બુધવારનું રાશિફળ:બુધવારે વૃષભ રાશિના લોકો માટે ગ્રહ સ્થિતિ ખૂબ જ સારી રહેશે, જાતકોને કોઇ શુભ સમાચાર મળી શકે છે

એક વર્ષ પહેલા

14 એપ્રિલ, બુધવારે પ્રીતિ નામનો શુભ યોગ બની રહ્યો છે. આજના ગ્રહ-નક્ષત્રોના પ્રભાવથી 5 રાશિઓનો ફાયદો થશે. જ્યોતિષાચાર્ય ડૉ. અજય ભામ્બીનું કહેવું છે કે મેષ રાશિના લોકો માટે ગ્રિહની સ્થિતિ અનુકૂળ રહેશે અને આવક વધશે. મિથુન રાશિના નોકરિયાત લોકો માટે દિવસ સારો રહેશે. વૃશ્ચિક રાશિના લોકોના બિઝનેસમાં પરસ્થિતિઓ ફેવરમાં રહેશે. ઈન્વેસ્ટમેન્ટ માટે પણ સમય અનુકૂળ રહેશે. મકર રાશિના જાતકોને આજે અટવાયેલા પૈસા મળી જશે. જ્યારે મીન રાશિના જાતકોમા નોકરી અને બિઝનેસ માટે દિવસ સારો રહેશે. ધન લાભ પણ થશે. આ ઉપરાંત આજે વૃષભ, કર્ક, સિંહ, કન્યા, તુલા, ધન અને કુંભ રાશિના લોકો માટે સારો-ખરાબ એમ મિશ્રિત દિવસ રહેશે. આ રાશિના લોકો માટે દિવસ સામાન્ય રહેશે.

14 એપ્રિલ, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો.

નેગેટિવઃ- આવકની સાથે-સાથે ખર્ચ પણ વધશે. એટલે હાલ બજેટ સાચવીને ચાલો. વિરોધી પક્ષ તમારા માટે કોઇ પરેશાની ઊભી કરી શકે છે. આળસ અને મોજમસ્તીમાં વધારે સમય ખરાબ ન કરો. કોઇ મનોવાંછિત કામ પૂર્ણ કરવા માટે સમય અનુકૂળ છે.

વ્યવસાયઃ- કારોબારી ગતિવિધિઓમા મહેનત વધારે રહેશે.

લવઃ- ઘર કે વ્યવસાયમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- ખરાબ આદતો તથા નકારાત્મક પ્રવૃત્તિના કારણે સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- વર્તમાન ગ્રહ સ્થિતિ ખૂબ જ સારી રહેશે. સમય રહેતા તેનો યોગ્ય ઉપયોગ કરો. પરિવારના કોઇ વડીલ સભ્ય દ્વારા પણ તમને માર્ગદર્શન મળી શકે છે જે તમારા માટે લાભદાયક રહેશે.

નેગેટિવઃ- વધારે ચર્ચા-વિચારણાં કરવામાં સફળતા હાથમાંથી સરકી શકે છે. એટલે પોતાની યોજનાઓને તરત જ શરૂ કરો. ખર્ચ વધારે રહેશે, પરંતુ આવકના સાધન પણ મળી શકશે. એટલે પરેશાન થવાની જરૂરિયાત નથી.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ હાલ પહેલાંની જેમ જ શરૂ રહેશે.

લવઃ- કોઇ શુભ સમાચાર મળવાથી પારિવારિક વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- ઘૂંટણ અને સાંધામાં દુખાવાની સમસ્યા વધી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમારું સંપૂર્ણ ધ્યાન રોકાણને લગતી ગતિવિધિઓ ઉપર જ કેન્દ્રિત રાખો, સમય અનુકૂળ છે. ચોક્કસ જ તમને સફળતા મળી શકે છે. વિદ્યાર્થીઓના અભ્યાસ કે કરિયરને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકે છે.

નેગેટિવઃ- ઘર-પરિવારની સુખ-સુવિધાઓને લગતી વસ્તુઓની ખરીદદારી કરતી સમયે બજેટનું ધ્યાન રાખો. યુવા વર્ગ પોતાના કરિયરને લઇને થોડા તણાવમાં રહી શકે છે. કોઇ સંબંધી સાથે સંબંધોમાં ખટાસની શક્યતા છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આજે થોડા પડકારનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- વ્યવસાયિક તણાવને પરિવારની સુખ-શાંતિ ઉપર હાવી થવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતા નાના-મોટા ઉતાર-ચઢાવ આવી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- લાભદાયક જનસંપર્ક સ્થાપિત થશે. અનેક પ્રકારની ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહી શકો છો. જો કોઇ નવું વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો સમય અનુકૂળ છે. પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત લાભદાયક રહેશે.

નેગેટિવઃ- દિનચર્યાને વ્યવસ્થિત જાળવી રાખો. આળસ અને બેદરકારીના કારણે અનેક કામ અટકી શકે છે અને થોડી ભૂલો પણ થઇ શકે છે. અનુભવી તથા વડીલોની સલાહ અને માર્ગદર્શનને ઇગ્નોર ન કરો.

વ્યવસાયઃ- કામકાજને લઇને કોઇ નજીકની યાત્રા કરવી પડી શકે છે.

લવઃ- ઘર-પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- સમય અનુકૂળ છે. બપોર પછી પરિસ્થિતિઓ તમારા પક્ષમાં થઇ જશે. તમારા કામ યોગ્ય રીતે બનતા જશે. રોકાણ કરવાને લગતી યોજના પણ બની શકે છે.

નેગેટિવઃ- ક્યારેક અન્ય લોકોની વાતોમાં આવીને તમે તમારું જ નુકસાન કરી શકો છો, પોતાના ઉપર વિશ્વાસ રાખો. કોઇપણ પ્રકારની દુવિધાની સ્થિતિમાં કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લેવી યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલાં ઉતાર-ચઢાવ બંધ થશે. તમારા કામની ક્વોલિટીને વધારે સારી કરવાની જરૂરિયાત છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુકૂન ભર્યું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કબજિયાત અને ગેસના કારણે દિનચર્યા અસ્ત-વ્યસ્ત થઇ શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે કોઇ લાભદાયક સૂચના મળી શકે છે. પરિવારને લગતો કોઇ વાદ-વિવાદ દૂર થવાથી ઘરમાં સુકૂન અને શાંતિનું વાતાવરણ રહેશે. અટવાયેલાં કાર્યો પણ સરળતાથી પૂર્ણ થઇ જશે. યુવાઓને પોતાના કરિયરને લગતા કોઇ શુભ સમાચાર મળી શકે છે.

નેગેટિવઃ- વધારે ઉતાવળ અને અતિ ઉત્સાહના કારણે કોઇ કામ ખરાબ થઇ શકે છે. વારસાગત સંપત્તિને લગતા કોઇ વિવાદના કારણે ભાઈઓ સાથે સંબંધ ખરાબ થઇ શકે તેવી શક્યતા છે.

વ્યવસાયઃ- પારિવારિક વ્યસ્તતાના કારણે તમે કામની જગ્યાએ વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- લગ્નજીવન સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- કોઇપણ કામ કરતા પહેલાં તેની રૂપરેખા બનાવી લો. આસપાસનું વાતાવરણ સુખદ રહી શકે છે. સામાજિક તથા રાજનૈતિક ગતિવિધિઓમાં પણ તમારો રસ રહેશે. કોઇ વિશેષ કાર્યને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં તમે સક્ષમ રહેશો.

નેગેટિવઃ- અર્થ વિના કોઇ સાથે પણ વિવાદમાં ઉતરશો નહીં. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લો. કોઇ ગાઢ મિત્રને લગતી કોઇ અપ્રિય ઘટના ઘટવાથી મન થોડું નિરાશ થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયને લઇને લીધેલાં નિર્ણયોમાં શરૂઆતમાં પરેશાની આવી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઇ પારિવારિક સમસ્યાને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશરને લગતી સમસ્યાઓ વધી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- સામાજિક ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહી શકો છો. તમે પોતાને માનસિક અને ભાવનાત્મક રીતે સશક્ત અનુભવ કરશો. કોઇ અટવાયેલું મહત્ત્વપૂર્ણ કામ પણ બની શકે છે. કોર્ટ કચેરીનો કોઇ મામલો ચાલી રહ્યો છે તો તેનો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઇપણ યોજના જાહેર થાય નહીં, નહીંતર કોઇ અન્ય વ્યક્તિ તેનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. તમારા થોડા નજીકના લોકો જ તમારા કાર્યોમાં વિઘ્ન પેદા કરી શકે છે.

વ્યવસાયઃ- પબ્લિક રિલેશનને વધારે મજબૂત જાળવી રાખો.

લવઃ- પારિવારિક સુખ-શાંતિ તથા સુખમય વાતાવરણ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં સુસ્તી અને થાકની સ્થિતિ રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- જીવનમાં આવી રહેલાં ફેરફારને સ્વીકાર કરો. આવું કરવાથી તમારા માટે ભાગ્યોદયકારક સમય રહેશે. પ્રોપર્ટીને લગતું કોઇ અટવાયેલું સરકારી કામ આજે પૂર્ણ થઇ શકે છે. ઘરમાં પરિવર્તનને લગતી યોજનાઓ ફળીભૂત કરવા માટે સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે ભાગ્યને મજબૂત કરવા માટે કર્મ પ્રધાન થવું પડશે. ભાવનાઓમાં આવીને તમે કોઇ ખોટું પગલું ભરી શકો છો. એટલે હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લેવું. અનુભવી વ્યક્તિઓની સલાહ અને માર્ગદર્શ ઉપર યોગ્ય ધ્યાન આપો.

વ્યવસાયઃ- આ સમયે કાર્યક્ષેત્રમાં તમારી હાજરી હોવી ખૂબ જ જરૂરી છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે મીઠો વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને માઇગ્રેનની સમસ્યા પરેશાન કરી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે કોઇ મહત્ત્વપૂર્ણ જાણકારી મળવાની છે જેથી તમને વધારે સુકૂન અને સુખ પ્રાપ્ત થઇ શકે છે. કોઇ પારિવારિક મામલો પણ ઉકેલાઇ શકે છે. બાળકોના પક્ષ તરફથી કોઇ સંતોષજનક પરિણામ મળવાથી મન પ્રસન્ન રહેશે.

નેગેટિવઃ- આ સમયે મહેનત વધારે અને લાભ ઓછો થઇ શકે છે, તણાવ લેવું તેનું કોઇ ઇલાજ નથી. ઇનકમ ટેક્સ, લોન વગેરેને લગતો કોઇ વિવાદ થઇ શકે છે. એટલે તમારી ફાઇલો તથા પેપર યોગ્ય રાખો.

વ્યવસાયઃ- કોઇ અટવાયેલું પેમેન્ટ કે ઉધાર આપેલાં રૂપિયા સમયે પાછા મળી શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધો વધારે ગાઢ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમે તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા તથા વ્યવસાયને લગતી કોઇપણ પરેશાનીનો ઉકેલ શોધવામાં સક્ષમ રહેશો. રચનાત્મક તથા ધાર્મિક ક્રિયાઓ પ્રત્યે પણ તમારો રસ વધી શકે છે. પડકારનો સ્વીકાર કરવો તમારા માટે ઉન્નતિના માર્ગ શોધી શકે છે.

નેગેટિવઃ- અચાનક જ કોઇ મોટો ખર્ચો આવી શકે છે. જેના કારણે તમારી વ્યક્તિગત જરૂરિયાતો ઉપર તમારે કાપ મુકવો પડી શકે છે. જોખમી કાર્યોમાં રસ લેશો નહીં. યુવાઓની બેદરકારી તેમના માટે નુકસાનદાયી રહેશે.

વ્યવસાયઃ- આ સમયે તમારા સંપર્ક સૂત્રો તથા માર્કેટિંગને વધારે સારું જાળવી રાખવાની કોશિશ કરો.

લવઃ- પતિ-પત્ની એકબીજાના તાલમેલ દ્વારા ઘરની કોઇ સમસ્યાનો ઉકેલ શોધવામાં સક્ષમ રહેશો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- કોઇપણ કામને પ્લાનિંગ સાથે કરવું તથા પોઝિટિવ વિચાર રાખવા તમને નવી દિશા અને ઊર્જા પ્રદાન કરશે. અશક્ય કાર્યના અચાનક બની જવાથી મન પ્રસન્ન રહી શકે છે. અટવાયેલાં રૂપિયા ટુકડાઓમાં પાછા મળી શકે છે.

નેગેટિવઃ- હરવા-ફરવા તથા મોજમસ્તીમાં ખર્ચ કરતી સમયે તમારા બજેટનું ધ્યાન રાખવું જરૂરી છે. આ સમયે શેરબજાર અને સ્ટોક માર્કેટમાં રૂપિયાનું રોકાણ ન કરો. વિદ્યાર્થીઓને ઇચ્છિત જગ્યાએ એડમિશન ન મળવાથી ચિંતા રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ સમય અનુકૂળ છે.

લવઃ- તમારા મુશ્કેલ સમયમાં જીવનસાથી તથા પરિવારના લોકોનો ભરપૂર સહયોગ મળશે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણના કારણે સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે.

અન્ય સમાચારો પણ છે...