમાં, એક સરખો જ પ્રકાશ આપે છે

12 નવેમ્બરથી દિવાળી શરૂ/ દિવાળીએ લક્ષ્મીજી સાથે જ યમરાજ અને પિતૃ દેવતાઓની પૂજા કરવાની પરંપરા છે

દીપોત્સવનો પહેલો દિવસ/ 12 નવેમ્બરે ધનતેરસ, આ દિવસે યમરાજને દીપદાન કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે

ગાયની પૂજા જ લક્ષ્મીપૂજા/ દિવાળી પહેલાં સુખ અને સમૃદ્ધિની કામના સાથે ગોવત્સ બારસનું વ્રત કરવામાં આવે છે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો મોટાભાગનો સમય પરિવાર સાથે આરામ તથા મનોરંજનમાં પસાર થશે અને અનેક સમસ્યાઓનો ઉકેલ મળવાથી ઘરનું વાતાવરણ પોઝિટિવ રહેશે. વ્યક્તિગત તથા વ્યવસાયિકને લગતી થોડી મહત્ત્વપૂર્ણ યોજના પણ બનશે. નેગ...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser