મંગળવારનું રાશિફળ:કુંભ સહિત 6 રાશિના લોકોએ નોકરી અને બિઝનેસમાં સાવધાન રહેવું પડશે, લેવડ-દેવડમાં સાવધાની જાળવવી પડશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

12 ઓક્ટોબર, મંગળવારે અતિગંડ અને છત્ર નામનો યોગ બની રહ્યો છે. એક અશુભ અને એક શુભ યોગના કારણે 6 રાશિના લોકો ઉપર નક્ષત્રોની મિશ્રિત અસર જોવા મળશે. ત્યાં જ, 5 રાશિના લોકો માટે દિવસ શુભ છે. એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે વૃષભ, મિથુન, કર્ક, સિંહ, વૃશ્ચિક અને કુંભ રાશિના લોકોને નોકરી અને બિઝનેસમાં સાવધાન રહેવું પડશે. લેવડ-દેવડ અને રોકાણ પણ સાવધાની સાથે કરવું જોઈએ. સાથે જ, મકર રાશિના લોકો માટે દિવસ સારો નથી. દગાબાજી કે ધનહાનિ થવાની શક્યતા બની રહી છે. આ સિવાય મેષ, કન્યા, તુલા, ધન અને મીન રાશિના લોકોને નક્ષત્રોનો સાથ મળી શકે છે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે બારેય રાશિનું ફળ...

મેષઃ-

પોઝિટિવઃ- જમીન-જાયદાદને લગતું કોઈપણ કામ અટવાયેલું હોય તો આજે તેને પૂર્ણ થવાની શક્યતા છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર કામ શરૂ થઈ શકે છે. કોઈ અટવાયેલાં રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે.

નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર્ણ કામ દિવસના પહેલાં ભાગમાં પૂર્ણ કરવાની કોશિશ કરો. બપોર પછી પરિસ્થિતિઓ પ્રતિકૂળ રહેશે. બનતા કાર્યોમાં થોડા વિઘ્ન આવી શકે છે. પાડોસીઓ સાથે કોઈ પ્રકારનો વિવાદ થઈ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે તમારું માન-સન્માન અને વર્ચસ્વ જળવાયેલું રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- ઘરમાં મહેમાનો આવવાથી ચહેલપહેલ રહેશે. પરિવારમાં થોડા સમયથી ચાલી રહેલી અવ્યવસ્થાને દૂર કરવા માટે તમે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ પણ બનાવશો અને તેમાં સફળ પણ રહેશો.

નેગેટિવઃ- સંતાનને લઈને કોઈ પ્રકારની ચિંતા રહી શકે છે. ઘરના વડીલ વ્યક્તિઓની સલાહથી સમસ્યાનું સમાધાન મળી શકે છે. ખર્ચ કરતી સમયે બજેટને ઇગ્નોર ન કરો, નહીંતર પછી પછતાવું પડી શકે છે.

વ્યવસાયઃ- પારિવારિત વ્યસ્તતા વધારે રહેવાના કારણે વેપારમાં ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- ઘરનું વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વાહન સાવધાની પૂર્વક ચલાવો

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે તમે જે કામને નક્કી કરી લેશો, તેને પૂર્ણ કરીને જ રહેશો. એટલે પોતાના મહત્ત્વપૂર્ણ કાર્યોને પહેલી પ્રાથમિકતા આપો. ધર્મ-કર્મ તથા સમાજ સેવાને લગતા કાર્યોમાં રસ વધશે. આજે કોઈ મહત્ત્વપૂર્ણ શુભ સમાચાર પણ મળી શકે છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે સામાજિક કાર્યો સાથે-સાથે પારિવારિક મુદ્દા ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે. ખરાબ નિયતના લોકો તથા ખરાબ આદતોથી દૂર રહો. કોઈ નજીકના મિત્ર કે સંબંધીનો સાથ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- કાર્યસ્થળમાં થોડા પરિવર્તનને લગતા કાર્યો થઈ શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારી દિનચર્યા અને ખાનપાન ઉપર ધ્યાન આપવું.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમારી સમજદારીથી લેવામાં આવેલ નિર્ણય તમારી આર્થિક સ્થિતિને વધારે સારી બનાવશે. નજીકના મિત્ર કે સંબંધીઓના ઘરે મહેમાન બનીને જવાનો અવસર મળશે. આ મુલાકાત તમને રોજિંદા તણાવથી રાહત આપશે.

નેગેટિવઃ- કોઈ અપરિચિત વ્યક્તિ સાથે રૂપિયાને લગતી લેવડદેવડ કરતી સમયે સાવધાન રહો, કોઈ પ્રકારનું નુકસાન થવાની સ્થિતિ બની શકે છે. મનોરંજન સાથે-સાથે તમારા વ્યક્તિગત કાર્યો ઉપર પણ ધ્યાન આપો.

વ્યવસાયઃ- વ્યવસાય કે નોકરીને લગતા કોઈપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય જાતે ન લેશો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર જેવી સમસ્યા રહેવાથી તમારું ખાસ ધ્યાન રાખો.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- થોડા મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થઈ જવાથી રાહત અનુભવ કરશો. તમારો આત્મવિશ્વાસ અને આત્મબળ પણ વધશે. આ સમયે તમારા રાજનૈતિક સંબંધો વધારે મજબૂત કરો.

નેગેટિવઃ- આ વાતનું ધ્યાન રાખો કે કોઈપણ રાજનૈતિક સંબંધોમાં તમારી છાપ ખરાબ ન કરો. પાડોસીઓ સાથે કોઈ પ્રકારનો ઝઘડો કે વિવાદ થવાની સ્થિતિ બની રહી છે. કોઈપણ મામલે દખલ કરવાથી દૂર રહો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં અનુભવી વ્યક્તિના સહયોગ અને સલાહથી અટવાયેલાં કામ ફરી શરૂ થશે.

લવઃ- પતિ-પત્નીના ઉત્તમ સંબંધ જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને તણાવ આજે રહી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે તમારી કોઈ ખાસ યોગ્યતા અને આવડત લોકો સામે આવશે. તમારી સફળતાનો ભરપૂર ઉપયોગ કરો. થોડો સમય બાળકો તથા ઘરની સમસ્યાને ઉકેલવામાં અને તેમના કામમાં મદદ કરવામાં પસાર થશે.

નેગેટિવઃ- તમારા સ્પર્ધીઓ તથા વિરોધીઓની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો. કોઈ તમારી ભાવનાઓ તથા ઉદારતાનો ખોટો ફાયદો પણ ઉઠાવી શકે છે. આર્થિક રીતે પણ તમારી મુશ્કેલીઓ વધી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં તમારા જે કાર્યોમાં પરિવર્તન કર્યું છે, તેનાથી ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે.

લવઃ- ઘરની વ્યવસ્થા યોગ્ય જાળવી રાખવામાં જીવનસાથીનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ મહત્ત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવા માટે સારો રહેશે. કેમ કે આ સમયે ગ્રહ ગોચર તમને સારી સફળતા પ્રદાન કરી રહ્યું છે. ઉન્નતિના યોગ્ય અવસર મળી શકે છે. સંતાન દ્વારા કોઈ શુભ સમાચાર મળવાથી ઘરમાં પ્રસન્નતાનું વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક આત્મવિશ્વાસની ખામી અને આળસના કારણે બનતા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. તમારી આ ખામીઓને દૂર કરવાની કોશિશ કરો. કોઈપણ કામને ટાળવાની કોશિશ ન કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં વ્યવસાયિક ગતિવિધિઓ થોડી ઘીમી રહેશે.

લવઃ- પારિવારિક સભ્યો સાથે તેમની જરૂરિયાતને લગતી વસ્તુઓની શોપિંગ કરવી

સ્વાસ્થ્યઃ- ગળા અને છાતિમાં કફના કારણે પરેશાન રહેશો.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- સમય સાથે કરવામાં આવતા કાર્યોના પરિણામ પણ યોગ્ય પ્રાપ્ત થશે. એટલે તમારી ઊર્જાનો યોગ્ય દિશામાં ઉપયોગ કરો. તમને ચોક્કસ જ સફળતા મળી શકે છે. તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર યોજનાબદ્ધ રીતે બધા કાર્યો સંપન્ન થતા જશે.

નેગેટિવઃ- તમારા અહંકાર ઉપર નિયંત્રણ રાખો. તેના કારણે થોડા સંબંધ ખરાબ થઈ શકે છે. વધારે વિચાર કરવાના કારણે કોઈપણ મહત્ત્વપૂર્ણ સફળતા હાથમાંથી સરકી શકે છે.

વ્યવસાયઃ- છેલ્લાં થોડા સમયથી વ્યવસાયિક સ્થળે કરવામાં આવતા ફેરફારનું સારું પરિણામ મળશે.

લવઃ- જીવનસાથી સાથે કોઈ વાતને લઈને હળવો વિવાદ થી શકે છે.

સ્વાસ્થ્યઃ- માંસપેશીઓમાં દુખાવો રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તમારા માટે ઉત્તમ પરિસ્થિતિ બનાવી રહ્યું છે. સમાજ અને પરિવારમાં તમારું માન-સન્માન વધશે. ભાઈઓ સાથે ચાલી રહેલાં કોઈ વિવાદનો અંત આવશે તથા સંબંધ ફરી મધુર થઈ જશે.

નેગેટિવઃ- વધારે ભાવુકતા પણ નુકસાનદાયી સાબિત થઈ શકે છે. આ સમયે કોઈપણ નિર્ણય પ્રેક્ટિકલ થઈને લો. હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લેવું યોગ્ય રહેશે. જો ઘરમાં કોઈ નિર્માણને લગતું કામ ચાલી રહ્યું હોય તો તેમાં વિઘ્ન આવી શકે છે.

વ્યવસાયઃ- મીડિયાને લગતા વ્યવસાયમાં કોઈ નવી સફળતા પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે તણાવના કારણે અપચા અને ગેસની સમસ્યા વધી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારી દિનચર્યા તથા વ્યવહારમાં થોડા પરિવર્તન લાવશો. બધા કાર્યો વ્યવસ્થિત રીતે કરવા તથા તાલમેલ જાળવાથી તમને સફળતા મળી શકે છે. રોકાણને લગતા મામલે વધારે ધ્યાન કેન્દ્રિત રાખો.

નેગેટિવઃ- પરિવારના સભ્યોને તેમની રીતે કામ કરવા દો તથા તેમનો સહયોગ કરો. તેનાથી તેમનું આત્મબળ વધશે. ઘરના કોઈ વડીલ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહી શકે છે. થોડા મહત્ત્વપૂર્ણ કામ પણ અટકી શકે છે.

વ્યવસાયઃ- કોઈપણ ડીલ કે લેવડદેવડને લગતા કાર્યોમાં વધારે સાવધાની રાખો

લવઃ- પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજ દૂર થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- ભારે તથા વાસી ભોજન કરવાનું ટાળો

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- જો ઘરમાં રિનોવેશન કે દેખરેખને લગતી થોડી યોજનાઓ બની રહી છે. આ સમયે ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણય પણ પોઝિટિવ પરિણામ આપશે. મિત્રો તથા પરિવાર સાથે થોડો મનોરંજનનો પ્રોગ્રામ બનશે.

નેગેટિવઃ- તમારી ભાવુકતા અને ઉદારતા ઉપર પણ સંયમ રાખો. કોઈ તમારી આ નબળાઈનો ફાયદો ઉઠાવી શકે છે. કોઈ સાથે વધારે વિવાદમાં પડશો નહીં. તમારા કામથી જ કામ રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારી યોજનાઓ તથા કાર્યપ્રણાલીને સીક્રેટ રાખો.

લવઃ- પ્રેમ સંબંધને પારિવારિક મંજૂરી મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- સાંધાના દુખાવાની સમસ્યા પરેશાન કરી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- બાળકોની કોઈ સમસ્યાનું સમાધાન મળવાથી તણાવ દૂર રહેશે. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન તમારા ભાગ્યમાં વધારો કરશે. તમારી કાર્યકુશળતા પણ વધશે. ઘરમાં કોઈ માંગલિક આયોજનને લગતા કાર્યો પણ પૂર્ણ થઈ શકે છે.

નેગેટિવઃ- તમારા ખર્ચ ઉપર નિયંત્રણ રાખો તથા તમારી ઊર્જાનો પોઝિટિવ ઉપયોગ કરો. ગુસ્સો અને ઉતાવળ કરવી તમારા બનતા કાર્યોને ખરાબ કરી શકે છે. આ સમયે આર્થિક મામલે પણ વધારેમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે

વ્યવસાયઃ- તમે તમારા કાર્યક્ષેત્રમાં જે નીતિઓ બનાવી અને યોજના બનાવી તેના ઉપર મહેનત કરવાની જરૂર છે.

લવઃ- પરિવારમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે તણાવ અને નકારાત્મક વિચારોના કારણે મનોબળમાં ખામી અનુભવ કરી શકો છો.