મંગળવારનું રાશિફળ:મંગળવારે મીન સહિત 6 રાશિઓને ફાયદો મળશે, આર્થિક સ્થિતિ સુધરશે, અટવાયેલાં કામ પૂરાં થશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

13 સપ્ટેમ્બર, મંગળવારના રોજ અંગારક ચોથ છે. મિથુન રાશિ માટે નવી યોજનાઓ પર કામ શરૂ કરવા માટે દિવસ સારો છે. કન્યા રાશિને પ્રમોશન મળી શકે છે. કુંભ રાશિને નસીબનો સાથ મળશે. આ ઉપરાંત મેષ રાશિના સંબંધોમાં ગેરસમજણને કારણે તિરાડ પડી શકે છે. બેદરકારીને કારણે વૃષભ રાશિની મુશ્કેલીમાં વધારો થશે. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

13 સપ્ટેમ્બર, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- દિવસની શરૂઆત સારી રહેશે. આત્મવિશ્વાસ તથા આદર્શને જાળવી રાખવા માટે તમે દરેક શક્ય કોશિશ કરશો અને સફળ પણ થશો. લક્ષ્ય પ્રાપ્તિમા કોઇ નજીકના સંબંધીનો પણ સહયોગ પ્રાપ્ત થશે. કોઇ ધાર્મિક કે સામાજિક આયોજનની જવાબદારી પણ તમારી ઉપર રહી શકે છે.

નેગેટિવઃ- વ્યક્તિગત કાર્યોમાં વધારે વ્યસ્ત રહેવાના કારણે તમે તમારા પરિવાર ઉપર ધ્યાન આપી શકશો નહીં. જેથી તમારે નિરાશા ભોગવવી પડી શકે છે. આર્થિક સ્થિતિમાં પણ થોડી ભાગદોડ શક્ય છે. તણાવ લેવાની જગ્યાએ ધૈર્ય અને સંયમ સાથે સમય પસાર કરો.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં પારદર્શિતા જાળવી રાખો.

લવઃ- પારિવારિક જીવનમાં કોઇ પ્રકારની ગેરસમજના કારણે વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- યૂરિનને લગતું ઇન્ફેક્શન કે સોજા જેવી કોઇ પરેશાનીની શક્યતા છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- અધ્યાત્મિક તથા ગૂઢ વિજ્ઞાનને જાણવા અંગે તમારો રસ વધશે. તમને ઉત્તમ જાણકારી પણ પ્રાપ્ત થઇ શકે છે. આર્થિક સ્થિતિને મજબૂત કરવાની તમારી કોશિશ સફળ રહેશે.

નેગેટિવઃ- કોઇ-કોઇ સમયે ખૂબ જ ચર્ચા-વિચારણાં કરવાથી થોડી સફળતા હાથમાંથી સરકી શકે છે. જોકે તરત નિર્ણય લઇને કામ શરૂ કરો. યુવા વર્ગને કોઇ કારણોસર કરિયરને લગતી યોજનાઓને હાલ ટાળવી પડી શકે છે.

વ્યવસાયઃ- આજે મોટાભાગનો સમય માર્કેટિંગ તથા બહારની ગતિવિધિઓને પૂર્ણ કરવામાં જ પસાર થશે.

લવઃ- કોઇ અન્ય વ્યક્તિના કારણે લગ્નજીવનમાં તણાવ ઊભો થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી સમસ્યામાંથી રાહત મળી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારા કાર્યોને ઉતાવળની જગ્યાએ યોગ્ય રીતે સમજી-વિચારીને પૂર્ણ કરવાની કોશિશ કરશો. તમારા કાર્ય સુગમતા સાથે પૂર્ણ થતાં જશે. સંબંધને મજબૂત જાળવી રાખવામાં તમારી કોશિશ મહત્ત્વની રહેશે.

નેગેટિવઃ- ઘરની વ્યવ્સથાને યોગ્ય જાળવી રાખવા માટે કઠોર નિર્ણય લેશો નહીં. ધૈર્યપૂર્વક પરિસ્થિતિઓને પોઝિટિવ બનાવો. ક્યારેક-ક્યારેક અકારણ જ તમારો ગુસ્સો તમારા માટે નુકસાનદાયી રહેશે.

વ્યવસાયઃ- જૂની પ્રોપર્ટીની ખરીદી કે વેચાણને લગતી મહત્ત્વપૂર્ણ ડીલ થવાની શક્યતા છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સંબંધ ગાઢ બનશે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ જેવી પરેશાનીઓને બેદરકારીમાં લેશો નહીં.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- જો કોઇ રાજકીય કામ અટવાયેલું છે તો આજે તેને પૂર્ણ કરવાનો યોગ્ય અવસર છે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી તમારી કોશિશમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે. ઘરેલુ તથા કામકાજી મહિલાઓ પોતાના ઘર-પરિવાર પ્રત્યે જવાબદાકરીઓને યોગ્ય રીતે નિભાવવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના થોડા લોકો તમારી આલોચના અને નિંદા કરશે, પરંતુ ચિંતા ન કરો તમારું કોઇ નુકસાન થશે નહીં. આર્થિક સ્થિતિમાં કોઇ પ્રકારની દોડભાગ થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક વ્યવસ્થામાં સુધાર આવશે.

લવઃ- ઘરનું વાતાવરણ પોઝિટિવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે ગ્રહ સ્થિતિ ખૂબ જ સંતોષજનક છે. આ સમયે તમે તમારી પ્રતિભાને ઓળખો અને પૂર્ણ ઊર્જા સાથે તમારી દિનચર્યા અને કાર્યપ્રણાલીને વ્યવસ્થિત રાખો. ઘરમાં નજીકના વ્યક્તિઓ આવવાથી ઉત્સાહભર્યું વાતાવરણ રહી શકે છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે તમારા સરળ સ્વભાવનો થોડા લોકો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. અન્યના મામલાઓ ઉકેલવાના ચક્કરમાં તમારા હાથમાંથી થોડા લાભદાયક અવસર છૂટી શકે છે.

વ્યવસાયઃ- વર્તમાન સમય સફળતાભર્યો રહી શકે છે.

લવઃ- તમારી સમસ્યાઓનો ઉકેલ મેળવવામાં જીવનસાથી તથા પારિવારિક સભ્યોનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણથી પોતાની રક્ષા કરો.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આ સમયે પ્રોપર્ટી કે અન્ય કોઇ અટવાયેલાં કાર્યોનો ઉકેલ કોઇ રાજનીતિ સાથે જોડાયેલાં વ્યક્તિની મદદથી મળી શકે છે. તમારી સામાજિક સીમા પણ વધી શકે છે. સોસાયટીને લગતો કોઇ વિવાદ તમાર પક્ષમાં આવી શકે છે.

નેગેટિવઃ- તમારા વ્યક્તિગત કાર્યોમાં કોઇ બહારના વ્યક્તિને સામેલ ન કરો. કોઇપણ યોજના બનાવતા પહેલાં તેના અંગે ફરી વિચાર કરવો જરૂરી છે. પોતાના બનતાં કાર્યોમાં મોટાભાગે વિઘ્નો આવવાથી તમને આળસ અને બેદરકારીનો અનુભવ થઇ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારી હાજરી તથા એકાગ્રતા ખૂબ જ જરૂરી રહેશે.

લવઃ- કોઇ જૂના મિત્ર સાથે મુલાકાત થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમારું ધ્યાન ખોટી ગતિવિધિઓથી હટાવીને માત્ર મહત્ત્વપૂર્ણ કાર્યોમાં જ કેન્દ્રિત રાખો. આ સમયે પરિસ્થિતિઓ લાભદાયક છે. કોઇ શુભચિંતકની મદદથી તમારી કોઇ મહત્ત્વકાંક્ષા પણ પૂર્ણ થશે.

નેગેટિવઃ- ઉતાવળ અને ભાવુકતામાં લીધેલો નિર્ણય ખોટો સાબિત થઇ શકે છે. કોઇ અસમંજસની સ્થિતિમાં ઘરના વડીલ સભ્યોની સલાહ અવશ્ય લો. નાની-નાની વાતો ઉપર તણાવ હાવી થવા દેશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાય તથા નોકરી, બંને ક્ષેત્રમાં કોઇ પ્રકારની રાજનીતિનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- ઘરની વ્યવસ્થાને લઇને પતિ-પત્ની વચ્ચે વૈચારિક મતભેદ રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારા પોઝિટિવ વિચાર તથા વ્યવસ્થિત દિનચર્યા તમને સ્વસ્થ રાખશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે થોડી પરેશાનીઓ સામે આવશે, પરંતુ તમે તમારા બુદ્ધિબળ તથા ચતુરાઈ સાથે સમસ્યાનું સમાધાન મેળવી લેશો. નજીકના સંબંધીઓ સાથે થોડો સમય પસાર કરવો એકબીજા સાથે સંબંધને વધારે મજબૂત રાખશે.

નેગેટિવઃ- અન્યના માલમે કોઇપણ પ્રકારની દખલ ન કરો. મહિલા વર્ગ સાસરિયા પક્ષ સાથે સંબંધને ખરાબ થવા ન દે. બાળકોની કોઇ જિદ્દ તમને પરેશાન કરી શકે છે.

વ્યવસાયઃ- દિવસની શરૂઆતમાં થોડી કારોબારી સમસ્યા તથા પરેશાનીઓ આવશે. જલ્દી જ તમે વિવેકપૂર્ણમાં ગોપનીયતાનું ધ્યાન રાખશો. વિદેશને લગતા વ્યવસાય જલ્દી જ ગતિ પકડશે.

લવઃ- જીવનસાથી પાસેથી વધારે આશા રાખવી એકબીજા સાથેના સંબંધોમાં અંતર વધારી શકે છે.

સ્વાસ્થ્યઃ- વ્યવસ્થિત દિનચર્યા કે આદતમાં પોઝિટિવ ફેરફાર તમને સ્વસ્થ અને નિરોગી રાખશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે તમે આરામ કરવા તથા હળવા મૂડમાં રહેશો. નજીકના મિત્રો અને સંબંધીઓ સાથે સુખમય સમય પસાર થશે. કોઇ મહત્ત્વપૂર્ણ કામ બનવાથી મનમાં પ્રસન્નતા રહેશે.

નેગેટિવઃ- સંયુક્ત પરિવારમાં થોડા વાદ-વિવાદની સ્થિતિ બની શકે છે. આ સમય ધૈર્ય અને વિવેકથી ઉકેલ શોધવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ સમય ધનદાયક રહી શકે છે.

લવઃ- પારિવારિક જીવન સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- પરેશાનીઓના કારણે માનસિક તણાવ તથા બ્લડ પ્રેશરને લગતી સમસ્યાઓ વધી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે બપોર પછી પરિસ્થિતિ સારી રહેશે. થોડા સમયથી તમને જે સુકૂનની શોધ હતી, તે તમને પ્રાપ્ત થઇ શકે છે. વિદ્યાર્થીઓને આશા પ્રમાણે પરિણામ મળવાથી તેમનું આત્મબળ વધશે.

નેગેટિવઃ- ઉતાવળ અને ભાવુકતામાં લીધેલો નિર્ણય ખોટો સાબિત થઇ શકે છે. કમારા થોડા સપના અધૂરા રહેવાના કારણે મન થોડું નિરાશ થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ આજે મંદ જ રહેશે.

લવઃ- આખો દિવસ વ્યસ્તતા પછી પારિવારિક સભ્યો સાથે સમય પસાર કરવો.

સ્વાસ્થ્યઃ- સ્ત્રીઓને સાંધાનો દુખાવો કે સ્ત્રી જનિત રોગની પરેશાની રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- ઘણાં સમયથી અસ્ત-વ્યસ્ત થયેલી વસ્તુઓ આજે ફરી વ્યવસ્થિત થવાનું શરૂ થઇ જશે. આજે કોઇપણ નિર્ણય લેવામાં તમારી અંતરાત્માનો અવાજ જરૂર સાંભળો. નિશ્ચિત જ તમને યોગ્ય સલાહ મળશે.

નેગેટિવઃ- ભાઇ-બહેન સાથે સંબંધોમાં મધુરતા જાળવી રાખો. સાથે જ બાળકોની ગતિવિધિઓ તથા સંગતિનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. આજે કોઇપણ પ્રકારની યાત્રા ન કરો.

વ્યવસાયઃ- આ સમયે ગ્રહ ગોચર તથા ભાગ્ય વ્યવસાયિક દૃષ્ટિએ તમારા પક્ષમાં છે.

લવઃ- પારિવારિક સભ્યોની વચ્ચે યોગ્ય તાલમેલથી ઘરની ઊર્જા પોઝિટિવ રહેશે.

સ્વાસ્થ્યઃ- હોર્મોનને લગતી કોઇ પરેશાની વધવાની અસર તમારી કાર્યક્ષમતા ઉપર પડશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- કોઇ કામ ઉતાવળમાં ન કરો. સૌથી પહેલાં તેના દરેક સ્તર ઉપર યોગ્ય વિચાર કરો. તમારી પ્રતિભાને વધારે નિખારવાની કોશિશ તમને સફળતા પ્રદાન કરશે. તમારા આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતામાં વધારો થઇ શકે છે.

નેગેટિવઃ- ઘરમાં કોઇ વાતને લઇને વાતાવરણ ખરાબ થઇ શકે છે. ઘરની વ્યવસ્થામાં વધારે રોક-ટોક ન કરો. પોતાના સ્વભાવ અને સહજતા જાળવી રાખો.

વ્યવસાયઃ- જરૂરી કાર્યોમાં થોડા વિઘ્નો આવી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક સંબંધ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઇ શારીરિક પરેશાનીથી આજે રાહત મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...