તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રવિવારનું રાશિફળ:રવિવારનો દિવસ કુંભ રાશિના લોકો માટે લાભદાયી રહેશે, વૃષભ સહિત 7 રાશિના જાતકોએ સ્વાસ્થ્ય સાચવવું

12 દિવસ પહેલા

14 ફેબ્રુઆરી, રવિવારના રોજ સિદ્ધ તથા ચર નામના બે શુભ યોગ બની રહ્યાં છે, જેનો સીધો ફાયદો 10 રાશિને મળશે. મેષ રાશિની ફેવરમાં પરિસ્થિતિઓ રહેશે. મિથુન રાશિના જાતકો માટે આજે દરેક નિર્ણય તેમના પક્ષમાં આવશે. કર્ક રાશિને ઉધાર આપેલા પૈસા પરત મળી શકે છે. કન્યા રાશિ દરેક મુશ્કેલ કામને મહેનતથી પૂરા કરી શકશે. તુલા રાશિની દિવસની શરૂઆત સકારાત્મક રીતે થશે. વૃશ્ચિક રાશિના જાતકો અટકેલું પેમેન્ટ તથા પૈસા પરત મેળવવા માગે છે તો આ સારો સમય છે. આ રાશિના જાતકોને વીમા, શેર તથા કમિશન સંબંધિત કામમાં સફળતા મળશે.

ધન રાશિને જરૂરિયાત પ્રમાણે આવકના સોર્સ મળી શકશે. સંપત્તિને લગતા કામમાં ફાયદો થશે. મકર રાશિના જાતકોનું બિઝનેસ સંબંધિત દરેક કામ કોઈ પણ અડચણ વગર પૂરું થશે. કુંભ રાશિનું અચાનક કોઈ કામ થવાથી મનમાં સંતોષની લાગણી થશે. મીન રાશિને વીમા અને શેર સાથે જોડાયેલા બિઝનેસમાં ફાયદો થશે. આ ઉપરાંત વૃષભ તથા સિંહ રાશિના જાતકોએ આખો દિવસ સંભાળીને રહેવું.

14 ફેબ્રુઆરી, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે પારિવારિક કાર્યોને મહત્ત્વ આપો. ઘરમાં કોઇ રિનોવેશનને લગતું કામ શરૂ કરવા માટે સમય યોગ્ય છે. જો કોઇ વારસાગત સંપત્તિને લગતો મામલો ચાલી રહ્યો છે તો તેનું સમાધાન પણ મળવાની શક્યતા છે.

નેગેટિવઃ- તમારો કોઇ નજીકનો સંબંધ જ તમારા કામમાં દખલ કરીને સમસ્યાઓ ઊભી કરી શકે છે. એટલે બધા જ નિર્ણય જાતે જ લેવાં. બાળકોને લગતી સમસ્યાઓને શાંતિથી ઉકેલવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- જો વ્યવસાયને લગતું જ કોઇ નવું કામ કરવાનું વિચારી રહ્યા છો તો તેને સર્વોપરિ રાખો.

લવઃ- ઘરનું વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે મોટાભાગનો સમય પોતાના વ્યક્તિગત કાર્યોને પૂર્ણ કરવામાં પસાર કરો. તમારા રસના કાર્યોમાં સમય પસાર કરવાથી તમને માનસિક શાંતિ અને સુકૂન મળશે. બહેન-ભાઇો સાથે સુખમય સમય પસાર થશે તથા સંબંધો પણ મજબૂત થશે.

નેગેટિવઃ- સમયમાં આવતા ફેરફારનો પ્રભાવ તમારા બધા કાર્યો ઉપર પડી રહ્યો છે. એટલે નવી નીતિઓ બનાવવી જરૂરી છે. મીડિયા તથા ઓનલાઇન કાર્યોમાં કોઇપણ ગતિવિધિ કરતાં પહેલાં યોગ્ય રીતે તેની તપાસ કરી લેવી જોઇએ.

વ્યવસાયઃ- વ્યવસાયમાં રિટેલ અને દૈનિક આવક ઉપર વધારે ધ્યાન આપો.

લવઃ- પતિ-પત્નીની વચ્ચે થોડા સમયથી ચાલી રહેલી ગેરસમજ આજે દૂર થશે.

સ્વાસ્થ્યઃ- ક્યારેક તણાવ અને ડિપ્રેશન જેવી સ્થિતિ અનુભવ થઇ શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- પારિવારિક વ્યવસ્થાને લઇને લીધેલો કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય સફળ રહેશે. જો ઘર પરિવર્તનને લગતી કોઇ યોજના બનાવી રહ્યા છો તો આજે તેના ઉપર ગંભીરતાથી ચર્ચા-વિચારણાં થઇ શકે છે. આજે તમારો દરેક નિર્ણય તમારા પક્ષમાં રહેશે.

નેગેટિવઃ- આ વાતનું ધ્યાન રાખો કે ક્યારેક તમારો જિદ્દી સ્વભાવ તમારા માટે જ પરેશાનીનું કારણ બની શકે છે. સમય પ્રમાણે પોતાને પણ બદલવા યોગ્ય છે. મામા પક્ષ સાથે સંબંધને મધુર જાળવી રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં આજે માર્કેટિંગને લગતાં કાર્યો ઉપર વધારે ધ્યાન આપો.

લવઃ- પ્રેમ સંબંધોને પારિવારિક સ્વીકૃતિ મળવાથી મન પ્રસન્ન રહેશે.

સ્વાસ્થ્યઃ- એસિડિટી અને ગેસના કારણે પરેશાની રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- દિવસની શરૂઆતમાં તમે સમજી શકશો નહીં કે બધી વસ્તુઓ વ્યવસ્થિત કેવી રીતે કરવી. બપોર પછી પરિસ્થિતિઓ અનુકૂળ થશે તથા તમારા કામ જાતે જ પૂર્ણ થવા લાગશે. કોઇને ઉધાર આપેલાં રૂપિયા આજે પાછા મળી શકે છે.

નેગેટિવઃ- લોકો સાથે મુલાકાત કરતી સમયે ધ્યાન રાખો કે તમારી કોઇ ગુપ્ત વાત ઉજાગર થઇ શકે છે. આ સમયે કોઇપણ જોખમી નિર્ણય લેવાથી બચવું. તેમાં ધન અને સમય પણ બરબાદ થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં પબ્લિક રિલેશનને લગતાં કાર્યોમાં પોઝિટિવ પરિણામ મળશે.

લવઃ- વિપરીત પરિસ્થિતિઓમાં પરિવારનો સંપૂર્ણ સહયોગ તમને આગળ વધવાની પ્રેરણા આપતો રહેશે.

સ્વાસ્થ્યઃ- તણાવ, અવસાદ તથા વાતાવરણને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આ સમય ભાવુકતાની જગ્યાએ દિમાગથી કામ લેવાનું છે. તેનાથી તમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ મળશે. ઘરમાં કોઇ માંગલિક કાર્ય, હવન, પૂજન વગેરેને લગતા આયોજનમાં વ્યસ્ત રહેશો. ઘરના વડીલ સભ્યોની સલાહ અને માર્ગદર્શન ઉપર જરૂર અમલ કરો.

નેગેટિવઃ- આજે કોઇ જૂની નકારાત્મક વાત સામે આવવાથી વર્તમાન ઉપર પ્રભાવ પડી શકે છે. ખરીદદારી જેવા કાર્યો કરતી સમયે બજેટનું ધ્યાન રાખો. વિદ્યાર્થીઓએ પ્રતિયોગી પરીક્ષામાં વધારે મહેનત કરવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે થોડી મહેનત અને ભાગદોડ જેવી સ્થિતિ રહેશે.

લવઃ- લગ્નસંબંધોમાં મધુરતા જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- કોઇ જૂનો રોગ ફરીથી થઇ શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારો તમારા કાર્યો પ્રત્યે સમર્પિત ભાવ તમને સફળતા આપશે. તમે દરેક મુશ્કેલ લક્ષ્યને મહેનત દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. બાળકો સાથે બેસીને તેમની સમસ્યાઓનું સમાધાન કરવાથી તેમને સુખ અને સંતોષ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- તમારા મોટાભાગના કામ દિવસના પહેલાં ભાગમાં જ પૂર્ણ કરવાની કોશિશ કરો. બપોર પછી પરિસ્થિતિઓ થોડી પ્રતિકૂળ થઇ શકે છે. કોઇ અશુભ સમાચાર મળવાથી મન નિરાશ રહેશે.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં કોઇ વાતને લઇને સંબંધ ખરાબ થઇ શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- વાતાવરણની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજના દિવસની શરૂઆત ખૂબ જ પોઝિટિવ રીતે થશે. તમને કોઇ મહત્ત્વપૂર્ણ સફળતા પણ પ્રાપ્ત થવાની છે. એટલે કોઇપણ કામ પ્રત્યે બેદરકારી અને આળસ બિલકુલ ન કરો. તમે તમારી અંદર અદભૂત આત્મવિશ્વાસ પણ અનુભવ કરશો.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક પરિસ્થિતિના કારણે તમે કામ ટાળવાની કોશિશ કરશો જેના કારણે નુકસાન થઇ શકે છે. પાડોસીઓ તથા નજીકના સંબંધીઓ સાથે સંબંધ ખરાબ ન થવા દો. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પ્રત્યે બેદરકારી ન કરે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય જ રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે તાલમેલનો ભાવ સારો જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- તમે તમારી અંદર થોડી અજીબ નબળાઇ તથા ઘૂંટણ અનુભવ કરશો.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે કોઇ પારિવારિક વિવાદ કોઇની દખલથી ઉકેલાઇ જશે. પેમેન્ટ કે અટવાયેલાં રૂપિયાની વસૂલી માટે સમય ઉત્તમ છે. ઘરમાં થોડા સંશોધનને લગતી વસ્તુઓની ખરીદદારી પણ રહેશે. પાડોસીઓ તથા સંબંધીઓ સાથે સંબંધો ગાઢ બનશે.

નેગેટિવઃ- વાતચીત કરતી સમયે યોગ્ય શબ્દોનો પ્રયોગ કરો. કઠોર વાણી સંબંધને ખરાબ કરી શકે છે. માનસિક સુકૂન માટે થોડો સમય કોઇ ધાર્મિક સ્થળ કે એકાંતમાં પસાર કરો. યુવા વર્ગ કરિયરને લઇને થોડા તણાવમાં રહી શકે છે.

વ્યવસાયઃ- કાર્યસ્થળમાં કામનું દબાણ જળવાયેલું રહેશે.

લવઃ- કોઇપણ દુવિધાની સ્થિતિમાં પારિવારિક સભ્યોની સલાહ લો.

સ્વાસ્થ્યઃ- તમારી ઇમ્યૂન સિસ્ટમ મજબૂત જાળવી રાખો.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે કોઇ રાજનૈતિક કે સામાજિક ગતિવિધિમાં તમારી હાજરી મહત્ત્વપૂર્ણ રહેશે. કોઇ જગ્યાએથી કિંમતી ભેટ પણ મળી શકે છે. તમારા ભાવી લક્ષ્યો પ્રત્યે યોગ્ય રીતે કામ કરવાથી તમને સફળતા ચોક્કસ મળી શકશે.

નેગેટિવઃ- કોઇ મિત્ર જ તમારી પરેશાનીનું કારણ બનશે, એટલે દરેક ક્રિયાઓ ઉપર નજર રાખો. યુવા વર્ગ મોજ-મસ્તીમાં આવીને પોતાના કરિયરને ખરાબ ન કરે. ધર્મના નામે કોઇ તમારા રૂપિયા હડપી શકે છે.

વ્યવસાયઃ- દિવસની શરૂઆતમાં કોઇ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- પરિવારમાં વાતાવરણ મધુર અને સોહાર્દપૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- ઘણાં સમય પછી મિત્રોને મળવાથી બધા લોકો સુખ અને ઉમંગ અનુભવ કરશે. તમારો પોઝિટિવ અને સહયોગાત્મક વ્યવહાર તમને બધાની વચ્ચે સન્માનિત રાખશે. ધાર્મિક યાત્રાનું આયોજન પણ થઇ શકે છે.

નેગેટિવઃ- બાળકો ઉપર જરૂરિયાત કરતાં વધારે પ્રતિબંધ ન લગવો, તેનાથી તેમના આત્મબળ અને કાર્યક્ષમતામાં ઘટાડો આવશે. ધનની લેવડ-દેવડમાં કોઇના ઉપર પણ વિશ્વાસ રાખવાથી નુકસાન થઇ શકે છે.

વ્યવસાયઃ- આજે વ્યવસાયને લગતા દરેક કામ વિના વિઘ્ન સંપન્ન થતાં જશે.

લવઃ- ઘરમાં કોઇ માંગલિક કાર્યને લગતા આયોજનની યોજના બનશે.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણથી સાવધાન રહો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- કોઇ રાજનૈતિક કે સામાજિક કાર્યક્રમમાં જવાનો અવસર મળી શકે છે જે તમારા માટે લાભદાયક સાબિત થશે. અચાનક જ તમારું કોઇ કામ બનવાથી મનમાં સંતોષ અને સુખ રહેશે. જૂના મિત્રો સાથે મુલાકાતનો સિલસિલો પણ રહેશે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક તમારું ખૂબ જ વધારે પ્રેક્ટિકલ અને સ્વાર્થી થઇ જવું તમને તમારાથી દૂર કરશે. એટલે તમારા વ્યવહારમાં સોમ્યતા જાળવો. શેરબજાર, સટ્ટા વગેરે જેવા કાર્યોથી દૂર રહો.

વ્યવસાયઃ- તમારો વ્યવસાયિક દૃષ્ટિકોણ, કાર્યક્ષેત્રમાં અનેક મામલાઓ ઉકેલવામાં સક્ષમ રહેશે.

લવઃ- જીવનસાથીનો સહયોગાત્મક વ્યવહાર તમારી અનેક સમસ્યાનો ઉકેલ કરશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી તમે જે લક્ષ્ય માટે યોજના બનાવી છે, તેને પ્રાપ્ત કરવાનો યોગ્ય સમય આવી ગયો છે. એટલે ખોટા કાર્યોમાં તમારો સમય નષ્ટ ન કરો તથા આ સફળતાનો ભરપૂર ઉપયોગ કરો.

નેગેટિવઃ- આર્થિક રૂપથી થોડી મુંજવણ અને સમસ્યાઓ ઊભી થઇ શકે છે. જોકે, સમય રહેતાં તમે તેનો ઉકેલ પણ મેળવી લેશો. બાળકોને લઇને કોઇ પ્રકારની ચિંતા રહેશે. આ સમયે કોઇ માનહાનિ જેવી સ્થિતિ પણ બની રહી છે.

વ્યવસાયઃ- વ્યવસાયને લગતી તમારી કાર્યપ્રણાલીમાં જે પરિવર્તન આવ્યું છે કે ઉત્પાદન ક્ષમતામાં નફો કરશે.

લવઃ- પતિ-પત્ન વચ્ચે ઘરની વ્યવસ્થાને લઇને થોડો વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો