તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

14 મેનું રાશિફળ:ગુરુવારનો દિવસ મિથુન રાશિના લોકો માટે શુભ રહેશે, તેમની કીર્તિ ચારેય તરફ ફેલાયેલી રહેશે

10 મહિનો પહેલા
 • કૉપી લિંક

14 મે, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- તમારા પરિવારના લોકો તમારા કાર્યમાં મદદ કરશે અને દરેક સમયે તમારી સાથે ઊભા રહેશે. માતા સાથે આજે તમે સારો સમય વિતાવી શકો છો. આજે તે તમારી બાળપણની વાતો શેયર કરશે.

નેગેટિવઃ- કેતુની બીજા ભાવમાં સ્થિતિ હોવાથી આ દરમિયાન તમારે તમારી વાણી ઉપર સંયમ રાખવો જોઇએ.

લવઃ- તમે લવમેટને ખુશ રાખવા માટેના પ્રયત્ન કરશો
વ્યવસાયઃ- તમારા વેપારમાં ઉન્નતિ જોવા મળશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી કરશો નહીં.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમારા ઉપર આર્થિક ભાર વધી શકે છે. પરિવારમાં આનંદ રહેશે અને જીવનસાથી અનેક પરેશાનીઓ હોવા છતાં પણ તમારા ઉપર વિશ્વાસ રાખશે. આ સમયે તમારું દાંપત્ય જીવન સારું રહેશે.

નેગેટિવઃ- સૂર્ય તમારા જીવનસાથીના વ્યવહારને ઉગ્ર બનાવશે અને તમારા બંને વચ્ચે કોઇ વાતને લઇને વિવાદ થઇ શકે છે. આ સમયે તમારે ધૈર્ય રાખવાની જરૂર છે.

લવઃ- પ્રેમ જીવનમાં આવી રહેલી પરેશાનીઓ દૂર કરવા માટે આ દરમિયાન પ્રયાસ કરો.
વ્યવસાયઃ- ગ્રહોની સ્થિતિ તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઇને થોડાં ખર્ચ કરવા પડી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમારું દાંપત્ય જીવન પહેલાં કરતાં વધારે સારું બની જશે. જો તમારો જીવનસાથી કોઇ સ્થાને કાર્યરત છે અથવા વેપાર કરી રહ્યો છે તો તેને વિશેષ ઉપલબ્ધિ મળી શકે છે.

નેગેટિવઃ- તમારા દાંપત્ય જીવનને ખુશહાલ જાળવી રાખવા માટે દરેક સંભવ પ્રયાસ કરવા જોઇએ. તમારી કીર્તિ ચારેય તરફ ફેલાયેલી રહેશે અને મામા પક્ષના લોકો સાથે કોઇ વાતને લઇને વિવાદ થશે.

લવઃ- સંબંધોમાં ઉતાર-ચઢાવની સ્થિતિ આવશે.
વ્યવસાયઃ- બુધનું ગોચરર તમારી આવકમાં વૃદ્ધિ કરનાર સાબિત થશે.
સ્વાસ્થ્યઃ- તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમારા પરિવારના પ્રત્યેક સભ્યને એકબીજાની નજીક આવવાનો અવસર મળશે અને એકબીજાને સારી રીતે સમજી પણ શકશે. આ સ્થિતિ તમારા પરિવાર અને સંબંધો માટે શુભફળદાયી રહેશે.

નેગેટિવઃ- કેતુ આર્થિક સ્થિતિને સુદઢ બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે, પરંતુ શનિની સ્થિતિ તમારા ખર્ચમાં વૃદ્ધિ કરશે. આ સમયે તમે આર્થિક દૃષ્ટિએ સમસ્યાઓથી ઘેરાયેલાં રહેશો.

લવઃ- આજે તમે બંને બેસીને કલાકો સુધી ગપ્પા મારશો.
વ્યવસાયઃ- વધારે ખર્ચ તમારી આર્થિક સ્થિતિ ખરાબ કરી શકે છે.
સ્વાસ્થ્યઃ- સૂર્યના કારણે સ્વાસ્થ્ય થોડું નબળું પડી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- શુક્રની સ્થિતિ તમારા ખર્ચમાં વૃદ્ધિ કરશે. તમને અચાનક ધન પ્રાપ્તિના યોગ બની શકે છે. જેમાં કોઇ વિરાસત પણ સામેલ છે. આ સમયે તમારું મન કલાત્મક કાર્યોમાં લાગશે.

નેગેટિવઃ- ધન સંબંધી મામલે થોડી પરેશાની રહેશે અને તમને આર્થિક હાનિ થવાની સંભાવના રહેશે. ખર્ચા ઉપર આ સમયે તમારે નિયંત્રણ રાખવું પડશે.

લવઃ- પ્રેમ જીવનમાં આ સમયે બહાર આવી શકે છે.
વ્યવસાયઃ- તમારી આર્થિક સ્થિતિ થોડી અનુકૂળ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- થોડાં લોકોને હોર્મોનલ પરેશાની થઇ શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- રાજનૈતિક ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકોને સારા પરિણામ મળી શકે છે અને આ દરમિયાન તેઓ કોઇ પ્રકારની ચુનોતીનો સામનો પણ કરી શકે છે. આ સમયે તમને માન-સન્માનની પ્રાપ્તિ પણ થશે.

નેગેટિવઃ- મંગળની દૃષ્ટિના કારણે જીવનસાથીના સ્વભાવ અને વ્યવહારમાં બદલાવ આવી શકે છે અને તે થોડાં ગુસ્સાવાળા મિજાજના પણ હોઇ શકે છે.

લવઃ- તમારો સાથી થોડાં સમય માટે તમારાથી દૂર જઇ શકે છે.
વ્યવસાયઃ- આવકમાં સારો વધારો થશે.
સ્વાસ્થ્યઃ- અપચો, એસિડિટી અને વાતનો રોગ થવાની સંભાવના છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- પારિવારિક જીવન તરફથી આ મહિને તમે ખૂબ જ ખુશ રહેશો અને તમારું મન પ્રસન્નતાથી ભર્યું રહેશે. આ સંપૂર્ણ મહિનો તમારા પારિવારિક જીવન માટે સારો રહેશે.

નેગેટિવઃ- ટ્રાફિક નિયમોનું પાલન કરો. મોટું રોકાણ કરતાં પહેલાં અનેકવાર વિચાર કરી લો. આ દરમિયાન ધનનું રોકાણ કરવું વધારે યોગ્ય રહેશે નહીં.

લવઃ- પ્રેમ જીવનને મધુર બનાવવા માટે પ્રયાસ કરતાં રહો
વ્યવસાયઃ- વેપારમાં સારા પરિણામની પ્રાપ્તિ થશે.
સ્વાસ્થ્યઃ- માનસિક તણાવમાં વૃદ્ધિ થશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- ઘરમાં સુખ-સુવિધાઓની વૃદ્ધિ થશે. તમે તમારા પરિવારમાં કોઇ નવું ગેજેટ લઇને આવી શકો છો, જે બધા માટે સરળતાનું કારણ બનશે અને તેમની સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થશે.

નેગેટિવઃ- આર્થિક સ્થિતિ થોડી નબળી પડી શકે છે. આ સમય તમારે તમારા બજેટ ઉપર ધ્યાન આપવું પડશે અને તમારા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું પડશે.

લવઃ- તમે તમારા જીવનસાથીના વ્યવહારને સમજવામાં મુશ્કેલી અનુભવશો.
વ્યવસાયઃ- વેપારના સિલસિલામાં કરેલી યાત્રા લાભદાયક સાબિત થશે.
સ્વાસ્થ્યઃ- આરોગ્ય સારું રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- તમારે તમારા વરિષ્ઠ લોકોની સાથે-સાથે સહકર્મિઓનો પણ પૂર્ણ સમર્થન પ્રાપ્ત થશે. ભવિષ્યમાં વધતાં મૂલ્ય સાથે સંપત્તિ ખરીદવા માટે આજનો દિવસ શુભ છે. આવકના નવા સ્ત્રોત તમને મજબૂત બનવામાં મદદ કરશે.

નેગેટિવઃ- કામના દબાવમાં વૃદ્ધિ માનસિક રૂપથી તમને તણાવ આપી શકે છે. આજે તમારા સાથીના મામલાઓમાં દખલ કરવી નહીં. યાત્રાની યોજના બની શકે છે.

લવઃ- કોઇ દૂર રહેતું સંબંધી આજે તમને સંપર્ક કરી શકે છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કામ વધારે રહેશે.
સ્વાસ્થ્યઃ- આજે વધારે તણાવના કારણે તમારે થોડી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે તમે સામાજિક કાર્યક્રમોમાં ભાગ લઇ શકો છો અને નવા મિત્ર પણ બનાવી શકો છો. એક પ્રભાવશાળી વ્યક્તિ સાથે બેસવું તમારી માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.

નેગેટિવઃ- આજે કામનો ભાર વધારે લેવો નહીં અને જરૂરી આરામ કરવો. એક વ્યસ્ત કાર્યક્રમ તમને તણાવમાં મુકી શકે છે. તમે સામાન્યથી ઓછાં ઉર્જાવાન અનુભવ કરી શકો છો.

લવઃ- તમારા સાથીને મહત્ત્વ આપો.
વ્યવસાયઃ- કારોબાર સારો ચાલશે અને ધનલાભની સ્થિતિ રહેશે.
સ્વાસ્થ્યઃ- તમે સ્વાસ્થ્ય પ્રત્યે વધારે જાગરૂત રહેશો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આર્થિક આયોજનો અને નવા કાર્યની શરૂઆત કરવા માટે આજે ઉત્તમ દિવસ છે. વેપારમાં લાભ, નોકરીમાં પદોન્નતિ અને આવક સ્ત્રોતમાં વૃદ્ધિ થઇ શકે છે. મિત્ર, પત્ની, પુત્ર તરફથી શુભ સમાચાર મળી શકે છે.

નેગેટિવઃ- તમારી વાણી અથવા વ્યવહાર આજે કોઇ સાથે ગેરસમજ ઊભી કરી શકે છે. આજે તમારી માન-પ્રતિષ્ઠાને નુકસાન પહોંચી શકે છે. ખર્ચની માત્રા વધી શકે છે.

લવઃ- પ્રેમ સંબંધો માટે આજનો દિવસ સારો છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આકસ્મિક ધનલાભના યોગ રહેશે.
સ્વાસ્થ્યઃ- તમારા ગ્રહયોગ કષ્ટ આપતી સ્થિતિમાં રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- નવા કાર્યની શરૂઆત કરવા માટે તમે ઉત્સાહિત રહેશે. શરીર અને મનની સ્વસ્થતા પણ તમારા આ ઉત્સાહને બમણો કરી શકે છે. સ્નેહી મિત્રો તથા સ્વજનો સાથે સ્નેહમિલન સમારોહમાં જવું પડી શકે છે.

નેગેટિવઃ- પરિવાર અને કાર્યના ક્ષેત્રમાં સમજોતાપૂર્ણ વ્યવહાર સંઘર્ષ ટાળો. વાણી ઉપર નિયંત્રણ ન રહેવાથી કોઇ સાથે વાદ-વિવાદ થવાની સંભાવના ઓછી છે.

લવઃ- પ્રેમ જીવનમાં સ્થિતિ વિપરીત રહી શકે છે.
વ્યવસાયઃ- વ્યાવસાયિક ગતિવિધિઓમાં પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.
સ્વાસ્થ્યઃ- શારીરિક ક્ષમતાઓમાં વૃદ્ધિ જળવાયેલી રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો