બુધવારનું રાશિફળ:બુધવારનો દિવસ મેષ અને મિથુન રાશિના લોકો માટે લાભના માર્ગ ખોલી શકે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

13 જુલાઈ, બુધવારના રોજ ઈન્દ્ર તથા શ્રીવત્સ નામના બે શુભ યોગ બની રહ્યા છે. મેષ રાશિના નોકરિયાત વર્ગને પ્રમોશનના યોગ છે. મિથુન રાશિ માટે દિવસ શુભ સાબિત થશે. સિંહ રાશિ માટે દિવસ સાનુકૂળ રહેશે. ધન રાશિના જાતકોના આવકનો સોર્સ વધશે. આર્થિક સ્થિતિ સુધરશે. કુંભ રાશિના નોકરિયાત વર્ગને ટ્રાન્સફર સંબંધી સારા સમાચાર મળી શકે છે. આ ઉપરાંત કર્ક, કન્યા તથા વૃશ્ચિક રાશિએ સાવચેતીથી દિવસ પસાર કરવો. આ ઉપરાંત અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

13 જુલાઈ, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજના ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા માટે લાભનો માર્ગ ખોલશે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં સ્થાન પ્રાપ્ત કરી શકશો.

નેગેટિવઃ- કોઈ સંબંધી દ્વારા કોઈ અશુભ સમાચાર મળી શકે છે, જેના કારણે મન પરેશાન રહેશે. કોઈપણ નિર્ણય ઉતાવળ કે ભાવુકતામાં આવીને લેશો નહીં. મિત્રો તથા સંબંધીઓ તમારા કાર્યોમાં ભૂલો શોધી શકે છે

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ થોડી ધીમી રહી શકે છે.

લવઃ- ઘરની વ્યવસ્થાને લઈને પતિ-પત્ની વચ્ચે થોડો મતભેદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે સમય મિશ્રિત ફળદાયક રહેશે. દિવસની શરૂઆત સારી રહેશે. એટલે પોતાના મહત્ત્વપૂર્ણ કાર્યો ઉપર ખાસ ધ્યાન આપો. કોઈ લક્ષ્યની પ્રાપ્તિમાં ભાઈઓનો સહયોગ પ્રાપ્ત થશે. જ્ઞાન વિજ્ઞાનના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓનો રસ રહેશે.

નેગેટિવઃ- બપોર પછી સ્થિતિ થોડી બદલાઈ શકે છે. એવું લાગશે કે પરિસ્થિતિ હાથમાંથી સરકી શકે છે. ધૈર્ય અને સંયમથી તમે સમસ્યાને કાબૂમાં કરી લેશો. ઘર-પરિવાર ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં.

વ્યવસાયઃ- વેપારને લગતા મામલે થોડો ફેરફાર લાવવાની જરૂરિયાત રહેશે

લવઃ- પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક સંબંધ રહેશે.

સ્વાસ્થ્યઃ- ગળામાં કોઈ પ્રકારનું ઇન્ફેક્શન થઈ શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ જીવનમાં થોડો પોઝિટિવ પરિવર્તન લાવી રહી છે. જેથી તમને સારી સફળતા પ્રાપ્ત થશે. રાજકારણ અને સામાજિક ક્ષેત્રમાં તમારી સક્રિયતા અને વર્ચસ્વ વધશે. સાથે જ તમે તમારા ફિટનેસ ઉપર પણ સમય પસાર કરશો.

નેગેટિવઃ- તમારા બનતા કાર્યોમાં વિઘ્ન આવવાનું કારણ તમારો ગુસ્સો અને ઉતાવળ જ રહેશે. તમારી નકારાત્મક વાતો ઉપર કાબૂ મેળવવો તમારા માટે યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં યોગ્ય વ્યવસ્થા બની રહેશે.

લવઃ- કોઈ વિપરીત લિંગના મિત્ર સાથે મુલાકાત જૂની યાદો તાજા કરશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી તમારા કોઈ નજીકના સબંધી સાથે ચાલી રહેલી ગેરસમજનું નિવારણ થશે. આશાની નવી કિરણનો ઉદય થશે. સંપત્તિ અને ભાગલાને લગતો કોઈ વિવાદ કોઈની દખલ દ્વારા ઉકેલાઈ શકે છે.

નેગેટિવઃ- કોઈપણ કામ કરવામાં ઉતાવળ ન કરો, પહેલાં તેના બધા સ્તર અંગે યોગ્ય ચર્ચા વિચારણાં કરો. યુવાઓ પ્રેમ પ્રસંગોમાં પડીને પોતાના અભ્યાસ અને કરિયર સાથે કોઈપણ પ્રકારનો સમજોતો ન કરે.

વ્યવસાયઃ- શેરબજાર તથા મંદી જેવા વાતાવરણમાં રોકાણ કરશો નહીં.

લવઃ- તમારી પરેશાનીઓમાં પરિવારના લોકોનો પૂર્ણ સહયોગ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કોઈ પ્રકારની ઈજા થવાની શક્યતા રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- ફાલતૂ ગતિવિધિઓથી ધ્યાન હટીને પોતાના કાર્યો ઉપર ધ્યાન આપો. સમય અનુકૂળ છે, તેનો ભરપૂર સહયોગ કરો. ઘરનું વાતાવરણ વ્યવસ્થિત જળવાયેલું રહેશે. પાડોસમાં કોઈ ધાર્મિક સમારોહમાં જવાથી લોકોને મળવાનું થશે.

નેગેટિવઃ- કોઈપણ સમયે તમારું મન નાની-નાની વાતોને લઈને વિચલિત થઈ શકે છે. તમારી મનઃસ્થિતિ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે, કેમ કે તમારી પરેશાનીઓનો નકારાત્મક પ્રભાવ તમારા પરિવારના લોકો ઉપર પણ પડશે.

વ્યવસાયઃ- સ્ત્રી વર્ગ સાથે જોડાયેલાં વ્યવસાય સફળ રહેશે.

લવઃ- જીવનસાથી સાથે સંબંધ ભાવનાત્મકપૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતી મુશ્કેલીઓથી રાહત મેળવવા માટે તમારા ખાનપાન અને દિનચર્યાને સંયમિત રાખવી જરૂરી છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે વારસાગત સંપત્તિ કે વસીયત સાથે જોડાયેલ મામલાઓ ઉકેલાઈ શકે છે, તેના માટે કોશિશ કરતા રહો. પોતાના વ્યક્તિગત કાર્યોને પૂર્ણ કરવામાં પણ ધ્યાન આપો. સમય અનુકૂળ છે તમને ચોક્કસ જ સફળતા મળી શકે છે.

નેગેટિવઃ- કોઈ નજીકના સંબંધી જ કોઈ નકારાત્મક વ્યવહાર તમને નિરાશ કરી શકે છે. તમારી દરેક યોજનાઓને ગુપ્ત જ રાખો. નહીંતર કોઈ તેનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. ધનને લગતી લેવડદેવડ કરતી સમયે સાવધાન રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ ઉપર વધારે વિશ્વાસ ન કરીને બધી ગતિવિધિઓ ઉપર તમારી હાજરી જરૂરી છે.

લવઃ- પતિ-પત્ની એકબીજાના તાલમેલ દ્વારા ઘરના વાતાવરણને સુખદ જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- કામ વધારે રહેવાના કારણે તણાવ અને ગુસ્સો હાવી થઈ શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- ઘર-પરિવારની સુખ-સુવિધાનું ધ્યાન રાખીને તથા દેખરેખ કરવામાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. કોઈ સામાજિક ગતિવિધિમાં તમારું ઉત્તમ યોગદાન રહેવાના કારણે તમને સન્માનિત કરવામાં આવશે.

નેગેટિવઃ- તમારા વિચારોમાં સંકીર્ણતાના કારણે થોડા લોકો તમને પરેશાન કરી શકે છે, એટલે સમય પ્રમાણે તમારો વ્યવહાર તથા વિચારોમાં પણ લચીલાપણું જાળવી રાખો. લોકો સાથે વધારે મેલજોલ કરતી સમયે યોગ્ય શબ્દોનો પ્રયોગ કરો

વ્યવસાયઃ- વ્યાપારિક ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સિઝનમાં ફેરફારના કારણે એલર્જી અને ઉધરસની તકલીફ રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લેવું. ભાવનાઓમાં આવીને તમે તમારું જ નુકસાન કરી શકો છો. બાળકોના ભવિષ્યને લગતી થોડી યોજનાઓ બનશે તથા રોકાણને લગતા કાર્યો પણ સંપન્ન થઈ શકે છે.

નેગેટિવઃ- કોઈ નજીકના સંબંધી સાથે સામાન્ય વાતે વિવાદ થઈ શકે છે. જેની અસર પારિવારિક સંબંધો ઉપર પણ પડશે. કોઈપણ જોખમી કાર્યો કરતા પહેલાં તેના બધા સ્તર અંગે વિચાર કરવો જરૂરી છે.

વ્યવસાયઃ- કામકાજનું વાતાવરણ તમારા પક્ષમાં રહી શકે છે.

લવઃ- પરિવાર તથા વેપારમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- ભાગદોડના કારણે થાક અને માથાનો દુખાવો રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારા કોઈપણ રસના કાર્યોને કરવામાં સુખ અનુભવ કરશો. બાળકોની કોઈ સમસ્યાનો ઉકેલ કરવામાં પણ તમારો સહયોગ પોઝિટિવ રહેશે. પ્રોપર્ટીની ખરીદદારી કે વેચાણને લગતા કાર્યોમાં તમે સફળ થઈ જશો.

નેગેટિવઃ- આળસને તમારા ઉપર હાવી થવા દેશો નહીં કેમ કે તેના કારણે તમારા મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે. ખોટી ગતિવિધિઓમાં ખર્ચ વધારે રહી શકે છે. આ સમયે કોઈપણ વ્યક્તિને રૂપિયા ઉધાર આપશો નહીં.

વ્યવસાયઃ- પરિસ્થિતિ અનુકૂળ છે.

લવઃ- કોઈ બહારના વ્યક્તિની દખલ તમારા ઘર-પરિવાર ઉપર થવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ- નસમાં દુખાવો અને ખેંચાણની સમસ્યા રહી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- જો ઘર-પરિવારને લગતી કોઈ યોજના બની રહી છે તો તેના ઉપર કોઈપણ કાર્યવાહી કરવા માટે સમય અતિ અનુકૂળ છે. યુવાઓને તેમના કરિયરને લગતા કોઈ શુભ સમાચાર મળી શકે છે.

નેગેટિવઃ- તમારી બેદરકારીના કારણે થોડા બનતા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. આ સમયે કોઈપણ કામ કરતા પહેલાં તેની રૂપરેખા બનાવી લો. મહત્ત્વપૂર્ણ કાર્યને પ્રાથમિકતા આપો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કબજિયાત, ગેસ વગેરેથી રાહત મેળવવા માટે તમારી દિનચર્યા અને ખાનપાનને વ્યવસ્થિત રાખો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી તમે જે કાર્યોના લીધે પરેશાન થઈ રહ્યા હતાં, તેને લગતી સમસ્યા ઉકેલાઈ શકે છે. કોઈ સમારોહમાં જવાની તક પ્રાપ્ત થશે, કોઈ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત તમારા માટે લાભદાયી સાબિત થશે.

નેગેટિવઃ- કોઈ મિત્રની સલાહ તમારા માટે ખોટી સાબિત થઈ શકે છે, એટલે બીજા લોકોની જગ્યાએ તમારી કાર્યક્ષમતા ઉપર વિશ્વાસ રાખવો જરૂરી છે. આવકની જગ્યાએ ખર્ચ વધારે થશે. મુશ્કેલ સમયમાં કોઈને કોઈ જગ્યાએથી રૂપિયા મળી શકે છે.

વ્યવસાયઃ- સંપર્ક સૂત્ર કે મીડિયા તરફથી કોઈ મહત્ત્વપૂર્ણ કરાર પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધો ગાઢ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે કામના કારણે શારીરિક અને માનસિક થાક રહી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- કોઈ ધાર્મિક સંસ્થામાં સેવાને લગતા કાર્યોમાં તમારું ખાસ યોગદાન રહેશે. કોઈ જગ્યાએથી મન પ્રમાણે પેમેન્ટ આવવાથી આર્થિક સ્થિતિ સારી રહી શકે છે. સામાજિક સીમા પણ વધશે અને અનેક પ્રકારની ગતિવિધિઓમાં વ્યસ્ત રહેશો.

નેગેટિવઃ- અન્ય લોકો ઉપર વિશ્વાસ કરવો તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. એટલે સાવધાન રહો. કોઈપણ પ્રકારની અનિર્ણયની સ્થિતિમાં પરિવારના અનુભવી તથા વડીલ લોકોની સલાહ લેવી તમારા માટે હિતકર રહેશે.

વ્યવસાયઃ- વિદેશને લગતા વેપારમાં ફરી ગતિ પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશરના લોકોએ ખાસ ધ્યાન રાખવું.