તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુરુવારનું રાશિફળ:ગુરુવારે મીન જાતકોની આળસ અને સુસ્તીના કારણે તેમના કાર્યોમા વિઘ્ન આવી શકે છે

2 મહિનો પહેલા
  • રોહિણી નક્ષત્ર હોવાથી આખો દિવસ ઉત્પાત યોગ રહેશે, સિંહ-ધન રાશિએ સંભાળીને રહેવું
  • મેષ, વૃષભ, મિથુન, કર્ક તથા મીન રાશિ માટે દિવસ મધ્યમ

13 મે, ગુરુવારના રોજ રોહિણી નક્ષત્રમાં ચંદ્ર હોવાને કારણે ઉત્પાત નામનો અશુભ યોગ બની રહ્યો છે. સિંહ રાશિના જાતકો આ સમયમાં કોઈ નવી યોજના બનાવે નહીં. આ સાથે જ ધન રાશિ માટે પણ સમય સાનુકૂળ નથી. નુકસાન થવાની આશંકા છે. તો મેષ, વૃષભ, મિથુન, કર્ક તથા મીન રાશિ માટે દિવસ સામાન્ય રહેશે. નોકરી તથા બિઝનેસમાં સાવચેતી રાખવી. ઉતાવળથી કોઈ કામ કરવું નહીં. આ ઉપરાંત કન્યા, તુલા, વૃશ્ચિક, મકર તથા કુંભ રાશિને અશુભ અસર થશે નહીં.

13 મે, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે.

નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લેવડ-દેવડ ન કરો. કોઇ ઠગી કે દગાબાજનો શિકાર થઇ શકો છો. પ્રેક્ટિકલ રહેવું જરૂરી છે. વધારે આદર્શવાદ તમારા માટે જ નુકસાનદાયી રહી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં ખામી રહી શકે છે.

લવઃ- પતિ-પત્ની તાલમેલ દ્વારા ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતી થોડી મુશ્કેલીઓ રહી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- થોડા રાજકારણ સાથે જોડાયેલાં લોકો સાથે સંપર્ક વધારે સારા રહેશે. તમારી લોકપ્રિયતા પણ વધશે. સમાજસેવી કાર્યોમાં તમારું નિસ્વાર્થ યોગદાન તમારી પ્રતિષ્ઠાને વધારશે. આર્થિક યોજનાઓ પણ સરળતાથી પૂર્ણ થશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો, કોઇ નજીકના વ્યક્તિ જ ઈર્ષ્યાની ભાવનાઓથી તમારા વિરૂદ્ધ કોઇ ષડયંત્ર બનાવી શકે છે. પરિસ્થિતિઓને ગુસ્સાની જગ્યાએ શાંતિથી ઉકેલો તો સારું રહેશે. ઈગો જેવી સ્થિતિ તમારી અંદર આવવા દેશો નહીં.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં હાલ ગતિવિધિઓ યોગ્ય રીતે શરૂ રહી શકે છે.

લવઃ- જીવનસાથી સાથે કોઇ વાતને લઇને વિવાદની સ્થિતિ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી કોઇ અટવાયેલું કામ પૂર્ણ થઇ શકે છે. ચતુરાઈ અને વિવેકથી કામ લેવું પરિસ્થિતિઓને તમારા પક્ષમાં કરશે. બાળકોના કરિયર કે શિક્ષાને લગતી કોઇ ચિંતાથી રાહત મળશે.

નેગેટિવઃ- કોઇપણ મુદ્દા ઉપર પ્રતિક્રિયા કરતા પહેલાં યોગ્ય વિચાર કરી લો. ઉતાવળ કે ગુસ્સાની સ્થિતિથી બચવું. ખોટા કાર્યોમાં રૂપિયાનું રોકાણ કરવું નહીં. તમારા બજેટનું પણ ધ્યાન રાખો.

વ્યવસાયઃ- તમારી વ્યવસાયિક ગતિવિધિઓનું ગંભીરતાથી મૂલ્યાંકન કરવાની જરૂરિયાત છે.

લવઃ- વિપરીત પરિસ્થિતિઓમાં પરિવારનો સાથ અને સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- આહારની સાથે-સાથે કસરત અને યોગ ઉપર ધ્યાન આપો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમે તમારા સંતુલિત વ્યવહાર દ્વારા શુભ-અશુભ બંને પક્ષમાં યોગ્ય તાલમેલ જાળવી રાખશો. જેથી તમને તમારી કાર્યક્ષમતાનું સારું પરિણામ મળી શકશે. કોઇ નજીકના મિત્રની સલાહ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

નેગેટિવઃ- તમારી આર્થિક સ્થિતિનું પણ ધ્યાન રાખો. ખોટા કાર્યોમાં ખર્ચ વધારે રહી શકે છે. ઘરના કોઇ સભ્યના સ્વાસ્થ્યનું પણ વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ આજે થોડી સામાન્ય રહી શકે છે.

લવઃ- કોઇ કુંવારા સભ્યના લગ્નને લગતો યોગ્ય સંબંધ આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન કરો.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- તમારી ધર્મ અને અધ્યાત્મ પ્રત્યે આસ્થા તમને વર્તમાન નકારાત્મક પરિસ્થિતિઓમાં પણ પોઝિટિવ ઊર્જા પ્રદાન કરશે. કર્મ અને પુરૂષાર્થના માધ્યમથી તમે સફળતા પ્રાપ્ત કરી લેશો.

નેગેટિવઃ- કોઇ નજીકના મિત્ર કે ભાઇઓ સાથે સંબંધ ખરાબ થવાથી બચાવો. ખોટા વિવાદમાં ઉતરશો નહીં. કામ વધારે રહેવાના કારણે થોડો તણાવ અને ચીડિયાપણુ હાવી થઇ શકે છે.

વ્યવસાયઃ- કસરતમા કોઈપણ નવી યોજના બનાવવા માટે સમય બિલકુલ યોગ્ય નથી.

લવઃ- પતિ-પત્ની ઘર તથા વ્યવસાય બંને જગ્યાએ યોગ્ય તાલમેલ જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- થોડા સમયથી તમે તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં પોઝિટિવ ફેરફાર લાવવાની કોશિશ કરી રહ્યા છો. તેનાથી તમને સામાજિક તથા પારિવારિક પ્રોત્સાહન પણ મળી શકે છે. મિત્રો સાથે પોઝિટિવ વાતચીત પણ થશે.

નેગેટિવઃ- ક્યારેક વધારે આત્મ કેન્દ્રિત થવું અને અહંકારની ભાવના રાખવી નુકસાનદાયી સાબિત થઇ શકે છે. તમારી આ ખામીઓનો પોઝિટિવ રીતે ઉપયોગ કરો. આસપાસની નાની-મોટી નકારાત્મક વાતોને ઇગ્નોર ન કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં હાલ સુધારની કોઇ આશા નથી.

લવઃ- પતિ-પત્નીમાં કોઇ નાની વાતને લઇને વિવાદ ઊભો થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- પરિસ્થિતિઓ વધારે અનુકૂળ નથી. પરંતુ તમારો આત્મવિશ્વાસ જળવાયેલો રહેસે. પોતાના કાર્યો પ્રત્યે સંપૂર્ણ રીતે તમે સમર્પિત રહેશો. કોઈ પારિવારિક ધાર્મિક કાર્ય પણ સંપન્ન થઈ શકે છે.

નેગેટિવઃ- મનમાં નકારાત્મક વિચારો ઊભા થવા દેશો નહીં. તેની અસર તમારી ઊંઘ ઉપર પણ પડી શકે છે. જેમાં રિસ્ક હોય તેવા કાર્યોથી દૂર રહો. આ સમય સહજ અને શાંતિથી પસાર કરવાનો છે.

વ્યવસાયઃ- કોઇ ઓર્ડર મળી શકે છે. ઓફિસના કાર્યોને વધારે ધ્યાનથી કરો.

લવઃ- જીવનસાથી સાથે ભાવનાત્મક સંબંધ વધારે ગાઢ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- દરેક કામને વ્યવહારિક રીતે પૂર્ણ કરવાની કોશિશ સફળ રહી શકે છે. બાળકો તરફથી પણ કોઇ સંતોષજનક પરિણામ મળવાથી સુકૂન મળશે. પાડોસી સાથે ચાલી રહેલી કોઇ સમસ્યાનો ઉકેલ મળવાથી સંબંધ મધુર થઈ જશે.

નેગેટિવઃ- નજીકના સંબંધીઓના લગ્નજીવનમાં અલગ થવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. તમારી મધ્યસ્થતાથી કોઇ સમાધાન મળી શકે છે. આ સમયે આર્થિક સ્થિતિ થોડી મધ્યમ રહેશે. સમયને શાંતિથી પસાર કરો.

વ્યવસાયઃ- વ્યાપારિક ગતિવિધિઓમા વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખમય બની રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળી શકે છે. સામાજિક સેવાને લગતી ગતિવિધિઓમાં તમારો વિશેષ સહયોગ રહેશે. રોકાણ કરવા માટે સમય અનુકૂળ છે, માત્ર તેને લઇને સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લો.

નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિતિઓ થોડી પ્રતિકૂળ થઇ શકે છે. સંતુલિત બજેટ બનાવીને ખર્ચ કરો. સરકારી મામલાઓ હાલ ઉકેલવામાં મુશ્કેલી આવી શકે છે. આ પ્રકારના કામ આજે ટાળો તો સારું રહેશે.

વ્યવસાયઃ- કારોબારમાં આ સમયે વધારે મહેનત અને ધ્યાન આપવાની જરૂરિયાત છે.

લવઃ- કામકાજમાં ચાલી રહેલી શિથિલતાનો પ્રભાવ પારિવારિક જીવનમાં પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતા નાના-મોટા ઉતાર-ચઢાવને પણ બેદરકારીમા ન લેશો.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. તમે તમારી અંદર અદભૂત આત્મવિશ્વાસ અને આત્મબળ અનુભવ કરશો. માનસિક શાંતિની ઇચ્છામાં થોડો સમય અધ્યાત્મિક ગતિવિધિઓમા પસાર થઈ શકે છે.

નેગેટિવઃ- કોઇ અપ્રિય સમાચાર મળવાથી મન નિરાશ રહી શકે છે. ધૈર્ય જાળવીને રાખો. ક્યારેક કોઇ મુદ્દા અંગે ચર્ચા-વિચારણાં કરવાના કારણે તમારા હાથમાંથી કોઇ મહત્ત્વપૂર્ણ સફળતા સરકી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ શાંતિથી પૂર્ણ થઇ શકે છે.

લવઃ- કામકાજની સાથે-સાથે પારિવારિક સભ્યોનું પણ ધ્યાન રાખવું તમારી જવાબદારી છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમારા ઉદેશ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. દોડભાગ વધારે રહેશે, પરંતુ તેના દ્વારા મળતી સફળતા તમારા થાકને દૂર કરી શકે છે. અનુભવી લોકો સાથે સમય પસાર કરવાથી કઇંક સારું શીખવા મળી શકે છે.

નેગેટિવઃ- શેરબજારની ગતિવિધિઓમાં હાલ રોકાણ ન કરો. કોઇ સાથે પણ વાદ-વિવાદમા ગુંચવાશો નહીં. જૂના ઝઘડા ફરી ઊભા થઇ શકે છે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસને લઇને થોડા પરેશાન રહી શકે છે.

વ્યવસાયઃ- પ્રોપર્ટીને લગતી થોડી યોગ્ય ડીલ થઇ શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમા મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- કોઇ નજીકના સંબંધીના સ્વાસ્થ્યમાં સુધાર થવાથી ચિંતા દૂર થશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી મનમાં ચાલી રહેલી કોઇ દુવિધાનું સમાધાન મળી શકે છે. આર્થિક દિશામાં કરેલું કોઇ કામ સફળ રહેશે. થોડો સમય તમારા મનગમતા કાર્યોમાં પણ પસાર કરો, તેનાથી તમને માનસિક અને શારીરિક ઊર્જા પણ મળી શકે છે.

નેગેટિવઃ- ક્યારેક આળસ અને સુસ્તીના કારણે તમારા કાર્યોમાં વિઘ્નો આવી શકે છે. તમારી આ નકારાત્મક ખામીઓને દૂર કરો. યુવા વર્ગ મિત્રો સાથે વધારે ચેટિંગ અને ગપશપમાં સમય ખરાબ કરે નહીં.

વ્યવસાયઃ- કર્મચારીઓ સાથે યોગ્ય વ્યવહાર કરો.

લવઃ- પતિ-પત્નીમાં એકબીજા વચ્ચે તાલમેલનો ભાવ રહેશે.

સ્વાસ્થ્યઃ- માંસપેશીઓમાં દુખાવાની સમસ્યા વધી શકે છે.