તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શુક્રવારનું રાશિફળ:શુક્રવારે ધન રાશિના જાતકો માટે ગ્રહ સ્થિતિ સુખદાયક રહેશે, જાતકોએ ભાગ્યની જગ્યાએ કર્મ ઉપર વિશ્વાસ રાખવો

એક મહિનો પહેલા

શુક્રવાર 13 ઓગસ્ટના રોજ હસ્ત નક્ષત્ર છે અને અમૃત નામનો યોગ બને છે. ગુજરાતના ઘણાં વિસ્તારોમાં આ દિવસે નાગપંચમી મનાવવામાં આવે છે. શિવજીના નાગદેવને દૂધ તથા જળ ચઢાવો. ભોગ લગાવીને આરતી કરો.

શુક્રવારે ચંદ્ર આખો દિવસ કન્યા રાશિમાં રહેશે અને રાત્રે સાડા આઠ વાગે ચંદ્ર તુલા રાશિમાં પ્રવેશ કરશે. વૃષભ, કન્યા તથા મકર રાશિએ સાવેચત રહેવું.

13 ઓગસ્ટ, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- ઘરમાં સંબંધીઓની અવર-જવર રહેશે તથા એકબીજા સાથે મુલાકાત બધાને સુખ આપશે. લાઇફસ્ટાઇલને વધારે સારી જાળવી રાખવા માટે તમારી કોશિશ સફળ રહેશે. માત્ર પોતાના કાર્યોને યોજનાબદ્ધ રીતે કરતા રહો.

નેગેટિવઃ- ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઇને પરેશાનીના કારણે થોડા મહત્ત્વપૂર્ણ કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. તેમની દેખરેખ તમારી પ્રાથમિકતા રહેશે. આ સમયે કોઈ અજાણ્યા વ્યક્તિની વાતોમાં આવશો નહીં.

વ્યવસાયઃ- જો કારોબારમાં કોઈ નવો પ્રોગ્રામ અમલ કરી રહ્યા છો, તો કોશિશ કરો.

લવઃ- લગ્ન સંબંધ મધુર રહેશે,

સ્વાસ્થ્યઃ- ગેસ અને એસિડિટીની સમસ્યા વધી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- ઘરના વડીલ સભ્યોના આશીર્વાદ અને સ્નેહ તમારા ઉપર રહેશે. કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય પણ તેમની મદદથી પૂર્ણ થશે. આજનો દિવસ મહિલાઓ માટે ખૂબ જ શુભ રહેશે. તેમની ક્ષમતા તથા પ્રતિભા પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં તેમને મદદ કરશે.

નેગેટિવઃ- કોઈ સાથે પણ ખોટા વિવાદમાં પડશો નહીં. તેનાથી તમારું જ નુકસાન થઈ શકે છે. તમારું કામ હળવું કરવા માટે અન્ય સાથે પણ કાર્યને વહેંચતા શીખો. જૂની નકારાત્મક વાતોને યાદ કરવાની જગ્યાએ વર્તમાનમાં જ રહો તો યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- જો વેપારને લગતી કોઈ વિભાગીય તપાસ ચાલી રહી છે તો તેનું પરિણામ તમારા હકમાં જ રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ઘરની કોઈ વાતને લઇને વૈચારિક મતભેદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે કામનો ભાર પગમાં દુખાવાનું કારણ બનશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે પ્રોપર્ટી કે કોઈ ખાસ પ્રોજેક્ટને લઇને ચર્ચા-વિચારણાં થશે. પોઝિટિવ પરિણામ પણ સામે આવશે. થોડો સમય અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં પણ પસાર થવાથી પોઝિટિવ અનુભવ કરશો.

નેગેટિવઃ- માત્ર આ વાતનું ધ્યાન રાખવું કે ભાવુકતામાં આવીને કોઈપણ નિર્ણય ન લો. પેરેન્ટ્સ બાળકો સાથે મિત્રતાભર્યો વ્યવહાર રાખે. વધારે અનુશાસન રાખવાથી તેમનો સ્વભાવ અને જિદ્દી થઈ શકે છે.

વ્યવસાયઃ- સમય અનુકૂળ છે. તમને લાભદાયક કરાર મળી શકે છે.

લવઃ- લગ્નજીવન ઉત્તમ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર તથા ડાયાબિટિકને લગતી સમસ્યા હોય તો બેદરકારી ન કરો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- ભાવનાઓની જગ્યાએ પ્રેક્ટિકલ થઈને તમારા કાર્યોને પૂર્ણ કરો. તેનાથી તમે નિર્ણય લેવામાં સક્ષમ રહેશો. સામાજિક તથા વ્યક્તિગત કાર્યોમા પણ તમારી વ્યસ્તતા રહેશે. કોઈ નજીકની લાભદાયક યાત્રા પણ શક્ય છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઈ જૂનો મુદ્દો ફરી સામે આવી શકે છે. તમારા વ્યવહાર ઉપર પણ વિચાર કરવાની જરૂર છે. તમારો ગુસ્સો અને ઉતાવળ જેવો સ્વભાવ બનતા કાર્યોમાં વિઘ્ન ઊભું કરી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ આજે થોડી ધીમી રહી શકે છે.

લવઃ- જીવનસાથીનો સહયોગ અને ધૈર્ય તમારા મનોબળને વધારશે.

સ્વાસ્થ્યઃ- આર્થિક પરેશાનીઓના કારણે મનમાં નિરાશા અને ડિપ્રેશન રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- તમે તમારી મહેનત અને કોશિશ દ્વારા પરિસ્થિતિઓને અનુકૂળ કરવાની કોશિશ કરી રહ્યા છો અને તમને આ મહેનતનું યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થવાનું છે. જો કોઈ જગ્યાએ રૂપિયા અટવાયેલાં છે તો આજે તેની વસૂલી કરવાનો પણ યોગ્ય સમય છે.

નેગેટિવઃ- જૂની નકારાત્મક વાતોને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. તેનાથી તણાવ અને સંબંધ ખરાબ થવા સિવાય કશું જ પ્રાપ્ત થશે નહીં. જલ્દી સફળથા મેળવવાની કામનાથી કોઈ અયોગ્ય કાર્યમાં રસ લેશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ ઉપર ગંભીરતાથી કામ કરવું પડશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- હળવી સિઝનલ પરેશાની રહી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આર્થિક ગતિવિધિઓને વધારે સારી જાળવી રાખવા માટે કરવામાં આવતી કોશિશ સફળ રહેશે. માત્ર પોતાના કાર્યોને યોજનાબદ્ધ રીતે ગતિ આપવાની જરૂરિયાત છે. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું યોગદાન રહેશે.

નેગેટિવઃ- જો વારસાગત સંપત્તિને લગતો કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો આજે તેને લગતી કોઈપણ કાર્યવાહી ન કરો. હાલ પરિસ્થિતિ અનુકૂળ નથી. તમારા મનમાં વિચલિત જેવી સ્થિતિ બની રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કરવામાં આવતી મહેનતથી યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

લવઃ- પારિવારિક પરિસ્થિતિઓ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- અન્ય લોકો ઉપર નિર્ભર રહેવાની જગ્યાએ પોતાની ક્ષમતા અને યોગ્યતા ઉપર વિશ્વાસ રાખો. તેનાથી અનેક પરેશાનીઓનો ઉકેલ તમે જાતે જ કાઢી શકશો. ઘરના વાતાવરણને સુખમય જાળવી રાખવામાં તમારી વિશેષ ભૂમિકા રહેશે.

નેગેટિવઃ- કારણ વિના કોઈ તણાવની પણ સ્થિતિ રહી શકે છે. જેની અસર તમારી કાર્યક્ષમતા ઉપર પણ પડશે. ખોટી ગતિવિધિઓમાં સમય ખરાબ ન કરીને તમારા વ્યક્તિગત કાર્યો ઉપર ધ્યાન આપો. યુવાઓ પણ પોતાના કરિયર પ્રત્યે સજાગ રહે.

વ્યવસાયઃ- ઇમ્પોર્ટ-એક્સપોર્ટને લગતા કાર્યોમા મહત્ત્વપૂર્ણ ડીલ થવાની શક્યતા છે.

લવઃ- લગ્નસંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- થાક અને અનિદ્રાની સમસ્યા રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજના દિવસનો મોટાભાગનો સમય ઘરની દેખરેખને લગતા કાર્યોમાં પસાર થશે. જેનો પોઝિટિવ પ્રભાવ સંપૂર્ણ પરિવાર ઉપર પડી શકે છે. સામાજિક ગતિવિધિઓમાં પણ તમારી સલાહને ખાસ મહત્ત્વ આપવામાં આવશે.

નેગેટિવઃ- સ્વાસ્થ્યને લગતી હળવી પરેશાની રહેવાના કારણે થોડા કામ અધૂરા રહી શકે છે. તણાવ લેશો નહીં. પારિવારિક સભ્યોનો સહયોગ તમારી સમસ્યાઓનો ઉકેલ કરવામાં ખૂબ જ સહાયક રહેશે.

વ્યવસાયઃ- આર્થિક મામલે વધારે મનન કે ચિંતન કરવાની જરૂરિયાત છે.

લવઃ- પારિવારિક જીવન મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય નરમ રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ સુખદાયક છે. ભાગ્યની જગ્યાએ કર્મ ઉપર વિશ્વાસ રાખવો તમને વધારે પોઝિટિવ જાળવી રાખશે. લાભના માર્ગ મળી શકે છે. પરિવારના કોઈ સભ્યના લગ્નને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહેશો.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે ઘરમાં કોઈ નાની વાતને લઈને મોટો ઈશ્યુ બની શકે છે. કોઈપણ બહારના વ્યક્તિની દખલ તમારા પરિવાર ઉપર થવા દેશો નહીં. યોજનાઓ બનાવવાની સાથે-સાથે તેને ગતિ આપવી પણ જરૂરી છે.

વ્યવસાયઃ- પબ્લિક ડીલિંગ, માર્કેટિંગ, મીડિયા વગેરેને લગતા વ્યવસાય ફાયદો આપી શકે છે.

લવઃ- પતિ-પત્નીનો એકબીજા સાથે તાલમેલ યોગ્ય જળવાયેલો રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમારું યોજનાબદ્ધ અને ડિસિપ્લિનમાં કામ કરવું તમારા કામને સફળતા આપશે. ઘરના વડીલ વ્યક્તિઓ સાથે પણ થોડો સમય પસાર કરો. તેમનો સહયોગ અને આશીર્વાદ તમારા માટે ભાગ્યોદયદાયક સાબિત થઈ શકે છે.

નેગેટિવઃ- વધારે કામનો ભાર અને તણાવ તમારા ઉપર હાવી થવા દેશો નહીં. નહીંતર તેની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે. તમારા સ્પર્ધીઓની ગતિવિધિઓને ઇગ્નોર કરો. તમારી સાથે દગાબાજી થવાની શક્યતા છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક અટવાયેલાં કાર્યો આગળ વધતા જશે.

લવઃ- પારિવારિક વ્યવસ્થા શાંતિપૂર્ણ જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- ગુસ્સો અને તણાવથી દૂર રહો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત અને રસના કાર્યોમાં વધારે સમય પસાર કરશો. તેનાથી રોજિંદા થાકથી રાહત મળી શકે છે. જો કોઈ કોર્ટ કેસને લગતો સરકારી મામલો ચાલી રહ્યો છે તો તેનું પરિણામ તમારા હકમાં આવી શકે છે.

નેગેટિવઃ- કોઈ નજીકના સંબંધીના લગ્નજીવનમાં અલગ થવાની શક્યતા કે તણાવ રહી શકે છે. વધારે સમજણ અને શાંતિથી ઉકેલ મેળવવાની જરૂરિયાત છે. વિદ્યાર્થીઓ પોતાના કોઈપણ પ્રોજેક્ટમાં અસફળતા મળવાથી તણાવ ન લે તો સારું.

વ્યવસાયઃ- વ્યવસાયમાં કાર્ય કરવાની પ્રણાલીને વધારે સારી જાળવી રાખવાની જરૂરિયાત છે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- પગમાં દુખાવો અને સોજાની તકલીફ રહી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજના દિવસનો મોટાભાગનો સમય તમારી વ્યક્તિગત ગતિવિધિઓમાં પસાર કરો. સામાજિક અને રાજનૈતિક ક્ષેત્રમાં પણ તમારો રસ વધશે. જો ભવન નિર્માણને લગતું કોઈ કામ અટવાયેલું છે તો આજે તેને લગતો નિર્ણય લેવા માટે સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- તમારા થોડા નજીકના સંબંધીઓને લઇને મનમાં શંકા કે વહેમની સ્થિતિ રહેશે. આ સમયે ધૈર્ય અને સ્થિરતા જાળવી રાખવી જરૂરી છે. યાત્રાને લગતું કોઈપણ કામ ટાળવું. કેમ કે કોઈ અનુકૂળ પરિણામ મળી શકશે નહીં.

વ્યવસાયઃ- કામકાજમાં પણ પડકારનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારી અંદર ઊર્જા અને આત્મબળમા ઘટાડો અનુભવ કરી શકો છો.