રવિવારનું રાશિફળ:આજે 5 ગ્રહ વૃશ્ચિક રાશિમાં રહેશે, મકર, કુંભ સહિત 7 રાશિઓ માટે રવિવાર શુભ રહેશે, અન્ય રાશિના જાતકોએ સંભાળીને રહેવું

2 વર્ષ પહેલા

13 ડિસેમ્બર, રવિવારે સૂર્ય, ચંદ્ર, બુધ, શુક્ર અને કેતુ વૃશ્ચિક રાશિમાં રહેશે. આ 5 ગ્રહોની યુતિને કારણે કેટલાય લોકોને ફાયદો થશે. આ જ રીતે ઘણા લોકોએ અત્યંત સંભાળીને રહેવું પડશે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે આજે વૃષભ, કર્ક, કન્યા, વૃશ્ચિક, ધન, મકર અને કુંભ રાશિના જાતકોનો દિવસ શુભ રહેશે. આ સાતેય રાશિના જાતકોને ગ્રહોનો સાથ મળશે. ધાર્યાં કામ પૂર્ણ થશે અને ફાયદો પણ મળશે. જોકે મેષ, મિથુન, સિંહ, તુલા અને મીન રાશિના જાતકો પર ગ્રહોની મિશ્ર અસર રહેશે. આ પાંચ રાશિના જાતકોએ આખો દિવસ સંભાળીને રહેવું પડશે.

13 ડિસેમ્બર, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે બપોર પછી પરિસ્થિતિ અનુકૂળ થઇ જશે. દિવસની શરૂઆતમાં જ તમારા કામની રૂપરેખા બનાવી લો. વિદ્યાર્થીઓને પણ તેમની મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના ભવિષ્યને લઇને વધારે સક્રિય અને ગંભીર રહેશે.

નેગેટિવઃ- આજે કોઇ મિત્ર સાથે વિવાદ થઇ શકે છે. આ સમયે ધૈર્ય અને સંયમથી કામ લો. વાહન કે કોઇ મોંઘા ઇલેક્ટ્રોનિક ઉપકરણ ખરાબ થવાથી મોટો ખર્ચ સામે આવશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં સુધાર આવશે.

લવઃ- લગ્નજીવન તથા પ્રેમ સંબંધો, બંને જ સારા રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલા તણાવથી આજે થોડી રાહત મળશે તથા તમે ફરી તમારી અંદર ભરપૂર આત્મવિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરી શકશો. ઘરની સુખ-સુવિધાઓને લગતી જરૂરિયાત પૂર્ણ કરવાનો તમારો પૂર્ણ પ્રયાસ રહેશે.

નેગેટિવઃ- મોટાભાગે કામમાં વ્યસ્ત રહેવાના કારણે તમે ઘરમાં આરામ કરી શકશો નહીં. બાળકોના કારણે કોઇ ચિંતા રહેશે. ગુસ્સાની જગ્યાએ શાંતિથી સમસ્યાનો ઉકેલ લાવશો તો યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમાં કોઇપણ પ્રકારના વિઘ્ન આવશે નહીં.

લવઃ- ક્યારેક તમારો ઉત્તેજિત સ્વભાવ તમારા લગ્નજીવનમાં તણાવ ઊભો કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- અસંતુલિત દિનચર્યા તથા ખાનપાનના કારણે પેટ ખરાબ થઇ શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- જો પ્રોપર્ટીની ખરીદીની યોજના બની રહી છે તો તરત તેના ઉપર અમલ કરો. આ સમયે ગ્રહ સ્થિતિઓ તમારા પક્ષમાં છે. તમને નિશ્ચિત જ સફળતા પ્રાપ્ત થશે. ધાર્મિક કે અધ્યાત્મિક ગતિવિધિઓ પ્રત્યે રસ તમારો ઉદ્ધાર કરશે.

નેગેટિવઃ- ઘરમાં કોઇ વાતને લઇને ક્લેશની સ્થિતિ ઊભી થઇ શકે છે. બાળકની ગતિવિધિઓ ઉપર નજર રાખવાની જરૂરિયાત છે. મામા પક્ષ સાથે પોતાના સંબંધોને મધુર જાળવી રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં વ્યાપારિક મંદીના કારણે ચિંતા રહેશે.

લવઃ- પતિ-પત્નીની વચ્ચે રહેલા તણાવની અસર ઘર-પરિવાર ઉપર પણ પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- ગળા તથા છાતીમાં કફને લગતું ઇન્ફેક્શન થઇ શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે તમે શારીરિક અને માનસિક રૂપથી પોતાને સુદઢ અનુભવ કરશો. આ સમયે તમારા લક્ષ્ય અને કાર્ય પ્રાથમિકતામાં રહેશે. કોઇ જમીન સંપત્તિની ખરીદારીને લગતી રૂપરેખા પણ બનશે.

નેગેટિવઃ- બાળકોની કોઇ નકારાત્મક વાતને લઇને ઘરના વાતાવરણમાં થોડી નિરાશા રહેશે. તમારા સહયોગ દ્વારા સમસ્યાને ઉકેલવાની કોશિશ કરો. જોખમી કાર્યોથી દૂર રહો. ભાઇઓને ભૌતિક અને ભાવનાત્મક રૂપથી તમારી મદદની જરૂરિયાત પડી શકે છે.

વ્યવસાયઃ- આજે વ્યવસાયમાં કોઇપણ પ્રકારની પાર્ટનરશિપ માટે સમય ઉત્તમ છે.

લવઃ- પતિ-પત્નીનો એકબીજાનો સહયોગ ઘર-પરિવારના વાતાવરણને સુખદ અને મધુર જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- નસમાં દુખાવો થઇ શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારા મન દ્વારા ઘરના બધા સભ્યોની જરૂરિયાત પૂર્ણ કરવામાં સમય પસાર કરશો. ઘરનું વાતાવરણ સુખયમ રહેશે. તમારા મગજમાં નવી-નવી યોજનાઓ બનશે. જે ઘર અને વ્યવસાય બંને માટે યોગ્ય સાબિત થશે.

નેગેટિવઃ- વધારે મહેનત અને થાકના કારણે ક્યારેક સ્વભાવમાં ચીડિયાપણું રહેશે. જેના કારણે વાત વિના ગુસ્સો હાવી રહેશે. આ સમયે બાળકની ગતિવિધિઓને પણ નજરઅંદાજ કરવું યોગ્ય નથી.

વ્યવસાયઃ- વ્યવસાયમાં આ સમયે આકરી મહેનતની જરૂરિયાત છે. પિતા કે પિતા સમાન વ્યક્તિનો સહયોગ અને સલાહ તમારા માટે લાભદાયી રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- અયોગ્ય ખાનપાનના કારણે પાચનને લગતી સમસ્યા રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આ સમયે કન્યા રાશિના લોકો માટે ગ્રહ સ્થિતિ સારી રહેશે. તમે તમારી અંદર અદભુત ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવા માટે સમય ખૂબ જ અનુકૂળ છે. ઘરનું વાતાવરણ ખૂબ જ આનંદદાયી રહેશે.

નેગેટિવઃ- આ સમયે તમારી ભાવનાઓ ઉપર કંટ્રોલ કરવો ખૂબ જ જરૂરી છે. ક્યારેક તમારા વધારે રોક-ટોકના કારણે ઘરના સભ્યો પરેશાન થઇ શકે છે. કોઇપણ નિર્ણય લેતાં પહેલાં એકવાર ફરી વિચાર કરવો જરૂરી છે.

વ્યવસાયઃ- મશીન, કારખાના વગેરેને લગતાં વ્યવસાય માટે લાભદાયક પરિસ્થિતિ બની રહી છે.

લવઃ- પરિવારની દેખરેખમાં તમારો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે ઉધરસ અને તાવની સમસ્યા રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ તમારા મન પ્રમાણે ગતિવિધિઓમાં પસાર થશે. પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક સ્થાપિત થશે, જે ભવિષ્યમાં લાભદાયક રહેશે. તમારા પરિવારની મદદ કરવી તમને ગમશે. વિદ્યાર્થી વર્ગ પણ પોતાના અભ્યાસ પ્રત્યે પૂર્ણ ધ્યાન આપશે.

નેગેટિવઃ- બપોર પછી કોઇ ચિંતાજનક સ્થિતિ ઊભી થઇ શકે છે. જેના કારણે કોઇ નજીકના મિત્ર સાથે વિવાદ થવો સંભવ છે. યુવાઓને મોજમસ્તીની અપેક્ષા પોતાના કરિયર અને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- કરિયર તથા કાર્યક્ષેત્રમાં સારું કામ કરવા માટે તમે કોશિશ કરતા રહેશો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક રૂપથી નબળાઇનો અનુભવ થશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે તમે વધારેમાં વધારે સમય પોતાના સ્વજનો સાથે પસાર કરવાની કોશિશ કરશો. ઘરમાં કોઇ ધાર્મિક આયોજનને લગતી યોજના પણ બનશે. નેતૃત્વ કરવાની ક્ષમતા દ્વારા અનેક કાર્ય યોગ્ય રીતે પૂર્ણ પણ થશે.

નેગેટિવઃ- આ સમયે ખર્ચ વધારે રહેશે. જેના કારણે થોડો તણાવ રહેશે. કોઇપણ વાદ-વિવાદને લગતી સ્થિતિમાં શાંત રહેવું યોગ્ય છે, ઉત્તેજિત થવાથી સમસ્યા વધી શકે છે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક દૃષ્ટિએ સમય ઉત્તમ ચાલી રહ્યો છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે મહેનતના કારણે થાક અને નબળાઇ અનુભવ થશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે મોટાભાગનો સમય વ્યક્તિગત કાર્યોને પૂર્ણ કરવામાં પસાર થશે. સાથે જ સફળતા મળવાથી માનસિક શાંતિ પણ મળશે. આજનો દિવસ પારિવારિક અને આર્થિક બંને રીતે શુભ ફળદાયક છે.

નેગેટિવઃ- આ વાતનું ધ્યાન રાખો કે પ્રત્યેક ગતિવિધિમાં પોતાની કાર્યક્ષમતા ઉપર વિશ્વાસ રાખવો જરૂરી છે. અન્યની વાતોમાં આવીને તમે તમારું જ નુકસાન કરી શકો છો.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ દિવસ અતિ ઉત્તમ છે.

લવઃ- ઘરના બધા સભ્યોનો એકબીજા સાથે સારો તાલમેલ જળવાયેલો રહેવાથી વાતાવરણ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે વર્તમાન નકારાત્મક વાતાવરણથી બચવું.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમારી દિનચર્યાને વ્યવસ્થિત જાળવી રાખવા માટે તમારું આત્મ અવલોકન કરો. તેનાથી તમારી અંદર માનસિક શાંતિ અને ઊર્જાનો સંચાર થશે. આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ ખૂબ જ ઉત્તમ છે.

નેગેટિવઃ- અન્યની વાતોમાં ધ્યાન આપવાની જગ્યાએ તમારી કાર્યક્ષમતા અને આત્મબળ ઉપર વિશ્વાસ રાખીને આગળ વધો. કોઇપણ પ્રકારની યાત્રા કરવા માટે આજનો દિવસ ઉત્તમ નથી.

વ્યવસાયઃ- વ્યાવસાયિક સ્થળે કર્મચારીઓ સાથે યોગ્ય તાલમેલ રહેવાથી કામ સમયસર પૂર્ણ થઇ જશે.

લવઃ- જૂના મિત્રને મળવાથી સુખમય યાદો તાજી થશે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને કબજિયાતની ફરિયાદ રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- પ્રોપર્ટીની લેવડ-દેવડને લગતાં કાર્યો સંપન્ન થઇ શકે છે. ઘરના ફેરફારને લગતાં વિષયો ઉપર મહત્ત્વપૂર્ણ ચર્ચા થશે. દિવસનો થોડો સમય પરિવાર સાથે મનોરંજન અને સ્વાસ્થ્યને લગતી ગતિવિધિઓમાં પણ પસાર થશે.

નેગેટિવઃ- કોઇ જૂના મુદ્દે ભાઇઓ સાથે થોડો વિવાદ થવાની આશંકા છે. આ સમયે સાવધાની અને સમજદારીથી કામ લેશો તો પરિસ્થિતિઓ સરળતાથી ઉકેલાઇ શકે છે.

વ્યવસાયઃ- કોઇ અટવાયેલું પેમેન્ટ પણ મળવાથી ધનને લગતી મુશ્કેલીઓ દૂર થશે.

લવઃ- ઘરમાં વધારે દખલ તથા રોક-ટોક કરવી પારિવારિક સભ્યોને નિરાશ કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- પાળતુ જાનવરો સાથે છેડછાડ ન કરો.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આ સમય રોકામ કરવા માટે ખૂબ જ ઉત્તમ છે. ઘરના વડીલોનો પણ સ્નેહ અને આશીર્વાદ જળવાયેલો રહેશે. બાળકો તમારા માર્ગદર્શનમાં કોઇ વિશેષ સફળતા પ્રાપ્ત કરી શકે છે

નેગેટિવઃ- કોઇ-કોઇ સમયે તમે આળસના કારણે થોડાં કામ નજરઅંદાજ કરી દેશો. જેની અસર તમારી આર્થિક સ્થિતિ ઉપર પડશે. આ સમયે તમારો આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતાને મજબૂત જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આજે નવા પ્રોજેક્ટ ઉપર કામ કરવું પડશે.

લવઃ- વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- સાંધાનો દુખાવો પરેશાન કરી શકે છે.