તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

13 મેનું રાશિફળ:બુધવારનો દિવસ મેષ જાતકો માટે ભાગ્યશાળી સાબિત થશે, કાર્યક્ષેત્રમાં માન-સન્માન મળશે

10 મહિનો પહેલા
 • કૉપી લિંક

13 મે, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- ધનના મામલે તમે ખૂબ જ ભાગ્યવાન સાબિત થશો. ભાગ્યનો પણ તમને પૂર્ણ સાથ આપશે. તમારી યોજનાઓ આગળ વધશે અને જે પણ તમારા વિચારો તમે કર્યાં હતાં, તેનાથી તમને ધન પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- જે વિદ્યાર્થીઓ પરીક્ષા અથવા પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમણે વધારે મહેનત કરવી પડશે. દાંપત્ય જીવનમાં સંભાળીને રહેવું પડશે.

લવઃ- કોઇ ત્રીજું વ્યક્તિ પ્રેમમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.
વ્યવસાયઃ- આજે તમને કાર્યક્ષેત્રમાં માન-સન્માન મળશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- જો તમે કવિતા લખો છો તો આ દરમિયાન કોઇ નવી કવિતાનું સર્જન કરશો. જો તમે અભિનય ક્ષેત્ર સાથે જોડાયેલાં છો તો લોકોને તમારી કલાકારી જોવાનો અવસર પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- કોઇપણ શોર્ટકટ અપનાવશો નહીં અને સંપૂર્ણ મહેનત સાથે તમારું કામ કરો. આર્થિક સ્થિતિમાં સુધાર લાવવાનો પ્રયાસ કરવો.

લવઃ- અંગત જીવનની પરેશાનીઓને લવ લાઇફ ઉપર હાવિ થવા દેશો નહીં.
વ્યવસાયઃ- આ દરમિયાન તમને એક કરતાં વધારે માધ્યમોથી ધન પ્રાપ્ત થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- તમારે તમારા સ્વાસ્થ્ય ઉપર વધારે ધ્યાન આપવું જોઇએ.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- કેતુની સ્થિતિ તમને ધાર્મિક બનાવશે અને તમે ધર્મ કર્મ સાથે સંબંધિત કાર્યોમાં આગળ વધીને ભાગ લેશો. લાંબી યાત્રા થઇ શકે છે. તમને થોડાં નવા લોકોને આજે મળી શકો છો.

નેગેટિવઃ- રૂપિયાની લેવડ-દેવડમાં સાવધાની રાખો અને કોઇ ઉપર વધારે વિશ્વાસ કરશો નહીં. આર્થિક રોકાણ કરતાં પહેલાં યોગ્ય રીતે વિચાર કરી લો.

લવઃ- આજનો દિવસ પ્રેમ માટે સારા સંકેત આપી રહ્યો છે.
વ્યવસાયઃ- આ સમયે તમે આર્થિક દૃષ્ટિએ પ્રગતિ કરશો.
સ્વાસ્થ્યઃ- માનસિક દૃષ્ટિએ આ સમય અનુકૂળ રહેશે નહીં.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને સારા અવસર મળશે. વ્યવસાયિક લોકોને સફળતા મળવાના સંકેત છે. તમે પાર્ટનરશિપમાં વેપાર કરી રહ્યા છો તો સારો ધનલાભ થઇ શકે છે.

નેગેટિવઃ- વેપારને લઇને સાવધાન રહેવું. કોઇપણ વિષયમાં તમારા ઘરના વડીલો પાસેથી સલાહ લેશો તો સારું રહેશે.

લવઃ- પ્રેમ જીવન સામાન્ય રહેશે.
વ્યવસાયઃ- કરિયરના મામલે તમારે થોડો વિચાર કરવો પડશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- તમે તમારી વર્તમાન જોબ છોડી શકો છો. અહીં કોઇ સમસ્યા નથી પરંતુ નવી જોબ પણ તમને ખૂબ જ સારી મળશે. આ સમયે તમારો કરિયર ગ્રોથ થશે અને તમને ઉન્નતિ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- પારિવારિક જીવનને સંભાળવાની કોશિશ કરો. તમારા પરિવારના સભ્યોને માન-સન્માન આપો. ધન રોકાણ કરતી સમયે જોખમ ઉઠાવશો નહીં.

લવઃ- તમારી વાણીમાં મિઠાસ રહેશે અને પ્રેમ જીવન સુખમય રહેશે.
વ્યવસાયઃ- ગ્રહોની સ્થિતિ વેપારમાં સારા પરિણામ આપી શકે છે.
સ્વાસ્થ્યઃ- તમે એક સ્વસ્થ જીવનનો આનંદ ઉઠાવશો.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આ સમય પારિવારિક તણાવને દૂર કરનાર સાબિત થશે. શુક્રની દૃષ્ટિ પ્રેમ અને સ્નેહની ભાવનાને વધારશે અને માતા-પિતાનું સ્વાસ્થ્ય ઉત્તમ બનાવશે.

નેગેટિવઃ- તમે કાર્યક્ષેત્ર પર તમારા વિરોધીઓ ઉપર ભારે પડશો અને તેઓ તમારી સામે આવવાની હિંમત કરી શકશે નહીં.

લવઃ- તમે તમારી ભાવનાઓ પ્રિય વ્યક્તિ સામે વ્યક્ત કરશો.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રની સ્થિતિ તમારી અનુકૂળ રહેશે.
સ્વાસ્થ્યઃ- તમને સારા આરોગ્યની પ્રાપ્તિ થશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- જો તમારા ભાઈ-બહેનની વાત કરવામાં આવે તો નાના ભાઈ-બહેન પાસેથી સારા પરિણામની આશા કરી શકો છો. વેપાર સાથે જોડાયેલાં જાતકોને કોઇ મિત્રની મદદ મળી શકે છે.

નેગેટિવઃ- તમારે તમારા ઘરના લોકો સાથે વાત કરવી જોઇએ અને તેમને સમજાવવાની કોશિશ કરવી જોઇએ. જે વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરી રહ્યું છે તેમણે મહેનત વધારે કરવી પડશે.

લવઃ- તમારે સમજી-વિચારીને રહેવું પડશે. કોઇ ગુપ્ત વાત ઉજાગર થાય નહીં તેનું ધ્યાન રાખવું.
વ્યવસાયઃ- વરિષ્ઠ અધિકારી કાર્યક્ષેત્રમાં તમારાથી પ્રસન્ન થશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને વધારે મહત્ત્વ આપવું.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- સ્થિતિ સારી જળવાયેલી રહેશે અને પરિવારના લોકો એકજુટ રહીને દરેક સમસ્યાનું સમાધાન કરશે. જો કોઇ પારિવારિક કેસ ચાલી રહ્યો હશે તો તેમાં તમને વિજય પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- આ સમયે તમારે ધૈર્યથી આગળ વધવાની જરૂર છે. તમારી વાણીમાં સંયમ રાખવો.

લવઃ- તમારી પર્સનાલિટી આજે પ્રિય વ્યક્તિને આકર્ષિત કરશે.
વ્યવસાયઃ- મંગળની દૃષ્ટિ વેપારમાં સફળતા અપાવશે.
સ્વાસ્થ્યઃ- વધારે માત્રામાં ભોજન કરવાથી બચવું.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- વેપાર સાથે જોડાયેલાં જાતકોએ વધારે મહેતન કરવી પડશે. જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેમને સારા અવસર પ્રાપ્ત થશે. પ્રમોશન થવાના યોગ બની રહ્યા છે.

નેગેટિવઃ- જો તમે સફળતા મેળવવા ઇચ્છો છો તો મહેનત કરવી પડશે. કોઇપણ વાદ-વિવાદ થાય નહીં તેનું પૂર્ણ ધ્યાન રાખવું. આર્થિક મામલે જોખમ ઉઠાવવું નહીં.

લવઃ- તમારા દાંપત્ય જીવન માટે સમય શુભ રહેશે.
વ્યવસાયઃ- કરિયરમાં ઉન્નતિ થવાના યોગ છે.
સ્વાસ્થ્યઃ- તમારે શારીરિક કષ્ટનો સામનો કરવો પડી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમારી સંતાન તરફથી તમને શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે અને તેમના જીવનમાં પ્રગતિ તમને પ્રસન્ન કરશે. તેમની આર્થિક મદદથી તમારી આર્થિક સ્થિતિ સુદૃઢ થશે.

નેગેટિવઃ- તમારા મનમાં પણ કુટુંબના લોકો પ્રત્યે થોડી શંકાઓ રહી શકે છે. તમારા નાના ભાઇ-બહેનો સાથે સમસ્યા રહેશે અને તેમના સંબંધો ઉપર પણ અસર પડી શકે છે.

લવઃ- તમારું દાંપત્ય જીવન ખૂબ જ મજબૂત રહેશે.
વ્યવસાયઃ- આર્થિક દૃષ્ટિએ આ સમય તમારા માટે સારો રહેશે.
સ્વાસ્થ્યઃ- કિડની સંબંધિત સમસ્યાઓ પ્રત્યે જાગરૂત રહો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમે અન્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સામાન્યથી વધારે વિચારશીલ રહેશો. કોઇ શો જોવા, સંગીતનો આનંદ લેવા કે કોઇ મનોરંજન સમયની યોજના માટેના અવસર મળી શકે છે.

નેગેટિવઃ- પરિવારના લોકોએ એકબીજાથી અલગ થવું પડી શકે છે. તમારે પણ આ સમયે કોઇ કારણોસર પરિવારથી અલગ થવું પડી શકે છે

લવઃ- તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય થોડું નબળું પડી શકે છે.
વ્યવસાયઃ- સરકારી ક્ષેત્રથી કોઇ પ્રકારનો લાભ થવાની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ- આજે સૂર્ય નમસ્કાર કરો.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- ગ્રહોનું ગોચર તે વિદ્યાર્થીઓ માટે શુભ રહેશે જે શોધ કરી રહ્યા છે. સરકારી ક્ષેત્રથી લાભ થવાની સંભાવના છે. જો તમે વેપાર કરો છો તો શુક્રની સ્થિતિ તમારા માટે ફાયદાનો સોદો સાબિત થશે.

નેગેટિવઃ- તમારા ખર્ચમાં વૃદ્ધિ થશે અને આ દરમિયાન તમને આર્થિક ચુનોતીઓથી પરેશાન થવું પડી શકે છે. તમારા કુંટુંબમાં થોડી સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે.

લવઃ- તમારે તમારા ઘરના નાના સભ્યો સાથે સમય વિતાવતા શીખવું જોઇએ
વ્યવસાયઃ- તમને સરકારી ભવન અથવા વાહનનું સુખ મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- ખોટી ચિંતાઓ તમારા માનસિક તણાવને વધારવાનું કાર્ય કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો