14 જૂનનું રાશિફળ:રજાનો દિવસ કર્ક રાશિના લોકો માટે શુભ રહેશે, નાણાકીય મામલાઓમાં લાભ મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

14 જૂન, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે આરામ છોડીને ઘરેથી બહાર જાવ. થોડાં નવા સંપર્ક તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તેના ઉપર સમજી-વિચારીને કાર્ય કરવાથી પરિસ્થિતિ સુધરવા લાગશે.

નેગેટિવઃ- તમે જે નવા સંપર્કની વાત કરી રહ્યા છો તેના ઉપર કામ કરવાની જરૂર પડશે. થોડાં સમયથી જીવનમાં ઉતાર-ચઢાવ વધારે અનુભવ થઇ રહી છે.

લવઃ- પરિવારના સભ્યો એકબીજા સાથે હળીમળી રહેશે જેથી ભાવનાત્મક સંબંધ મજબૂત થશે
વ્યવસાયઃ- નોકરિયાત લોકોએ ધૈર્ય રાખવાની જરૂર છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજકાલ તમે પર્સનાલિટી નિખારવામાં ખૂબ જ મહેનત કરી રહ્યા છો. તમારો વાતચીત કરવાનો અંદાજ અને તમારી કાર્યક્ષમતા ઉપર વિશ્વાસ તમને નવી ઉપલબ્ધિ અપાવવામાં મદદ કરશે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક અતિ આત્મવિશ્વાસના કારણે કોઇ ચૂક થઇ શકે છે. માર્કેટની લેવડ-દેવડ સાવધાની સાથે કરો. કોઇ નજીકના વ્યક્તિ દ્વારા કોઇ પ્રકારની કઠોર પરિસ્થિતિ પેદા થઇ શકે છે.

લવઃ- તમારો અહંકારી સ્વભાવ જીવનસાથીને વિચલિત કરી શકે છે.
વ્યવસાયઃ- આજે તમે સહયોગીઓ ઉપર વધારે વિશ્વાસ કરશો નહીં.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમારો આત્મવિશ્વાસ તમારી અંદર છુપાયેલી પ્રતિભાઓને ઓળખવામાં મદદ કરશે. ભરપૂર યોજનાઓ બનાવો અને તેમને ક્રિયાવંતિ કરો.

નેગેટિવઃ- લાંબા સમયથી કોઇ વસ્તુ રાખીને ભૂલી ગયા હતાં તે આજે મળી શકે છે. પરિવાર સાથે એકબીજાના સંબંધોમાં તિરાડ પડી શકે છે.

લવઃ- જીવનસાથીની કોઇ જિદ્દના કારણે અકારણ જ સંબંધોમાં તણાવ ઉત્પન્ન થઇ શકે છે.
વ્યવસાયઃ- વ્યવસાયિક સંબંધી યોજનાઓ ઉપર વિચાર ચાલી રહ્યો હતો તેમાં થોડાં રૂપિયા લગાવી શકો છો.
સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમારા ભાગ્ય ઉપર પૂર્ણ વિશ્વાસ રાખીને આગળ વધો. આજે ભાગ્ય તમારા માટે કંઇક નવા પ્રસ્તાવ લાવી રહ્યું છે. તમારા નાણાકીય મામલાઓમાં સુધાર આવી શકે છે.

નેગેટિવઃ- તમે તમારી ક્ષમતાઓનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છો. પરંતુ ક્યારેક-ક્યારે તમારા સ્વભાવમાં તમારી મરજી અન્ય લોકો ઉપર થોપવાની જિદ્દ આવી શકે છે.

લવઃ- જીવનસાથીની સલાહ અને સમજણ તમારા માટે ફાયદાકારક સાબિત થશે.
વ્યવસાયઃ- આજે પાર્ટનરશિપ સંબંધિત કાર્ય પણ સ્થગિત રાખવાં.
સ્વાસ્થ્યઃ- યોગ અને મેડિટેશન જરૂર કરો.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- ઘણાં દિવસોથી તમે આકરી મહેનત કરી રહ્યા હતાં જેનું ફળ હવે તમને મળવાનું છે. વિદેશી મામલાઓ સાથે સંબંધિત પ્લાન અન્ય લોકો સામે જાહેર કરશો નહીં. સીક્રેટ જ રાખો.

નેગેટિવઃ- આજે વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસમાં મન ન લાગવાના કારણે થોડાં નિરાશ રહેશે. આજે નેગેટિવ વિચારોને હાવિ થવા દેશો નહીં.

લવઃ- જીવનસાથીને ધન સંબંધિત કોઇ પ્રકારનું નુકસાન થઇ શકે છે.
વ્યવસાયઃ- તમને જે નવા કામની શરૂઆત કરવામાં મુશ્કેલી આવી રહી છે તેનું કારણ તમારા મજૂરો તરફથી સહયોગ ન મળવાનું છે.
સ્વાસ્થ્યઃ- આ સમયે લિવર સંબંધિત કોઇ સમસ્યા થઇ શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- કન્યા રાશિમાં પૃથ્વી તત્વની પ્રાધનતા હોવાથી આ લોકો વાસ્તવિકતા સાથે જોડાયેલાં રહેશે. આજકાલ તમારો ભૌતિક ગુણ તમને કર્મથી જોડીને રાખશે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક તમારા શંકાશીલ સ્વભાવના કારણે થોડી તણાવની સ્થિતિ પેદા થઇ શકે છે. શિક્ષા પ્રત્યે બેદરકારી રાખશો નહીં.

લવઃ- જીવનસાથી કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય લઇ શકશે નહીં.
વ્યવસાયઃ- સરકારી કર્મચારીઓને પ્રમોશનના અવસર પ્રદાન થશે.
સ્વાસ્થ્યઃ- આ સમયે ગુસ્સો અને તણાવ વધારે રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમે તમારી અંદર ફરીથી ઊર્જા એકત્રિત કરીને આત્મવિશ્વાસ વધારી શકો છો. થોડી લાભદાયક સ્થિતિ સારી થવાની રાહ જોઇ રહ્યા હતાં તે સમય હવે આવી ગયો છે.

નેગેટિવઃ- આ સમયે તમારે તમારા આક્રમક સ્વભાવથી બચવું જોઇએ. આ સમયે તમે તમારા દિમાગને શાંત રાખો.

લવઃ- કામ અને તણાવ હોવાથી જીવનસાથીની સલાહ લેવી ઉત્તમ રહેશે.
વ્યવસાયઃ- નોકરિયાત લોકોએ પોતાના કામ ઉપર ધ્યાન આપવાની જરૂર રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- સાહિત્ય સાથે જોડાયેલાં લોકોએ પોતાના કોઇ લેખના પૂર્વ થવા અથવા કોઇ મેગેઝિન વગેરેમાં છપાવાથી માન-સન્માન મળશે. વિદ્યાર્થીઓનો કોઇ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી ઉપલબ્ધિ મળી શકે છે.

નેગેટિવઃ- નેગેટિવ વિચારોને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં. વિદ્યાર્થીઓએ પોતાની એકાગ્રતા જાળવી રાખવી પડશે.

લવઃ- લાંબા સમયથી જીવનસાથી સાથે થોડો વિવાદ ચાલી રહ્યો છે. પરિસ્થિતિ મધુર બનાવવાની કોશિશ કરો.
વ્યવસાયઃ- વ્યાપારિક સ્થળે પાર્ટનર અને સહયોગીઓની સલાહ ઉપર ધ્યાન આપો.
સ્વાસ્થ્યઃ- પગનો દુખાવો થઇ શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- જો તમે તમારા કાર્યને ઉન્નતિની દ્રષ્ટિથી પારિવારિક સહયોગ ઇચ્છો છો તો તે પ્રાપ્ત થવાની સંભાવના છે. આ સમયે ઘરમાં થોડાં ઉત્સવ વગેરે થવાની સંભાવના છે. ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- ભાગદોડ તથા તણાવપૂર્ણ સ્થિતિમાં વધારે સમય વ્યતીત થઇ શકે છે. બિનજરૂરી યાત્રાઓ કરવી પડી શકે છે. ફાલતૂ ખર્ચ તથા ખોટી સંગતિનો પ્રભાવ પડી શકે છે.

લવઃ- જીવનમાં કોઇ નવા વ્યક્તિનો પ્રવેશ થઇ શકે છે.
વ્યવસાયઃ- સમય પ્રમાણે કાર્ય કરશો તો સફળતા પ્રાપ્ત થશે.
સ્વાસ્થ્યઃ- દુર્ઘટનાથી સાવધાન રહો.
--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- સાહસ અને ઉત્સાહમાં વૃદ્ધિ થવાના યોગ બની રહ્યા છે. તમે કોઇપણ કાર્યને જવાબદારીથી કરનાર વ્યક્તિ છો અને સમય પ્રમાણે કાર્યને પૂર્ણ કરવા ઉપર ધ્યાન આપો. આ સમયે તમને દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થવાની સંભાવના છે.

નેગેટિવઃ- ઘરને લઇને વાતાવરણ ખરાબ થઇ શકે છે. તમે ઘર પરિવારમાં સામંજસ્ય જાળવી રાખવાની કોશિશ કરો. સંતાન પક્ષને લઇને સ્થિતિ પ્રતિકૂળ રહેશે.

લવઃ- આ દરમિયાન સામાજિક રૂપથી તમે ખૂબ જ સક્રિય રહેશો.
વ્યવસાયઃ- શારીરિક અને માનસિક પ્રયત્ન કરવાથી લાભ પ્રાપ્ત થવાની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ- ત્વચા, આંખ, નાક, કાન સંબંધી રોગના કારણે પરેશાની થઇ શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમારો પ્રયાસ સફળ થઇ શકે છે. આર્થિક દ્રષ્ટિએ સ્થિતિ અનુકૂળ રહેશે. વ્યાવસાયિક દ્રષ્ટિથી સારો લાભ પ્રાપ્ત થવાની સંભાવના છે. ભાગ્ય તમને સારો સાથ આપી શકે છે. કાર્ય સાથે સંબંધિત યાત્રા કરવાનો પ્રયાસ કરો.

નેગેટિવઃ- કોઇપણ કાર્યને કરવાની ક્ષમતા દરેક વસ્તુમાં જોઇ શકાય છે. જ્યાં સુધી તે પૂર્ણ ન કરી લો ત્યાં સુધી તમને ચેન પડશે નહીં. ઉતાવળમાં કરેલું કાર્ય તથા લીધેલો નિર્ણય નુકસાન દાયક રહેશે.

લવઃ- પ્રેમ સંબંધને લઇને સ્થિતિ અનુકૂળ રહેશે.
વ્યવસાયઃ- આ સમયે તમને ભાગ્યનો સાથ મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- પેટ સંબંધિત પરેશાની બાદ નિયંત્રણ રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- તમારું દાંપત્ય જીવન સારું રહેશે. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થવાની સ્થિતિ બની રહી છે. આર્થિક દ્રષ્ટિથી સ્થિતિ મજબૂત રહેશે. કામકાજનું ક્ષેત્ર વિસ્તાર રૂપ ધારણ કરી શકે છે.

નેગેટિવઃ- ઉતાવળમાં કરેલું કાર્ય તથા લીધેલો નિર્ણય હંમેશાં નુકસાનદાયક રહેશે. તમે મહત્ત્વકાંક્ષી વ્યક્તિ છો અને કોઇપણ કાર્યને ઝડપથી પૂર્ણ કરવાનો પ્રયાસ થશે.

લવઃ- તમે પારિવારિક જીવનમાં પણ પ્રવેશ કરવા માટે વાતચીત કરી શકો છો.
વ્યવસાયઃ- આત્મવિશ્વાસ સાથે સ્થિરતા ગંભીરતા સાથે કાર્ય કરવાની જરૂર છે.
સ્વાસ્થ્યઃ- મો સંબંધિત રોગ થવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...