સોમવારનું રાશિફળ:સોમવારે મીન રાશિના જાતકો સામાજિક અને વ્યક્તિગત કાર્યોમાં વ્યસ્ત રહેશે, વિદ્યાર્થીઓને શુભ સૂચના મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મીન સહિત છ રાશિ માટે મધ્યમ દિવસ, આખો દિવસ દોડધામ રહેશે
  • મિથુન-કુંભ સહિત છ રાશિ માટે સારો દિવસ, ધન લાભ થશે

14 ડિસેમ્બર, સોમવારના રોજ સોમવતી અમાસ છે. આ દિવસે જ્યેષ્ઠા નક્ષત્ર હોવાને કારણે પદ્મ નામનો શુભ યોગ બની રહ્યો છે. આ સાથે જ વૃશ્ચિક રાશિમાં પંચગ્રહી યોગ પણ છે. શુભ યોગ તથા ગ્રહ-નક્ષત્રોને કારણે છ રાશિ માટે દિવસ શુભ રહેશે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના મતે, મિથુન, કર્ક, કન્યા, વૃશ્ચિક, ધન તથા કુંભ રાશિના જાતકો માટે દિવસ શુભ રહેશે. આ રાશિના જાતકોએ વિચારેલાં કામો સમયસર પૂરાં કરી શકશે અને ધન લાભ પણ થશે. તો મેષ, વૃષભ, સિંહ, તુલા, મકર તથા મીન રાશિના જાતકો માટે મધ્યમ દિવસ. અનેક બાબતોમાં સંભાળીને રહેવું.

14 ડિસેમ્બર, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે એ અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારી જીવનશૈલીને વધારે ઉન્નત કરવા માટે કોશિશ કરતા રહેશો. તમે તમારાં કામને નવું સ્વરૂપ આપવા માટે થોડી રચનાત્મક ગતિવિધિઓમાં પણ રસ લેશો. આ સમયે આર્થિક સ્થિતિ પણ સારી બનશે. કુલ મળીને દિવસ લાભકારી રહેશે.

નેગેટિવઃ- પરિણીત વ્યક્તિઓને સાસરિયાં પક્ષ સાથે કોઇ પ્રકારનો મતભેદ થવાની સંભાવના છે. આ સમયે પરિસ્થિતિઓને ઉકેલવા માટે ધૈર્ય અને સંયમ રાખવાની જરૂરિયાત છે. ઘરના વડીલોનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બનશે.

વ્યવસાયઃ- થોડાં વ્યક્તિગત કારણોને લીધે વ્યવસાયમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશો નહીં.

લવઃ- સમયના અભાવને કારણે પતિ-પત્ની એકબીજાને સમય આપી શકશે નહીં.

સ્વાસ્થ્યઃ- વધારે મસાલેદાર ભોજન કરવું નહીં.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- મિત્રો સાથે તથા બહારની ગતિવિધિઓમાં આજે મોટા ભાગનો સમય પસાર થશે. તમે તમારી દિનચર્યામાં પણ થોડો પરિવર્તન લાવશો. વિદ્યાર્થીઓને પ્રતિયોગિતાને લગતાં કાર્યોમાં સફળતા મળી શકે છે, જો એ સંપૂર્ણ રીતે તેમના અભ્યાસ પર ધ્યાન આપશે.

નેગેટિવઃ- કોઇ પ્રોપર્ટી કે રૂપિયાને લગતી લેવડ-દેવડને લઇને થોડા વાદ-વિવાદની સ્થિતિ બની શકે છે. કોઇપણ સમસ્યાને એકબીજાની સહમતીથી ઉકેલવાની કોશિશ કરશો તો વધારે યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

વ્યવસાયઃ- મોટા ભાગનો સમય માર્કેટિંગ, પેમેન્ટ વગેરે કલેક્ટ કરવામાં પસાર થશે.

લવઃ- પતિ-પત્નીની વ્યસ્તતાને કારણે ઘરમાં વધારે સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- પગમાં દુખાવાની સમસ્યા રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજના દિવસની શરૂઆતમાં કામ વધારે રહેવાને કારણે વધારે મહેનત રહેશે, પરંતુ બપોર પછી તમને આ મહેનત પ્રમાણે પરિણામ મળવાનું પણ શરૂ થઇ જશે, એટલે મન પ્રસન્ન રહેશે. હરવા-ફરવા તથા મનોરંજનને લગતી ગતિવિધિઓમાં પણ સમય પસાર થશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે રૂપિયાની લેવડ-દેવડ અંગે કોઇ નુકસાન થઇ શકે છે, જેને કારણે થોડા લોકો સાથે સંબંધ પણ ખરાબ થવાની સંભાવના છે. માનસિક શાંતિ અને શુકન માટે અધ્યાત્મ અને મેડિટેશનને લગતી ગતિવિધિઓમાં સમય પસાર કરો.

વ્યવસાયઃ- પલ્બિક ડીલિંગ, ગ્લેમર અને કમ્પ્યુટર સાથે જોડાયેલા વ્યવસાયમાં સફળતા મળશે.

લવઃ- ઘરનું વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- થાઇરોઇડને લગતી પરેશાનીઓ વધી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમને જે કાર્યોમાં વિઘ્ન આવવાથી નિરાશા થઇ રહી હતી, આજે એ કાર્ય સરળતાથી પૂર્ણ થઇ શકે છે. ઘરની સજાવટ અને સુધારાને લગતાં કાર્યોમાં પણ સમય પસાર થશે. કોઇ સમારોહમાં સામેલ થવાનો પણ અવસર મળશે અને ત્યાં તમારું વર્ચસ્વ પણ રહેશે.

નેગેટિવઃ- આવકની અપેક્ષાએ ખર્ચ વધારે રહેશે. કોઇ મિત્રની સલાહ તમારા માટે નકારાત્મક સાબિત થઇ શકે છે. તમારી ક્ષમતાઓ પર જ વિશ્વાસ રાખો. કોઇ સાથે ખરાબ રીતે વાર્તાલાપ કરવો નુકસાનદાયી રહી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયને લગતાં કાર્યોમાં ભાગ્યનો પૂર્ણ સાથ મળશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ સારા જળવાયેલા રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે કામને કારણે શારીરિક અને માનસિક થાક રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ નજીકના સંબંધીઓ સાથે મોજમસ્તીમાં પસાર થશે, સાથે જ લાભદાયક ચર્ચા-વિચારણા પણ થશે. ઘરમાં સુધારાને લગતી યોજનાઓને શરૂ કરવા માટે વાસ્તુને લગતા નિયમોનું પણ પાલન કરો.

નેગેટિવઃ- ખોટી ગતિવિધિઓમાં વધારે ખર્ચ થવાથી મન થોડું પરેશાન રહી શકે છે. આ સમયે સાવધાની જાળવી રાખવી જરૂરી છે. જો લોન લેવાની યોજના બની રહી છે તો તમારી શક્તિ પ્રમાણે વધારે રૂપિયા ઉધાર લેવાનું ટાળો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં શાંતિથી કામ પૂર્ણ થતાં જશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સંબંધ સારા જળવાયેલા રહેશે

સ્વાસ્થ્યઃ- આ સમયે દાંતનો દુખાવો પરેશાન કરી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે નજીકના લોકો સાથે મુલાકાત તથા મનોરંજનને લગતાં કાર્યોમાં સુખમય સમય પસાર થશે. યુવા વર્ગ પોતાના ભવિષ્યને લઇને સંપૂર્ણ રીતે ગંભીર અને એકાગ્રચિત્ત રહેશે. ઘરમાં કોઇ રાજનૈતિક પ્રભાવશાળી વ્યક્તિના આવવાથી તમારી આસપાસના લોકોમાં તમારું સન્માન વધશે.

નેગેટિવઃ- ખર્ચ વધારે રહેવાને કારણે હાથ તંગ રહેશે. હાલ ઉધાર આપેલા રૂપિયા પાછા આવવાની શક્યતા નથી. મોજમસ્તીને કારણે અનેક મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે.

વ્યવસાયઃ- ઉચ્ચ અધિકારીઓ અને સન્માનિત લોકો સાથે સંપર્ક જાળવી રાખવો તમારા વ્યવસાય માટે ફાયદાકારક રહેશે.

લવઃ- જીવનસાથી તથા પરિવારના લોકોનો તમને પૂર્ણ સહકાર મળશે.

સ્વાસ્થ્યઃ- વાહન દ્વારા ઈજા પહોંચવાની સંભાવના છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- શારીરિક અને માનસિક રૂપથી આજે તમે પોતાને તંદુરસ્ત અનુભવ કરશો. તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. તમારી જીવનશૈલીને વધારે ઉન્નત કરવા માટે કોશિશ કરતા રહો.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે નાની વાતમાં પણ સાસરિયાં પક્ષ સાથે સંબંધ ખરાબ થઇ શકે છે. તમારા વ્યવહારમાં લચીલાપણું જાળવી રાખો. ક્યારેય તમને અનુભવાશે કે પરિશ્રમ પ્રમાણે પરિણામ મળી રહ્યું નથી.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ પર વિશ્વાસ રાખવો અને મિત્રતાનો વ્યવહાર તેમની કાર્યક્ષમતા અને આત્મબળને વધારશે.

લવઃ- કામ વધારે રહેવાને કારણે ઘરમાં વધારે સમય પસાર કરી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- નજીકના સંબંધીઓના આવવાથી પરિવારમાં સુખમય વાતાવરણ રહેશે. ખર્ચ સાથે આવકમાં પણ વધારો થવાથી તણાવ રહેશે નહીં. છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનું સમાધાન મળવાથી રાહત પણ મળશે.

નેગેટિવઃ- પરિવારની જ કોઇ વ્યક્તિની પર્સનલ લાઇફમાં થોડી મુશ્કેલીઓ આવવાથી ચિંતા રહેશે. ધ્યાન રાખો કે ઘરની વાત બહાર ઉજાગર થાય નહીં, નહીંતર એનાથી પરિસ્થિતિઓ વધારે ગંભીર થઇ શકે છે.

વ્યવસાયઃ- આર્થિક દૃષ્ટિએ દિવસ ઉત્તમ રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે થોડી ગેરસમજ ઊભી થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સર્વાઇકલ અને માંસપેશીઓનો દુખાવો રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ સમયે રોકાણને લગતાં કાર્યો પર સંપૂર્ણ ધ્યાન આપવું, કેમ કે પરિસ્થિતિ અનુકૂળ છે. સામાજિક ગતિવિધિઓ પ્રત્યે પણ તમારું નિઃસ્વાર્થ યોગદાન તમને આત્મિક શાંતિ પ્રદાન કરશે અને માન-સન્માન પણ વધશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે ઘરની કોઇ મહત્ત્વપૂર્ણ વાત સાર્વજનિક થઇ શકે છે જેનો નકારાત્મક પ્રભાવ ઘરની વ્યવસ્થા પર પડશે. આ સમયે ખોટા ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે.

વ્યવસાયઃ- માર્કેટમાં તમારી યોગ્યતા અને પ્રતિભાના બળે તમને નવી સફળતા પ્રાપ્ત થશે.

લવઃ- ઘરનું વ્યવસ્થિત ધ્યાન જાળવી રાખવામાં તમારું વિશેષ યોગદાન રહેશે.

સ્વાસ્થ્યઃ- ઘરના વડીલોના સ્વાસ્થ્યને લગતી બેદરકારી ન કરો.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- થોડા પ્રતિષ્ઠિત લોકો સાથે લાભદાયક અને સન્માનજનક મુલાકાત થશે. તેમની સાથે થોડો સમય પસાર કરો અને સામાજિક ગતિવિધિઓમાં પણ હાજર રહેવું તમારા વ્યક્તિત્વમાં વધારે નિખાર લાવશે.

નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી અંતર જાળવી રાખો. તે તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. તેમાં કોઇ પ્રકારના આર્થિક નુકસાનની પણ સ્થિતિ બની શકે છે.

વ્યવસાયઃ- પ્રભાવશાળી અને પ્રતિષ્ઠિત લોકો સાથે તમારા સંબંધ વ્યાવસાયિક દૃષ્ટિકોણથી પણ વધારે લાભદાયક રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને માઇગ્રેનની સમસ્યા રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે તમારાં કાર્યોમા થોડા લોકો વિઘ્ન ઊભું કરી શકે છે, પરંતુ તમે ચિંતા ન કરીને તમારા મન પ્રમાણે કામ કરવા અંગે ધ્યાન આપો. તમને અવશ્ય સફળતા પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- તમારા મનને સંયમિત કરીને રાખવું જરૂરી છે. ક્યારેક ઈગો અને ઘમંડ તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. ઘરના વડીલોની રાય પર પણ ધ્યાન આપો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં મોટા ભાગના કામ નિર્વિઘ્ન પૂર્ણ થઇ જશે.

લવઃ- કોઇ વિપરીત લિંગની વ્યક્તિ સાથે મુલાકાતથી મન પ્રસન્ન થઇ જશે.

સ્વાસ્થ્યઃ- બ્લડપ્રેશર તથા ડાયાબિટીસ ધરાવતા લોકોએ બિલકુલ બેદરકારી ન કરવી.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે તમે વ્યક્તિગત તથા સામાજિક કાર્યોમાં વધારે વ્યસ્ત રહેશો. થોડી પોઝિટિવ પ્રવૃત્તિના લોકો વચ્ચે સમય પસાર કરવાથી ઘણું શીખવા મળી શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ શુભ સૂચના મળી શકે છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે ધરની વ્યસ્તતાને કારણે તમારાં મહત્ત્વપૂર્ણ કામ છૂટી શકે છે, એટલે તમારી દિનચર્યાને વ્યવસ્થિત જાળવી રાખવી જરૂરી છે. ક્યારેક ગુસ્સા કે કઠોર શબ્દનો પ્રયોગ તમારા માટે પરેશાનીનું કારણ બનશે.

વ્યવસાયઃ- આ સમયે વ્યાવસાયિક ક્ષેત્રમાં વધારે ધ્યાન રાખવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને કબજિયાતની સમસ્યાથી પરેશાન રહેશો.