તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુરુવારનું રાશિફળ:ઉત્તરાયણના દિવસે બારેય રાશિ માટે વ્યવસાયિક દૃષ્ટિકોણથી સમય ઉત્તમ રહેશે, 5 રાશિઓએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું

13 દિવસ પહેલા
  • મેષ, કન્યા તથા તુલા રાશિના નોકરિયાત લોકોને પ્રમોશન મળે તેવા યોગ
  • કર્ક, મકર, કુંભ તથા મીન રાશિના જાતકો માટે મધ્યમ દિવસ

14 જાન્યુઆરી, ગુરુવારના રોજ ઉત્તરાયણ છે. આ દિવસે ધ્વજ તથા ગજ કેસરી નામના બે યોગ બની રહ્યા છે, જેનો સીધો ફાયદો 8 રાશિને મળશે. મેષ રાશિના સરકારી નોકરિયાત માટે પ્રમોશનનો યોગ છે. વૃષભ રાશિની આર્થિક સ્થિતિ સારી રહેશે. મિથુન માટે બિઝનેસના દૃષ્ટિકોણથી દિવસ સારો રહેશે.

સિંહ રાશિના જાતકોને બિઝનેસમાં નવા ઍગ્રીમેન્ટ થઈ શકે છે. આર્થિક સ્થિતિ પણ સારી રહેશે. કન્યા રાશિ માટે સંપત્તિ અંગેના કામોમાં સારી ડીલ થવાની શક્યતા છે. નોકરીમાં ઉપરી અધિકારી તમારા કામથી ખુશ થશે અને પ્રમોશનની શક્યતા છે. તુલા રાશિના સરકારી નોકરિયાતને પ્રમોશન અંગે કોઈ સારા સમાચાર મળી શકે છે. ફસાયેલા પૈસા પરત મેળવવા માટે વૃશ્ચિક રાશિ માટે સારો દિવસ છે. ધન રાશિના જાતકોને બિઝનેસ અંગેની અડચણ દૂર થશે. આ સમયે અન્ય આવક મળે તેવા યોગ છે. કર્ક, મકર, કુંભ તથા મીન રાશિ માટે દિવસ મધ્યમ રહેશે.

14 જાન્યુઆરી, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યાં પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- કોઇપણ કામ કરતાં પહેલાં તેના અંગે ઊંડાણ પૂર્વક જાણકારી પ્રાપ્ત કરી લો. ઘરના વડીલોની વાતોનું પણ અનુસરણ કરો. તેમના આશીર્વાદ તમારા ભાગ્યમાં વધારો કરશે.

નેગેટિવઃ- તમારી કોઇ પર્સનલ વાત સાર્વજનિક થઇ શકે છે. એટલે થોડું સાવધાન રહો. ખર્ચ વધારે થવાના કારણે ચિંતા વધશે. વ્યસ્તતાના કારણે બાળકોની ગતિવિધિઓને નજરઅંદાજ ન કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે કોઇ પરિવર્તન કરવાનું વિચારી રહ્યા છો તો વાસ્તુ નિયમોનું પાલન કરો.

લવઃ- જીવનસાથી સામે તમારી દરેક વાતને જાહેર કરો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- કોઇ કામમાં અચાનક જ સારી સફળતા મળવાથી મન પ્રસન્ન રહેશે. સાથે જ કોઇ પ્રભાવશાળી વ્યક્તિનો સહયોગ તમારા મનોબળમાં વધારો કરશે. થોડી સમાજસેવી સંસ્થા સાથે સહયોગમાં સમય પસાર કરો.

નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિતિઓ થોડી પ્રતિકૂળ થશે. આજે તમે તમારા મહત્ત્વપૂર્ણ કામ દિવસની શરૂઆતમાં જ પૂર્ણ કરી લો. સ્વભાવમાં ગુસ્સો અને ચીડિયાપણું રહી શકે છે. માનહાનિ થવાની પણ આશંકા છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં તમારી હેઠળ કામ કરતાં કર્મચારીઓનો પૂર્ણ સહયોગ રહેશે.

લવઃ- પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- અચાનક સાંધામાં દુખાવો થઇ શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- કોઇ વિશેષ કામ પ્રત્યે તમારી લગન અને મહેનત સાર્થક રહેશે. જેનાથી સમાજમાં પણ તમારા યોગદાન અને કામના વખાણ થશે. અચાનક જ થોડા એવા લોકો સાથે મુલાકાત થશે તથા આ મુલાકાત એકબીજા માટે મદદગાર સાબિત થશે.

નેગેટિવઃ- રૂપિયા-પૈસાને લઇને કોઇ સંબંધી સાથે વિવાદ થઇ શકે છે. ઘરના કોઇ સભ્યને લઇને થોડો તણાવ રહેશે. એકબીજાની સમજણ અને સમજદારી દ્વારા તેનું સમાધાન મળી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિકોણથી સમય ઉત્તમ છે.

લવઃ- જીવનસાથીની અસ્વસ્થતાના કારણે પરિવારની દેખરેખમાં પણ તમારો મોટાભાગનો સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમે તમારી દિનચર્યા તથા વિચારોમાં થોડા પોઝિટિવ પરિવર્તન લાવવાની કોશિશ કરશો અને સફળ પણ થશો. કોઇ પ્રિયજન સાથે મુલાકાત સુખ આપશે. એકબીજાને ગિફ્ટ આપવાનું થશે. બાળકોનો તમારા મન પ્રમાણે વ્યવહાર કરવો તમને સુકૂન આપશે.

નેગેટિવઃ- જમીન-સંપત્તિને લગતાં કોઇપણ કામમાં દેવુ લેવું પડી શકે છે. પરેશાન થશો નહીં સમય રહેતા આ દેવુ ચૂકતે પમ થઇ જશે. તમારી બોલચાલની રીત અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સ્પર્ધીઓ તમારી ઉન્નતિને જોઇને ઈર્ષ્યાની ભાવના રાખી શકે છે.

લવઃ- પરિવારના બધા સભ્યોમાં તાલમેલભર્યું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- તણાવ અને થાકને તમારા ઉપર હાવી થવા દેશો નહીં.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી મહેનતનું પોઝિટિવ પરિણામ આશા કરતાં વધારે મળશે. જેના દ્વારા તમારો આત્મવિશ્વાસ વધશે. જે કાર્યો પૂર્ણ નથી થયા તેને લઇને જે આશા ઘટી ગઇ હતી, તે કામ પણ સરળતાથી અને મન પ્રમાણે ઉકેલાઇ જશે.

નેગેટિવઃ- કોઇની સાથે રૂપિયાની લેવડ-દેવડ કરતી સમયે બધા રસ્ત ઉપર યોગ્ય ચર્ચા-વિચારણાં કરીને જ કોઇ પગલા ભરવા. બાળકોની સમસ્યાઓને તેમની સાથે બેસીને શાંતિથી ઉકેલવાનો પ્રયાસ કરો. કઠોરતા પૂર્ણ વ્યવહાર કરવાથી તેમના મનોબળમાં ઘટાડો આવી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં નવા કરાર મળશે.

લવઃ- ઘરની યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવામાં જીવનસાથીનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે શરદી અને થાકના કારણે ગળા અને પેટને લગતો દુખાવો પરેશાન કરી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થવાથી તમને ખૂબ જ સુકૂન મળી શકશે. તમારી યોગ્યતા અને ક્ષમતા ઉપર પણ ગર્વ રહેશે. બાળકોની સફળતાને લગતાં કોઇ શુભ સમાચાર મળશે. ઘરમાં કોઇ ધાર્મિક આયોજનને લગતું પ્લાનિંગ પણ થશે.

નેગેટિવઃ- જલ્દી સફળતા મેળવાના ચક્કરમાં તમારું મન નકારાત્મક ગતિવિધિઓ તરફ આગળ વધશે. એટલે તમારી અંદર ધૈર્ય અને સંયમ જાળવી રાખો. ક્યારેક તમારું મનોબળ ઘટી જવાથી તમારી યોજનાઓ ડગમગાઈ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં વિસ્તારની જે રૂપરેખા તમે બનાવી હતી, તેના ઉપર કામ કરવાનો યોગ્ય સમય આવી ગયો છે.

લવઃ- જીવનસાથી સાથે ઘરની જ કોઇ સમસ્યાને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- જો કોઇ સંબંધી સાથે કે સંપત્તિને લગતો કોઇ મતભેદ ચાલી રહ્યો હોય તો કોઇ અનુભવી વ્યક્તિની દખલ દ્વારા તેનો ઉકેલ આવી જશે. ઘરના વડીલોના અનુભવ અને સલાહ, પરિવારના લોકો માટે આશીર્વાદ સમાન રહેશે. એટલે તેમનું માર્ગદર્શન લેવું.

નેગેટિવઃ- ખર્ચ કરતી સમયે ઘરના બજેટનું પણ ધ્યાન રાખો. કોઇ બાળકનું મન પ્રમાણે પરિણામ ન મળવાથી ચિંતા રહેશે. આ સમયે તેમનું મનોબળ જાળવી રાખવું જરૂરી છે. સંબંધીઓ સાથે સંબંધ મધુર જાળવી રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય જળવાયેલી રહેશે.

લવઃ- જીવનસાથી સામે તમારી દરેક વાત જાહેર કરવાથી યોગ્ય સમાધાન મળશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે કોઇ વ્યક્તિ સાથે મુલાકાતથી થોડી મહત્ત્વપૂર્ણ જાણકારીઓ મળશે. જે ભવિષ્યને લગતાં કાર્યોમા ફાયદાકારક સાબિત થશે. જો કોઇ જગ્યાએથી રૂપિયા અટવાયેલાં છે તો તેની વસૂલી કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે.

નેગેટિવઃ- થોડા લોકો તમારી પીઠ પાછળ તમારી આલોચના કરી શકે છે. જેના કારણે તમે નિરાશ રહેશો. આ વાતોમાં ધ્યાન આપશો નહીં, તમે તમારા કાર્યોમાં એકાગ્ર રહો.

વ્યવસાયઃ- તમે તમારા અંગત કાર્યો તથા વ્યવસાયિક કાર્યોમાં તાલમેલ જાળવી રાખશો.

લવઃ- તમારી બધી ગતિવિધિઓમાં જીવનસાથી અને પરિવારના સભ્યોને પણ સામેલ કરો.

સ્વાસ્થ્યઃ- ખરાબ ખાનપાનના કારણે ગળું ખરાબ થઇ શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- કોઇ સામાજિક સંસ્થા દ્વારા તમારા યોગ્ય સહયોગના કારણે સન્માનિત કરવામાં આવી શકે છે. બાળકોની કોઇ એક્ટિવિટીથી તમે ગર્વિત અનુભવ કરશો. થોડા ખર્ચ અને પડકાર તમારી સામે આવી શકે છે.

નેગેટિવઃ- ક્યારેક તમારો શંકાવાળો સ્વભાવ અન્ય માટે પરેશાનીનું કારણ બની શકે છે. સમય પ્રમાણે પોતાના વ્યવહારમાં પરિવર્તન લાવો તથા પોતાની ઇચ્છાપૂર્તિ માટે કોઇપણ પ્રકારના રિસ્ક લેવાનું ટાળો

વ્યવસાયઃ- આજે કોઇ વ્યવસાયિક બાધા દૂર થશે.

લવઃ- લવ અફેરના મામલે સાવધાન રહો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- વ્યસ્ત દિનચર્યા રહેશે. તમારા પોતાના કામ પ્રત્યે સમર્પણ તથા વિવિધ લોકોનો સહયોગ તમારા માટે પરિસ્થિતિઓ બનાવી રહ્યું છે. તમે તમારી પ્રતિભાના બળે પોતાની એક અલગ ઓળખ બનાવવામાં સફળ રહેશો. માનસિક સુકૂન માટે થોડો સમય એકાંત કે કોઇ ધાર્મિક સ્થળ ઉપર પણ પસાર કરો.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઇપણ વિપરીત પરિસ્થિતિમાં ભાવનાઓના આવેશમાં ન આવો. વાતચીત કરતી સમયે ખરાબ શબ્દોનો પ્રયોગ ન કરો. આવું કરવાથી તમારે પછતાવું પડી શકે છે. લક્ષ્યને તમારી આંખથી ભટકવા દેશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયમાં આજે વધારે વ્યસ્તતા બની રહેશે.

લવઃ- દિવસનો થોડો સમય પરિવાર સાથે મનોરંજનના કાર્યો તથા ડિનરમાં પસાર થશે.

સ્વાસ્થ્યઃ- પેટ અને લિવરને સ્વસ્થ જાળવી રાખવા માટે તમારા ખાનપાન અને દિનચર્યાને યોગ્ય જાળવી રાખો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- ઘર અને વ્યવસાય બંને જગ્યાએ વ્યવસ્થા જાળવી રાખવા માટે થોડા કાયદા બનાવશો અને સફળ પણ રહેશો. વડીલોના આશીર્વાદ અને સ્નેહથી ઘરમાં પોઝિટિવ ઊર્જા જળવાયેલી રહેશે.

નેગેટિવઃ- ધનની લેવડ-દેવડ કે ઉધાર આપવાની પ્રવૃત્તિથી બચવું. તેના કારણે તમને આર્થિક નુકસાન થઇ શકે છે. વિતેલી નકારાત્મક વાતોને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયમાં ગતિવિધિઓ થોડી ધીમી રહેશે.

લવઃ- પતિ-પત્ની એકબીજાની ભાવનાઓને સમજશે તથા સન્માન કરશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- સમય મિશ્રિત ફળદાયક છે. કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય યોગ્ય છે. પરંતુ પહેલાં તેના અંગે યોગ્ય પ્રકારે તપાસ કરી લો. વ્યક્તિગત સંબંધોમાં ઘનિષ્ઠતા આવશે. બાળકોની આવક શરૂ થવાથી ઘરમાં સુખનું વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- કોઇ પાડોસી કે મિત્ર સાથે કોઇ વાદ-વિવાદ જેવી સ્થિતિ ઊભી થઇ શકે છે. ઘરના વડીલોની સલાહને ઇગ્નોર ન કરો. તમારો જિદ્દી સ્વભાવ તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser