13 જુલાઈનું રાશિફળ:સોમવારે મિથુન રાશિમાં બુધનું વિરાજમાન હોવું જાતકોના આત્મબળ અને આત્મવિશ્વાસમાં વધારો કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

13 જુલાઈ, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે તમને તમારા કાર્યોમાં પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થશે. આ સમયે તમારે તમારા કાર્યો પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠાથી કામ કરવું. સમાજમાં પણ તમારી વાહવાહી થશે.

નેગેટિવઃ- મિત્ર કે નજીકના સંબંધી તમારા માટે કોઇ યોજના બનાવી શકે છે અથવા અફવાહ ફેલાવી શકે છે. જેના કારણે સમાજમાં બદનામી અથવા અપયશની સંભાવના છે.

વ્યવસાયઃ- નોકરીમાં બોસ અને અધિકારી તમારા કામથી સંતુષ્ટ રહેશે.
લવઃ- ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- ધર્મ-કર્મ સંબંધિત કાર્યોમાં તમારો રસ રહેશે અને તમારું નિસ્વાર્થ યોગદાન સમાજમાં પણ માન-સન્માન અને પ્રતિષ્ઠા જાળવી રાખશે. આર્થિક યોજનાઓ પણ સરળતાથી ફળીભૂત થશે.

નેગેટિવઃ- તમે તમારા ખોટાં ખર્ચ ઉપર નિયંત્રણ રાખો. કોઇ નજીકના વ્યક્તિ ગુપ્ત રીતે તમારા વિરૂદ્ધ કોઇ ષડયંત્ર રચી શકે છે.

વ્યવસાયઃ- આજીવિકામાં થોડી નવી ઉપલબ્ધિ મળવાના યોગ છે.
લવઃ- જીવનસાથીની સલાહ તમારા માટે લાભદાયક સિદ્ધ થશે.
સ્વાસ્થ્યઃ- કોઇ વડીલના સ્વાસ્થ્ય સંબંધિત પરેશાની રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- રાશિ સ્વામી બુધનું રાશિમાં જ વિરાજમાન હોવું તમારા આત્મબળ અને આત્મવિશ્વાસમાં વધારો કરી રહ્યું છે. આ ગ્રહ સ્થિતિનો ભરપૂર ફાયદો ઉઠાવો. તમારી યોગ્યતા અને ક્ષમતા લોકો સામે જાહેર થશે.

નેગેટિવઃ- આળસ અને વધારે મોજ મસ્તીમાં સમય વ્યર્થ ન કરશો. આ સમય તમારી ક્ષમતાઓનો ભરપૂર ઉપયોગ કરવાનો છે.

વ્યવસાયઃ- પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે તમારા સંબંધોને વધારે ગાઢ બનાવો.
લવઃ- જીવનસાથી સાથે કોઇ વાતને લઇને વિવાદ ઉત્પન્ન થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- સાંધામાં દુખાવાની સમસ્યા રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- વિદ્યાર્થીઓની કરિયર સંબંધિત કોઇ સમસ્યાનું સમાધાન થશે. વડીલોના આશીર્વાદ અને સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થશે તથા તમે તમારી કોઇ નબળાઇ ઉપર વિજય પ્રાપ્ત કરશો.

નેગેટિવઃ- જો કોઇ વાહન અથવા સંપત્તિની ખરીદારી માટે ઉધાર લેવાની યોજના બનાવી રહ્યા છો તો આજે તેને ટાળી દો.

વ્યવસાયઃ- સરકારી સેવા સાથે જોડાયેલાં વ્યક્તિઓને પરેશાનીઓમાંથી રાહત મળશે.
લવઃ- પતિ-પત્નીમાં મધુરતા રહેશે
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સંબંધિત કોઇ ચિંતા રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આ સમયે તમે ખૂબ જ પ્રભાવશાળી અને ઉત્સાહી રહેશો. આ સમયે તમારે ભૂતકાળને યાદ કરી અન્ય સાથે તમારા અનુભવોને વ્યક્ત કરો. શિક્ષક અને સલાહકાર તમારું માર્ગદર્શન કરશે.

નેગેટિવઃ- યાત્રાની યોજનાઓમાં જટિલતા અને મોડું થઇ શકે છે. જીત માટે આશા રાખવી અને મનમાં વિશ્વાસ રાખવો.

લવઃ- આ સમયે તમારો સંબંધ મજબૂત થઇ શકે છે.
વ્યવસાયઃ- ધનના મામલે તમને સારા સમાચાર મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આ સમયે અનેક બાબતો તમારા માટે પોઝિટિવ સાબિત થશે અને તમારા જીવનમાં ભાવનાત્મક દૃષ્ટિકોણને વધારશે. આ સમયે સ્થાનમાં પરિવર્તન અથવા કોઇ નવા સેટિંગની સંભાવના છે.

નેગેટિવઃ- જે તમે આ સમયે મેળવશો તે આ વાત ઉપર નિર્ભર કરશે તે તમે કેટલાં મહેનતું છો. સંભાવનાઓને અવસરમાં પરિવર્તિત કરવા માટે તમારા ગુપ્ત કૌશલનો ઉપયોગ કરો.

લવઃ- તમારી કલાત્મકતા તમારા પ્રોફેશનલ જીવન માટે સારી સાબિત થઇ શકે છે.
વ્યવસાયઃ- તમારે તમારા અસ્થિર મૂડને કાબૂમાં રાખવાની જરૂર છે.
સ્વાસ્થ્યઃ- તમે આ સમયે ઊર્જાવાન રહેશો.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમારી રચનાત્મક ઊર્જા આ સમયે ઉચ્ચ સ્તર પર રહેશો. હાલ તમે ભાવુક અનુભવ કરી રહ્યા છો. તમે એકલામાં સમય વિતાવવાનું પસંદ કરશો.

નેગેટિવઃ- પરેશાનીઓમાં થોડાં લોકો નિરાશ થઇ જાય છે. જ્યારે થોડાં લોકો આગળ વધીને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરે છે. સલાહકાર અને શિક્ષક સાથે યાત્રા કરો.

લવઃ- તમારું આકર્ષણ કોઇ રસપ્રદ વ્યક્તિનું ધ્યાન આકર્ષિત કરી શકે છે.
વ્યવસાયઃ- સેલ્સ માટે દિવસ સારો છે.
સ્વાસ્થ્યઃ- ડાયટને લઇને સંવેદનશીલ રહેશો.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ સમય તમે પ્રેમ અને મિત્રતાને વધારવા માંગશો અને તમારા કામમાં સહયોગની અપેક્ષા કરશો. તમે લાંબા નિર્ણય લેવાના મૂડમાં છો. તમારી શક્તિ અને દૃઢ સંકલ્પ-પ્રોફેશનલ અને વ્યક્તિગત રૂપથી તમારી સંપત્તિ છે.

નેગેટિવઃ- યાત્રામાં પરેશાનીની સંભાવના છે. તમારા સાર્વજનિક સંબંધ કૌશલના કારણોથી લક્ષ્ય જલ્દી પૂર્ણ થશે.

લવઃ- પરેશાનીઓના કારણે હાલ તમારી લવ લાઇફ તમને અશાંત અનુભવ કરાવી શકે છે.
વ્યવસાયઃ- આ સમય તમારા માટે શુભ રહેશે.
સ્વાસ્થ્યઃ- જિમ કે યોગ કરી શકો છો.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ સમય તમે અદૃશ્યને જોઇ શકો છો. સ્પર્શ ન કરી શકવાની વસ્તુને અનુભવી શકો છો અને અસંભવને પણ મેળવી શકો છો. હાલ તમારા માટે નવી દિશામાં નેટવર્કિંગ કરવું યોગ્ય રહેશે.

નેગેટિવઃ- આ સમયે તમારે અન્ય લોકોની સમસ્યા વિશે ચર્ચાઓ અથવા મતભેદની સ્થિતિઓમાં પડવું નહીં. આ સમયે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- કોઇ ખાસ વ્યક્તિ સાથે સમય વિતાવી શકો છો.
વ્યવસાયઃ- આજે તમે આસપાસના લોકોના વાતાવરણને જીવંત બનાવી દેશો.
સ્વાસ્થ્યઃ- ફિટ રહેવું તમારા માટે પહેલી પ્રાથમિકતા રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમે જૂના મિત્રોને મળી શકો છો અને કોઇ ખાસ સંબંધ બનાવી શકો છો. આ સમયે તમારા લગ્નના યોગ સર્જાઇ રહ્યા છે.

નેગેટિવઃ- આ સમયે તમે કોઇની દગાબાજીનો શિકાર બનો નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. પાપ અથવા ગંદકી તમારાથી સહન થશે નહીં.

લવઃ- એક રોમેન્ટિક સમયગાળો જેની તમે રાહ જોઇ રહ્યા હતાં તે હવે શરૂ થઇ શકે છે.
વ્યવસાયઃ- તમે વર્તમાનમાં વૈભવમાં રહેવા ઇચ્છો છો.
સ્વાસ્થ્યઃ- આ સમયે સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- શક્તિ, યશ, ગરિમા અને ઓળખ બધું જ તમારા પક્ષમાં છે. આ સમય તમારે તમારું સંપૂર્ણ ધ્યાન વેપારની ઉન્નતિમાં વિતશે. આ સમયે તમે તમારા અનુભવોનો પૂર્ણ પ્રયોગ કરશો.

નેગેટિવઃ- આ સમયગાળામાં તમે કાર્યના પ્રેશરનો સામનો કરશો. પોતાના કૌશલને ઓળખો અને તમારા સંસાધનો ઉપર વિશ્વાસ કરો.

લવઃ- આ સમયે નવા સંબંધ બને તેવા યોગ છે.
વ્યવસાયઃ- આ સમયે તમે તમારા વિચારોના મૂલ્યને સાબિત કરી શકો છો.
સ્વાસ્થ્યઃ- તમારી ઊર્જાનો યોગ્ય ઉપયોગ કરો.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- મોટો ભાઈ તમને નવા સામાજિક દૃશ્યોથી કનેક્ટ કરશે. જ્યાં નેટવર્કિંગની અલગ સંભાવના છે. અનેક દિવસો સુધી બ્રેક લીધા વિના કામ કર્યા બાદ હવે પરિણામનો સમય છે.

નેગેટિવઃ- ભાવનાત્મક રૂપથી તમે નબળાઇ અનુભવ કરી શકો છો. ધનના નુકસાનથી ચિંતિત ન રહો. આ સમયે તમે તમારા સંબંધને મજબૂત બનાવી શકો છો.

લવઃ- તમે આ સમયે અન્ય લોકો તરફ આકર્ષિત થઇ શકો છો.
વ્યવસાયઃ- વિત્તીય અને પાર્ટનરશિપના મુશ્કેલ મામલા તમારા દિવસને સારો બનાવશે.
સ્વાસ્થ્યઃ- તણાવથી મુક્ત રહો

અન્ય સમાચારો પણ છે...