બુધવારનું રાશિફળ:બુધવારે કન્યા જાતકોનો રચનાત્મક કાર્યોમાં સમય પસાર થશે, વેપારમાં લાભના અવસર પણ પ્રાપ્ત થશે

એક વર્ષ પહેલા
  • મકર રાશિના જાતકોને આવકનો નવો સોર્સ મળી શકે છે, નોકરી-બિઝનેસમાં અનુકૂળ સમય
  • વૃષભ, સિંહ તથા કુંભ રાશિ માટે મધ્યમ દિવસ

13 જાન્યુઆરી, બુધવારના રોજ ગ્રહ-નક્ષત્ર હર્ષણ નામનો યોગ બનાવી રહ્યાં છે. આ શુભ યોગના પ્રભાવથી 9 રાશિ માટે દિવસ સારો રહેશે. મેષ રાશિના જાતકોને સારા સમાચાર મળી શકે છે. આ સાથે જ કરિયરમાં આવતી મુશ્કેલીઓ પણ દૂર થશે. લાંબા સમયથી રહેતી ચિંતાનું સમાધાન થવાથી મિથુન રાશિને માનસિક શાંતિ મળશે. પરિસ્થિતિ પણ અનુકૂળ છે. કર્ક રાશિને કાર્યક્ષેત્રમાં કોઈ ખાસ વ્યક્તિની મદદ મળશે.

કન્યા રાશિના બિઝનેસ જાતકોએ નવા કામની શરૂઆત કરી હશે તો ટૂંક સમયમાં ફાયદો થશે. તુલા રાશિ માટે ગ્રહ-નક્ષત્રની સ્થિતિ ઘણી જ સારી રહેશે. વૃશ્ચિક રાશિના જાતકોને બિઝનેસ સંબંધિત ગતિવિધિનો પ્રચાર-પ્રસાર કરવામાં ફાયદો મળશે. પ્રભાવશાળી નવા લોકોનો સંપર્ક પણ થશે.

ધન રાશિના જાતકોને ખોવાયેલી મનપસંદ વસ્તુ મળવાને કારણે ધાર્યા કામ થશે. ખુશી મળશે અને આત્મવિશ્વાસમાં વધારો થશે. મકર રાશિના જાતકોને નોકરી તથા બિઝનેસમાં અનુકૂળતા રહેશે. સારી તક મળશે. આવકના નવા સોર્સ પણ મળી શકે છે. આ સાથે જ મીન રાશિના જાતકો છેલ્લાં કેટલાંક સમયથી કોઈ કામમાં મહેનત કરતાં હતા, તેનું સારું પરિણામ મળશે. તો વૃષભ, સિંહ તથા કુંભ માટે દિવસ મધ્યમ રહેશે. આ ત્રણ રાશિએ આખો દિવસ સાવચેતીથી પસાર કરવો.

13 જાન્યુઆરી, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યાં પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે કોઇ શુભ સમાચાર મળવાથી તમે પોતાને ભાવનાત્મક રૂપે ખૂબ જ સશક્ત અનુભવ કરશો. તમારી ક્ષમતા પ્રમાણે કોઇપણ કામને અંજામ આપવામાં સક્ષમ રહેશો. પ્રકૃતિ તમારો સાથ આપી રહી છે. તમારા અટવાયેલાં કામ પૂર્ણ કરવા માટે મહેનત કરો.

નેગેટિવઃ- કોઇ મિત્ર સાથે વિવાદ થઇ શકે છે. પોતાના સ્વભાવ ઉપર નિયંત્રણ રાખો. ક્યારેક અન્ય ઉપર અધિકાર જમાવવો તમારા માટે પણ મુશ્કેલી વધારી દે છે. વાતચીત કરતી સમયે યોગ્ય શબ્દોનો પ્રયોગ કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં થોડી સમસ્યા ઊભી થવાથી તણાવ રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ અને તાલમેલભર્યું રહેશે.

સ્વાસ્થ્યઃ- ખાનપાનમાં સાવધાની જાળવવી.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે કામ વધારે રહેશે. પરંતુ યોગ્ય સફળતા મળવાથી તમે થાક અને તણાવ ભૂલી જશો. આ સમયે તમારી ક્ષમતાઓ તથા પ્રતિભાઓને યોગ્ય રીતે જાગૃત કરવાનો છે. તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે.

નેગેટિવઃ- પિતરાઈ ભાઇ-બહેન સાથે કોઇ કારણે સંબંધ ખરાબ થઇ શકે છે. સંબંધોને મજબૂત રાખવામાં તમારી કોશિશ સફળ થશે. નજીકના સંબંધીઓ સાથે કોઇ ગેટ-ટુ-ગેધરને લગતાં પ્રોગ્રામ પણ બનશે.

વ્યવસાયઃ- કામ વધારે રહેવાના કારણે તમે તમારી ઉપર બધી જવાબદારી ન લેશો.

લવઃ- કામનો ભાર વધારે રહેવાના છતાંય તમે પરિવાર સાથે ડિનર કે મનોરંજનને લગતાં અનેક પ્રોગ્રામ બનાવશો.

સ્વાસ્થ્યઃ- વધારે થાક અને તણાવના કારણે શારીરિક નબળાઇ અનુભવ થશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- લાંબા સમયગાળાથી ચાલી રહેલી કોઇ ચિંતાનું સમાધાન મળવાથી માનસિક શાંતિ મળશે. તમે તમારી મહત્ત્વપૂર્ણ યોજનાઓને શરૂ કરવામાં સક્ષમ રહેશો. યુવાઓને કરિયરને લગતાં ઇન્ટરવ્યૂ માટે કોલ આવી શકે છે.

નેગેટિવઃ- નાની-નાની વાતોના કારણે કોઇ સાથે ગુંચવાશો નહીં. તમારા કામ પ્રત્યે ધ્યાન આપો. ક્યારેક તમારા વિચારોમાં નિરાશા હાવી થઇ શકે છે. આત્મ અવલોકન દ્વારા પોતાની આ ખામીને દૂર કરવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- પરિસ્થિતિઓ અનુકૂળ છે. પરંતુ તમારી વ્યવસાયિક યોજનાઓ ગુપ્ત જ રાખો.

લવઃ- તમારા લગ્નજીવનમાં કોઇ અન્ય વ્યક્તિની દખલ થવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ મોટાભાગની પારિવારિક ગતિવિધિઓ તથા રોકાણને લગતાં કાર્યોમાં પસાર થશે. આ સમયે મિત્રો અને જાણકારો સાથે સંબંધને વધારે મજબૂત કરો. આ સંપર્ક તમારા માટે ઉન્નતિના માર્ગ થોલી શકે છે. કોઇ વારસાગત સંપત્તિને લગતો મામલો પણ ઉકેલાઇ તેવી શક્યતા છે.

નેગેટિવઃ- તમારી યોજનાઓને પૂર્ણ રીતે સમજી-વિચારીને શરૂ કરો. ઉતાવળ કરવાથી મુશ્કેલીઓ આવી શકે છે. વિદ્યાર્થીઓ અને યુવાઓ મોજ-મસ્તી અને હરવા-ફરવામાં વધારે ધ્યાન આપવાથી પોતાના લક્ષ્યથી ભટકી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇ વડીલ વ્યક્તિની મદદ તમારી ઉન્નતિ માટે ફાયદાકારક સાબિત થશે.

લવઃ- લગ્નજીવન સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- ચામડીને લગતી કોઇ એલર્જી થવાની સંભાવના છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- કોઇપણ કાર્યને કરતાં પહેલાં તેના વિશે ઊંડી જાણકારી પ્રાપ્ત કરી લો, તેનાથી ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે. ઘરમાં સુધાર તથા રિનોવેશનને લગતી પણ યોજના બનશે. બાળકોને કોઇ સફળતા મળવાથી તેમનો આત્મવિશ્વાસ વધશે.

નેગેટિવઃ- પોતાના બિનજરૂરી ખર્ચને સીમિત રાખો. કેમ કે, આ સમયે અચાનક જ કોઇ મોટો ખર્ચ સામે આવી શકે છે. પ્રોપર્ટી કે ગાડીને લગતી કોઇપણ લોન પોતાની ક્ષમતાથી વધારે લેશો નહીં.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં બધા કાર્યો ઉત્તમ રીતે પૂર્ણ થતાં જશે. આ વાતનું ધ્યાન રાખો કે કોઇ ખોટી સલાહ તમારા વ્યવસાયમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં થોડો મતભેદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- તાવ અને શરદીની સમસ્યા પરેશાન કરી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે રચનાત્મક તથા રસના કાર્યોમાં થોડો સમય પસાર કરો. તેનાથી તમને આનંદ મળશે. માનસિક રૂપથી રિલેક્સ અનુભવ કરશો. આ સમયે થોડા પડકારો પણ સામે આવશે, પરંતુ તમે પૂર્ણ આત્મવિશ્વાસ સાથે તેનો સ્વીકાર કરશો.

નેગેટિવઃ- યુવા વર્ગ કોઇની વાતોમાં આવીને કોઇ ખોટો માર્ગ અપનાવે નહીં. આ સમયે તમારી પાસે યોજનાઓ તો અનેક છે પરંતુ તેને કેવી રીતે શરૂ કરવી તે વાતને લઇને દુવિધા રહેશે.

વ્યવસાયઃ- જો તમે વેપારમાં કોઇ નવા કામની શરૂઆત કરી છે, તો જલ્દી જ લાભના અવસર પ્રાપ્ત થશે. કોઇ વ્યવસાયિક યાત્રા પણ શક્ય છે.

લવઃ- વધારે વ્યસ્તતાના કારણે ઘર-પરિવાર ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- વારસાગત બીમારીને લગતાં લોકો પોતાનું વિશેષ ધ્યાન રાખે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિત્વ અને કાર્યપ્રણાલીને સારી જાળવી રાખવાની કોશિશ કરશો. ગ્રહ સ્થિતિઓ ઉત્તમ છે અને તમારા માટે સારી પરિસ્થિતિનું નિર્માણ કરી રહી છે. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે.

નેગેટિવઃ- ખોટી ગતિવિધિઓમાં તમારો સમય નષ્ટ ન કરો. આ સમયે ચાલી રહેલાં યોગ્ય સમયનો ભરપૂર ઉપયોગ કરો. તમારા કોઇ સંબંધીની સલાહ તમારા માટે ખોટી સાબિત થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે લાભની અપેક્ષા મહેનત વધારે રહેશે.

લવઃ- પારિવારિક વ્યવસ્થાને લઇને પતિ-પત્ની વચ્ચે કોઇ મનમુટાવ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- કામનો ભાર વધારે રહેવાના કારણે થાક, માથાનો દુખાવો વગેરે પરેશાનીઓ રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- કોઇ સમાજ સેવી સંસ્થા સાથે જોડાવા તથા તેમાં પોતાનો સહયોગ આપવામાં આજે તમારો મોટાભાગનો સમય પસાર થશે. જો ઘર પરિવર્તન કરવાનું વિચારી રહ્યા છો તો આજે તેના અંગે યોજના બનાવવા માટે સમય ઉત્તમ છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે તમારા અહંકારના કારણે તમારા થોડા બનતાં કાર્યો ખરાબ થઇ શકે છે. ભાઇઓ સાથે જ કોઇ મનમુટાવની સ્થિતિ ઊભી થઇ શકે છે. સમજદારી તથા શાંતિથી કામ લેવાથી પરિસ્થિતિઓ ઠીક રહેશે.

વ્યવસાયઃ- વેપારને લગતી ગતિવિધિઓ તરફ વધારે પ્રચાર કરવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્નીના એકબીજાના સહયોગ દ્વારા ઘર કે વેપારને લગતાં બધા કાર્યો યોગ્ય રીતે સંપન્ન કરશો.

સ્વાસ્થ્યઃ- વારસાગત બીમારીને લગતો કોઇ જૂનો રોગ ફરી થઇ શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- છેલ્લી થોડી અસફળતાઓથી બોધપાઠ લઇને તમે તમારા કાર્યોને વધારે સારી રીતે કરવાની કોશિશ કરશો. તમારી ખોવાયેલી વસ્તુના મળી જવાથી અને કામ પૂર્ણ થઇ જવાથી મન પ્રસન્ન રહેશે.

નેગેટિવઃ- તમારા ઉપર કામનો ભાર વધારે ન લેશો, જેનાથી કાર્ય પૂર્ણ થયા પછી પછતાવું પડશે. દિવસની શરૂઆત મહત્ત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવાની રૂપરેખામાં પસાર કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ ઉત્તમ રહેશે. કોઇની દખલ તમારા કાર્યોમાં વિઘ્ન ઊભું કરી શકે છે. તમારી કામ કરવાની રીત કોઇ સામે જાહેર ન કરો. કર્મચારીઓના સહયોગથી કામ તમારા મન પ્રમાણે પૂર્ણ થઇ જશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક રીતે તમે સ્વસ્થ અનુભવ કરશો.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમે તમારા ઉત્તમ અને સંતુલિત વ્યવહાર દ્વારા બધાનું મન મોહી લેશો. વિદ્યાર્થીઓને પણ ઇન્ટરવ્યુ કે કરિયરને લગતી પરીક્ષામાં યોગ્ય સફળતા મળવાની સંભાવના છે. કોઇ ગુરુ સમાન વ્યક્તિ સાથે મુલાકાત તમારી અંદર ઊર્જા પ્રવાહિત કરશે.

નેગેટિવઃ- તમે મિત્રો સાથે વધારે સંપર્કમાં ન રહો. તમારા વ્યક્તિગત કાર્યો ઉપર ધ્યાન આપો. કોઇ-કોઇ સમયે આળસ અને બેદરકારીના કારણે મહત્ત્વપૂર્ણ સફળતા ખોવાઇ શકે છે.

વ્યવસાયઃ- નોકરી તથા વેપારમાં અનુકૂળતા રહેશે. યોગ્ય અવસર પણ પ્રાપ્ત થશે. આવકના નવા સ્ત્રોત પણ ખુલશે. વર્તમાન ગ્રહ સ્થિતિઓ તમને નવા કાર્યો કરવા માટે પ્રેરિત કરશે.

લવઃ- પ્રેમ સંબંધો ઉપર પારિવારિક સ્વીકૃતિ મળવાથી મન પ્રસન્ન રહેશે.

સ્વાસ્થ્યઃ- તાવ અને શરદી જેવી પરેશાની રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- છેલ્લા થોડા દિવસોથી તમે જે કાર્યને કરવા માટે કોશિશ કરી રહ્યા હતાં, આજે તેના શુભફળની પ્રાપ્તિ આશા કરતાં વધારે છે. બપોર પછી પરિસ્થિતિઓ તમારી અનુકૂળ રહેશે. કોઇ નવી વસ્તુ કે ઘરેણા ખરીદવાની યોજના બનશે.

નેગેટિવઃ- કલ્પનાઓમાં યોજનાઓ ન બનાવીને હકીકતમાં તેને શરૂ કરો. બાળકોની સમસ્યાઓને વધારે ધ્યાનથી સાંભળો અને તેનો ઉકેલ લાવવાની કોશિશ કરો. આજે મોટાભાગનો સમય ઘરની બહાર પસાર થઇ શકે છે.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયને લગતા નવા કામ પૂર્ણ થશે.

લવઃ- પારિવારિક જીવન સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી કોઇ કાર્ય પ્રત્યે ચાલી રહેલી મહેનત અને પરિશ્રમનું આજે યોગ્ય પરિણામ મળવાનું છે. તમે સુકૂન અનુભવ કરશો અને ખોવાયેલી પ્રતિષ્ઠા ફરી પ્રાપ્ત થવાથી મનમાં પ્રસન્નતા રહેશે.

નેગેટિવઃ- આવક અને વ્યયનો સારો તાલમેલ જળવાયેલો રહેશે. અન્યની સલાહને ગંભીરતાથી લેશો. તમારી કોઇ નકારાત્મક વાત કોઇનું નુકસાન કરી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયના વિસ્તારને લગતી યોજનાઓને શરૂ કરવાનો યોગ્ય સમય છે.

લવઃ- ઘર-પરિવાર ઉપર વધારે સમય આપી ન શકવાના કારણે મન નિરાશ રહેશે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશરના વધવાથી સમસ્યાઓ રહેશે.