12 ઓક્ટોબર, સોમવારના રોજ ચંદ્રમા પર શનિ તથા કેતુની દૃષ્ટિ રહેશે. આ કારણે અનેક જાતકોની મુશ્કેલીમાં વધારો થશે. મેષ, વૃષભ, મિથુન, સિંહ, વૃશ્ચિક, ધન તથા મકર રાશિના જાતકોને નોકરી તથા બિઝનેસમાં મુશ્કેલી રહેશે. તણાવ તથા વિવાદની સાથે સાથે ધન હાનિનો પણ યોગ બની રહ્યો છે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના મતે, આ સાત રાશિના જાતકો માટે દિવસ સારો નથી. કર્ક, કન્યા, તુલા, કુંભ તથા મીન રાશિના જાતકો માટે દિવસ સારો રહેશે.
12 ઓક્ટોબર, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે એ અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ
મેષઃ-
પોઝિટિવઃ- વધારે વ્યસ્ત હોવા છતાં તમે ઘર-પરિવાર અને વ્યવસાયમાં યોગ્ય તાલમેલ જાળવી રાખશો, જેનાથી પારિવારિક સભ્ય પોતાને વધારે સુરક્ષિત અનુભવ કરશે. તમે સ્વયં પણ ભાવનાત્મક રૂપથી ખૂબ જ મજબૂત રહેશો. મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં પણ સક્ષમ રહેશો.
નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક તમારો જિદ્દી સ્વભાવ તમારા પોતાના માટે પરેશાનીનું કારણ બની શકે છે, એટલે પોતાનું આત્મસિંચન કરવું ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થીઓને કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં મુશ્કેલી આવી શકે છે.
વ્યવસાયઃ- તમારા કોઈ મહત્ત્વપૂર્ણ કામમાં વિઘ્ન આવે તેવી સંભાવના છે, એટલે એકાગ્રતા સાથે એ કામ પ્રત્યે નિર્ણય લો.
લવઃ- પતિ-પત્નીમાં થોડા વિવાદની સ્થિતિ રહેશે.
સ્વાસ્થ્યઃ- ગરમીને કારણે એસિડિટીની સમસ્યા રહેશે.
--------------------------------
વૃષભઃ-
પોઝિટિવઃ- બાળકોને લગતી કોઈ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત અનુભવ થશે. આજે મોટા ભાગનો સમય ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખવામાં પસાર થશે. વિદ્યાર્થીઓને પણ પ્રતિસ્પર્ધાને લગતાં કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે.
નેગેટિવઃ- તમારી આર્થિક ગતિવિધિઓમાં વધારે ધ્યાન આપો, કેમ કે લાભની અપેક્ષા ખર્ચ વધારે થશે. કોઇ નજીકના સંબંધી સાથે મનદુઃખ થવાની આશંકા છે, એટલે કોઇનાં વ્યક્તિગત કાર્યોમાં દખલ કરશો નહીં.
વ્યવસાયઃ- વ્યવસાયમાં કોઇ નવા કામની શરૂઆત કરવાની યોજના બની રહી હતી, તેના અંગે ગંભીરતાથી વિચાર કરો.
લવઃ- પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.
સ્વાસ્થ્યઃ- નબળાઈ અને થાકનો અનુભવ થશે.
--------------------------------
મિથુનઃ-
પોઝિટિવઃ- ઘણા સમયથી અટવાયેલા કામમાં આજે થોડી ગતિ આવશે. બહારની ગતિવિધિઓ પર ધ્યાન આપવું તમારા માટે લાભદાયક પરિસ્થિતિઓનું નિર્માણ કરશે. તથા તમે તમારી બુદ્ધિમાની અને વ્યાપારિક વિચારોથી લાભના થોડા નવા સ્ત્રોત બનાવી શકશો.
નેગેટિવઃ- ભાઇ-બહેનો સાથે કોઇ ગેરસમજને કારણે સંબંધોમાં અંતર આવી શકે છે અને પારિવારિક વિવાદ થવાની પણ સંભાવના છે. તમારા ગુસ્સા અને જિદ્દ પર નિયંત્રણ રાખો.
વ્યવસાયઃ- આજે વ્યાવસાયિક કાર્યોમાં ખૂબ જ વધારે ધ્યાનપૂર્વક કાર્ય કરવાની જરૂરિયાત છે.
લવઃ- લગ્નજીવન સામાન્ય રહેશે.
સ્વાસ્થ્યઃ- મનોબળ તથા શારીરિક ઊર્જામાં ઘટાડો અનુભવ કરશો.
--------------------------------
કર્કઃ-
પોઝિટિવઃ- તમે તમારી અંદર વધારે આત્મવિશ્વાસનો અનુભવ કરશો અને તમારી બુદ્ધિમત્તા દ્વારા થોડા એવા નિર્ણય લેશો જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. બાળકો તરફથી કોઇ પ્રકારની ચિંતા દૂર થવાથી ઘરમાં સારું વાતાવરણ જળવાયેલું રહેશે.
નેગેટિવઃ- કોઇપણ પ્રકારના ગેરકાનૂની કામમાં રસ લેશો નહીં. તમારી પર કોઇ આરોપ લાગી શકે છે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. ક્યારેક-ક્યારેક સ્વભાવમાં ચંચળતા આવવાથી એકાગ્રતા ભંગ થઇ શકે છે.
વ્યવસાયઃ- વારસાગત વ્યવસાય તરફ તમારી કાર્યક્ષમતા અને ઊર્જાને લગાવશો તો લાભ મળશે.
લવઃ- પારિવારિક સભ્યોની એકબીજા પ્રત્યે સહયોગની ભાવના ઘરના વાતાવરણને મધુર રાખશે.
સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણના કારણે તાવ અને થાકની સ્થિતિ રહેશે.
--------------------------------
સિંહઃ-
પોઝિટિવઃ- આજે ધાર્મિક અને સામાજિક કાર્યોમાં વિશેષ સહયોગને કારણે સન્માન પ્રાપ્ત થશે. સાથે જ અનુભવી અને જવાબદાર લોકોનું માર્ગદર્શન પણ મળશે. યુવાઓને મનપસંદ જગ્યાએ એડમિશન મળવાની સંપૂર્ણ સંભાવના છે.
નેગેટિવઃ- ગુસ્સો અને ઉત્તેજનાને કારણે કોઇ બનતું કામ અટકી શકે છે. બપોર પછી કોઇ અપ્રિય ઘટના ઘટવાની આશંકા છે એટલે ધૈર્ય અને સંયમથી કામ લેવું. વડીલોની સલાહ અને આશીર્વાદ તમારા માટે સારા સાબિત થશે.
વ્યવસાયઃ- થોડી વ્યાવસાયિક યોજનાઓ હાલ અટકી શકે છે. કોઇને ઉધાર રૂપિયા આપશો નહીં, કેમ કે પાછા મળવાની આશા નથી.
લવઃ- લગ્નજીવનમાં મધુરતાની સ્થિતિ રહેશે.
સ્વાસ્થ્યઃ- નશાવાળા પદાર્થોનું સેવન કરવાથી બચવું.
--------------------------------
કન્યાઃ-
પોઝિટિવઃ- આજે ભાવુકતા છોડીને તમે તમારા બુદ્ધિબળ અને કાર્યક્ષમતાનો વધારે ઉપયોગ કરો. અચાનક જ તમારા કોઇ કામ બનવાથી મનમાં સંતોષ અને સુખ રહેશે તથા મિત્ર અને સગાં-સંબંધીઓ પણ તમારી બુદ્ધિમત્તાનો લાભ ઉઠાવી શકશે.
નેગેટિવઃ- ક્યારેક વધારે પ્રેક્ટિકલ અને સ્વાર્થી થઇ જવું તમને તમારા પોતાનાથી દૂર કરશે. ગુસ્સા અને જિદ્દ જેવા નકારાત્મક સ્વભાવને કારણે કોઇ બનતું કામ બગડી શકે છે.
વ્યવસાયઃ- તમારો વ્યાવસાયિક દૃષ્ટિકોણ, કાર્યક્ષેત્રમાં અનેક મામલાઓને ઉકેલવામાં સક્ષમ રહેશે.
લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં થોડા વિવાદની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.
--------------------------------
તુલાઃ-
પોઝિટિવઃ- રાજકારણ અથવા સામાજિક મીટિંગમાં જવાનો અવસર પ્રાપ્ત થશે. આ મીટિંગ તમારા માટે લાભદાયક સાબિત થશે. મીડિયા કે ફોન દ્વારા કોઇ શુભ મહત્ત્વપૂર્ણ સૂચના પ્રાપ્ત થઇ શકે છે.
નેગેટિવઃ- શેરબજાર, સટ્ટા વગેરે જેવાં કાર્યોથી દૂર રહો. ઘર તથા પરિવાર સાથે થોડો સમય પસાર કરવો જરૂરી છે. વાહન ચલાવતી સમયે વધારે સાવધાની જાળવો, કોઇ પ્રકારની અપ્રિય ઘટના બની શકે છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં વાંચ્યા વિના કોઇપણ કાગળ ઉપર સહી કરશો નહીં.
લવઃ- જીવનસાથીનો સહયોગાત્મક વ્યવહાર તમારી અનેક સમસ્યાઓનો ઉકેલ આવશે.
સ્વાસ્થ્યઃ- વધારે તણાવ લેવાથી સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે.
--------------------------------
વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- આજનો દિવસ મોટા ભાગનો સમય ઘર-પરિવાર અને બાળકો સાથે મનોરંજનમાં પસાર થશે. ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. તમે ઘર અને વ્યવસાય બંનેમાં યોગ્ય તાલમેલ જાળવી રાખશો.
નેગેટિવઃ- ઘરના સભ્યો તમારા ગુસ્સા અને જિદ્દી નકારાત્મક સ્વભાવને નજરઅંદાજ કરી દે છે છતાંય તેમની કાર્યક્ષમતા પર તેનો નકારાત્મક પ્રભાવ પડે છે. તમારી આ ખામીઓને કાબૂમાં રાખવી જરૂરી છે.
વ્યવસાયઃ- વેપારમાં અચાનક જ આજે કોઇ નુકસાન થવાની આશંકા છે.
લવઃ- ઘર-પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરવાની સાથે જ પતિ-પત્નીએ એકબીજાને સમય આપવો જરૂરી છે.
સ્વાસ્થ્યઃ- ક્યારેક તણાવ કે ડિપ્રેશન અનુભવ થઇ શકે છે.
--------------------------------
ધનઃ-
પોઝિટિવઃ- ઘરના કોઇ સભ્યના લગ્નસંબંધી માંગલિક કાર્યોની રૂપરેખા બનશે. આજે સ્થિતિ સાવધાન કરી રહી છે કે નાણાકીય યોજના સંબંધી કાર્યો પર તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત કરો.
નેગેટિવઃ- કોઇ અજાણી વ્યક્તિ પર વધારે વિશ્વાસ ન કરો અને તેમની વાતોમાં પણ આવશો નહીં. બેદરકારી કરવાથી નુકસાન થઇ શકે છે. તમારા વ્યવહારને સંયમિત રાખો. બાળકોને લઇને ચિંતા થશે.
વ્યવસાયઃ- વેપારમાં વર્તમાન પરિસ્થિતિઓને કારણે કોઇ નવું કામ અથવા યોજના સફળ થશે નહીં.
લવઃ- ઘરમાં વધારે અંકુશ લગાવીને રાખશો નહીં.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં વધારે તકલીફ આવવાના કારણે સ્વભાવમાં તણાવ અને ગુસ્સાની સ્થિતિ રહેશે.
--------------------------------
મકરઃ-
પોઝિટિવઃ- ઘરમાં કોઇ કુંવારી વ્યક્તિના લગ્નનાં કાર્યો પૂર્ણ થઇ શકે છે, પરંતુ ગ્રહ તિઓ તમને સાવધાન કરી રહી છે કે નાણાકીય યોજનાને લગતાં કાર્યો પર તમારું ધ્યાન કેન્દ્રિત રાખવું જરૂરી છે. નકામાં કાર્યોમાં તમારો સમય નષ્ટ ન કરો.
નેગેટિવઃ- કોઇ અજાણી વ્યક્તિ પર વધારે વિશ્વાસ કરશો અને તેમની વાતોમાં આવી જવાથી તમારું નુકસાન થશે. બાળકોના પક્ષને લઇને કોઇ ચિંતા રહેશે, પરંતુ શાંતિથી સમસ્યાઓનો ઉકેલ શોધો.
વ્યવસાયઃ- હાલ વર્તમાન પરિસ્થિતિને કારણે વેપારમાં કોઇ નવું કામ અને યોજના સફળ થશે નહીં.
લવઃ- પતિ-પત્નીની વચ્ચે મીઠો વિવાદ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.
--------------------------------
કુંભઃ-
પોઝિટિવઃ- છેલ્લા થોડા સમયથી જે યોજનાઓ તમે બનાવી છે એ લક્ષ્યને પ્રાપ્ત કરવાનો ઉત્તમ સમય આવી ગયો છે. તમારી યોગ્યતા અને આવડત લોકો સામે આવશે. તમારી આ ઉપલબ્ધિઓનો ભરપૂર લાભ ઉઠાવો.
નેગેટિવઃ- આર્થિક રૂપથી થોડી મુશ્કેલીઓ તથા સમસ્યાઓ ઊભી થઇ શકે છે. સમય રહેતાં તમે એનો ઉકેલ મેળવી શકશો. તમારા વિરોધીઓની ગતિવિધિઓને પણ નજરઅંદાજ ન કરો.
વ્યવસાયઃ- વેપારમાં તમારી જે કાર્યપ્રણાલીમાં પરિવર્તન આવ્યું છે એનાથી ઉત્પાદનક્ષમતામાં નફો થશે.
લવઃ- વધારે વ્યસ્તતાને કારણે તમે ઘર-પરિવારને સમય આપી શકશો નહીં.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.
--------------------------------
મીનઃ-
પોઝિટિવઃ- વધારે વ્યસ્તતાને કારણે થાકથી રાહત મેળવવા માટે થોડી કળાત્મક તથા મનોરંજનને લગતાં કાર્યોમાં સમય પસાર થશે. રસનાં કાર્યો કરવાથી આત્મિક સુખ અને માનસિક શાંતિ તમને પ્રાપ્ત થશે.
નેગેટિવઃ- ધ્યાન રાખો કે ધન આવવાની સાથે-સાથે ખર્ચના માર્ગ પણ તૈયાર રહેશે, એટલે બજેટનું ધ્યાન રાખો, યુવા વર્ગ આજકાલ પોતાનાં લક્ષ્યો પ્રત્યે બેદરકારી રાખી રહ્યા છે, જે તેમના ભવિષ્યને લગતી યોજનાઓને સફળ થવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે.
વ્યવસાયઃ- તમે તમારા કાર્યક્ષેત્રના વિસ્તાર અંગે જે નીતિ અને યોજના બનાવી છે એના પર મહેનત અને એકાગ્રતાથી કામ કરો.
લવઃ- ઘરના વડીલોના આશીર્વાદ અને સ્નેહને કારણે પારિવારિક વાતાવરણ સુખદ તથા સારું જળવાયેલું રહેશે.
સ્વાસ્થ્યઃ- તમને વધારે તણાવ અને નકારાત્મક વિચારોને કારણે મનોબળમાં ઘટાડાનો અનુભવ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.