13 નવેમ્બર, શુક્રવારના રોજ ધનતેરસ છે. આ દિવસે પ્રીતિ તથા આયુષ્માન એવા બે શુભ યોગ બની રહ્યા છે. ગ્રહ-નક્ષત્રની આ શુભ સ્થિતિનો ફાયદો છ રાશિને મળશે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના મતે, મેષ, મિથુન, કર્ક, સિંહ, કન્યા તથા વૃશ્ચિક રાશિના જાતકોને નોકરી તથા બિઝનેસમાં ફાયદો થશે. આ રાશિના જાતકોનાં તમામ કામો પૂરાં થશે. આટલું જ નહીં, લેવડ-દેવડ તથા રોકાણમાં ફાયદો થાય તેવી શક્યતા છે. જૂની મુશ્કેલીઓમાંથી રાહત મળે તેવા યોગ બની રહ્યા છે. વૃષભ, તુલા, ધન, કુંભ, મકર તથા મીન રાશિના જાતકો માટે દિવસ મધ્યમ રહેશે. આ છ રાશિના જાતકોએ કામકાજમાં કોઈ જાતની ઉતાવળ કરવી નહીં.
13 નવેમ્બર, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે એ અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબઃ
મેષઃ-
પોઝિટિવઃ- ઘરમાં સંબંધીઓની અવરજવર રહેવાથી વાતાવરણ સારું જળવાશે. કોઇ બાળકના એડમિશનને લગતી ચિંતા દૂર થશે અને રાહત અનુભવ થશે, જેથી તમે તમારું ધ્યાન પોતાનાં કાર્યોમાં લગાવી શકશો.
નેગેટિવઃ- તમારા સ્વભાવમાં ઘમંડ અથવા અતિ આત્મવિશ્વાસ જેવી સ્થિતિ ઊભી થાય નહીં એનું ધ્યાન રાખવું. આ સ્થિતિ તમારા જ લોકો વચ્ચે તમારી છાપ ખરાબ કરી શકે છે. ઘરના કોઇ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા થશે.
વ્યવસાયઃ- કોઇ નવાં કાર્યને લગતી યોજના ફળીભૂત થઇ શકે છે.
લવઃ- ઘરની વ્યવસ્થા યોગ્ય જાળવી રાખવામાં પતિ-પત્નીનો ભરપૂર સહયોગ રહેશે.
સ્વાસ્થ્યઃ- કોઇ પ્રકારની ઈજા કે એક્સિડેન્ટની સ્થિતિ રહી શકે છે.
--------------------------------
વૃષભઃ-
પોઝિટિવઃ- ધાર્મિક તથા આધ્યાત્મિક ગતિવિધિઓમાં તમારો વિશેષ રસ રહેશે, જેને કારણે તમે તમારી અંદર પોઝિટિવ ઊર્જાનો પ્રવાહ અનુભવ કરશો. વિદ્યાર્થીઓ તથા યુવાઓએ પોતાના કરિયરને લગતી કોઇ મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ પ્રાપ્ત થઇ શકે છે.
નેગેટિવઃ- અચાનક જ કોઇ સંબંધીને લગતી પરેશાનીમાં તમારે આર્થિક મદદ કરવી પડી શકે છે, જેને કારણે તમારે તમારા પરિવારના ખર્ચમાં કાપ મૂકવો પડશે અને મહત્ત્વપૂર્ણ કાર્યોમાં પણ વિઘ્ન આવશે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારા ઓર્ડરને પૂર્ણ કરવામાં કોઇ પ્રકારની બેદરકારી કરશો નહીં.
લવઃ- વ્યાવસાયિક તણાવની અસર તમારા લગ્નજીવન પર પડી શકે છે.
સ્વાસ્થ્યઃ- વધારે તણાવ લેવાને કારણે શુગર લેવલ વધી શકે છે.
--------------------------------
મિથુનઃ-
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા ભાગ્ય બંને તમારા પક્ષમાં છે. તમારાં કાર્યોને યોજનાબદ્ધ રીતે પૂર્ણ કરવામાં તમે સક્ષમ રહેશો. સાસરિયાં પક્ષ સાથે સંબંધ વધારે મધુર રહેશે. ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ તમારો વિશેષ રસ રહેશે.
નેગેટિવઃ- કોઇપણ અપરિચિત વ્યક્તિ સાથે વ્યવહાર કરતી સમયે સાવધાન રહેવાની જરૂરિયાત છે. તમારા સાથે કોઇ પ્રકારની દગાબાજી થવાની આશંકા છે. કોઇપણ પ્રકારની ઉધારી અથવા લેવડ-દેવડ કરશો નહીં.
વ્યવસાયઃ- પ્રોપર્ટીના વ્યવસાય સાથે જોડાયેલા લોકોની આજે કોઇ સારી ડીલ થઇ શકે છે.
લવઃ- કોઇ પારિવારિક સભ્યના લગ્ન માટે સંબંધ આવી શકે છે.
સ્વાસ્થ્યઃ- હળવી શરદી કે ઉધરસ રહી શકે છે.
--------------------------------
કર્કઃ-
પોઝિટિવઃ- સામાજિક ગતિવિધિઓમાં આગળ આવીને ભાગ લેવાથી તમારી સમાજમાં વિશેષ ઓળખ બની રહેશે. આજે પણ કોઇ વિશિષ્ટ વ્યક્તિ સાથે તમારી મુલાકાત તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. ઉત્તમ વ્યક્તિત્વના લોકો સાથે હળીમળીને રહેવાથી તમારામાં પણ પોઝિટિવ પરિવર્તન આવશે.
નેગેટિવઃ- બાળકોની કોઇ ભૂલ પર કઠોરતાથી વ્યવહાર કરવાની જગ્યાએ શાંતિપૂર્ણ રીતે સમજાવવાનો પ્રયત્ન કરો, નહીંતર તેમનું આત્મવિશ્વાસ અને મનોબળ વધારે ઘટી શકે છે.
વ્યવસાયઃ- વ્યક્તિગત વ્યસ્તતાને કારણે કાર્યક્ષેત્રમાં વધારે ધ્યાન આપી શકશો નહીં.
લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.
સ્વાસ્થ્યઃ- અસંતુલિત ખાનપાનને કારણે ગેસ અને એસિડિટીની સમસ્યા રહેશે.
--------------------------------
સિંહઃ-
પોઝિટિવઃ- આજે બપોર પછી પરિસ્થિતિ તમારા માટે થોડો લાભ લઇને આવી રહી છે. કોઇ રાજકારણ સાથે જોડાયેલાં વ્યક્તિની મદદથી તમને કોઇ સારી ઉપલબ્ધિ પ્રાપ્ત થઇ શકે છે. જો કોર્ટ-કચેરીને લગતો કોઇ મામલો ફસાયેલો છે તો આજે એનો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે.
નેગેટિવઃ- તમારી કોઇપણ યોજના સાર્વજનિક ન કરો, નહીંતર કોઇ અન્ય વ્યક્તિ એનો ફાયદો ઉઠાવી શકે છે. આવકની અપેક્ષાએ ખર્ચની સ્થિતિ વધારે રહેશે. યુવા વર્ગ પોતાનો સમય ખરાબ ન કરીને ભવિષ્યને લગતી રૂપરેખા તૈયાર કરવામાં સમય પસાર કરશે તો સારું રહેશે.
વ્યવસાયઃ- વ્યાવસાયિક મામલે અન્ય પાસેથી સલાહ લેવાની જગ્યાએ પોતાની કાર્યક્ષમતા પર વિશ્વાસ રાખશો તો સારું રહેશે.
લવઃ- પારિવારિક જીવન સારું જળવાયેલું રહેશે.
સ્વાસ્થ્યઃ- ઘરના કોઇ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.
--------------------------------
કન્યાઃ-
પોઝિટિવઃ- આજે તમારા કોઇ કામમાં વધારે લાભની સ્થિતિ બની રહી છે, એટલે સંપૂર્ણ રીતે એકાગ્ર ચિત્ત રહો. આવકના સ્ત્રોત પણ વધશે. વિદ્યાર્થીઓને પણ કોઇ સ્પર્ધામાં સફળતા મળવાથી ભવિષ્યને લગતા લક્ષ્ય નિર્ધારિત કરવામાં સરળતા રહેશે.
નેગેટિવઃ- આવક સાથે-સાથે ખર્ચ પણ વધારે રહેશે. ક્યારેક તમારા વહેમ અને જિદ્દી સ્વભાવને કારણે માનહાનિ થઇ શકે છે, એટલે તમારા સ્વભાવમાં પોઝિટિવ ફેરફાર લાવવાની કોશિશ કરો.
વ્યવસાયઃ- તમારા પબ્લિક રિલેશન તથા સંપર્કસૂત્ર સારાં હોવાને કારણે નવા વ્યાવસાયિક કરાર પ્રાપ્ત થશે.
લવઃ- પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.
સ્વાસ્થ્યઃ- ઘૂંટણ અને સાંધાના દુખાવાની સમસ્યા રહેશે.
--------------------------------
તુલાઃ-
પોઝિટિવઃ- આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેશે. કોઇપણ કામમાં વધારે મહેતન કરવી પડશે. આ મહેનતનું સુખદ પરિણામ પણ મળશે, એટલે પૂરા મનથી તમારાં કાર્યો પ્રત્યે એકાગ્ર રહો. બાળકોનાં પણ અભ્યાસ અને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળી જશે.
નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધીની સમસ્યાનો ઉકેલ કરવામાં તમારાં કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. આજે કારણ વિના મનમાં થોડા નકારાત્મક વિચાર આવી જવાથી મન નિરાશ રહેશે.
વ્યવસાયઃ- આજે વ્યવસાય પ્રત્યે કોઇપણ પ્રકારની બેદરકારી કે આળસ કરશો નહીં.
લવઃ- ઘરમાં અન્યની સમસ્યાને કારણે થોડી ગેરસમજ ઊભી થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- ગેસ અને અપચાને કારણે માથાનો દુખાવો અને પેટમાં દુખાવાની ફરિયાદ રહેશે.
--------------------------------
વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ વગેરે જેવી પોલિસીમાં રોકાણ કરવું લાભદાયક રહેશે. ખર્ચ વધારે રહેશે, પરંતુ સાથે જ આવકના સાધન પણ મળી જવાથી ખર્ચની ચિંતા રહેશે નહીં. વિદ્યાર્થીઓનું અભ્યાસમાં ધ્યાન રહેશે.
નેગેટિવઃ- ક્યારેક વધારે આત્મ કેન્દ્રિત થઇ જવો નજીકના સંબંધો ખરાબ કરી શકે છે. સંબંધોની પુંજીને સાચવીને રાખવા માટે તમારા વ્યવહારમાં સૌમ્યતા તથા તાલમેલ રાખવો જરૂરી છે.
વ્યવસાયઃ- વ્યવસાયમાં થોડી નવી ઉપલબ્ધિ પ્રાપ્ત થશે. આવકના સ્ત્રોત પણ વધશે.
લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઇ વાતને લઇને વિવાદ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ જળવાયેલું રહેશે.
--------------------------------
ધનઃ-
પોઝિટિવઃ- છેલ્લા થોડાં સમયથી ચાલી રહેલી પારિવારિક ગેરસમજ દૂર થશે તથા એકબીજા સાથે સંબંધ ફરી મધુર થઇ જશે. વડીલોનો આશીર્વાદ પણ મળી શકશે. લોન અથવા ટેક્સને લગતાં કાર્યોને આજે પૂર્ણ કરી લેવાનો પ્રયાસ કરો, નહીંતર થોડી પરેશાની ઊભી થઇ શકે છે.
નેગેટિવઃ- બિનજરૂરી કાર્યો તથા ખરીદદારીમાં ધન ખર્ચ કરશો નહીં. કોઇ નજીકની વ્યક્તિને લગતા દુઃખદ સમાચાર મળવાથી મનમાં નિરાશા અને તણાવ જેવી સ્થિતિ રહેશે.
વ્યવસાયઃ- વ્યવસાયમાં થોડા મજબૂત અને ગંભીરતાપૂર્ણ નિર્ણય લેવાની જરૂરિયાત છે.
લવઃ- પારિવારિક સુખ-શાંતિ જળવાયેલી રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ જળવાયેલું રહેશે.
--------------------------------
મકરઃ-
પોઝિટિવઃ- સામાજિક અને રાજનૈતિક ક્ષેત્રમાં તમારું વિશેષ યોગદાન રહેશે. તેના કારણે તમારા લાભદાયક સંપર્કસૂત્ર પણ વધશે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે સારી રહેશે. ઘરમાં કોઇના લગ્નને લઇને યોગ્ય સંબંધ પણ આવી શકે છે.
નેગેટિવઃ- તમારા સ્વભાવમાં ઘમંડ અને ઈગો જેવી ભાવના જન્મે નહીં એનું ધ્યાન રાખો. સૌમ્યતા અને સરળતા રાખવાથી તમને ઘર અને સમાજમાં વિશેષ રૂપથી માન-સન્માન પ્રાપ્ત થશે.
વ્યવસાયઃ- કાર્યસ્થળમાં હાલ નવું કામ શરૂ કરવા માટે સમય ઉત્તમ નથી.
લવઃ- પારિવારિક વાતાવરણને સુખમય જાળવી રાખવા માટે વિશેષ પ્રયાસ કરવો પડશે.
સ્વાસ્થ્યઃ- ગેસ અને એસિડિટીને કારણે પેટ ખરાબ થઇ શકે છે.
--------------------------------
કુંભઃ-
પોઝિટિવઃ- આધ્યાત્મિક કાર્યોમાં તમારી વિશેષ આસ્થા અને રસ રહેશે. દિનચર્યાને લગતાં કોઇપણ મહત્ત્વપૂર્ણ કાર્ય કરતાં પહેલાં એના પોઝિટિવ અને નેગેટિવ સ્તર અંગે યોગ્ય વિચાર કરો.
નેગેટિવઃ- નજીકના મિત્ર કે સંબંધી પાસેથી રૂપિયાની લેવડ-દેવડને લઇને મનદુઃખ થઇ શકે છે. સમસ્યાઓનો સાથે બેસીને ઉકેલ લાવો, કેમ કે એની નકારાત્મક અસર પરિવાર પર થવાથી અંતર વધશે.
વ્યવસાયઃ- પ્રોપર્ટીને લગતા વ્યવસાયમાં આજે થોડી હાનિ થવાના યોગ છે એટલે કોઇપણ ડીલ કે પેપર વર્ક કરતી સમયે વધારે સાવધાની જાળવો.
લવઃ- પરિવારમાં તમને પૂર્ણ સહયોગ તથા માન-સન્માન પ્રાપ્ત થશે.
સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણને કારણે ઉધરસ અને તાવની ફરિયાદ રહેશે.
--------------------------------
મીનઃ-
પોઝિટિવઃ- આજે તમારા કામને ગંભીરતા અને સાદગી સાથે પૂર્ણ કરો. આ સમયે ગ્રહસ્થિતિ તમારા પક્ષમાં છે. અચાનક જ કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત નવી ઊર્જા અને તાજગી પ્રદાન કરશે. તમને તમારી યોગ્યતા અને પ્રતિભાને ઉજાગર કરવાનો પણ અવસર મળી શકે છે.
નેગેટિવઃ- જો કોર્ટ કેસને લગતો મામલો અટકી રહ્યો છે તો આજે એને લઇને થોડા નકારાત્મક પરિણામ સામે આવી શકે છે, એટલે કોઇ અનુભવી વ્યક્તિની સલાહ અવશ્ય લો.
વ્યવસાયઃ- તમારાં કામ અંગે કોઇપણ પ્રકારની બેદરકારી કે આળસ કરશો નહીં.
લવઃ- ઘરનું વાતાવરણ સારું જળવાયેલું રહેશે.
સ્વાસ્થ્યઃ- આજે ઈજા પહોંચે એવી સ્થિતિ બની રહી છે.
આ પણ વાંચોઃ-
ચાણક્ય નીતિ/ પુત્ર જે પિતાનો ભક્ત છે, પિતા તે જે પાલન-પોષણ કરે છે, મિત્ર તે જેના પર વિશ્વાસ છે
12 નવેમ્બરથી દિવાળી શરૂ/ દિવાળીએ લક્ષ્મીજી સાથે જ યમરાજ અને પિતૃ દેવતાઓની પૂજા કરવાની પરંપરા છે
દીપોત્સવનો પહેલો દિવસ/ 12 નવેમ્બરે ધનતેરસ, આ દિવસે યમરાજને દીપદાન કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.